________________
ઠેકાણે ઠેકાણે જોવામાં આવે છે. ચોરનું ઉદાહરણ, રથ હાંકનારનું ઉદાહરણ ( અધ્ય. ૬, શ્લો. ૩), ત્રણ વેપારીની વાત ( અધ્યયન ૭મું શ્લો. ૧૪-૧૬ ), વગેરે ટુચકાઓ કુન્દનમાં ગોઠવેલા હીરાની માફક ચળકી રહે છે. નમિનાથ સ્વામી ની વાર્તા અહીં પહેલી જ વખત કહેવામાં આવે છે. આ સિવાય સંવાદો એ આ ગ્રંથની વિશેષતા છે. નમિનાથનો સંવાદ આપણને બુદ્ધગ્રન્થ સુત્તનિપાતમાંની પ્રત્યેક બુદ્ધની વાર્તાને યાદ કરાવે છે. રિકેશ અને બ્રાહ્મણનો સંવાદ ધાર્મિક ક્રિયા અને ધાર્મિક વૃત્તિના બલાબલનો ખ્યાલ આપે છે. પુરોહિત અને તેના પુત્રોનો સંવાદ સાધુ જીવન કરતાં ગૃહસ્થ જીવન કેટલે અંશે ન્યૂન છે તે પ્રતિપાદન કરે છે. આ સંવાદ મહાભારત તેમ જ બૌદ્ધ જાતકમાં પણ અમુક ફેરફાર સાથે જોવામાં આવે છે એ પુરવાર કરે છે કે ઉત્તરાધ્યયન સૂત્રના કેટલાક જૂના ભાગોમાંનો એ એક છે, આ ગ્રન્થનું આઠમું અધ્યયન કાપિલિક (સં. પિત્ઝીયમ્ અર્થાત્ કપિલનું ) કહેવાય છે. અને શાન્તિસૂરિની ટીકામાં કાશ્યપસુત કપિલની વાર્તા પણ આપવામાં આવી છે જે બ્રાહ્મણ ગ્રંથોમાંના કપિલના ઇતિહાસને ઘણે અંશે મળતી આવે છે. બાવીસમા અધ્યયનમાં શ્રીકૃષ્ણની વાર્તા છે તે પણ અનેક દૃષ્ટિએ આકર્ષક છે પરંતુ જૈનધર્મના ઇતિહાસ માટે ઉપયોગી વસ્તુ તો ૨૩ મા અધ્યયનમાં છે, પાર્શ્વનાથ અને મહાવીરના શિષ્યોના સંવાદનો એ પ્રસંગ છે, અને તે સંવાદમાંથી મૂળ પાર્શ્વપ્રવૃત્ત જૈન કેવો હતો અને મહાવીરે તેમાં શા શા સુધારા કર્યા તેનો કંઇક અંશે તેમાંથી ખ્યાલ આવે છે. ઉત્તરાધ્યયન (અ. ૨૫)નું વસ્તુ ધમ્મપત્ (૩વાન ) ની સાથે મળતું આવે છે. ખરો બ્રાહ્મણ કોને કહેવો એ વસ્તુ ઉપર આ અધ્યયનમાં કેટલાંક સુંદર સૂત્રો મૂકેલાં છે, આ પ્રમાણે આ ગ્રંથની વસ્તુ છે.
ઉપર જણાવી ગયા પ્રમાણે આ ગ્રંથ ઉપર ઘણી ટીકાઓ થઇ છે, અને જૂનામાં જૂની ટીકાઓ પણ આ મૂળસૂત્રો ઉપર જ મળી આવે છે. આમ હોવાથી ઉત્તરાધ્યયનની ટીકાઓ વિશે થોડો ઉલ્લેખ બાકી રહી જવો ન જોઇએ.
સૌથી જૂની ટીકા ભદ્રબાહુની છે, જે નિષ્કુત્તિ (સં. નિર્યુત્તિ) X સાંખ્યશાસ્ત્રના પ્રવર્તક કપિલને આ કપિલ સાથે કશો સંબંધ નથી. ઉત્તરાધ્યયનn ૨૪
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org