Book Title: Dharmbij
Author(s): Tattvanandvijay
Publisher: Vishvakalyan Prakashan Trust
Catalog link: https://jainqq.org/explore/005961/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ધર્મબીજ મુનિશ્રી તસ્વાનંદવિજયજી મહારાજ કૂતરત્નાકર અમદાવાદ Page #2 -------------------------------------------------------------------------- ________________ ધર્મબીજ [પ પૂ પન્યાસજી શ્રી ભદ્રંકરવિજયજીગણિવર્ય લિખિત ઉપોદ્ધત અને પવિત્રતાનો સંદેશ સાથે મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યશ્ય ભાવના] સિદ્ધાન્તમહોદધિ, પ્રાતઃ સ્મરણીય ૫૦ પૂ આચાર્યદેવ શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના વિદ્વાન્ શિષ્ય પ૦ પૂ. શ્રી ભાનુવિજયજી ગણિના શિષ્ય મુનિશ્રી તત્ત્વાનંદવિજયજી મહારાજ. પ્રકાશક : શ્રતરત્નાકર ૧૦૪, સાર૫, નવજીવન પ્રેસ સામે, આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦૦૧૪ Page #3 -------------------------------------------------------------------------- ________________ ધર્મબીજ મુનિશ્રી તત્ત્વાનંદવિજયજી મહારાજ પ્રકાશક : શ્રુતરત્નાકર ૧૦૪, સારપ, નવજીવન પ્રેસ સામે, આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦૦૧૪ પ્રાપ્તિ સ્થાન · · શ્રુતરત્નાકર ૧૦૪, સાર૫, નવજીવન પ્રેસ સામે, આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦૦૧૪ • શ્રી રાજ-સોભાગ સત્સંગ મંડળ નેશનલ હાઈવ-૮, સાયલા પુનર્મુદ્રણ - ૨૦૧૩ નકલ - ૫૦૦ મૂલ્ય : રૂ. ૧૪૦-00 Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજ સૌભાગ સત્સંગ મંડળ પ્રસ્તાવના મુમુક્ષુ સાધકોને અધ્યાત્મ પોષણ મળે અને તેમનો પુરૂષાર્થ આત્મલક્ષી થાય તે માટે પ.પૂ. ભાઈશ્રી નલીનભાઈ કોઠારીની નિશ્રામાં શ્રી રાજ સૌભાગ આશ્રમ મધ્યે આખા વર્ષ દરમ્યાન દસ જેટલી આરાધના તેમજ એકાંત મૌન શિબિરોનું આયોજન કરવામાં આવે છે. આ શિબિરોમાં પ. પૂ. ભાઈશ્રી કોઈપણ એક ઉત્તમ વિષયને લઈને પોતાની સહજ અને સરળ શૈલીમાં સુક્ષ્મ સમજણ આપતા હોય છે કે જે મુમુક્ષુઓને અત્યંત ઉપકારી નીવડે છે. તારીખ ૨૫/૧૨/૨૦૦૯ થી ૩૧/૧૨૨૦૦૯ની સાત દિવસની આરાધના શિબિરમાં "ધર્મબીજ” ગ્રંથનું પ્રશિક્ષણ પૂ. ભાઈશ્રી એ આપ્યું હતું. પરદેશમાં વસેલા મુમુક્ષુઓને પણ તે વિષયનો લાભ મળે માટે જયારે પરદેશ જવાનું થાય ત્યારે ત્યાં પણ તે વિષયને કેન્દ્રમાં રાખીને પૂ ભાઈશ્રીબોધ આપે છે. આ ધર્મબીજ ગ્રંથના લેખક મુનિશ્રી તત્વાનંદવિજયજી મહારાજ સાહેબ છે. આ ગ્રંથમાં મૈત્રી, પ્રમોદ કરુણા અને માધ્યસ્થ એ ચાર ભાવનાઓને સરળતાથી સહદ્રષ્ટાંત સમજાવી છે. આચાર ભાવના અધ્યાત્મપ્રસાદના મુખ્ય ચાર સ્થંભ સમાન છે. પરમકૃપાળુદેવ શ્રીમદ્રાજચંદ્રજી એ પત્રાંક-૬ર અને પત્રાંક-૮૬ માંચાર ભાવનાઓને વર્ણવી છે, અને લખ્યું છે કે ધર્મધ્યાનમાં આચાર ભાવનાઓથી ભુષિત થવું સંભવે છે. સદ્ગગમે જો ધર્મરૂપી બીજ આત્મભૂમિમાં વવાય તો અનુક્રમે જીવ આત્મ વિકાસ સાધી શકે છે, વીતરાગ દશા સુધી પહોંચી શકે છે. આ રહસ્યને પ્રત્યેક સાધક પોતાની દશા પ્રમાણે પામી શકે છે. સર્વે આરાધકો સગુરુની કરુણામય, મૈત્રી પૂર્ણ પ્રેમધારામાં ઉલ્લાસમય પુરુષાર્થ સેવી, ધર્મબીજ રૂપ સુધારસ પામી, સામ્યભાવને સાધી શાશ્વત, નિરામય સુખને પ્રાપ્ત કરે તેવી મંગલમય ભાવના સહ પ્રકાશન સમિતિ શ્રી રાજ સૌભાગ સત્સંગ મંડળ, સાયલા. તા. ૧૮/૬/૨૦૧૩ Page #5 --------------------------------------------------------------------------  Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય ધર્મબીજ પુસ્તક પ્રકાશિત કરતા અમે અત્યંત આનંદ અને હર્ષની લાગણી અનુભવીએ છીએ. આ પુસ્તકમાં મૈત્રી, પ્રમોદ, કરૂણા અને માધ્યસ્થ આ ચાર ભાવનાઓનું વિશંદ વર્ણન કરવામાં આવ્યું છે. આ ચાર ભાવનાઓ ધર્મના પાયામાં છે. અહીં લેખકે ચારેય ભાવનાને ધર્મના બીજની ઉપમા આપી છે. જેમ બીજ વગર વૃક્ષ સંભવે નહીં તેમ આ ચાર ભાવનાઓ વગર ધર્મવૃક્ષ સંભવે જ નહીં. વળી બીજ વાવવામાં આવે ત્યારથી માંડીને વૃક્ષ સ્વરૂપે પરિણમે ત્યાં સુધી તેની રક્ષા કરવી આવશ્યક હોય છે, પરંતુ વૃક્ષરૂપે પરિણમી જાય .પછી તો તે વૃક્ષ ઉપર ફળ આવવા લાગે. ફળોથી અનેક જીવો આનંદિત બને અને વૃક્ષની છાયામાં અનેક જીવો શાતા અનુભવે. આથી વૃક્ષ એ જીવોનું આશ્રયસ્થાન ગણાય છે. તેવી જ રીતે ધર્મરૂપી વૃક્ષના બીજ સ્વરૂપે આ ચાર ભાવના છે. આ ચાર ભાવનાઓ પ્રારંભિક અવસ્થામાં જીવનમાં આરોપિત કરવી પડે છે અને તે ભાવનાઓ જીવનમાં બીજરૂપે વાવવી પડે છે અને તેનું જતન અને સીંચન કરવામાં આવે તો આ ભાવનાઓ જીવનમાં અંકુરિત થવા લાગે છે. તેનાથી જીવન વધુ ને વધુ સમૃદ્ધ બનવા લાગે છે અને ભાવનાઓ પુષ્ટ બનતી જાય છે ત્યારબાદ તે સ્વ-પરના કલ્યાણમાં ઉપયોગી નીવડે છે. આમ કરવાથી જીવન ધન્ય બની જાય છે. આ ચારેય ભાવનાઓનું જીવનમાં ઘણું જ મહત્ત્વ છે. મૈત્રી ભાવનાથી જગતના જીવો પ્રત્યેનો અભિગમ બદલાય જાય છે. ક્રોધને નાથી શકાય છે અને શાંતિ તથા શાતાનો અનુભવ થવા લાગે છે. અહિંસાનો આધાર પણ મૈત્રી છે. જીવો પ્રત્યે મૈત્રી ન કેળવાય તો Page #7 -------------------------------------------------------------------------- ________________ ન અહિંસાનું પાલન સંભવી ન શકે. આજે સમગ્ર જગતમાં આંતકવાદનો ભય છવાયેલો છે. તેનું કારણ માનવ મૈત્રીભાવ ભૂલી વૈરભાવને વશ થઈ ગયો છે. મૈત્રીભાવનો અભાવ હોવાને કારણે માનવ માનસિક અશાંતિ અને શારીરિક રોગોનો ભોગ બન્યો છે. મૈત્રીભાવને પુષ્ટ કરવા માટે ઇર્ષ્યાભાવને પણ નાથવો જરૂરી છે. જો ઈર્ષ્યાભાવ જીવનમાં સતત રમતો હોય તો ગુણો માટેની ભૂમિકા રચાતી નથી. ગુણોનો ઉદય તો ગુણવાનો પ્રત્યેના સદ્ભાવ, સન્માનથી જ પ્રગટે છે. કહેવાયું છે કે ‘ગુણ ગાવતાં ગુણ આવે નીજ અંગ’. અર્થાત્ ગુણવાનોના ગુણ ગાવાથી જ જીવનમાં ગુણો પ્રગટે છે. આવો ભાવ ગુણીજનો પ્રત્યે પ્રમોદ ભાવ રાખવાથી પ્રગટે છે. ગુણીજનોના ગુણો જોઈને જીવનમાં હર્ષ પ્રગટે અને ગુણીજનોના દર્શનથી જીવનમાં તીર્થદર્શનનો આનંદ અનુભવાય તો જીવન ધન્ય બની જાય છે તેથી પ્રમોદ ભાવના આવશ્યક છે. દુઃખી જીવોના દુઃખને દૂર કરવાની ભાવના કરૂણા છે. જગતના તમામ જીવો કર્માધીન છે. કર્મોના આવરણને કારણે જીવ સુખદુઃખ પામે છે. સુખ અને દુઃખ તડકા અને છાંયડા સમાન છે. જે જીવો દુ:ખી થાય છે તેને દુઃખમુક્ત કરવાની ભાવના એ કરૂણા ભાવના છે. કરૂણાથી મૈત્રીભાવ વધુ પુષ્ટ થાય છે. તેથી કરૂણા ભાવના ધર્મના બીજરૂપે ગ્રહણ કરવામાં આવી છે. આ ત્રણ ભાવનાઓ ઉપરાંત એક ચોથી ભાવના ત્રણેય ભાવનાના કેન્દ્રમાં રહેલી છે તે માધ્યસ્થ ભાવના. આ ભાવના ભાવવાથી જીવનમાં માધ્યસ્થવૃત્તિ ઉત્પન્ન થાય છે. રાગ અને દ્વેષ રહિત રહેવા અભ્યાસ કેળવાય છે. જેમ જેમ આ ચારેય ભાવના ભવાતી જાય અને અંદરમાં તે વધુ ને વધુ ઘટ્ટ બનતી જાય એમ તેમ જીવન વધુ ને વધુ સુંદર બનતું જાય છે. સ્વપરનું કલ્યામ સધાતું જાય છે. આથી આ ચારેય ભાવનાને ધર્મના બીજરૂપે ગ્રહણ કરેલ છે. આ ગ્રંથમાં મૈત્રી, પ્રમોદ, કારૂણા અને માધ્યસ્થ ભાવનાનો Page #8 -------------------------------------------------------------------------- ________________ અર્થ, વિવેચન, શાસ્ત્રીય વિચારણા અને વ્યાવહારિક પક્ષનો વિસ્તારથી વિચાર કરવામાં આવ્યો છે. આ ચારેય ભાવનાઓના દૃષ્ટાંતો આપવામાં આવ્યા છે તેથી ભાવનાઓને સમજવાની સરળતા ઊભી થાય છે. આ ચારેય ભાવના માત્ર જૈનધર્મની જ મૂળભૂત ભાવનાઓ છે તેમ નથી પરંતુ બધા જ ધર્મોએ આ ચારેય ભાવનાનું મહત્ત્વ સ્વીકાર્યું છે. તેથી આ ચારેય ભાવનાની સર્વવ્યાપકતા પણ સિદ્ધ થાય છે. અન્ય ધર્મોમાં આ ચારેય ભાવના વિશે શું શું કહેવાયું છે તે વિશે ગ્રંથના અંતિમભાગે મૂળ સાથે અનુવાદ આવ્યો છે. તેથી આ ગ્રંથની મહત્તા ખૂબ જ વધી છે. માત્ર જૈન જ નહીં જગતના કોઈ પણ ધર્મના લોકો માટે આ પુસ્તક અવશ્ય પઠનીય છે. તેનું ચિંતન કરવાથી જગતના જીવો સાથેનો વ્યવહાર સમ્યક બને છે અને આંતરિક જીવન સદ્ધર બને છે. માટે આ ગ્રંથ અવશ્ય પઠનીય બન્યો આ ગ્રંથના પ્રકાશનથી જિજ્ઞાસુઓને લાભ થશે. ગ્રંથ પ્રગટ કરવામાં સંસ્થાના મિત્રોનો સહયોગ પ્રાપ્ત થયો છે તે સહુનો હું અને આભાર માનું છું. જિતેન્દ્ર શાહ Page #9 -------------------------------------------------------------------------- ________________ मैत्रीपवित्रपात्राय, मुदितामोदशालिने । कृपोपेक्षाप्रतीक्षाय, तुभ्यं योगात्मने नमः ॥ મૈત્રીના પવિત્ર ભાજનભૂત, મુદિતાથી પ્રાપ્ત થયેલ સદાનંદ વડે શોભતા અને કરુણા તથા માધ્યથ્ય વડે જગપૂજય બનેલા, યોગસ્વરૂપ છે વીતરાગ ! તમને નમસ્કાર હો. मा कार्षीत्कोऽपि पापानि, मा च भूत् कोऽपि दुःखितः ।। मुच्यतां जगदष्येषा, मतिमैत्री निगद्यते ॥ ( योगशास्त्र ४-११८) કોઈ પણ જીવ પાપ ન કરો, કોઈ પણ જીવ દુઃખી ન થાઓ અને સર્વ જીવો, કર્મથી મુક્ત થાઓ. આ પ્રકારની ભાવનાને મૈત્રી કહેવામાં આવે છે. वदनप्रसादादिभिः गुणाधिकेषु अभिव्यज्यमाना૩ જી અનુરી : પ્રમોતઃ | ગુણાધિક પુરુષોને જોઈને મુખની પ્રસન્નતા દ્વારા અભિવ્યક્ત થતો આંતરિક ભક્તિરૂપ અનુરાગ પ્રમોદ છે. दीनेष्वार्तेषु भीतेषु, याचनामेषु जीवितम् । પ્રતિવરપરા દ્ધ, હાથમfપથી તે (યોજાશાસ્ત્ર પ્ર. ૪-૪૨૦) દીન, આર્ત, ભયભીત, અને જીવિતને યાચતા (મરવા ન ઇચ્છતા) જીવોને દૈન્યાદિનો પ્રતિકાર કરવામાં પરાયણ બુદ્ધિને કારુણ્ય કહેલ છે. क्षमी यत्कुरु ते कार्य, न तत् क्रोधवशंवदः । कार्यस्य साधनी प्रज्ञा, सा च क्रोधेन नश्यति ॥ જે કાર્ય ક્ષમાવાળો (સહનશીલ) કરી શકે છે, તે ક્રોધ કરનાર કરી શકતો નથી, (કારણ કે) કાર્યને સાધનારી પ્રજ્ઞા છે અને તે ક્રોધ વડે નાશ થાય છે. ૨ Page #10 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમ વિષય આ. કલાપૂર્ણસૂરિ ૧ ૮ પ્રકાશકીય ધર્મનું મૂળ આમુખ ઉપોદ્ઘાત પવિત્રતાનો સંદેશ ' પ્રારંભિક વક્તવ્ય..... સમર્પણ ૧. મૈત્રીભાવના.... ૨. પ્રમોદભાવના... ૮ TO (i ૧૧૪ ૩. કરુણાભાવના.... ૪. માધ્યàભાવના... પ. પવિત્રતા, આનંદ અને પૂજ્યતાનાં સાધનો ૬. અભ્યાસ અંગે કેટલીક સૂચનાઓ ૭. અંતિમ વક્તવ્ય.. ૮. ઉપસંહાર... ૧૧ ૭ ૧૨૦ ૧ ૨ ૨ પરિશિષ્ટ..... ૧ ૨૫ Page #11 -------------------------------------------------------------------------- ________________ આંતરિક ગુંજારવ મૈત્રી મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે; શુભ થાઓ આ સકળ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે. ૧. પ્રમોદ ગુણથી ભરેલા ગુણી-જન દેખી, હૈયું મારું નૃત્ય કરે; એ સંતોના ચરણ-કમલમાં, મુજ જીવનનું અર્ધ્ય રહે. ૨. કરુણા દીન, ક્રૂર ને ધર્મવિહોણા, દેખી દિલમાં દર્દ રહે; કરુણાભીની આંખોમાંથી, અશ્રુનો શુભ સ્રોત વહે. ૩. માધ્યસ્થ્ય માર્ગ ભૂલેલા જીવન-પથિકને, માર્ગ ચીંધવા ઊભો રહું; કરે ઉપેક્ષા એ માર્ગની, તો યે સમતા ચિત્ત ધરું. ૪. (એક ભાવનાપ્રિય વ્યક્તિનો આ આંતરિક ગુંજારવ છે.) Page #12 -------------------------------------------------------------------------- ________________ સ્વ. યશવંતરાય મોરારજીભાઈ મહેતાના આત્માશ્રેયાર્થે હ. લલિતાબેન ય. મહેતા પરિવાર Page #13 --------------------------------------------------------------------------  Page #14 -------------------------------------------------------------------------- ________________ ધર્મનું મૂળ અનંત ઉપકારી શ્રી તીર્થંકર પરમાત્માએ ઉપદેશેલા ધર્મનું મૂળ મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યશ્ય ભાવના છે. આ ચારે ભાવનાઓનું સ્વરૂપ જાણીને-તેનો જીવનમાં અભ્યાસ કરવાથી અહિંસા, સંયમ અને તપસ્વરૂપ ધર્મ આત્મસાત્ બને છે. ધર્મની સિદ્ધિ મેળવવાની ચાહના રાખનાર સાધક માટે મૈત્ર્યાદિ ભાવનાઓથી પોતાના ચિત્તને સારી રીતે ભાવિત બનાવવું એ અત્યંત જરૂરી છે. જેમણે આ ભાવનાઓ જાણી નથી, જાણવા છતાં તેનો અભ્યાસ કર્યો નથી તેમને ધર્મની પ્રાપ્તિ અત્યંત દુર્લભ બની જાય છે. ચાર ભાવો :૧. સર્વ જીવોના હિતનું ચિંતન કરવું એ મૈત્રીભાવ છે. ૨. ગુણી જનોના ગુણોની અનુમોદના કરવી, બીજાના ગુણ જોઈને, જાણીને ચિત્તમાં પ્રમોદ અનુભવવો એ પ્રમોદભાવ છે. ૩. દીન, દુ:ખી જીવોના દુઃખે આર્ટ બની, તેમનાં દુઃખ દૂર કરવાં એ કરુણા ભાવ છે. ૪. અવિનીત, અપરાધી, દુષ્ટ જીવો પ્રત્યે મધ્યસ્થ રહેવું એ માધ્યશ્મભાવ છે. - કોઈપણ સાધકની ધર્મભૂમિકાનો, યોગ-ભૂમિકાનો વાસ્તવિક પ્રારંભ મૈત્રી આદિ ભાવનાઓથી જ થઈ શકે છે. તે વિના નહિ. ૧. મૈત્રીભાવનાઃ સમગ્ર વિશ્વને, વિશ્વના પ્રત્યેક પ્રાણી, જીવને મિત્રની દૃષ્ટિથી જોવું એ મૈત્રીભાવના છે. જ્યાં સુધી કોઈ એક જીવ પ્રત્યે પણ ચિત્તમાં દ્વેષ કે વૈરભાવની વૃત્તિ હોય છે, ત્યાં સુધી યોગની પ્રથમ દૃષ્ટિ“મિત્રા દૃષ્ટિ' પણ જીવનમાં પ્રાપ્ત થતી નથી, માટે એક પણ જીવને મૈત્રીભાવથી વંચિત રાખી શકાય એમ નથી. Page #15 -------------------------------------------------------------------------- ________________ સર્વ જીવો પ્રત્યે માતા તુલ્ય વાત્સલ્યભાવ રાખવો કે સ્વ-આત્મતુલ્ય યા તેથી પણ અધિક સ્નેહભાવ રાખવો એ વિધેયાત્મક મૈત્રીભાવ છે. મારો કોઈ આત્મબંધુ દુઃખી ન થાય, પાપનું આચરણ ન કરે, કર્મના બંધનથી ન બંધાય, પણ તે સર્વ કર્મ-બંધનોથી મુક્ત બને. આ નિષેધાત્મક મૈત્રીભાવ છે. નાના-મોટા કોઈ પણ જીવને મારાં મન, વચન અને કાયાથી કોઈ પણ પ્રકારની લેશ પણ પીડા, તકલીફ, દુઃખ થાય એવું વર્તન કદી ન કરવું. . . આ પરમ મૈત્રીભાવ છે, ઉત્કૃષ્ટ પ્રેમભાવ છે. સામાયિકમાં બન્ને પ્રકારની મૈત્રીનું પાલન થાય છે. સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ રૂપ સમતાનો લાભ, સમતાની પ્રાપ્તિ તે “સામાયિક' કહેવાય છે. ક્ષમા એ મૈત્રીનું ફળ છે. કહ્યું પણ છે - હું સર્વ જીવોને ખમાવું છું, સર્વ જીવો પાસે હું મારા અપરાધોની ક્ષમા માગું છું. સર્વ જીવો ઉદાર ભાવે મને ક્ષમા આપે, મારે સર્વ જીવો સાથે મૈત્રી છે, કોઈ એક પણ જીવ સાથે મારે વૈર કે વિરોધ નથી. * જીવ-મૈત્રીની જીવનમાં અત્યંત આવશ્યકતા છે. જેમ પવન વિના દ્રવ્ય પ્રાણો નાશ પામે છે. તેમ મૈત્રીભાવ વિના ભાવપ્રાણોનો પણ નાશ થાય છે. ક્ષમ ભાવપ્રાણ છે. મૈત્રી વગેરે ભાવનાઓના અભ્યાસથી જ ક્ષમાગુણ વૃદ્ધિ પામે છે, પુષ્ટ બને છે, અને ક્રોધાદિ કષાયો નિવૃત્ત થાય છે. ૨. પ્રમોદ ભાવના ગુણી પુરુષોના ગુણો જોઈ સાંભળીને હૈયું હર્ષથી નૃત્ય કરવા લાગે, નેત્રોમાં આનંદનું પૂર વહે, અહોભાવથી મસ્તક નમી પડે, ધન્ય ધન્યની ધ્વનિનો નાદ ગુંજતો થાય, તે પ્રમોદભાવના છે. પરમગુણી પરમાત્માની શાંતમુદ્રાના દર્શન માત્રથી નેત્રો આનંદથી પુલકિત બને, શરીર રોમાંચિત થાય, મન પ્રમોદથી પૂર્ણ ભરાઈ જાય, પ્રભુના ગુણગાન કરવા રસના હર્ષિત બને, તથા સદ્ગુરુ-ભગવંતોના દર્શનથી પણ અતિ આનંદ થાય. તેમને નમસ્કાર કરી, સેવા-ભક્તિનો લાભ લેવાનું મન થાય, સંતોના મુખે ધર્મક્રિયા, જીવાદિ તત્ત્વોનું સ્વરૂપ જાણી હૈયું હર્ષિત બને - એ સર્વ પ્રમોદ ભાવનાના સૂચક છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ પ્રમોદ ભાવના-ગુણ બહુમાનરૂપ, ગુણ અનુમોદનારૂપ છે. શ્રી નમસ્કાર મહામંત્ર વડે પાંચ પરમેષ્ઠી ભગવંતોના અગણિત ગુણોની અનુમોદના અતિ બહુમાનપૂર્વક કરવામાં આવે છે, તેથી પરમેષ્ઠી નમસ્કાર એ સર્વ પાપપ્રણાશક અને સર્વ મંગલોમાં શ્રેષ્ઠ મંગલ છે, જિનશાસનનો સાર છે અને ચૌદ પૂર્વનો તેમાં સંક્ષેપ થયેલો છે. તેવી રીતે પ્રમોદભાવના પણ ગુણ બહુમાનરૂપ હોઈ સર્વ પાપ પ્રણાશક અને શ્રેષ્ઠમંગલ છે. પ્રકૃષ્ટ પ્રમોદભાવથી પંચ પરમેષ્ઠી ભગવંતો તથા અન્ય સર્વ ગુણી પુરુષોના ગુણગાન કરવાથી જીવનમાં સમતાનો પ્રવેશ થાય છે, ચિત્ત અત્યંત પ્રસન્ન બને છે તથા ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ આદિ ગુણો નિર્મળ બને છે. જિન ઉત્તમ ગુણ ગાવતાં, ગુણ આવે નિજ અંગ. શ્રી તીર્થકર ભગવંતો આદિ ગુણી પુરુષોના ગુણોનું ગાન કરવાથી તે ગુણો આપણા આત્મામાં પણ પ્રગટે છે, ખીલે છે. ૩. કરુણા ભાવનાઃ કરુણા એ દયા, અહિંસા સ્વરૂપ છે. શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં અહિંસાનું વિસ્તૃત સ્વરૂપ તેનાં ૬૦ (સાઠ) પર્યાયવાચી નામોના નિર્દેશ દ્વારા બતાવ્યું છે. સર્વ જીવોના પરમ બંધુ, કરુણાના સાગર શ્રી તીર્થકર ભગવંતોએ સર્વ ત્રણ-સ્થાવર જીવોની ક્ષેમકરી અહિંસા બતાવી છે. - અહિંસા એ સર્વ લોકને દ્વીપ અને દીપકતુલ્ય હિતકારી છે. સ્વપરની સર્વ આપત્તિઓ દૂર કરી જીવોનું સંરક્ષણ કરે છે. તેથી અહિંસા એ પ્રાણ છે અને સર્વ સંપત્તિઓને પમાડનારો હોઈ સર્વ મોક્ષાર્થી જીવોને આશ્રય આપે છે, માટે ગતિ છે, શરણ છે અને સર્વ પ્રકારનાં સુખો અને ગુણો જેમાં પ્રતિષ્ઠિત છે, તેથી બીજા જીવોને ભયમુક્ત બનાવવાથી તું પણ નિર્ભય બનીશ. જીવાસ્તિકાયની અખંડ એકતા : શ્રી ભગવતીસૂત્રમાં જીવાસ્તિકાયનું સ્વરૂપ બતાવતા સંક્ષેપથી તેના પાંચ પ્રકાર જણાવ્યા છે :૧. દ્રવ્યની અપેક્ષાએ જીવાસ્તિકાય અનંત જીવદ્રવ્ય સ્વરૂપ છે. અર્થાત્ અનંત જીવપ્રદેશોનો સમૂહ એ જીવાસ્તિકાય છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ ૨. ક્ષેત્રની અપેક્ષાએ જીવાસ્તિકાય લોકપ્રમાણમાત્ર છે-લોકવ્યાપી છે. ૩. કાળની અપેક્ષાએ જીવાસ્તિકાય ત્રણે કાળમાંની સ્થિતિ હોય છે, તેથી નિત્ય છે. ૪. ભાવની અપેક્ષાએ જીવાસ્તિકાય અવર્ણ, અગંધ, અરસ, અસ્પર્શરૂપ છે. ૫. ગુણની અપેક્ષાએ જીવાસ્તિકાય ઉપયોગ ગુણવાળો છે. (ગુણ એટલે કાર્યની) તેની અપેક્ષાએ ઉપયોગના બે પ્રકાર છે. ૧. સાકાર ઉપયોગઃ સ્વ-પર પ્રકાશી જ્ઞાન જે ભેદગ્રાહક છે, તેથી અહિંસા એ પ્રતિષ્ઠા છે. અહિંસા જ સર્વ જીવોને અભય આપનારી છે, શરણ અને આશ્વાસન આપનારી છે. સમતા-સમાધિ-સામાયિક-સમ્યકત્વ-શ્રુતજ્ઞાન અને સંયમાદિ સર્વ અહિંસા-કરુણા ભાવનાની વિશિષ્ટ આરાધનાનું જ ફળ છે. - શ્રી આચારાંગ સૂત્રમાં પણ કહ્યું છે : “સર્વ જીવોને આત્મતુલ્ય માની તે સર્વનું રક્ષણ કર. જેમ તું તારા આત્માને દુઃખમુક્ત, કર્મમુક્ત અને સર્વભયમુક્ત બનાવવા ઇચ્છે છે, તેમ અન્ય સર્વ ત્રસ અને સ્થાવરજીવોને દુઃખમુક્ત, કર્મમુક્ત અને ભયમુક્ત બનાવ. કેમ કે સર્વ જીવરાશિની ઉપયોગ લક્ષણથી એકતા છે, તેમ પરસ્પર ઉપગ્રહ લક્ષણથી પણ એકતા છે. ઉપયોગ એ જીવનું સ્વરૂપ-દર્શક લક્ષણ છે, તેમ પરસ્પર ઉપગ્રહ એ જીવરાશિનું સંબંધદર્શક લક્ષણ છે. તેથી જ્યાં ઉપયોગ હોય છે, ત્યાં પરસ્પર ઉપગ્રહ પણ હોય જ છે. ૨. નિરાકાર ઉપયોગ : સામાન્યગ્રાહી દર્શન, જે અભેદગ્રાહક છે. આ જીવાસ્તિકાય અનંતપ્રદેશ છે. એક જીવને પ્રદેશો અસંખ્ય જ હોય છે, પણ અહીં સમસ્ત જીવરાશિરૂપ એક જીવાસ્તિકાયની વિવલા હોવાથી જીવાસ્તિકાયને અનંત પ્રદેશી કહ્યો છે. આ સૂત્રથી સર્વ જીવરાશિની અખંડ એકતા સિદ્ધ થાય છે. અને તેવી જ પરસ્પર ઉપગ્રાહકતાનો સંબંધ પણ સ્પષ્ટ સમજી શકાય છે. જેમ અસંખ્યપ્રદેશી દેહવ્યાપી એક જીવને પોતાના પ્રદેશો સાથે તાદાભ્ય સંબંધ હોવાથી દેહવ્યાપી કોઈપણ અંગ-અવયવમાં થતી શાતા કે Page #18 -------------------------------------------------------------------------- ________________ અશાતા પોતાને અનુભવાય છે. તેવી રીતે લોકવ્યાપી જીવાસ્તિકાયના અનંત પ્રદેશોમાં પણ પરસ્પર ઉપગ્રહ કરવાનો સહજ સ્વભાવ હોવાથી અન્ય જીવોને કે તેના કોઈપણ પ્રદેશ કે અંગ અવયવને પીડા કે સુખ આપવાથી તે આપનારા જીવને પણ પીડા કે સુખ અવશ્ય પ્રાપ્ત થાય છે. ઉપયોગ લક્ષણથી, જીવત્વ જાતિથી જેમ સર્વ જીવો એક સ્વરૂપ છે, તેવી રીતે પરસ્પર ઉપગ્રહ લક્ષણથી પણ પરસ્પર અખંડ એકતાનું જ્ઞાન એ નિશ્ચયદયા છે. એકતાજ્ઞાન નિશ્ચયદયા, સદ્ગર તેહને ભાષે જે અવિકલ્પ ઉપયોગમાં, નિજ પ્રાણને રાખે. જે યોગી નિર્વિકલ્પ ચિન્માત્ર સમાધિમાં લીન બને છે, તેને સર્વ જીવરાશિ સત્તાએ શુદ્ધ એક અખંડસ્વરૂપે અનુભવાય છે. તે નિશ્ચયદયા છે. અને તેના લક્ષ્યથી પર પ્રાણીના પ્રાણોની રક્ષા, તે દ્રવ્યદયા છે, ___ जीववहो अप्पवहो, जीवदया अप्पणो दया होइ । વસ્તુતઃ જીવોનો વધ એ સ્વ-આત્મવધ જ છે. અને જીવોની દયા એ પોતાના આત્માની જ દયા છે. એવું જાણીને તું બીજા જીવો સાથે આત્મતુલ્ય વર્તન કર. जं इच्छसि अप्पणो, जं च न इच्छसि अप्पणो । तं इच्छ परस्स वि एतियमं जिणसासणं ।। જેમ તું તારા માટે સુખ ઇચ્છે છે, દુઃખની ઇચ્છા કદી કરતો નથી, તેમ બીજા જીવોનું પણ સુખ, હિત જ ઇચ્છ. અહિત કદી ઇચ્છીશ નહીં, તથા આત્માને જે પ્રતિકૂળ હોય, તેવું વર્તન બીજા જીવો સાથે કદી પણ ન કરવું એ જ જિનશાસન છે. અર્થાત્ દયા, કરુણા એ જ જિનશાસન અને તેનો સાર છે. તાત્પર્ય-સર્વ જીવોની એકતાનું જ્ઞાન મેળવી તેમની સાથે ઉચિત વર્તન કરવું એ જ આત્માનું સાચું હિત છે. મૈયાદિ ચાર ભાવનાઓ વડે સર્વ જીવો સાથે ઉચિત વર્તન કરી શકાય છે, તેથી ચાર ભાવનાઓ એ ધર્મનું બીજ છે. ૪. માધ્યશ્ય ભાવનાઃ કર્માધીન કેટલાય જીવો ક્રૂર, તીવ્ર રાગ-દ્વેષ યુક્ત હોવાથી ભગવાન, સદ્ગુરુ અને ધર્મ પ્રત્યે પ્રેમ રાખતા નથી, પણ તેમની Page #19 -------------------------------------------------------------------------- ________________ નિંદા કરે છે, હિંસાદિ કાર્યોમાં પ્રવૃત્તિ કરે છે. અવિનીત, દોષયુક્ત જીવો પ્રત્યે પણ કદી તિરસ્કારભાવ ન લાવવો, પરંતુ મૈત્રી અને કરુણાભાવપૂર્વક મધ્યસ્થભાવ રાખવો, તે માધ્યશ્મભાવના છે. ભવિષ્યમાં તે જીવોને પણ કર્મની લઘુતા થતા ધર્મ પ્રત્યે બહુમાન જાગો, સંતોનો સમાગમ મળો, ભગવાન પ્રત્યે ભક્તિભાવ જાગો. આ રીતે મૌનપણે ભાવકરણ લાવી, તે અયોગ્ય જીવોનું પણ હિતચિંતન જ કરવું. જેમ ભગવાન મહાવીરદેવે અપરાધી સંગમ પ્રત્યે ભાવકરુણા જ ભાવી, જેના પરિણામે તેમની આંખો અશ્રુભીની થઈ. સ્વ-સ્વ કર્મને વશ જીવો અનેક પ્રકારનાં દુઃખ-સુખ અનુભવે છે. પરંતુ વિવેકી કુશળ પુરુષો તેના પ્રત્યે રાગ-દ્વેષ કરતા નથી પણ મધ્યસ્થ રહે છે, ઉદાસીનભાવ ધારણ કરે છે. કર્મજન્ય વિષમતા, વિચિત્રતા તરફ ઉદાસીન રહો, ઉપયોગલક્ષણથી સર્વ જીવોની તુલ્યતા, એકતાનું ભાવન કરવાથી સમતા, સમાધિ દશામાં યોગી પુરુષો પરમાનંદ અનુભવે છે. જ્યાં સુધી પરવસ્તુ કે વ્યક્તિના દોષ કે ગુણ, એટલે તેના સારાનરસાપણાનો વિચાર કરે છે ત્યાં સુધી મન સ્થિર થતું નથી. માટે મધ્યસ્થ પુરુષો પોતાના મનને પરમાત્માના ધ્યાનમાં એકાગ્ર બનાવી આત્મપ્રયત્નશીલ રહે છે. માધ્યશ્મભાવના અભ્યાસથી સમતાની સિદ્ધિ થાય છે. ધર્મધ્યાનને પુષ્ટ બનાવવા માટે આ ભાવનાઓ રસાયણતુલ્ય છે. ષઅમૈત્રી-ઈર્ષ્યા-માત્સર્યાદિ, દોષોને દૂર કરી ક્ષમાદિ ગુણોને પુષ્ટ બનાવે છે. મૈત્રીભાવના ક્રોધના આવેશનો નાશ કરે છે, ક્ષમાગુણને પુષ્ટ કરે છે. પ્રમોદભાવના : માન-મદનો નાશ કરી, નમ્રતા ગુણને વિકસાવે છે. કરુણાભાવનાઃ માયા-કપટ-દંભદોષને દૂર કરી, સરળતા પેદા કરે છે. માધ્યશ્ય ભાવના : તૃષ્ણા-લોભદશાનો નાશ કરી સંતોષ, સમતાગુણની વૃદ્ધિ કરે છે. આ ચારે ભાવનાઓનો સતત અભ્યાસ કરવાથી આર્તધ્યાન અને રૌદ્રધ્યાનનો નિરોધ થાય છે અને ધર્મધ્યાન અને શુકુલધ્યાનની કલા અનુક્રમે १४ Page #20 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ થાય છે. તેના પ્રભાવે સદ્ગતિ અને સિદ્ધિગતિ અવશ્ય પ્રાપ્ત થાય છે. સર્વ કોઈ સાધકોને ભાવનાનો અભ્યાસ અવશ્ય કરવો જરૂરી છે. આ પુસ્તકમાં પૂ. મુનિરાજશ્રી તત્ત્વાનંદ-વિજયજીએ ચારે ભાવનાઓનું સ્વરૂપ દષ્ટાન્તો સાથે સરળ ભાષામાં સુંદર રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તેથી ભાવનાના અભ્યાસીઓને આ ગ્રંથ અત્યંત ઉપકારક બનશે, પ્રથમની બને આવૃત્તિઓની પ્રસ્તાવના પ. પૂ. પંન્યાસપ્રવર શ્રી ભકરવિજયજી મ. અને પ. પૂ. આચાર્યશ્રી ભદ્રંકર વિજયજી મ. એ લખેલી છે. સર્વ પ્રથમ તેનું મનનપૂર્વક વાંચન કરવાથી સંક્ષેપમાં ચાર ભાવનાઓનું સ્વરૂપ અને તેની ઉપયોગિતા સમજી શકાશે. તેમ જ જીવને તે ભાવનાઓને ભાવિત બનાવવાની ચાવી મળશે. પરમ શાંતિ અને સમાધિનો માર્ગ પ્રાપ્ત કરાવનાર આ ગ્રંથનો અભ્યાસ સહુ કોઈ મુમુક્ષુ આત્માઓ અવશ્ય કરશે એવી શ્રદ્ધા. સંસારી જીવો વિષયકષાયમાં આસક્ત બની વિવિધ પ્રકારની હિંસાદિ પ્રવૃત્તિઓ કરી દુર્ગતિમાં જઈ દુઃખી થાય છે. અહિંસાદિ ધર્મનો ઉપદેશ આપવા છતાં જે જીવો હિંસાદિ પાપવ્યાપારો છોડતા નથી, તેમની ઉપર પણ ક્રોધ ન કરવો. કારણ કે જેની જેવી ભવિતવ્યતા હોય, તેને કોઈ રોકી શકતો નથી. આ રીતે કર્મવિપાક અને ભાવિ ભાવવિચારને મુખ્ય બનાવી તે જીવો પ્રત્યે સમતા રાખવાથી વિકલ્પોની જાળ શમી જાય છે. અને મન, ભીતરમાં સદા બિરાજમાન, સત્તાએ શુદ્ધ પરમાત્મ સ્વરૂપમાં સ્થિર થઈ જાય છે જેથી શાંત સુધારસના આસ્વાદનું પરમ સુખ મળે છે. આ મેત્યાદિ ચાર ભાવનાઓ એ જિનશાસનનું મૂળ છે. ધર્મરૂપી કલ્પવૃક્ષની ઉત્પત્તિનું મૂળ કારણ હોવાથી ઘર્મનું બીજ કહેવાય છે. - સદ્ધર્મ ધ્યાનની પરંપરા ધારાબદ્ધ પ્રવાહ સાથે નમ્ર નિવેદન છે કે સર્વે જીવો આ ગ્રંથના ચિંતન-મનન-અભ્યાસથી શાંતિ અને સમાધિ પામવા દ્વારા સદ્ગતિ અને સિદ્ધિગતિના સાધક બનો એ જ એક પરમ અભિલાષા! – કલાપૂર્ણસૂરિ Page #21 -------------------------------------------------------------------------- ________________ આમુખ મૈત્યાદિ ભાવનાઓ રૂપ અમૃતકુંડમાં જીવ-હંસ સતત રમે એવો વિચાર મારા મનમાં પાંચેક વરસથી રહ્યા કરતો હતો, પણ તદનુકૂલ ચિંતનના અભાવે તે વિચાર કેવળ વિચારરૂપે જ રહી જતો હતો. ગયા ૫-૬ મહિનામાં ભાવનાઓના વિષયમાં થોડું થોડું લખવાનું ચાલુ કર્યું. લખવાનો આશય એટલો જ હતો કે તેવા લેખનના નિમિત્તે ચિંતન વધે અને તે ચિંતન ભાવનાઓને આત્મસાત્ બનાવવામાં સહકારી બને. એ લેખન વખતે પણ જો યોગશાસ્ત્ર, જ્ઞાનસાર, અધ્યાત્મસાર, અધ્યાત્મકલ્પદ્રુમ, શાંત સુધારસ, પાતંજલ યોગસૂત્ર વગેરે ગ્રંથો સામે ન હોત તો લખવાનું કાર્ય આગળ વધત જ નહિ. કેવળ પોતાના આત્મા માટે લખેલું આ લખાણ જ્યારે કેટલાક મુમુક્ષુઓના હાથમાં આવ્યું ત્યારે તેમને એમ લાગ્યું કે આ વસ્તુ બહાર મુકાય તો ઘણાંને ઉપયોગી થાય. તે મુમુક્ષુઓની પ્રેરણાથી આ લખાણ પ્રગટ થઈ રહ્યું છે. “ઉપોદ્યત’ અને ‘પવિત્રતાનો સંદેશ’ આ ગ્રંથની ઉપયોગિતામાં ખૂબ જ વૃદ્ધિ કરશે, એવી આશા છે. પ્રાથમિક વાચકની સરલતાની ખાતર, ટિપ્પણીઓમાં કેટલાક પારિભાષિક શબ્દોનો ભાવ માત્ર વ્યક્ત કર્યો છે; તે તે શબ્દોની તે શાસ્ત્રોક્ત વ્યાખ્યાઓ નથી. અતિપવિત્ર એવી આ ગુર્જરગિરાનો મારો અભ્યાસ લગભગ નહિવત્ છે, તેથી ભાષાની દૃષ્ટિએ આ લેખમાં સૌદર્ય ન હોય, એ સ્વાભાવિક છે. આ ગ્રંથને ભાષાની દૃષ્ટિએ ન જોતાં તેમાં આવતા સાત્ત્વિક વિચારો તરફ જ લક્ષ્ય આપવા મુમુક્ષુઓને ખાસ ભલામણ છે. સત્પષ-હંસો આ પુસ્તિકા રૂપ પાત્રમાંથી ક્ષીરના અંશનો આસ્વાદ લેશે અને નીરના અંશને તજી દેશે, એ આશાએ વિરમું છું. - અનાહત રાજનગર, યેષ્ઠ શુક્લા ત્રયોદશી, ૨૦૧૪ १६ Page #22 -------------------------------------------------------------------------- ________________ ઉપોદ્ધાત પ. પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્ય मा कार्षीत् कोऽपि पापानि, मा च भूत् कोऽपि दुःखितः । मुच्यतां जगदप्येषा, मतिमैत्री निगद्यते ॥ અર્થ : કોઈ પણ પ્રાણી પાપ ન કરો, કોઈ પણ પ્રાણી દુઃખી ન થાઓ, પ્રાણી માત્ર મોક્ષને પામો – આ પ્રકારની મતિને શાસ્ત્રકારો મૈત્રીભાવના કહે છે. આ જગતમાં ઇચ્છા કોને હોતી નથી? સંસારી જીવ માત્રના હૃદયમાં કોઈ ને કોઈ પ્રકારની ઇચ્છા હોય જ છે. બધી ઇચ્છાઓનો સમાવેશ માત્ર બે જ પ્રકારની ઇચ્છાઓમાં થાય છે. “મને પોતાને જરા જેટલું પણ દુઃખ ન થાઓ અને જગતમાં જેટલું સુખ છે, તે બધું મને જ મળો.” આ બે પ્રકારની ઇચ્છાઓ સંસારી જીવ માત્રના હૃદયમાં નિરંતર રહ્યા જ કરે છે. બીજી બધી ઇચ્છાઓના મૂળમાં પણ આ બે પ્રકારની જ ઇચ્છાઓ રહેલી હોય છે. આ બંને જાતની ઇચ્છાઓ કદી પણ પૂર્ણ થતી નથી, એ વાત પણ સતત લક્ષમાં રાખવા જેવી છે. એ કારણે શાસ્ત્રકારોને એ સિદ્ધાંત નક્કી કરવો પડ્યો છે કે “ઇચ્છા એ જ દુઃખ છે અને ઇચ્છાનો અભાવ એ જ સુખ છે ! - આહારની અયોગ્ય ઇચ્છામાંથી મુક્ત થવા માટે શાસ્ત્રકારોએ તપધર્મ ઉપદેશ્યો છે, અર્થ અને કામની અયોગ્ય ઇચ્છાઓમાંથી મુકિત મેળવવા માટે ક્રમશઃ દાન અને શીલધર્મ ઉપદેશ્યો છે. જેમ અર્થ, કામ અને આહારાદિની અયોગ્ય ઇચ્છાઓ જીવના દુઃખની વૃદ્ધિનું અને સુખની હાનિનું કાર્ય કરે છે, તેમ, તેથી પણ અધિક સુબહાનિ અને દુઃખવૃદ્ધિનું કાર્ય ઉપર્યુક્ત બે પ્રકારની અશુભ ઇચ્છાઓ કરે Page #23 -------------------------------------------------------------------------- ________________ - “મને જ સુખ મળો અને મારું જ દુઃખ ટળો.” આ ઇચ્છા એ સૌથી વધારે કનિષ્ઠ કોટિની અને સૌથી વધુ પીડાકારક છે, છતાં તે વાતનું જ્ઞાન ઘણાં થોડાંઓને જ હોય છે. આ કનિષ્ઠ પ્રકારની ઇચ્છા અને તેમાંથી જન્મ પામતી ક્લિષ્ટ કોટિની પીડાનો પ્રતિકાર હજારોનાં પણ ધનથી, કરોડો વર્ષનાં પણ શીલથી, કે કોટિ જન્મોનાં પણ તપથી થઈ શકતો નથી. દાન, શીલ અને તપ વડે ક્રમશઃ પરિગ્રહ, મૈથુન કે આહારની સંજ્ઞાઓનું જોર ઘટે છે અને તેથી થતી વિવિધ પ્રકારની માનસિક તથા શારીરિક પીડાઓથી અવશ્ય બચી જવાય છે. પરંતુ તે બધી બાધાઓ અને પીડાઓના સરવાળા કરતાં “મને એકલાને જ સુખ થાઓ અને મારા એકલાનું દુઃખ ટળો' એ પ્રકારની અયોગ્ય, અઘટિત અને અશક્ય ઇચ્છા વડે થતી માનસિક અને શારીરિક પીડાઓના સરવાળાની તો કોઈ અવધિ જ નથી. શાસ્ત્રકારોએ તે અશક્ય ઇચ્છાઓને પૂર્ણ કરવાના અશક્ય મનોરથમાંથી ઉત્પન્ન થતાં અનંત કષ્ટોથી ઊગરી જવા માટે શુભ ભાવનાનો માર્ગ ચીંધ્યો છે અને તેને ધર્મનો ચોથો પ્રકાર કહ્યો છે. એ ચોથો “ભાવધર્મ કોઈ પુણ્યપુરુષને જ દેવગુરુની પૂર્ણ કૃપાથી લાધે છે, બીજાઓને તે ઉપાયની ગંધ પણ પ્રાપ્ત થતી નથી. આ ઉપાય પ્રાપ્ત થવામાં જીવની લઘુકર્મિતા કે આસન્નસિદ્ધિતા જ મુખ્ય ભાગ ભજવે છે. ઉપાય તદ્દન સરળ છે, અને તેનો બોધ થવો પણ સુલભ છે છતાં પ્રત્યક્ષ અનુભવ એમ કહે છે કે, તે તરફ કોઈ વિરલ જીવનું જ લક્ષ્ય જાય છે, અથવા કોઈ વિરલ આત્મા જ તે ઉપાય પર યોગ્ય વિચાર કરી તેને જીવનમાં ઉતારવા કટિબદ્ધ થાય છે. કેવળ પોતાનાં જ સુખદુઃખ સંબંધી તીવ્ર સંક્લેશનો અશુભ ભાવ ટાળવાનો એકનો એક (અનન્ય) ઉપાય આ લેખની આદિમાં જ ટાંકવામાં આવ્યો છે. તે ઉપાયનું નામ મૈત્રીભાવના છે. જેમ કાંટાથી કાંટો કાઢી શકાય અને ઝેરથી ઝેરનું વારણ કરી શકાય, તેમ કનિષ્ઠ કોટીને અધમ સ્વાર્થી ભાવને ઉત્તમ કોટિના મૈત્રીભાવ કે પ્રશસ્ત ભાવથી દૂર કરી શકાય અને પરિણામે ઇચ્છામાત્રથી રહિત થઈ શકાય છે. દાન-શીલ-તપ એ ત્રણે પ્રકારની સાથે આ ચોથો ભાવધર્મનો १८ Page #24 -------------------------------------------------------------------------- ________________ પ્રકાર ભળે તો જ તે લોકોત્તર ધર્મસ્વરૂપ બને અને જીવને સંપૂર્ણ સુખી અને સર્વ પ્રકારનાં દુઃખથી મુક્ત બનાવે છે. જીવ જ્યારે ઉપર્યુક્ત મૈત્રી ભાવનાથી ભાવિત અંતઃકરણવાળો બનીને વિધિયુક્ત દાનાદિ ધર્મોનું સેવન કરે છે, ત્યારે તેના ચિત્તના કલેશો શાંત થતા અનુભવાય છે. માત્ર પોતાનાં જ સુખ કે દુઃખની ચિંતા કરવાને ટેવાયેલો અને તેના પરિણામે તીવ્ર સંક્લેશને અનુભવતો જીવ જ્યારે બીજાની હિતચિંત રૂપ મેત્યાદિ વિચારણાઓથી વાસિત થાય છે, ત્યારે તે અત્યંત શીતલતા અને શાંતિનો ચિત્તમાં સાક્ષાત્ અનુભવ કરે છે. એવું સુખ તેને ભવચક્રમાં જાણે પહેલી જ વાર મળતું હોય એવો તેને અનુભવ થાય છે", ચિત્તની શાંતિ કે સુખનો જ નહિ પણ પ્રત્યેક ધર્માનુષ્ઠાનની સફળતાનો આધાર પણ શાસ્ત્રકારોએ મૈચાદિ પ્રશસ્ત ભાવનાઓની દૃઢતા પર જ અવલંબેલો કહ્યો છે; તે કારણે પ્રત્યેક ધર્માનુષ્ઠાનની પાછળ આ ભાવનાઓનું બળ હોવું જોઈએ અને તે હોય ત્યારે જ તે તે ધર્માનુષ્ઠાન સફળ થાય, એમ ફરમાવ્યું છે. આ ઉદ્દેશને સામે રાખીને જોતાં મૈથ્યાદિ ભાવનાવિષયક આ ગ્રંથનું “ધર્મબીજ” એવું નામ ઉચિત (સાર્થક) લાગે છે. જીવ જ્યારે મૈત્રીભાવમાં નિપુણ બને છે, ત્યારે તેની સાથે સંબંધવાળા પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ પણ આપોઆપ પ્રગટે છે અને એ ભાવો સહિત ધર્માનુષ્ઠાનો અપ્રશસ્ત ઇચ્છાઓને ટાળી પ્રશસ્ત ઇચ્છાઓને પેદા કરે છે. એમ દુઃખનાં મૂળમાં રહેલી અશુભ ઇચ્છાઓને આ ભાવનાઓના બળથી બાળીને જીવ ધર્મમય બની શકે છે. ૧.“વિશ્વગંતુ, વરિ સામે, સામતો મનસિ માનસ ! મૈત્રી | तत्सुखं परमत्रपरत्राऽप्यश्रुषे न यदभूत्तव जातु ॥४॥" – શ્રી મુનિસુંદરસૂરિકૃત અધ્યાત્મકલ્પદ્રુમ-સમતાધિકાર. Page #25 -------------------------------------------------------------------------- ________________ પવિત્રતાનો સંદેશ ખ્યપણે ચાર (એથી વધારે ઉપકાર કરનારા પ. પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્ય ૧. પરહિતચિંતામગ્રી : પોતાના સિવાય બીજાં પ્રાણીઓનું હિત ચિંતવવું તે મૈત્રીભાવના છે. પોતાના સિવાય બીજાં પ્રાણીઓ મુખ્યપણે ચાર પ્રકારનાં હોય છે : (૧) પોતાના ઉપર ઉપકાર કરનારા (સોથી થોડા), (૨) પોતાનાં સગાંવહાલાં (એથી વધારે), (૩), પોતાના પરિચિતો (એથી પણ વધારે) અને (૪) પોતાનાથી અપરિચિતો (સોથી વધારે), જે પોતાના ઉપકારીઓનાં હિતની ચિંતા કરતો નથી, તે કૃતદન કહેવાય છે. જે પોતાના સ્વજનોની હિતચિંતા કરતો નથી, તે કૃપણ કહેવાય છે. જે પોતાના પરિચિતોની હિતચિંતા કરતો નથી, તે સ્વાર્થી કહેવાય છે. જે દુનિયાના કોઈ પણ જીવની હિતચિંતા કરતો નથી, તે ઉદભરી ગણાય છે. બીજાઓની હિતચિંતારૂપ મૈત્રીભાવ જેના અંતરમાં સદા રમણ કરે છે, તેનામાં કૃતનપણું, કૃપણપણું, સ્વાર્થીપણું અને ઉદરંભરીપણું વગેરે દુર્ગુણોનો નાશ થવા સાથે કૃતજ્ઞતા, ઉદારતા, પરોપકારિતા અને પરમાર્થવૃત્તિતા વગેરે સદ્ગુણો પ્રગટી નીકળે છે. જીવ અનાદિકાળથી જેમ અચેતન પદાર્થો ઉપર રાગભાવ અને દ્વેષભાવથી પરાધીન છે, તેમ સચેતન પદાર્થો ઉપર પણ રાગભાવ અને દ્વેષભાવથી બંધાયેલો છે. પોતાની જાત ઉપર તેને એટલું બધું મમત્વ હોય છે કે પોતાની જાતના સુખની ખાતર કોઈ પણ પ્રકારનાં પાપકાર્યો કરતાં તે અચકાતો નથી. મૈત્રીભાવ તેને પોતાની જાત ઉપરના મમત્વથી ખસેડી પરના સુખ માટે ચિંતા કરનારો બનાવે છે. મૈત્રીભાવ આવ્યા પહેલાં પોતાની જાતનું જ એક મમત્વ તેના અંતરમાં હોવાથી દુનિયાનાં સઘળાં સુખો તેને પોતાને જ મળે” એવી અનંત તૃષ્ણા તેનામાં છૂપી રીતે રહેલી હોય છે. બધાં સુખો એક જ આત્માને મળી જાય, એવી પરિસ્થિતિ દુનિયાની કદી હોતી નથી, તેથી મૈત્રીભાવવિહીન આત્મા હંમેશાં અત્યંત અતૃપ્ત અને શોકગ્રસ્ત જ રહે છે. જે Page #26 -------------------------------------------------------------------------- ________________ સુખ પોતાને જોઈએ છે, તે સુખ પોતાને નહિ મળતાં બીજા કોઈને પણ મળે, ત્યારે તેના પ્રત્યે તે ઈષ્યભાવવાળો બની રહે છે. એ રીતે ઈર્ષ્યા, શોક, અતૃમિ વગેરે અનેક દુઃખો પોતાની જ જાત ઉપર રાગવાળા જીવને સદા સતાવ્યા કરે છે. એ બધાં દુઃખોથી છોડાવનાર કોઈ પણ ચીજ આ દુનિયામાં હોય તો તે એક મૈત્રીભાવના છે. મૈત્રીભાવનાથી તેને પોતાની જ એકલી જાત ઉપરનો રહેલો રાગભાવ નાશ પામે છે અને પોતાના સિવાય આ દુનિયામાં રહેલાં બીજાં અનંત પ્રાણીઓનાં હિતની અને સુખની ચિંતા ઉત્પન્ન થાય છે. તેથી પોતાના સિવાય બીજાં જેટલાં પ્રાણીઓ સુખને મેળવતાં દેખાય છે, તેને જોઈને પોતે તે સુખી થનાર પ્રાણીઓ જેટલા જ આનંદનો અનુભવ કરે છે અને પોતાને મળેલા થોડા પણ સુખમાં તે હંમેશાં તૃપ્ત રહે છે. એ આનંદથી તેનો ઈર્ષાભાવ અને તૃપ્તિથી તેનો શોકભાવ નાશ પામે છે. મૈત્રીભાવ ટકાવવાના ઉપાયો વૈર અને વિરોધરૂપી અગ્નિને પ્રગટાવનારી આ દુનિયામાં બે વસ્તુઓ છે. એક પોતે કરેલા બીજાના અપરાધોની માફી ન માંગવી અને બીજી, બીજાઓએ કરેલા પોતાના અપરાધોની માફી ન આપવી, અથવા બીજી રીતે પોતાના જ સુખની ચિંતા કર્યા કરવી અને એ સુખ ખાતર પોતાના સિવાય બીજાને ગમે તેટલી પીડા થાય તો પણ તેને ન ગણવી, અથવા ત્રીજી રીતે પોતાના સિવાય બીજાનાં સુખની ચિંતા બિલકુલ ન કરવી અને તેના ઉપર આવેલાં ગમે તેટલાં કષ્ટોનું નિવારણ કરવા માટે છતી શક્તિએ બેદરકારી બતાવવી, એ વસ્તુને સરળ રીતે નીચે મુજબ સમજી શકાય ? (૧). પોતાનાં સુખની ચિંતા કર્યા કરવી. . (૨) બીજાનાં સુખની ચિંતા બિલકુલ ન કરવી. (૩) પોતાના અપરાધોની માફી કદી ન માગવી. (૪) બીજાઓના અપરાધોની માફી કદી ન આપવી. મૈત્રીભાવ ટકાવવા માટે આ ચાર પ્રકારની વૃત્તિઓને ત્યજવી . જોઈએ. (૧) આ માટે પોતાના સિવાય બીજાઓનાં સુખની ચિંતા પોતાનાં સુખની ચિંતા જેટલી જ કરવી. (૨) બીજાઓના ઉપર આવેલાં દુઃખોનું નિવારણ કરવાને માટે પોતાનાં દુઃખનિવારણના પ્રયત્ન જેટલો જ પ્રયત્ન २१ Page #27 -------------------------------------------------------------------------- ________________ અશકaધ્યાય હોય કરે છે, તેથી અનાયાતી તેને સદા પર કરવો. (૩) પોતાની થતી ભૂલોની ક્ષમા માગવા સદા તત્પર રહેવું અને (૪) બીજાઓને પોતાના તરફથી થતી ભૂલોની ક્ષમા આપવા સર્વદા તત્પરતા બતાવવી. ૨. પરંતુ વિનારિની વરુપ : દુઃખ બે પ્રકારનું છે : શારીરિક અને માનસિક, શારીરિક દુઃખોને દ્રવ્યદુઃખો કહ્યાં છે અને માનસિક દુઃખોને ભાવદુઃખો કહ્યાં છે. શારીરિક દુઃખોનું કારણ અશાતા વેદનીય કર્મનો ઉદય છે અને માનસિક દુઃખોનું કારણ મોહનીય આદિ કર્મોનો ઉદય છે. માણસને પોતાનાં દુઃખોનું નિવારણ કરવાને માટે કુદરતી જ લાગણી હોય છે. તો પણ તેનાં બધાં દુઃખોનું નિવારણ અશક્યપ્રાયઃ હોય છે. તેથી કોઈ ને કોઈ દુઃખની હયાતી તેને સદા પજવે છે અને તેની શાન્તિમાં ભંગ કરે છે, તેથી અકળાઈને આત્મા દુઃખનિવારણના વાસ્તવિક ઉપાયોને છોડી અવાસ્તવિક ઉપાય લે છે. દુઃખનિવારણ કરવાનો વાસ્તવિક ઉપાય પોતાના સિવાય બીજા આત્માઓનાં દુઃખોનું નિવારણ કરવા તત્પર રહેવું તે છે. એથી બે જાતના લાભ થાય છે, એક તો એ પુરુષાર્થ કરતી વખતે તેટલો કાળ પોતાનાં દુઃખોનું વિસ્મરણ થાય છે. અને બીજું, બીજાનાં દુઃખો દૂર કરવાના પ્રયત્નથી શુભાનુબંધિ કર્મ ઉપાર્જન થાય છે તથા તેના પરિણામે ઉત્તરોત્તર શાન્તિ અને સુખની વૃદ્ધિ અનુભવાય છે. - કરુણાભાવનાનાં પાત્ર જીવો પણ ચાર પ્રકારના હોય છે : (૧) વર્તમાનમાં દુઃખી અને ભવિષ્યમાં દુઃખી થાય તેવાં પાપમાર્ગે જ પ્રવર્તનારા, (૨) વર્તમાનમાં આહાર, વસ્ત્ર, શયન, આસન, ઔષધાદિ સામગ્રીના અભાવે દુઃખ ભોગવનારા, (૩) વર્તમાનમાં સુખી પણ સુખ ભોગવતાં હિંસાદિ પાપકર્મો કરીને દુર્ગતિનાં દુઃખો ઊભાં કરનારાં તથા (૪) વર્તમાનમાં સુખી પણ ધર્મને નામે મિથ્યાત્વાદિ પાપકર્મ કરીને ભાવિ દુઃખને ઉત્પન્ન કરનારા. એ રીતે દુઃખ અને તેના કારણભૂત પાપથી રિબાતા જીવોને તે બન્નેથી છોડાવવાની વૃત્તિ તે કરુણાભાવના છે. દુઃખીનું દુઃખ દૂર થાઓ કે ન થાઓ પણ દુઃખ દૂર કરવાની ભાવના અને પ્રયત્ન કરનારને અવશ્ય લાભ મળે છે. એ રીતના પ્રયત્નથી નિકાચિત Page #28 -------------------------------------------------------------------------- ________________ કર્મનો ઉદય ન હોય તો સામાનું દુઃખ દૂર થાય છે. દ્રવ્યદુ:ખો દૂર કરવાના પ્રયત્નો કરતી વખતે તે દુઃખનાં કારણભૂત પાપકર્મોથી એને બચાવવાનું પણ લક્ષ્ય રહેવું જોઈએ. ભાવદયાના પરિણામ વિના થનારી દ્રવ્યદયા ધર્મસ્વરૂપ બનવાને બદલે ઘણી વાર અધર્મસ્વરૂપ બની જાય છે. દ્રવ્ય અને ભાવદુઃખોને અન્ય દર્શનકારોએ ત્રણ વિભાગમાં વહેંચ્યાં છે : (૧) આધ્યાત્મિક = શરીર અને મન સંબંધી દુઃખો. (૨) આધિભૌતિક = હિંસક પશુ-પક્ષી આદિ પ્રાણીઓ તરફથી પ્રાપ્ત થતાં દુઃખો. (૩) આધિદૈવિક = દેવતાઈ ઉપદ્રવો, જેવા કે ભૂકંપ, દુષ્કાળ, મરકી, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, દાવાનળ વગેરે ઉપરનાં દુઃખોનો જૈનશાસનની રીત મુજબ ત્રણ વિભાગમાં સમાવેશ થઈ શકે છે. (૧) મિથ્યાત્વ = કુમતની વાસના, અસર્વજ્ઞપ્રરૂપિત કુશાસ્ત્રોમાં નિરૂપણ કરેલા સિદ્ધાંતો ઉપર મજબૂત વિશ્વાસ. (૨) અવિરતિ = પ્રારંભમાં સુખદાયી પણ પરિણામે કડવાં એવાં વિષયનાં સુખોની તીવ્ર અભિલાષા અને મરતાં પણ તેને નહિ છોડવાનાં પરિણામ, (૩) અશાતા વેદનીયનો ઉદય = તેનાથી ક્ષય, જ્વર, ભગંદર, કુષ્ઠ વગેરે દુષ્ટ રોગોની પીડાનો અનુભવ. ૩. સુવાદિતા : પોતાથી બીજાને અધિક સુખી અથવા ગુણી દેખીને તેના સુખ કે ગુણ ઉપર ઈર્ષ્યા કે અસૂયાનો ભાવ ન થવા દેવો, પણ હર્ષ ધારણ કરવો, એ પ્રમોદભાવનાનું લક્ષણ છે. ઈર્ષ્યા એટલે બળતરા અને અસૂયા એટલે બીજાના ગુણોમાં દોષોનું ઉલ્કાવન. પ્રમોદભાવનાવાળો બીજાને પોતાથી અધિક સુખી અગર ગુણી દેખીને હૃદયમાં બળતો નથી, આનંદ ધારણ કરે છે અને તેઓનાં સુખ કે ગુણને દૂષિત કરવાને બદલે તેને આગળ લાવવા પ્રયત્ન કરે છે. ' ' | ‘ગુણબહુમાનનો પ્રભાવ અચિંત્ય છે, તથા પોતાના કરતાં પારકાનાં સુખની કિંમત ઘણી વધારે છે'. એ વસ્તુ સમજાયા વિના સાચી પ્રમોદભાવના પ્રગટી શકતી નથી. ગુણબહુમાનથી નિત્ય નવા નવા ગુણોની પ્રાપ્તિ થાય છે, તેથી ગુણનો અર્થી ગુણ અને ગુણીનું સન્માન કે બહુમાન કર્યા સિવાય રહી શકતો નથી. જે પોતાના સિવાય બીજાના ગુણને જાણતો જ નથી, તેને જાણવા કાળજી પણ ધરાવતો નથી, અથવા જાણવામાં આવ્યા પછી પણ તેનું २३ Page #29 -------------------------------------------------------------------------- ________________ સન્માન કરવાની ભાવનાવાળો થતો નથી, તેને ગુણની પ્રાપ્તિ થવી સંભવિત નથી. એ જ રીતે જે બીજા સુખી આત્માના સાચા સુખને જાણતો નથી, જાણવાની દરકાર ધરાવતો નથી, અથવા જાણવામાં આવે તો પણ હૃદયથી રાજી થતો નથી, તે આત્માને પણ વાસ્તવિક સુખની પ્રાપ્તિ સંભવિત નથી. ગુણી આત્માના બહુમાન વિના ગુણની પ્રાપ્તિ શક્ય નથી, તેમ સુખીનાં સુખને જોઈને હર્ષિત નહિ થનારને કે ઈર્ષ્યાગ્નિથી બળનારને પણ સાચા સુખની પ્રાપ્તિ સુલભ નથી. સુખ બે પ્રકારનાં છે : એક વૈષયિક અને બીજું આત્મિક. વિષયોથી . થનારું સુખ અપથ્ય આહારથી થનારી તૃપ્તિ જેવું પરિણામે અસુંદર છે, તેથી સ્વ કે પરનાં વૈષયિક સુખોને જોઈને સંતુષ્ટ થવું એ સાચી પ્રમોદભાવના નથી. સાચું સુખ તો પરિણામે સુંદર, હિત, મિત અને પથ્ય આહારના પરિભોગથી થનારી ચિરકાલીન તૃપ્તિ સમાન છે. એવું સુખ પોતાને મળતાં જે સ્વાભાવિક આનંદ થાય તેવો જ આનંદ પરનાં સુખો દેખીને થવો તે સાચો પ્રમોદભાવ છે. આત્મિક સુખોની પરાકાષ્ઠા તો મોહાદિના સંપૂર્ણ ક્ષયથી ઉત્પન્ન થનારા અવ્યાબાધ અને શાશ્વત સુખસ્વરૂપ મોલમાં છે. એ મોક્ષસુખને પ્રાપ્ત થયેલા મહાપુરુષોનાં સુખને જોઈને હૃદયમાં આલાદ થવો, એટલું જ નહિ પણ એ મોક્ષસુખના માર્ગે રહેલા મહામુનિવરોથી માંડીને સમ્યગ્દષ્ટિ અને માર્ગાનુસારી પર્યંતના જીવોનાં ગુણોને અને સુખોને દેખીને હર્ષિત થવું, તે પણ પ્રમોદભાવનાનો વિષય છે. એ હર્ષ પ્રગટાવવાનાં મુખ્ય સાધનો મન, વચન અને કાયા છે. મનથી આદર, વચનથી પ્રશંસા અને કાયાથી વંદન નમસ્કારાદિ કરવાથી પ્રમોદભાવ પ્રગટ થઈ શકે છે. ગુણી આત્માની સ્વ-પર ઉભયકૃત વંદનાદિ પૂજા જોઈને સર્વ ઇન્દ્રિયોથી અભિવ્યક્ત થતો હર્ષ જ્યારે સ્વભાવસિદ્ધ બને ત્યારે પ્રમોદભાવના પરિપૂર્ણ થાય છે. ૪. પરલોપેક્ષણમુલા : દોષો બે પ્રકારના હોય છે : એક સાધ્ય અને બીજા અસાધ્ય. અસાધ્ય દોષોવાળા આત્માઓને દેખીને સ્વાભાવિક રીતે જ તેના પ્રત્યે મનુષ્યને રોષ પ્રગટે છે, તે વખતે ઉપેક્ષા (માધ્યશ્મ) ભાવના ખાસ હિત કરે છે. ઉપેક્ષાભાવના કે માધ્યશ્મભાવના કર્મની પ્રબળતા અને પરતંત્રતાનો વિચાર કરાવે છે અને તેથી આવેલો રોષ શમાવી દે છે. २४ Page #30 -------------------------------------------------------------------------- ________________ આ માધ્યશ્યભાવ જેમ અસાધ્યદોષવાળાં પ્રાણીઓ પ્રત્યે કેળવવાનો છે, તેમ સુખ આપવા માટે સર્વથા અસમર્થ એવાં વિષયનાં સુખો પ્રત્યે પણ કેળવવાનો છે. ચાર ગતિમાં વિવિધ પ્રકારનાં દુઃખોને અનુભવતો જીવ ક્વચિત્ મનુષ્ય અને દેવાદિ ગતિઓને વિષે સર્વ ઇન્દ્રિયોને ઉત્સવ કરાવનારાં તથા મનને આહ્વાદ આપનારાં વિષયસુખોને પામે છે, પરંતુ તે વખતે તેની અસારતા અને ક્ષણવિનશ્વરતાને નહિ જાણતો તે તેના ભાગમાં આસક્ત બની જાય છે અને પરિણામે અનંત દુઃખનો અધિકારી થાય છે. માધ્યશ્ય ભાવનાના મર્મને પામેલો આત્મા તે વખતે વિષયસુખોની અસારતાને અને કદાચિત્કતાને (તેનું કોઈક જ વાર મળવાપણું અને મળ્યા પછી તુરત જ ચાલી જવાપણું) જાણતો હોવાથી તેના પ્રત્યે ઉદાસીન ભાવને ધારણ કરી શકે છે અને તેથી મોટી આપત્તિઓથી તે બચી જવા પામે છે. માધ્યશ્મભાવનાને ભાવનારો એમ જાણે છે કે દુનિયાની કોઈ પણ સચેતન કે અચેતન વસ્તુ સુખ-દુઃખની ઉત્પાદક નથી, પરંતુ જીવનો તે વસ્તુ ઉપર રહેલો રાગદ્વેષ સુખ-દુઃખની કલ્પના કરાવે છે. સુખદુઃખનું કારણ અન્ય પદાર્થ નથી પણ મોહાદિકના વિકારથી પોતાના આત્મામાં ઉત્પન્ન થતો રાગદ્વેષનો પરિણામ જ છે. પદાર્થો તો પોતાના સ્વરૂપમાં રહેવાને વ્યવસ્થિત થયેલા છે, પણ પોતે જ પોતાનો સ્વભાવ છોડીને રાગદ્વેષ રૂપી વિભાવમાં પડે છે અને તેથી સુખી અથવા દુઃખી થાય છે. એ રીતે સુખનો આશ્રય પદાર્થોને નહિ, પણ પોતાના આત્માને જ માનતો જ્ઞાની જીવ જગતના તમામ સચેતન કે અચેતન પદાર્થો ઉપર માધ્યશ્યભાવ ધારણ કરી શકે છે અને તે જ માધ્યશ્મભાવનાની પરાકાષ્ઠા ગણાય છે. આ ચાર ભાવનાઓ મહાપુરુષોને પણ વારંવાર અભ્યાસથી પ્રાપ્ત થાય છે. અનેક જન્મોમાં અભ્યાસ દૃઢ થયા બાદ આ ભાવનાઓ આત્મસાત્ થાય છે. કારણ કે એની પ્રતિપક્ષી અશુદ્ધ વૃત્તિઓ જીવને અનાદિ કાળથી લાગેલી હોય છે. ક્રોધ, દ્રોહ, ઈર્ષ્યા, અસૂયા આદિ વૃત્તિઓ મૈત્રી-પ્રમોદ-કારુણ્ય આદિ ભાવનાની પ્રતિપક્ષી છે અને તે અનાદિ કાળથી જીવને લાગેલી હોય છે. મૈત્રી અસૂયાભાવ, કરુણાભાવના દૃઢ થવાથી દ્રોહભાવ અને માધ્યશ્મભાવના પરિણામ પ્રાપ્ત થવાથી ક્રોધભાવ ચાલ્યો જાય છે. આ ચાર સુંદર ભાવનાઓથી સહુ કોઈ આત્માઓ પોતાના - જીવનને નિર્મળ બનાવો ! Page #31 -------------------------------------------------------------------------- ________________ પ્રારંભિક વક્તવ્ય આ વિશ્વ જીવાજીવાત્મક છે. આપણા આત્માનો જીવો અને અજીવો (સચેતન-અચેતન પદાર્થો) સાથેનો સંબંધ અનાદિકાળનો છે. તે સંબંધને યોગ્ય ન્યાય ન આપવાનાં કારણે જ આપણે અત્યાર સુધી આ સંસારમાં પરિભ્રમણ કર્યું છે. એ સંબંધના ઔચિત્યનું રહસ્ય મૈત્યાદિ ચાર ભાવનાઓમાં રહેલું છે. આ રહસ્યની સમજણ આવતાં જ આધ્યાત્મિક વિકાસ ઝડપી થાય છે. મૈત્રી એટલે સર્વ જીવોનાં હિતનું ચિંતન, પ્રમોદ એટલે ગુણોનો પક્ષપાત, કરુણા એટલે દુઃખીઓનાં દુઃખ દૂર કરવાની ઇચ્છા અને માધ્યશ્ય એટલે પોતાની વિષમ પરિસ્થિતિ પ્રત્યે અથવા પાપી જનો પ્રત્યે ઉપેક્ષા. આ ચાર વ્યાખ્યાઓ સામાન્યથી સમજવી; વિશેષ વ્યાખ્યાઓ તો તે તે ભાવનાના વિશેષ વિવેચન પ્રસંગે કરવામાં આવશે. મૈત્રી ભાવના સર્વજીવો સાથેનો આપણો સંબંધ કેવો હોવો જોઈએ, તે બતાવે છે. પ્રમોદભાવના ગુણવાન પુરુષો અને ધર્મનાં શુભ આલંબનો (જિનપ્રતિમાદિ) પ્રત્યેનો આપણો સંબંધ કેવો હોવો જોઈએ, તે કહે છે. કરૂણા ભાવના દુઃખી પ્રાણીઓ પ્રત્યે આપણો સંબંધ કેવો હોવો જોઈએ, તે સૂચવે છે. માધ્યશ્મભાવના પાપી જનો પ્રત્યે, સર્વ અચેતન વસ્તુઓ પ્રત્યે અને તે વસ્તુઓના સંપર્કમાં આવવાથી ઉત્પન્ન થતા આત્મિક વિભાવો પ્રત્યે આપણો સંબંધ કેવો હોવો જોઈએ, તે દર્શાવે છે. આવી રીતે આ ચાર ભાવનાઓનો વિષય સમગ્ર સચેતન અને અચેતન વસ્તુઓ બને છે. આ ચાર ભાવનાઓ જીવ માટે નવી નથી, અનાદિ કાળથી તે વિપરીત (વાસના) રૂપે જીવમાં રહેલી છે. જીવનો પ્રત્યેક અધ્યવસાય (આત્મપરિણામ) આ ચાર ભાવનાઓમાંની એકાદથી તો અવશ્ય રંગાયેલો હોય છે. ધર્મની પ્રાપ્તિ પૂર્વે આ ચાર ભાવનાઓનો વિષય વિપરીત હોય છે; ધર્મપ્રાપ્તિ પછી તે સમ્યક બને ૧. વિભાવ = આત્માની અસ્વસ્થતા (રાગ, દ્વેષ વગેરે.) २६ Page #32 -------------------------------------------------------------------------- ________________ છે. અધાર્મિક અવસ્થામાં મૈત્રી (સ્નેહ) કેવળ પોતાના આત્મા જેટલી જ સંકુચિત હોય છે, અર્થાત્ આત્મા કેવળ પોતાના જ સુખની ચિંતા કરે છે; જ્યારે ઘાર્મિક અવસ્થામાં તે સર્વનાં સુખની (હિતની) ચિંતા કરે છે. પ્રથમ અવસ્થામાં પ્રમોદ કેવળ પોતાના ગુણો પ્રત્યે હોય છે, જ્યારે દ્વિતીય અવસ્થામાં તે પ્રમોદનું સ્થાન સર્વ ગુણી જીવો બને છે. પૂર્વદશામાં કરૂણાનો વિષય કેવળ વ્યક્તિગત દુઃખ હોય છે, અર્થાત્ “મારું દુઃખ દૂર થાઓ,” એવી સંકુચિત ઇચ્છારૂપે હોય છે, જ્યારે ઉત્તર દશામાં કરૂણા સર્વ દુઃખી જીવોનાં દુઃખ દૂર કરવા જેટલી વિશાળ બને છે. અજ્ઞદશામાં માધ્યય્ય(ઉપેક્ષા)ના વિષય ધર્માત્માઓ, ધર્મ અને ધર્મનાં સાધનો હોય છે; જ્યારે જ્ઞાનદશામાં માધ્યસ્થ પાપાત્માઓ, પાપનાં સાધનો અને પાપ પ્રત્યે હોય છે. પૂર્વ અવસ્થામાં બીજાઓ તેના પ્રત્યે મૈત્રીને ધારણ કરે, એ તેને ઇષ્ટ હોય છે; પણ તે બીજાઓ પ્રત્યે મૈત્રી બતાવતો નથી. બીજાઓ પોતાના ગુણોને જોઈને આનંદ પામે, એ તેને ગમે છે; પણ તે ગુણોને જોઈને આનંદ પામે, એ તેને ગમે છે; પણ તે ગુણવાન પુરુષો પ્રત્યે પ્રમોદ ધારણ કરતો નથી. તેના કરતાં અધિક સુખી આત્માઓ તેના પ્રત્યે કરુણાને ધારણ કરે છે તેને રુચે છે, પણ તેના મનમાં દુઃખી જીવો પ્રત્યે કરૂણા ઉત્પન્ન થતી નથી. તેનાથી કોઈ પણ પાપાચરણ થઈ જાય ત્યારે બીજાઓ તે વિષયમાં મધ્યસ્થ (મૌન) રહે, એ તેને ગમે છે; પણ બીજાઓનાં પાપ પ્રત્યે તે મધ્યસ્થ રહી શકતો નથી. ધર્મપ્રાપ્તિ પછી આ બધી ભૂમિકાઓ ફરી જાય છે. - ઉપરનાં વિવેચન ઉપરથી સમજાશે કે મૈયાદિભાવો જીવમાં (વિપરીતપણે) અનાદિકાળથી રહેલા જ છે, પણ ધર્મપ્રાપ્તિ પછી તે ભાવોના વિષય ફરી જાય છે. આ ભાવનાઓના વિષય જ્યારે વિપરીત હોય છે, ત્યારે તેઓ આર્ત અથવા રોદ્ર ધ્યાનરૂપ હોય છે, જેમકે કેવળ પોતાના જ સુખનું ચિંતન ૧. ધ્યાન એટલે ચિત્તની એકાગ્રતા. જૈન શાસ્ત્રોમાં ધ્યાનનાં આર્ત, રૌદ્ર, ધર્મ અને શુક્લ એમ ચાર પ્રકારો બતાવવામાં આવ્યા છે. તેમાં આર્તધ્યાન અને રૌદ્રધ્યાન અશુભ હોવાથી હેય છે, ધર્મધ્યાન અને શુક્લધ્યાન પવિત્ર હોવાથી અનુષ્ઠય છે. અપ્રાપ્ત અનુકૂળતાના સંયોગનું, પ્રાપ્ત અનુકૂળતાના અવિયોગનું, અપ્રાણ પ્રતિકૂળતાના અસંયોગનું અને પ્રાણ પ્રતિકૂળતાના વિયોગનું ચિંતન, તે આર્તધ્યાન છે. આ જ આર્તધ્યાન રુદ્ર (ઉગ્ર) २७ Page #33 -------------------------------------------------------------------------- ________________ તે આર્તધ્યાન છે. ભાવનાઓના વિષય જ્યારે “સમ્યક બને છે, ત્યારે આ ભાવનાઓ ધર્મધ્યાનનું અંગ બની જાય છે, જેમકે “સર્વના હિતની ચિંતા રૂપ મૈત્રી એ ધર્મધ્યાનનું એક અંગ છે. ભાવનાઓના વિષયની વિચારણા આ રીતે પણ કરી શકાય છે. અધાર્મિક અવસ્થામાં જીવને અન્ય જીવો પ્રત્યે ઈર્ષા, દ્વેષ, અસૂયા વગેરે હોય છે, જ્યારે ધાર્મિક અવસ્થામાં મૈત્રી આવે છે. પૂર્વ અવસ્થામાં ગુણીજનો પ્રત્યે ઉપેક્ષા કે તિરસ્કાર હોય છે, જ્યારે ઉત્તર અવસ્થામાં તેમના પ્રત્યે પ્રમોદ આવે છે. પ્રથમ દિશામાં દુઃખીઓનાં દુઃખ તરફ જુગુપ્સા (વૃણા) કે ઉપેક્ષા હોય છે, જ્યારે ઉત્તર અવસ્થામાં કરુણા હોય છે. પૂર્વે અજ્ઞદશામાં - પાપીઓ અને પાપનાં સાધનો તરફ પ્રમોદ હોય છે, જ્યારે જ્ઞાનદશામાં તેમના તરફ માધ્યશ્ય હોય છે. તાત્પર્ય એ છે કે જે ભાવનાનો જે વિષય ન હોય, તેને તે ભાવનાનો વિષય બનાવવો, એ “વિપરીતત્વ' છે; જેમ, કેટલાક જીવોને ધર્મ પ્રત્યે અરુચિ હોય છે, તેઓ પ્રમોદ ભાવનાનો વિષય જે “ધર્મમાં તેના પ્રત્યે ઉપેક્ષા ધરાવે છે. આને જ ભાવનાનું “અસ્થાન નિયોજન” કહેવાય. આવું નિયોજન જ સંલેશોનું મૂળ છે. શ્રી શાસ્ત્રકાર ભગવંતો આ ભાવનાઓને ધર્મનું મૂળ કહે છે. તેનું તાત્પર્ય એ છે કે, આ ચાર ભાવનાઓથી ધર્મની શરૂઆત થાય છે, ધર્મ પુષ્ટ બને છે અને ધર્મનાં પ્રત્યેક અંગમાં આ ચાર ભાવનાઓમાંની એકાદ ભાવના તો હોય જ છે. આપણી મનોભૂમિમાં પણ જો “ધર્મ' રૂપ કલ્પવૃક્ષને કાયમ રાખવો હોય, તો તે કલ્પવૃક્ષના મૂળ રૂપ આ ભાવનાઓને આપણે પુષ્ટ કરવી જ પડશે. પોતાના ચિત્તમાં રહેલા ભાવનાઓનાં આ વૈપરીત્યને દૂર કરીને સમ્યક્તીને લાવવું, એ સાધકનું પ્રથમ કર્તવ્ય બને છે. ક્ષયરોગવાળાને જેમ વસંતમાલતી, સુવર્ણ, લોહ, અભ્રક વગેરે રસાયણો પુષ્ટિ આપે છે, તેમ આ ચાર ભાવનાઓ આર્ત અને રોદ્રધ્યાનથી થતા આંતરિક ક્ષયનો નાશ કરીને ધર્મધ્યાનરૂપ આત્મદેહને પુષ્ટ કરે છે. બની જ્યારે હિંસા, અસત્ય, ચોરી વગેરેની પરંપરામાં પરિણમે, ત્યારે તે રૌદ્રધ્યાન કહેવાય છે. ધર્મ સંબંધી વિચારણા (જીવાદિ તત્ત્વવિચારણા, કર્મસ્વરૂપની વિચારણા, લોકના સ્વરૂપની વિચારણા વગેરે) તે ધર્મધ્યાન છે. ધર્મધ્યાનની પરાકાષ્ઠા પછી થતા આત્માનુભવને શુક્લધ્યાન કહેવાય છે. २८ Page #34 -------------------------------------------------------------------------- ________________ ત્રુટિત થયેલી ધર્મધ્યાનની ધારાને આ ભાવનાઓ જોડી આપે છે. आत्मानं भावयन् आभि: भावनाभिर्महामति: । त्रुटितामपि संधत्ते विशुद्धां ध्यानसंततिम् ।। (યોગશાસ્ત્ર. ૪. ૧૨૨.) વિવેક અને વૈરાગ્યથી સંપન્ન, જિતેન્દ્રિય, સ્થિરાશય, ઉદ્યમી, પ્રશાંત, ધીર, સુપ્રસન્ન અને અપ્રમત્ત એવા મુમુક્ષુએ અયોગ્ય પદાર્થોમાં જતી મનોવૃત્તિઓને રોકીને આ ચાર ભાવનાઓ નિરંતર ભાવવી જોઈએ. પ્રાન્તે આ પુસ્તિકા લખવામાં છદ્મસ્થપણાથી ઉપયોગ શૂન્યતાથી કે પ્રેસદોષ વગેરે કારણોથી કોઈ ભૂલ રહેવા પામી હોય અથવા શ્રી જિનાજ્ઞા વિરુદ્ધ કંઈ લખાયું હોય તેનો મિચ્છામિ દુક્કડં દેવા સાથે વાચકોને તે ક્ષતિ સુધારી લેવા વિનંતિ કરીને વિરમું છું. લેખક : અનાહત [સિદ્ધાન્ત મહોદધિ કૃપાસિંધુ પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રી વિજયપ્રેમ-સૂરીશ્વરજીના વિદ્વાન શિષ્ય પૂર્વ શ્રી ભાનુવિજયજીગણિ શિષ્ય મુનિ તત્ત્વાનંદવિજય.] २९ Page #35 -------------------------------------------------------------------------- ________________ મંગલાચરણ मैत्रीपवित्रपात्राय मुदितामोदशालिने । कृपोपेक्षाप्रतीक्षाय तुभ्यं योगात्मने नमः ॥ [શ્રી વીતરાગ સ્તોત્ર] મૈત્રીના પવિત્ર ભાજન, મુદિતાથી પ્રાપ્ત થયેલ પરમાનંદ વડે શોભતા, કરુણા અને માધ્યસ્થ્ય વડે જગપૂજ્ય બનેલા અને યોગસ્વરૂપ એવા હે વીતરાગ ! તમને ત્રિકરણશુદ્ધ નમસ્કાર હો ! ३० Page #36 -------------------------------------------------------------------------- ________________ સમર્પણ વ્યવહારધર્મની વિષમ અને ઊંચી-નીચી કેડીઓમાંથી પસાર થતાં પણ જેઓનો નિર્મળ વાત્સલ્ય પ્રવાહ અખ્ખલિત રહ્યો, જેઓની સાહજિક મૈત્રીભાવનાએ ભવ્યજીવોમાં સ્વ-પર પક્ષીય દીવાલોને તોડી નાખીને નિર્મળ પૂજ્યભાવ પ્રગટાવ્યો અને તેના ફળરૂપે જેઓની વિરહવેદનાએ જેન અજૈન આબાલવૃદ્ધ સર્વનાં હૃદયને અવિસ્મરણીય આંચકો આપ્યો, જેઓના પ્રમોદપૂર્ણ આશીવાદ હજારો આત્માઓનાં જીવન ઊર્ધ્વગામી બનાવ્યાં, જેઓની કરુણાભરી દૃષ્ટિ અને દેશનાએ હજારો ભવ્યોને શ્રી વીતરાગપ્રણીત મોક્ષ માર્ગના પુનિત પંથે ચઢાવ્યા અને જેઓની કરુણાભરી ઉપેક્ષા અનેક ભારેકર્મી જીવોના કર્મનો ભાર હળવો કર્યો, તે દીર્ઘજીવીદીર્થસંયમી, દીર્ઘતપસ્વી, સંઘસ્થવિર પરમ પૂજ્ય સ્વર્ગસ્થ સૂરિદેવ શ્રીમદ્વિજય સિદ્ધિસૂરીશ્વરજીના ઉપકારોને સ્મરીને આ પુસ્તકનું સાદર સમર્પણ કરતાં હૃદય કૃતકૃત્યતાને અનુભવે છે. - મુનિ તત્ત્વાનંદવિજય. Page #37 -------------------------------------------------------------------------- ________________ નિર્મળ મૈત્રી ભાવથી, ભરપૂર છે ભગવંત ! મુદિત ભાવ ઉદિત થયો, પૂર્ણ કળાએ સંત. નિર્મળ કરુણાનો ઝરો, ચૌદ રાજ રેલાય; તેના પ્રભાવે હે પ્રભુ! જગ જીવ દુઃખ ધોવાય. મધ્યસ્થ દષ્ટિ છે આપની, પક્ષપાત નહીં લેશ, ધર્મબીજ" છો હે પ્રભુ ! યોગ સ્વરૂપ વિશેષ. એવા શ્રી વીતરાગને, ત્રિકરણ શુદ્ધ આજ; વંદન કરું હું ભાવથી, જય જય શ્રી જિનરાજ. ૧. “ધર્મબીજ'= ઘર્મનું પ્રભવસ્થાન: આ ગ્રંથનું નામ. ૨. ત્રણ કરણો = મન, વચન અને કાયા. Page #38 -------------------------------------------------------------------------- ________________ મૈત્રીભાવના Page #39 --------------------------------------------------------------------------  Page #40 -------------------------------------------------------------------------- ________________ મૈત્રી ભાવના' ૧. મૈત્રી ભાવનાની પ્રધાનતા : ચારે ભાવનાઓમાં મૈત્રીભાવનાનું સ્થાન પ્રથમ છે, કારણ કે બીજી ભાવનાઓ મૈત્રીમાં સમાઈ જ જાય છે. જેમ કે પ્રમોદ એટલે ગુણીજનો પ્રત્યેની મૈત્રી-બહુમાનથી યુક્ત એવું ચિત્ત, કરુણા એટલે દુ:ખી કે ગુણહીન પુરુષો પ્રત્યેની મૈત્રી-અનુકંપાથી યુક્ત એવું ચિત્ત અને માધ્યસ્થ્ય એટલે નિર્ગુણ તથા દોષોથી ભરેલા એવા અવિનીત (ઉદ્ધત) જીવો પ્રત્યેની મૈત્રી, ઉપેક્ષાથી યુક્ત એવું ચિત્ત. આ વિશ્વમાં એવો કોઈ પણ ધર્મ નથી કે જેણે ઓછાવત્તા અંશે મૈત્રીનો સ્વીકાર ન કર્યો હોય, વસ્તુતઃ મૈત્રીભાવનાના કારણે જ ધર્મ ધર્મ તરીકે ઓળખાય છે. ૨. મૈત્રીની બે બાજુઓ : મૈત્રીભાવનાની બે બાજુઓ છે. વિધેયાત્મક (Positive) અને નિષેધાત્મક (Negative). બીજા જીવોના હિતની ચિંતા તે પ્રથમ વિધેયાત્મક અને કોઈના પણ પ્રત્યે વૈર-વિરોધ ન રાખવાં તે બીજી નિષેધાત્મક મૈત્રી છે. આ બંને એક જ સિક્કાની બે બાજુઓ જેવી છે, બન્ને મળીને જ મૈત્રી પરિપૂર્ણ બને છે. : ૩. મૈત્રીની વ્યાખ્યાઓ ઃ મૈત્રી એટલે વિશ્વપ્રેમ. વિશ્વના સર્વ આત્માઓ પ્રત્યે અમર્યાદ પ્રેમ રાખવો, મૈત્રી એટલે વિશ્વને મિત્રની આંખે જોવું. આપણે આપણા પરમ પ્રિય મિત્રને જોઈએ છીએ તે જ દૃષ્ટિથી વિશ્વના સર્વ આત્માઓને અવલોકવા તે મૈત્રી, સર્વ જીવો પર પોતાના વિષે પોતાના આત્મા કરતાં પણ અધિક પ્રેમ-સ્નેહ રાખવો તે મૈત્રી, માતાને પોતાના એકના એક પુત્ર પ્રત્યે જેવો સ્નેહ હોય છે, તેવો જ સ્નેહ જીવાત્માઓ પ્રત્યે કેળવવો તે મૈત્રી, અહીં વત્સ એટલે ગાયનું વાછરડું અને તેના પ્રત્યેનો પ્રેમ તે વાત્સલ્ય જાણવું. ગાયને પહેલી જ વાર જન્મેલા એક દિવસના વાછરડા પ્રત્યે બહુ જ ૧. વિશ્વબંધુત્વ, વિશ્વવાત્સલ્ય, Universal Love, Universal Brother-hood વગેરે મૈત્રીના પર્યાય શબ્દો છે. Page #41 -------------------------------------------------------------------------- ________________ ધર્મબીજ પ્રેમ હોય છે. આવો જ પ્રેમ સર્વ જીવો પ્રત્યે રાખવો તે સાચું વિશ્વવાત્સલ્ય છે. આ વિધેયાત્મક મૈત્રીની વ્યાખ્યાઓ થઈ. નિષેધાત્મક મૈત્રી એટલે જેનાથી બીજાને કોઈ પણ પ્રકારનું અલ્પ પણ દુ:ખ થાય તેવી મન, વચન કે કાયાની કોઈ પણ પ્રવૃત્તિનો ત્યાગ. જેમ કે કોઈનું પણ બૂરું ન ચિંતવવું વગેરે માનસિક નિષેધાત્મક, દુઃખકારક વચનો ન બોલવાં વગેરે વાચિક નિષેધાત્મક અને કાયા વડે કોઈને પણ પીડા ન કરવી એ કાયિક નિષેધાત્મક મૈત્રી છે. આવા જ પ્રકારો વિધેયાત્મક મૈત્રીના પણ સ્વમતિથી સમજી લેવા. નિષેધાત્મક અને વિધેયાત્મક મૈત્રીને આ રીતે પણ વિચારી શકાય, જેમ કે - — અમૈત્રીથી આત્માને થતું નુકસાન વિચારવું જોઈએ અને તેથી અમેત્રી તરફ ચિત્તમાં અણગમો ઊભો કરવો જોઈએ. આ છે મૈત્રીની નિષેધાત્મકતા. મૈત્રીથી થતા ચિત્તપ્રસન્નતાદિ લાભો વિચારીને મૈત્રી તરફ આત્માની સંપૂર્ણ રુચિ કેળવવી તે મૈત્રીની વિધેયાત્મકતા છે. ‘જીવનની પ્રત્યેક અવસ્થામાં અમૈત્રી સર્વ રીતે નુકસાન કરનારી છે અને મૈત્રી સર્વ રીતે કલ્યાણ કરનારી છે' એવી ભાવના અત્યંત દઢ કરવી જોઈએ. જેમ આપણા જીવનમાં આપણને વાયુ, જલ વગેરે વિના ચાલી શકતું નથી, તેમ ‘મૈત્રી' વિના આત્માના ભાવપ્રાણો નાશ પામી રહ્યા છે' એમ આપણી સમજણમાં બરાબર બેસી જવું જોઈએ, મૈત્રીના વિચારોને એટલા બધા દૃઢ કરવા જોઈએ કે કોઈ પણ પ્રસંગમાં આપણા માટે મૈત્રી સહજ બને. ઉપરની વ્યાખ્યાઓમાં ઉત્તરોત્તર સૂક્ષ્મતા છે. કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રાચાર્યજી ‘યોગશાસ્ત્ર’માં મૈત્રીભાવનાની વ્યાખ્યા કરતાં કહે છે કે ‘કોઈ પણ જીવ પાપ ન કરો, કોઈ પણ જીવ દુઃખી ન થાઓ અને સર્વ જીવો, કર્મથી મુક્ત થાઓ', એવી મતિ તે મૈત્રી ભાવના કહેવાય છે. આ વ્યાખ્યામાં મૈત્રી ભાવનાનું પરિપૂર્ણ સ્વરૂપ આવી જાય છે. આ ૧. मा कार्षीत्कोऽपि पापानि, मा च भूत् कोऽपि दु:खित: । મુખ્યતાં ગમàષ્લેષા, મતિમૈત્રી નિદ્યતે ।। યોગશાસ્ત્ર ૪-૧૧૮।। Page #42 -------------------------------------------------------------------------- ________________ મૈત્રીભાવના વ્યાખ્યામાં જૈનદર્શનની સર્વશ્રેષ્ઠ પ્રક્રિયાને બતાવે છે. પાપપ્રવૃત્તિથી આત્મા પોદ્ગલિક કર્મથી બંધાય છે અને તે કર્મના વિપાકથી દુઃખિત થાય છે. આ પ્રકિયાની દૃષ્ટિએ “સર્વ જીવો સુખી થાઓ એવી ભાવના સાથે “સર્વ જીવો પાપથી મુક્ત થાઓ એવી ભાવના રૂપ સર્વ જીવોનાં સુખની તાત્ત્વિક પારમાર્થિક ઇચ્છા વ્યક્ત થાય છે. કર્મસાહિત્ય અન્યાય'ના વિષયમાં આપણને એક અદ્ભુત ચાવી આપે છે. જ્યારે કોઈ આપણા પર અન્યાય કરે ત્યારે આ રીતે વિચારવું જોઈએ – સામાને આજે મારું બગાડવાનું મન કેમ થાય છે ? તેનું કારણ એ છે કે – મેં પૂર્વે કોઈનું બગાડ્યું છે. મેં જો તેનું કે બીજાનું પૂર્વે બગાડ્યું ન હોત, તો તે આજે મારું બગાડતા નહીં. કારણ વિના કાર્ય શી રીતે બની શકે ? મારા અપરાધ વિના જ સામો મારું બગાડે છે, એમ માનવું છે કારણ વિના જ કાર્યની સિદ્ધિને માનવા જેવું છે અને તે મિથ્યાદષ્ટિ છે. તાત્પર્ય કે સામાનો અન્યાય એ મારી જ કોઈ ભૂલનું ફળ છે, તો પછી શા માટે મારે તે મૈત્રીપૂર્વક ન ભોગવવું જોઈએ ? મૈત્રીથી તો અન્યાય કરનારની પાશવી વૃત્તિઓમાં પરિવર્તન થઈ જાય છે. અન્યાયના પ્રતિકારનો એ જ સાચો ઉપાય છે. અથવા “મારું” બગાડનાર આત્મા મોહનીયકર્મના ઉદયને અને હું અસાતવેદનીય કર્મના ઉદયને પરાધીન છું. કર્મના ઉદયને કોણ રોકી શકે? માટે મારે સહી લેવું જોઈએ. એ વિચાર પણ આપણને મૈત્રી તરફ લઈ જાય છે. અશાન્તિનું મૂળઃ સાધનામાં આગળ વધવા માટે પરિગ્રહનો ત્યાગ કરવો પડે એ વસ્તુ નિર્વિવાદ છે. આ પરિગ્રહ બે પ્રકારનો છે. ૧. બાહ્ય અને ૨. અત્યંતર. સ્ત્રી, પુત્ર, ધન, વગેરે બાહ્ય પરિગ્રહ છે અને અમૈત્રી વગેરે માનસિક ભાવો આવ્યંતર પરિગ્રહ છે. બાહ્ય પરિગ્રહનો ત્યાગ કરનારા ઘણાં નીકળશે, પણ આત્યંતર પરિગ્રહનો ત્યાગ કરનાર કોઈક વિરલ જ હોય છે. વસ્તુતઃ આત્યંતર પરિગ્રહના ત્યાગ પછી ખરી સાધના શરૂ થાય છે. તાત્પર્ય કે કોઈ પણ જીવ વિશે અમૈત્રી તે પરિગ્રહ છે, જ્યારે મૈત્રી એ નિષ્પરિગ્રહ અવસ્થા છે. અમેત્રી સવિકલ્પ દશા છે જ્યારે મૈત્રી નિર્વિકલ્પ દશા છે. આ પરિગ્રહ અર્થાત્ મોહના કારણે પોતાના કરતાં અધિક સુખી માણસને જોઈને Page #43 -------------------------------------------------------------------------- ________________ ધર્મબીજ તેના પર સામાન્ય માણસને ઈર્ષ્યા થાય છે. ઈર્ષ્યા એટલે પારકાનું સુખ સહન ન કરવું. વારંવાર થતી આ ઈર્ષામાંથી અસૂયા ઉત્પન્ન થાય છે. અસૂયા એટલે બીજાના ગુણોમાં દોષોનો આરોપ, જેના પર અસૂયા થાય છે, તેના ગુણો પણ દોષરૂપે દેખાય છે. ઈર્ષાળુ માણસને ‘સારું થયું કે તેને (સુખીને) સુખ મળ્યું,” એવો વિચાર સ્પર્શતો પણ નથી. આ ઈર્ષ્યાનું મૂળ તેને બીજાના જેવું સુખ નથી મળ્યું, તેના અસંતોષમાં રહેલું છે. સામાન્યતઃ જીવોનાં મનમાં ‘મને જ બધું સુખ મળો, મને જ બધાં સુખનાં સાધનો પ્રાપ્ત થાઓ', એવી ઇચ્છા અનાદિ કાળથી, દઢ થયેલી હોય છે. આ ઇચ્છા જ્યારે પૂર્ણ થતી નથી, ત્યારે તેમાંથી સંક્લેશ (માનસિક દુઃખી થાય છે. ઇચ્છામાંથી જન્મેલો આ સંક્લેશ જેટલા પ્રમાણમાં અધિક, તેટલું જ તેનું જીવન અશાંતિમય બને છે.. વિશ્વનાં અનેક અનર્થોનું મૂળ પણ આ ઇચ્છા જ છે. બધાને મિત્રની આંખે જુઓઃ ઉપર બતાવેલી ઇચ્છા એક પ્રકારની કુવાસના છે, તેને આત્માનો રોગ કહીએ તો પણ ચાલે. તેના પ્રતિકાર માટે મૈત્રી ભાવના પરમૌષધરૂપ છે. બીજાને સુખી જોઈ તેના પર ઈર્ષ્યા કે અસૂયા ન કરતાં, તેને આપણે મિત્રની આંખે જોવાં જોઈએ. બધા સુખી થાઓ, કોઈ પણ દુઃખી ન જ થાઓ, બધાનું દુઃખ દૂર થાઓ, હું સર્વનો મિત્ર છું, બધા મારા મિત્ર છે, કોઈની સાથે મારે વૈર નથી, કોઈ પણ મારો અપરાધી નથી', ઇત્યાદિ ભાવનારૂપે મૈત્રી એ મિત્રની આંખ છે. જે રીતે આપણે આપણા અત્યંત પ્રિય મિત્રને જોઈએ છીએ, તે જ રીતે સર્વ પ્રાણીઓને જોતાં શીખવું જોઈએ. જેમ આપણને આપણા મિત્રના સુખની ચિંતા સંદેવ રહ્યા કરે છે, આપણા બધા પ્રયત્નો એનું દુઃખ દૂર કરવા માટે હોય છે, આપણને એના ગુણો જ દેખાય છે, એના દોષોને આપણે ગૌણ બનાવીએ છીએ. એની ઉન્નતિ જ આપણને ગમે છે, તેમ સર્વ જીવો પ્રત્યે થવું જોઈએ. સૂર્ય બધાને સમાન રીતે પ્રકાશ આપે છે, તેમ આપણે પણ સર્વ જીવોને સમાન રીતે જોતાં શીખવું જોઈએ. મૈત્રીથી સંક્લેશ નાશ પામે છે દરેકને પોતાના આત્મા પર સ્નેહ હોય છે, તેથી તે પોતાના જ સુખની ચિંતા કરે છે. બધાં સુખ મને મળે, ૧. સંસ્કૃતમાં સૂર્યને મિત્ર પણ કહેવાય છે. Page #44 -------------------------------------------------------------------------- ________________ મૈત્રીભાવના કોઈ પણ દુઃખ મને ન આવે” એવી વાસના જીવને અનાદિ કાળથી હોય છે. સહર્ષ અનુભવેલાં સુખમાંથી “આ સુખ અને સર્વદા પ્રાપ્ત છે' એવી રાગાત્મક ચિત્તવૃત્તિ (વાસના) ઉત્પન્ન થાય છે. સુખમાં સઘળાં સાધનોની પ્રાપ્તિન થવાથી આ રાગ ચિત્તને વિક્ષિત બનાવી કલુષિત કરે છે. આ વાસના નીચે દબાયેલો જીવ ઇષ્ટ વસ્તુના વિયોગમાં તથા અનિષ્ટ વસ્તુના સંયોગમાં આર્તધ્યાનને પરવશ બને છે. તેનો સંક્લેશ વધતો જ જાય છે. આવી અવસ્થામાં વ્યક્તિગત સ્નેહને સર્વ જીવોનાં સુખ જેટલો વિશાળ બનાવવો જોઈએ. “સર્વ જીવો સુખી થાઓ એ ભાવનામાં પોતાનાં દુઃખો વિલીન થઈ જાય છે અને તે દુઃખનાં કારણે થતા સંક્લેશો પણ નાશ પામે છે. દુઃખનું પરમ ઔષધ : આપણને જ્યારે કોઈ દુઃખ આવે, ત્યારે પોતાની જાતને ભૂલી જઈને બીજાઓનાં દુઃખ દૂર કરવાની પ્રવૃત્તિમાં આપણાં મનને લગાડી દઈએ તો પરમ શાંતિ મળે. બીજાને સહાય કરવી એ પોતાનાં દુઃખને ટાળવાનું અમોઘ ઔષધ છે. દુઃખમાં આપણે કેવળ આપણો જ વિચાર કર્યા કરીએ અને એ દુઃખને મટાડવાના લાખો ઉપાયો કરીએ, તો પણ આપણને જે શાંતિ ન મળે તે પારકાના હિતની ચિંતાથી મળે છે. દુઃખ પુણ્યથી (શાતાવેદનીય કર્મથી) દૂર થાય છે અને તેની પ્રાપ્તિ બીજાઓનાં દુઃખો દૂર કરવાથી થાય છે. મૈત્રીભાવના એવું અખૂટ નિર્મળ પુણ્ય ઉપાર્જન કરાવીને આપણને અનુપમ શાંતિ આપે છે. આવી જ રીતે સુખીઓની અનીષ્ય પણ આપણા સુખમાં કારણ બને છે. - એક જીવ જ્યારે બીજા જીવ પર અન્યાય કરે છે, ત્યારે તેનું મન તે વ્યક્તિ પ્રત્યે વેર વાળતું હોય છે. આવું વેરવાળું મન અશાંત અને શ્યામ બને છે. આ અશાંતિનું મૂળ ચિત્તમાં રહેલી મલિનતા છે, મલિનતાથી ચિત્ત વિવશ બને છે અને અન્યાયી તરફ દ્વેષનાં રૂપમાં વહેવા લાગે છે. વૈર વડે વૈર કદી પણ શમતું નથી, પરન્તુ વૃદ્ધિ પામે છે. વૈરાદિના કારણે મનુષ્યને બીજાનું બૂરું કરવાની ઇચ્છા જાગે છે અને આ ઇચ્છા ચિત્તને અત્યંત વિહ્વળ બનાવે છે. ૧. સમસ્તસર્વવિષયન્ને પરિણામો મૈત્રી | સ્નેહરૂપી આત્મ અધ્યવસાયને સમસ્તજીવો જેટલો વિશાળ બનાવવો તે મૈત્રી છે. (યોગશાસ્ત્ર ૪. ૧૧૮ ટીકા) Page #45 -------------------------------------------------------------------------- ________________ ધર્મબીજ આ વૈરની વૃત્તિઓનો પ્રવાહ આપણી અનેક શક્તિઓનો નાશ કરે છે અને પુણ્યને બાળી નાખે છે. કેવળ મૈત્રી ભાવના જ વૈરના આ પ્રવાહને ફેરવી શકે તેમ છે. મૈત્રીથી શક્તિઓનો લાસ અટકે છે એટલું જ નહિ, કિન્તુ નવી શક્તિઓ મળે છે. આ શક્તિઓ આપણને પરોપકારાદિ સત્કાર્યો માટે વધુ યોગ્ય બનાવે છે. મૈત્રીથી થતા લાભો મૈત્રી ભાવનાથી ક્ષમા, નમ્રતા, સરલતા અને સંતોષની પ્રાપ્તિ થાય છે. જ્યાં બધા જ મિત્રો છે, ત્યાં ક્રોધ કોના પર અને શા માટે કરવો ? જ્યાં બધા જ સમાન છે, ત્યાં અભિમાન શેનું અને શા માટે કરવું ? જ્યાં મિત્રતા જ વર્તે છે, ત્યાં વંચના કોની, શા માટે ? અને જ્યાં સહૃદયતા છે, ત્યાં કોઈની પાસેથી કંઈ પણ લેવાની વૃત્તિ શા માટે ? તાત્પર્ય કે ક્રોધાદિ કષાયો પવિત્ર ભૂમિકા પર નિર્બળ થઈ જાય છે અને તેથી ચિત્તવૃત્તિઓ પવિત્ર બનતી જાય છે. પવિત્ર એવી ચિત્તવૃત્તિઓના અચિંત્ય પ્રભાવથી મૈત્રી ભાવનાનો સાધક ક્રોધ નહિ કરતાં ગમે તેવી પરિસ્થિતિમાં શાંત જ રહે છે. તે પોતાનાં રૂપ-ગુણ-ઐશ્વર્યાદિનું અભિમાન કરતો નથી, પણ નિરભિમાની રહે છે. તે કોઈ પણ જાતની માયા કરતો નથી, કિન્તુ સરલતાને જ ધારણ કરે છે, તેની પાસે કોઈ પણ જાતની માલ મિલકત ન હોય કે જીવનનિર્વાહનાં સાધનો અપર્યાપ્ત હોય તો પણ તે સંતોષનું પરમ સુખ અનુભવે છે. તેને કોઈ વાતનું દુઃખ હોતું નથી, કોઈ ચિંતા હોતી નથી, કે કોઈ પણ પ્રત્યે કોઈ પણ પ્રકારનો અણગમો હોતો નથી, સઘળી સ્થિતિમાં તે આનંદ જ અનુભવે છે અને તેને સર્વત્ર પરમ શાંતિ હોય છે. મૈત્રીભાવનાથી થતા બીજા લાભો પણ ધ્યાનમાં રાખવા જેવા છે. ચિત્તમાં રહેલા બ્રેષાદિ મલો વસ્તુસ્વરૂપના યથાર્થ જ્ઞાનમાં પ્રતિબંધક બને છે. મૈત્રીભાવનાથી એ મલો ધોવાઈ જતાં નિર્મળ બોધની પ્રાપ્તિ થાય છે. વળી મૈત્રીભાવના વડે સર્વ પ્રાણીઓ તેના તરફથી નિર્ભય બને છે. અને પરિણામે તેને પણ સાર્વભૌમ નિર્ભયતા પ્રાપ્ત થાય છે. મૈત્રીભાવના હૃદયને કોમળ બનાવે છે, પુણ્ય મેળવી આપે છે અને સાધનામાં આવતાં વિનોની સામે થવા માટે અતુલ બળ આપે છે. વધુ શું કહીએ? મૈત્રીભાવના તીર્થંકરની ઋદ્ધિઓ પણ અપાવવા સમર્થ છે. મૈત્રીભાવના સમ્યગ્દર્શન, અને સમ્યફચારિત્રને અધિક અધિક નિર્મલ બનાવે Page #46 -------------------------------------------------------------------------- ________________ મૈત્રીભાવના છે. પરમવત્સલ શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુનું શાસન અત્યંત ગૂઢ છે. તે શાસનનો દિવ્ય પ્રકાશ તે જ આત્માઓમાં સ્કુરાયમાન થાય છે કે જેઓ પોતાનાં હૃદયને મૈત્રીભાવનાથી અત્યંત ભાવિત કરે છે. શ્રી જૈન શાસનના આનંદરસને તેઓ જ લૂંટી શકે છે કે જેઓ નિષ્કામમૈત્રીના બળે પોતે પ્રસન્ન રહે છે અને સમાગમમાં આવનારાઓમાં પણ મૈત્રીથી અવર્ણનીય આનંદ જગાવે છે. હવે મૈત્રીને આજના વિજ્ઞાનની દૃષ્ટિએ જોઈએ : આપણે જે ખોરાક લઈએ છીએ તેમાંથી અનેક પોષક તત્ત્વો (Vitamins) આપણા શરીરને મળે છે અને તેથી આરોગ્ય જળવાઈ રહે છે. જ્યારે આ પોષક તત્ત્વો (વિટામીન બી કોમ્પલેક્સ, થીયોમીન ક્લોરાઈડ વગેરે) શરીરને પૂરતા પ્રમાણમાં નથી મળતાં, ત્યારે એક પ્રકારની નબળાઈ શરીરમાં ઉત્પન્ન થાય છે, તેની અસર આપણા સ્વભાવ પર પડે છે, એ સ્વભાવમાં બીજાઓ પ્રત્યેના દ્વેષની માત્રા ઘણી વાર વધી જાય છે અને તેથી મૈત્રી દુઃશક્ય બને છે. Hypertension (હૃદયના, રક્તના, હોજરીના વગેરે) બધા જ રોગો પ્રાયઃ અમૈત્રી, તીવ્ર દ્વેષ, તીવ્ર વૈર, વગેરેમાંથી ઉત્પન્ન થાય છે. અમૈત્રીના પરિણામ વખતે જઠરગ્રંથિના રસો, મોંની લાળ વગેરેથી આઘાત પહોંચે છે, તેની અસર શરીર પર થાય છે. ક્રોધ, વૈર, તિરસ્કાર વગેરેના પ્રસંગોમાં ફેફસાં, મગજ, હૃદય વગેરેનો વેગ વધે છે અને લોહી મગજ તરફ ધસે છે, તેના કારણે શરીરનું આરોગ્ય બગડે છે. " માનસશાસ્ત્ર “Love Your Enemies' તમારા દુશ્મન સાથે પ્રેમ કો, એ બાઈબલના વાક્યને દવા તરીકે માને છે. અર્થાત્ મૈત્રી એ સર્વ શારીરિક કે માનસિક રોગોની દવા છે. હૃદયનો હુમલો દબાણ વગેરે રોગો મૈત્રીથી મટે છે. મૈત્રીથી મુખનું સૌંદર્ય વધે છે. વૈર અને તિરસ્કારની કઠોર વૃત્તિઓ મુખની સુંદરતાનો ઘાત કરે છે. હોલીવુડના સિતારકો ઉપરના બાઈબલના વાક્યને ‘Beauty Formula-સૌંદર્યવર્ધક સૂત્ર માને છે. મૈત્રીથી વેપારમાં પણ ઘણા લાભો થાય છે. શાંત મગજવાળો માણસ વેપારમાં લાભ મેળવે છે, કેટલાક Page #47 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ધર્મબીજ અમેરિકન વેપારીઓ ઉપરના સૂત્રનો ‘વ્યાપાર સૂત્ર’ તરીકે ઉપયોગ કરે છે. મૈત્રીભાવનાની ખરી કસોટી ઉપસર્ગ વખતે થાય છે. ઉપસર્ગ કરનાર પ્રત્યે પણ જ્યારે આપણા ચિત્તમાં પ્રેમનો પ્રવાહ વહેવા લાગે છે, ત્યારે જ તે મૈત્રી ઉત્તમ કહેવાય છે. પણ શ્રમણ ભગવાન શ્રી મહાવીરદેવની સાધનાના કાળનો પ્રસંગ છે. પ્રભુ એક વનમાં કાયોત્સર્ગ ધ્યાનમાં ઊભા છે, એક ગોવાળીઓ તેમને બે બળદિયાઓને સંભાળવાનું કહીને ગામમાં ચાલ્યો જાય છે, પાછો આવીને જુએ છે ત્યારે બળદિયાઓને દેખતો નથી, પ્રભુને અનેક વખત પૂછે છે, ધ્યાનસ્થ પ્રભુ તરફથી એક પણ પ્રત્યુત્તર મળતો નથી, પરિણામે ગોવાળિયાને લાગે છે કે આણે જ બળદિયા સંતાડ્યા છે. તેથી ખિજાય છે, તેનો ક્રોધાગ્નિ ભભૂકી ઊઠે છે અને પ્રભુના કાનમાં ખીલા ઠોકે છે. કેવી કઠોર સજા ! અને તે પણ કેવા નિરપરાધી મહાત્માને !! આવી અસહ્ય વેદના કરનાર પ્રત્યે પણ પ્રભુના મનમાં કેવી અદ્ભુત મૈત્રી? ક્રોધથી ધમધમતો આત્મા સામે હોય ત્યારે મૈત્રીભાવનાની પરીક્ષા થાય છે. ગોવાળિયા પ્રત્યે લેશ પણ ક્રોધ નથી, શૈશવ અવસ્થામાં અંગૂઠાના સ્પર્શમાત્રથી પર્વતરાજ મેરુને પણ કંપાવનાર પ્રભુ કયાં અને આ ગોવાળિયો કચાં ? ધાર્યું હોત તો પ્રભુ શું ન કરી શકત ? પણ ક્ષમરૂપ જલના સ્વયંભૂરમણસમુદ્રસમા અને જેમનાં હૃદયમાં મૈત્રી રમી રહી છે એવા મહા પુરુષો કદી પણ બીજાને ઈજા પહોંચાડતા નથી. પોતાને મૃત્યુના મુખમાં ધકેલનાર પ્રત્યે પણ તેઓ તેમના હૃદયમાં તો માતાનું વાત્સલ્ય જ હોય છે. ‘સામી વ્યક્તિનું ન બગડો, તેનું કલ્યાણ થાઓ' એવી શુભ ભાવનામાં તેઓ નિરંતર રમતા હોય છે. નથી જોયું આપણે કે, ઉપસર્ગો કરી કરીને થાકી ગયેલા અને અંતે નિરાશ થઈને પાછા પોતાનાં સ્થાન તરફ જતા સંગમને જોઈને પણ પ્રભુની આંખો કરુણાનાં અશ્રુઓથી ઊભરાઈ ગઈ હતી ! ચંડકૌશિક સર્પને પ્રતિબોધ કરવા જતા પણ શ્રમણ ભગવાન શ્રી મહાવીરદેવના હૃદયમાં મૈત્રીભાવનાની પરાકાષ્ઠા દેખાય છે. દૃષ્ટિવિષ સર્પે ક્રૂરતાથી પોતાની સર્વશક્તિ સાથે પ્રભુ પર વિષમય જ્વાળાઓ ફેંકી, કેટલાય માણસોના પ્રાણ એની જ્વાળાઓએ લીધા હશે, પણ મૈત્રીભાવનારૂપ Page #48 -------------------------------------------------------------------------- ________________ મૈત્રીભાવના અમૃતના સમુદ્ર એવા પ્રભુ શ્રી વીરને એ વિષમય જ્વાળાઓ કંઈ ન કરી શકી. અમૃતની સામે વિષનું શું ચાલે? વિષ પણ અમૃત બની જાય ! સર્વે ક્રોધથી એવા ડંખ દીધા કે પ્રભુના પગમાંથી રુધિરની ધારા નીકળી. પણ, એ રુધિર (લોહી) સામાન્ય માનવીના રુધિરની જેમ રક્ત (લાલ) ન હતું. જેના હૃદયમાં સર્વ જીવો પ્રત્યે અસાધારણ વાત્સલ્ય છે, તેનું રુધિર રક્તવર્ણ શી રીતે હોય ? તે તો માતાના દૂધ જેવું સફેદ જ હોય ! સર્પને દૂધ જેવા એ રુધિરમાં મહાપુરુષનાં દર્શન થયાં ! પ્રભુના હૃદયમાં રહેલી અમર્યાદ મૈત્રીને જાણે શ્વેતવર્ણા રુધિરમાં તે ન જોતો હોય ! પ્રભુના હૃદયમાં રહેલી ભાવનાથી તેની ક્રૂરતા ઓગળી ગઈ અને હૃદયમાં ધર્મનો પ્રકાશ થયો. એમ સર્ષે પણ સાધના વડે સદ્ગતિ સાધી. લોકોત્તર મૈત્રીભાવનાથી અત્યંત ભાવિત એવા સપુરુષોના સમાગમથી પરિવર્તન કેમ ન થાય ? અર્જુનમાળી જેવો હત્યારો પણ શું મૈત્રીના પરમ નિધાન એવા પ્રભુના સમાગમમાં આવીને ધર્માત્મા નહોતો બન્યો? શ્રી તીર્થકર ભગવંતોનાં સમવસરણમાં જન્મજાત વેરવાળાં પ્રાણીઓ (વાઘ-બકરી વગેરે) પણ સાથે બેસી શકે છે, એ તીર્થકરોએ પૂર્વે સેવેલ મૈત્રીભાવનો જ પ્રભાવ છે જેનું હૃદય મૈત્રી ભાવનારૂપ અમૃતથી છલોછલ ભરેલું હોય છે, તેની સમીપમાં આવતાં જ બીજા જીવોના કષાયો શાંત થઈ જાય છે, પુરુષો જે રસ્તે પસાર થતા હોય, ત્યાં પણ કલહો શાંત થઈ જાય છે, શ્રી તીર્થકર ભગવંતોને જે જે અતિશયોની પ્રાપ્તિ થાય છે, તેનું મૂળ કારણ મૈત્રીભાવના છે. આ વિશ્વ પર અદશ્યપણે એક મહાસત્તા પોતાનું કાર્ય કરી રહી છે, તે સર્વનું હિત ઇચ્છે છે. જે પુરુષો મૈત્રીભાવનાથી ભાવિત થઈને બીજા જીવોનાં હિતમાં નિરંતર રત રહે છે, તે પુરુષોને તે મહાસત્તા તીર્થકરત્વ જેવી ઉચ્ચ પદવીઓ આપીને તેમની કદર કરે છે. બીજા જીવોને આપણા સામીપ્યમાં કષાયોની શાંતિ મળે તો એ આપણામાં રહેલી મૈત્રીભાવનાને માપવાનું એક થર્મોમિટર (માપક યંત્ર) છે. બીજા જીવો આપણાથી જેટલી અધિક શાંતિ મેળવે, તેટલી આપણી મૈત્રી વિકસિત સમજવી. શ્રી તીર્થકરોનું જીવન વાત્સલ્યરૂપ મૈત્રીભાવનાથી ભરેલું હોય છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ધર્મબીજ તેઓના જીવનપ્રસંગો પર ચિંતન કરીને સાધકે પોતાના આત્માને મૈત્રીથી ભાવિત કરતા રહેવું જોઈએ. પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ ભગવાનના પૂર્વભવોમાં મૈત્રીભાવનાનો ક્રમશઃ વિકાસ દેખાય છે. કમઠ જેવો દુરાત્મા જેમ જેમ નિર્દય બનતો જાય છે તેમ તેમ શ્રી પાર્શ્વનાથ ભગવાન જેવા લોકોત્તમ પુરુષ પોતાના હૃદયને મૈત્રીભાવના દ્વારા અત્યન્ત કોમળ બનાવતા જાય છે. વૈરની સામે વૈરથી નહીં, પરન્તુ મિત્રતાથી તેઓ જીત મેળવે છે. શત્રુનું પણ કલ્યાણ જ ઇચ્છનાર એવા સપુરુષો જ ખરેખર આ વસુંધરાનાં આભૂષણો છે. શ્રી શાંતિનાથ ભગવાનના દશમા ભવમાં પારેવાનો પ્રસંગ પણ મૈત્રીભાવનાનું એક અલૌકિક દૃષ્ટાંત પૂરું પાડે છે. એક પક્ષીને બચાવવા માટે પોતાના શરીરનું સર્વ માંસ પોતાના હાથે જ કાપી આપનાર મેઘરથ રાજાની એ સુંદર મૈત્રીભાવનાને કેટલો ધન્યવાદ અપાય ! અનંતલબ્લિનિધાન ગણધર ભગવાન શ્રી ગૌતમ સ્વામીના જીવનમાં પણ મૈત્રીભાવની સિદ્ધિ દેખાય છે, તેમણે પૂર્વ જન્મોમાં મૈત્રીભાવનાની સુંદર સાધના કરેલી હોવી જોઈએ. જેના પ્રત્યેક શિષ્યને કેવળજ્ઞાન થાય તે વ્યક્તિનું પૂર્વજીવન વાત્સલ્યપૂર્ણ (મૈત્રીભાવનામય) હોય, એમાં આશ્ચર્ય જ શું છે ? જ્યારે કોઈ અપરિચિત વ્યક્તિને પણ આપણા પ્રત્યે પ્રેમ થાય છે, ત્યારે પૂર્વ ભવોમાં આપણે તેના પ્રત્યે કેળવેલો સ્નેહ તેમાં કારણ હોય છે. જેણે પૂર્વ જન્મોમાં મૈત્રીભાવનાથી પોતાના આત્માને ભાવિત કરેલો હોય છે, તેને જોતાં બીજા જીવોને પણ આનંદ થાય છે. જેણે પૂર્વ જન્મોમાં દ્વેષ કેળવેલો હોય છે તે વ્યક્તિ અન્ય ભવોમાં સામાન્યતઃ દ્વેષી થાય છે અને પોતાને તથા બીજાઓને પણ ઉદ્વેગનું કારણ બને છે. શ્રી ગૌતમસ્વામી પ્રત્યે પંદરસો તાપસીનું આકર્ષણ અકસ્માતું થયું નથી; કિન્તુ તેમાં તાપસોના જીવો પ્રત્યે પૂર્વે કેળવેલી મૈત્રી જ કારણ છે. પૂર્વભવમાં જો તે તાપસીના જીવો પ્રત્યે મૈત્રી ન કેળવી હોય તો તે તાપસો શ્રી ગૌતમસ્વામીથી આમ સહજમાં પ્રતિબોધ પામી શકે જ નહીં. એવા જ આશયને સામે રાખીને હલી-ખેડૂતને પ્રતિબોધ કરવા શ્રી વીરપ્રભુએ શ્રી ગૌતમગણધરને મોકલ્યા હતા. Page #50 -------------------------------------------------------------------------- ________________ ૧ ૩ મૈત્રીભાવના આપણે જોઈએ છીએ કે આપણને જોઈને કાંઈ બધા જીવો આનંદ પામતા નથી. એ જ બતાવે છે કે પૂર્વના ભવોમાં આપણે બધા સાથે સ્નેહ કેળવ્યો નથી. આ જીવનમાં તો આપણે મૈત્રીભાવનાની એવી સુંદર સાધના કરીએ કે જેથી ભવાંતરમાં પ્રત્યેક જીવ આપણો મિત્ર બને ! જે જે આપણા પરિચયમાં આવે તેના કષાયો શાંત થઈ જાય ! જેમના માથા પર અસહ્ય તાપમાં લીલી વાધર વીંટવામાં આવી હતી, તે શ્રી મેતાર્થ મહાશ્રમણને સ્મૃતિપટ પર લાવીને આપણે પવિત્ર બનીએ. એક પક્ષીને બચાવવા ખાતર તે પક્ષીએ કરેલા અપરાધને પોતાના માથે વહોરી લેનાર એ મહામુનિની મૈત્રીભાવનાની જેટલી પ્રશંસા કરીએ તેટલી થોડી જ છે. “મારું ગમે તે થાઓ, પણ બીજા જીવને કષ્ટ ન જ થાઓ,' એવી ઉદાત્ત મૈત્રીથી શ્રમણોનાં હૃદય ચૌદ રાજલોક-સમગ્ર જીવરાશિ જેટલાં વિશાળ બનેલાં હોય છે. તેમને બીજાનો આત્મા પોતાના આત્મા કરતાં પણ અધિક પ્રિય લાગે છે. બીજાનાં કલ્યાણની ખાતર તેઓ પોતાનું સર્વસ્વ હોમી દેતા હોય છે. માથા ઉપર ધગધગતી સગડી મૂકનાર સોમિલ સસરા પ્રત્યે અનન્ય મૈત્રીને ધારણ કરનાર શ્રમણરત્ન ગજસુકુમાલને પણ કેમ ભુલાય? દ્વેષાગ્નિની જ્વાલાઓથી પ્રજ્વલિત બનીને પોતાના જમાઈને (ગજસુકુમાલને) બાળી નાખવા માટે ઉદ્યત બનેલ સોમિલ પ્રત્યે મૈત્રીભાવરૂપ પરમ શીતલ જલપ્રવાહને વહેવડાવનાર એ મહામુનિનું હૃદય કેવું અને કેટલું વિશાળ હશે? ધ્યાનસ્થ દશામાં જેમના પર ભૂખ્યાં શિયાળિયાં તૂટી પડ્યાં અને શરીરે બચકાં ભરી માંસ ખાવા લાગ્યાં, તે ક્ષમાશ્રમણ શ્રી અવંતિસુકુમાલની ' મૈત્રીભાવના કેટલી ઉચ્ચ હશે ? બીજા પ્રસંગોમાં મૈત્રીને ટકાવવી સરળ છે. કિન્તુ મરણાંત ઉપસર્ગોમાં તેને ટકાવવી એ લોઢાના ચણા ચાવવા કરતાં પણ કઠિન છે. જૈન શાસ્ત્રકારો સર્વ સંસારી જીવોના શત્રુ તરીકે કર્મને ઓળખાવે છે, જેમનો શત્રુ સમાન હોય તે બધા મિત્ર કહેવાય, એ અપેક્ષાએ સર્વ સંસારી જીવો પરસ્પર મિત્ર છે. કર્મને ખપાવવામાં જે જે સહાય કરે, તેને તેને મહામુનિઓ ઉપકારમિત્ર માને છે. જીવલેણ શિયાળિયાંઓને પણ ઉપકારક (કર્મને ખપાવવામાં સહાયક) માનનાર મહામુનિ અવંતિસુકુમાલને મૈત્રીભાવનાનો સાધક શી રીતે ભૂલી શકે? Page #51 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ધર્મબીજ ગુરુ મહારાજની આજ્ઞાથી કડવા તુંબડાનું શાક પરઠવવા માટે તૈયાર થયેલા મહામુનિ ધર્મઘોષને જ્યારે તે શાકમાંથી તેલનું એક ટીપું પરઠવતાં અનેક જીવોની વિરાધના (હિંસા) દેખાઈ, ત્યારે મૈત્રીભાવનાથી કોમળ બનેલું તેમનું હૃદય રડી ઊડ્યું! ઝેરી શાકના કારણે અનેક જીવો મરે, તેને બચાવવા પોતે જ તે શાકનું અશન કરીને મૃત્યુને ભેટ્યા ! પાંચ મહાવ્રતો મૈત્રીભાવનાની સિદ્ધિ માટે જ છે. પાંચ મહાવ્રતોમાં વિધેયાત્મક અને નિષેધાત્મક ઉભય પ્રકારની મૈત્રી રહેલી છે. વિધેયાત્મક મૈત્રીની ચરમ સીમા શ્રી તીર્થકર ભગવંતોમાં અને નિષેધાત્મક મૈત્રીની પરાકાષ્ઠા ચતુર્દશ ગુણસ્થાને સર્વસંવર પામેલામાં હોય છે. અહિંસામાં મૈત્રીભાવનાનાં સાક્ષાત્ દર્શન થાય છે. કોઈ પણ જીવને પીડા ન પહોંચાડવી એ અહિંસા છે અને તે નિષેધાત્મક મૈત્રી જ છે. સત્યાદિ મહાવ્રતોના ગર્ભમાં પણ તે જ આશય રહેલો છે. જૈનોની સૂક્ષ્મ અહિંસા તો જગપ્રસિદ્ધ છે. જૈન શ્રમણોનું જીવન સંપૂર્ણ અહિંસામય હોવાથી તે જીવનસ્પર્શી આત્મા (Practical) મૈત્રીમય હોય છે. જેનોનો સ્યાદ્વાદ સિદ્ધાંત એ તો મૈત્રીભાવનાનું પરમોચ્ચ શિખર છે. તેમનાં શાસ્ત્રો, વિચારો, વચનો અને સર્વપ્રવૃત્તિઓમાં સ્યાદ્વાદ ઝળકતો દેખાય છે. તત્ત્વજ્ઞાનની ચરમ સીમારૂપ સ્યાદ્વાદને અહીં થોડા જ શબ્દોમાં શી રીતે વર્ણવી શકાય? પ્રત્યેક વસ્તુને અનેક દૃષ્ટિકોણથી જોવી તે સ્યાદ્વાદ છે. પ્રત્યેક દૃષ્ટિકોણ તે વસ્તુના જુદા જુદા ધર્મોને આગળ કરે છે. વસ્તુના સર્વ ધર્મો પરસ્પર સાપેક્ષ હોય છે. ધર્મોની સાપેક્ષતાને સામે રાખીને સર્વદૃષ્ટિકોણોને ઉચિત સ્થાન આપીને તેમના પ્રત્યે સમદષ્ટિ કેળવવી એ મૈત્રી છે. એમ સ્યાદ્વાદ કોઈ પણ દૃષ્ટિને અસત્ય, નિરુપયોગી કહીને તેના પ્રત્યે અન્યાય કરતાં નથી. પણ તે દૃષ્ટિને ઉચિત સ્થાન આપીને તેના પ્રત્યે તાત્વિક મૈત્રીભાવને કેળવે છે. આ જગતનું સૌથી મોટું અકલ્યાણ કોઈએ કર્યું હોય તો તે એકાંત દષ્ટિઓના પરસ્પર સંઘર્ષે. તે સંઘર્ષને સમાવીને જગતમાં શાંતિનું સામ્રાજ્ય સ્થાપનાર સ્યાદ્વાદ એ જીવોનો પરમ મિત્ર છે અને તે સ્યાદ્વાદને બતાવનાર શ્રી તીર્થંકરભગવંતો એ સર્વ જીવોના પરમથી પણ પરમમિત્ર છે! જૈનોનું કર્મસાહિત્ય પણ વિશ્વમાં અજોડ છે. કર્મસાહિત્ય વિધેયાત્મક તેમ જ નિષેધાત્મક બંને જાતની મૈત્રીને ઉત્તેજન આપનારું છે. એ Page #52 -------------------------------------------------------------------------- ________________ મૈત્રીભાવના ૧૫ તેના અભ્યાસીઓ સારી રીતે જાણી શકે છે. (૧) મૈત્રીનો સાધક પ્રત્યેક જીવને આત્માતુલ્ય માને છે અને સૌનું કલ્યાણ ઇચ્છે છે. બીજાને સુખી જોઈને, “તે વધારે સુખી થાઓ એમ ઇચ્છે છે, તેનાં સુખની કદી પણ ઈર્ષ્યા કરતો નથી અને કોઈને પણ પીડા પહોંચાડતો નથી. (૨) જેમ એક વ્યક્તિ પોતાના મિત્રને અત્યંત સ્નેહાળ હૃદયથી નિહાળે છે, તેના ગુણોની પ્રશંસા કરે છે અને તેના દોષોને ગળી જાય છે. તેમ સાધક સર્વ જીવોને મિત્રની દૃષ્ટિએ અથવા માતાના હૃદયે જુએ છે. તેમના ગુણોની અનુમોદના કરે છે, અને તેમના દોષો પ્રત્યે (કર્મોદયજન્ય માનીને) ઉપેક્ષાવૃત્તિ સેવે છે. શક્ય હોય તો તે દોષોને સુધારવાના સર્વ પ્રયત્નો પણ કરી છૂટે છે. (૩) મૈત્રીનો સાધક કોઈનું બૂરું ચિંતવતો નથી છતાં કોઈના પ્રત્યે કદાચ ખરાબ વિચાર આવી જાય તો તેનું પ્રાયશ્ચિત્ત કરે છે. તે એમ માને છે કે કોઈ પણ જીવ પ્રત્યે હું બૂરું ચિંતવીશ તો નિશ્ચયનયથી હું પોતે જિનાજ્ઞાથી બહિષ્કૃત થઈશ', સર્વ જીવોની પરમ મિત્રતુલ્ય જિનાજ્ઞાનો ભંગ ન થાય, તેની તેને સતત કાળજી હોય છે. કારણ કે કોઈ પણ જીવનું બૂરું ચિંતવવાથી આત્મા મનોગુમિનો ભંગ કરે છે, તેની મનોગતિથી રહિત બનેલો આત્મા નિશ્ચય-નયથી જિનાજ્ઞામાં નથી’ એમ શ્રી આચારાંગસૂત્રમાં કહ્યું છે. સાધક કોઈની પણ નિંદામાં પડતો નથી. મૈત્રીભાવનાના સાધકે નિંદારૂપ રાક્ષસીથી સર્વદા દૂર રહેવું જોઈએ. જેના ચિત્તમાં પારકી નિંદારૂપ વિષવૃક્ષનાં મૂળ હોય છે, તેના ચિત્તમાં ધર્મકલ્પવૃક્ષ કદી પણ ઊગી શકતું જ નથી, નિંદા કરનાર પોતાના આત્માને બીજાથી ઉચ્ચ અને બીજાના આત્માને પોતાથી નીચ માનવાનું ભયકંર પાપ કરે છે અને તેનાં ફળ તરીકે તે આ લોકમાં તેમ જ પરલોકમાં અનેકગણી નિંદાને પામે છે. ભવાન્તરમાં તેની વાશક્તિને કર્મસત્તા સંહરી લે છે. (૫) પોતાની નિંદા કરનાર પ્રત્યે સાધક અનન્ય મંત્રીને ધારણ કરે છે. ૧. મારે મારું અગુમ આશામાં નથી. (૪) Page #53 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ધર્મબીજ અપરાધ ન હોવા છતાં કોઈ તેની વિરુદ્ધ પ્રચાર કરે, તો પણ તે સામી વ્યક્તિના અહિતને કદી પણ ઇચ્છતો નથી, તેનું કલ્યાણ જ ઇચ્છે છે. તે જાણે છે કે સર્વ અનિષ્ટ વસ્તુઓને દૂર કરવા માટે મૈત્રીભાવના દ્વારા થતી આત્મશુદ્ધિ જેવો બીજો કોઈ પણ ઉપાય નથી. બીજાઓ તરફથી થતાં વાચિક કે કાયિક આક્રમણોનો પ્રતિકાર તે અમૈત્રીયુક્ત વચન કે પ્રવૃત્તિથી કદી પણ કરતો નથી, કારણ કે તેનો એવો દૃઢ વિશ્વાસ હોય છે કે મૈત્રી દ્વારા થતી આત્મશુદ્ધિ એ જ સર્વ વિઘ્નોનો શ્રેષ્ઠ અને નિરવઘ પ્રતિકાર છે. (૬) સાધક, જેના આત્માના પ્રદેશે પ્રદેશે મૈત્રીભાવના એકમેક થઈને રહેલી છે એવા શ્રી પરમેષ્ઠિભગવંતોનું (શ્રી નમસ્કાર મહામંત્રાદિ દ્વારા) નિરંતર ધ્યાન કરે છે. (૭) સાધક, ‘પોતાનું કામ બીજાઓ કરે' એવું કદી પણ ઇચ્છતો નથી. બીજાઓનાં સર્વ શુભ કાર્યો કરી આપવાની ઇચ્છા તે ધારણ કરે છે. પોતાનું કામ બીજા પાસેથી ન કરાવવા રૂપ નિષેધાત્મક મૈત્રીથી અને બીજાઓનું બધું હિતકર કામ પોતે (યથાશક્તિ) કરવારૂપ વિધેયાત્મક મૈત્રીભાવનાથી વાતાવરણને તે પ્રેમ અને પરોપકારની વાસનાથી સુવાસિત કરે છે. તેવા વાતાવરણની અસર સર્વત્ર સારી થાય છે. (૮) સાધકનું જીવન ક્ષમાપ્રધાન હોય છે. ક્ષમા એ મૈત્રીનું જ એક અંગ છે. પોતાની ભૂલ થતાં તરત જ તેની બીજા પાસેથી ક્ષમા (માફી) માગી લે છે. બીજાની ભૂલ થાય તો પણ તેને તરત ક્ષમા (માફી) આપે છે. ‘ખામવામાં અને ખમાવવામાં આરાધના છે. એવી શ્રદ્ધા તેના મનમાં દૃઢ થયેલી હોય છે. સર્વ વૈરિવરોધનું મૂળ ક્ષમાના અભાવમાં રહેલું છે. જ્યાં ક્ષમા છે ત્યાં કોઈ વૈવિરોધ લાંબો કાળ ટકી શકતા નથી. રાત્રિની નિદ્રા પૂર્વે સાધક સર્વ સિદ્ધોની સાક્ષીએ જાહેર કરે છે કે મારા મનમાં કોઈના પ્રત્યે લેશ પણ વૈર નથી. આ ૧. મિયનૂં વમાનિયન્ત્ર, નો રવમરૂ તત્ત અત્યિ આરાહળા, जो न खमइ, तत्स नत्थि आराहणा । ( श्री कल्पसूत्र ) २. सिद्धह साख आलोयणह मुज्झह वईर न भाव । ( पोरिसीसूत्र ) Page #54 -------------------------------------------------------------------------- ________________ મૈત્રીભાવના ૧૭ કબૂલાતના કારણે વૈરવિરોધને તે તુરત ખમાવે છે અને ભૂલી જાય છે, પૂર્વના વૈરવિરોધને યાદ કરીને પણ તે પોતાના ચિત્તને કલુષિત કરતો નથી. વૈરવિરોધને વારંવાર યાદ કરવાથી ઘણા અનર્થો થાય છે. એમ તે સારી રીતે જાણે છે. (૯) કોઈ પણ ઠેકાણે હત્યાઓ થતી હોય અથવા બીજા જીવો પીડા પામતા હોય, તો સાધકના હૃદયમાં તેનું બહુ જ દુઃખ થાય છે. તે હત્યાઓ કે પીડાઓમાંથી જીવોને બચાવવાના સર્વ શક્ય પ્રયાસો કરે (૧૦) સાધક એમ માને છે કે સ્વરૂપથી બધા આત્માઓ સમાન છે. તે પ્રત્યેક જીવમાં સિદ્ધાત્માનાં દર્શન કરીને (પ્રત્યેક જીવને નિશ્ચયનયથી સિદ્ધસ્વરૂપ માનીને) તેની સાથે નિષ્કામ મૈત્રીને કેળવે છે. સંસારી આત્માઓમાં જે વિષમતા દેખાય છે, તે તો કર્મજન્ય છે. કર્મો જ જીવ જીવ વચ્ચે ભેદ, શત્રુતા વગેરે દોષોને પેદા કર્યા છે. શાસ્ત્રો કહે છે “કોઈ પણ તમારો શત્રુ નથી. શત્રુ માન્યા વગર ન જ ચાલતું હોય તો તમે કર્મને જ શત્રુ માનો'. સમાન અને પરસ્પર ઉપગ્રાહક એવા જીવોમાં અસમાનતા અને અપકારકતા ઉત્પન્ન કરનાર કર્મ સિવાય બીજો કોઈ શત્રુ નથી. અથવા ઉન્માર્ગગામી એવા પોતાના આત્માને જ તમે પોતાનો શત્રુ માનો, - કેવી સુંદર મૈત્રી ! બીજા કોઈને પણ શત્રુ ન માનતાં સદોષ એવા પોતાના આત્માને જ શત્રુ માનવો, એ કાંઈ સામાન્ય વાત નથી. (૧૧) શ્રી તીર્થકરોનો ઉપદેશ પણ મૈત્રી (અહિંસા, ક્ષમાદિ) પ્રધાન છે, શ્રી તીર્થકર ભગવંતોએ પોતાના ઉપદેશમાં સૂક્ષ્માતિસૂક્ષ્મ અહિંસા અને ક્ષમાને બતાવીને તથા પોતાના જીવનમાં આચરીને જગતના જીવોમાં સક્રિય મંત્રીને ફેલાવી છે. સાધક પણ તે જ ઉપદેશનું અનુકરણ કરીને મૈત્રીભાવનાની વૃદ્ધિ માટે સતત પ્રચાર કરતો હોય છે. Page #55 -------------------------------------------------------------------------- ________________ મૈત્રીની સાધનાનો ક્રમ (૧) “જેમનો મારા પર ઉપકાર છે તેમની સાથે હું મિત્રની જેમ જ રહીશ, તેમનો દ્રોહ હું કદી પણ કરીશ નહિ', એવી ભાવના પ્રારમ્ભમાં કેળવવી જોઈએ. આ ભાવનાથી કૃતજ્ઞતા ગુણની સિદ્ધિ થાય છે. કૃતજ્ઞનું કામ કરવા માટે સહુ કોઈ પ્રેરાય છે. ઉપરનું પહેલું પગથિયું સિદ્ધ થયા પછી બધા જ સ્વજનોને આપણી મૈત્રીભાવનાનો વિષય બનાવવા જોઈએ. આ ભાવનાથી સ્વજનોમાં સંપ થાય છે અને તત્સંબંધી અનેક ક્લેશોનો અંત આવે છે. પછી, આપણી નિશ્રામાં રહેલા (નોકર વર્ગ વગેરે) પ્રત્યે મિત્રતા કેળવવી જોઈએ. પશ્ચાત, આપણા સંબંધમાં આવતી સર્વ વ્યક્તિઓને મિત્રની આંખે જોવું જોઈએ, આવી ભાવનાથી સહુ કોઈ આપણી મિત્રતાને ઇચ્છવા લાગે છે. (૫) તદનંતર, આપણી મૈત્રીભાવનામાં અનુક્રમે સાધર્મિક, ગ્રામીય, પ્રાંતીય, દેશીય અને સમગ્ર માનવજાતનો સમાવેશ કરવો જોઈએ. (૬) અંતમાં, આપણે સર્વ જીવોના મિત્ર બનવું જોઈએ. મૈત્રીભાવનાને અનુકૂળ કેટલીક વિચારણાઓ જીવો પરસ્પર ઉપકારક છે, અર્થાત્ “એક બીજા પર ઉપકાર કરવો એ જીવોનો સ્વભાવ છે. કોઈ પણ જીવ બીજા ઉપર સ્વભાવથી અપકાર કરતો નથી, કિન્તુ કર્મને પરાધીન બનવાથી તે બીજા પર અપકાર કરવા માટે પ્રેરાય છે. આ સંયોગમાં તેને અપરાધી કે શત્રુ શા માટે માનવો? ક્ષમા, ઔદાર્ય, સજ્જનતા વગેરે અનેક સદ્ગણોને કેળવવા માટે આ દુર્લભ માનવ જન્મ છે, એમાં વળી ક્રોધ, ઈર્ષ્યા, અસૂયા, વૈર વગેરેને સ્થાન શા માટે ? ૧. “પરસ્પરોપગ્રહો નીવાનામ્ તત્ત્વાર્થાધિગમ સૂત્ર' અ. ૫, સૂત્ર-૨૧. Page #56 -------------------------------------------------------------------------- ________________ મૈત્રીભાવના ૩. ૪. ૫. ૧૯ આ ભવમાં કરેલી વૈરિવરોધની પરંપરા અનેક ભવો સુધી ચાલે છે. ચંડકૌશિક વગેરેનાં દૃષ્ટાન્તો તે વાતનું સમર્થન કરે છે. રાવણ અને લક્ષ્મણના ભવોમાં વાવેલાં વૈરનાં બીજ તેમને હજી પણ નરકમાં લડાવી રહ્યાં છે. એમ વૈર બાંધનાર આત્મા પોતાનાં જ સુખના માર્ગમાં કંટકો વેરે છે, તો સુજ્ઞપુરુષે વૈવિરોધની પરંપરા શા માટે સર્જવી ? વૈવિરોધના બદલે મૈત્રીભાવનાનાં બીજ નાખવામાં આવે તો આ જીવનમાં અને આગામી ભવોમાં આપણને સુખ, શાંતિ, પવિત્રતા, ચિત્તની સ્વસ્થતા વગેરે અનેક હિતો થાય છે. આ સંસારમાં અનાદિકાલથી ભ્રમણ કરતા સર્વ જીવો મારી સાથે માતા, પિતા, ભ્રાતા, ભગિની, પત્ની, પુત્ર, પુત્રી વગેરે સર્વ સંબંધો વડે જોડાયા છે, માટે આ વિશ્વ મારું કુટુંબ છે. વસુધૈવ છુખ્યમ્ । તો આ કુટુંબીજનો સાથે ઈર્ષ્યા, અસૂયા વગેરેનો પ્રયોગ કરવો શું યોગ્ય છે ?૧ મૈત્રીભાવનાને દઢ કરવા માટે આવી અનેક વિચારણાઓ કરી શકાય છે. મુમુક્ષુ આત્માને તેવી વિચારણાઓ સ્વયમેવ સ્ફુરે છે. પ્રત્યેક આત્મામાં રહેલા આત્મત્વ પ્રત્યેનો પ્રેમ એ મૈત્રીભાવના છે. જીવોને મદદ કરવા દ્વારા, તેમનું સર્વદા હિત ઇચ્છવા દ્વારા, તેમને જે જે પ્રતિકૂળ છે તે તે ન આચરવા દ્વારા અને જે રીતે સર્વને અભય મળે તથા સૌનું કલ્યાણ થાય એવા ઉપદેશ દ્વારા આપણે આપણામાં રહેલા આત્મત્વ પ્રત્યેના પ્રેમને વ્યક્ત કરી શકીએ છીએ. જ્ઞાત્મન: પ્રતિાનિ રેષાં ન સમાજરેત્ ‘પોતાને જે પ્રતિકૂળ છે, તે બીજા પ્રત્યે ન આચરવું' એ સર્વ શાસ્ત્રોનો સાર છે. બીજા ૧. જેઓ આ વિશ્વને એક સર્જનહારની (જગત્પિતાની) કૃતિ માની સર્વ જીવોને એક પિતાનાં સંતાન માને છે, તેમના મતે પણ સૌની સાથે બંધુત્વ કેળવવું ઘટે છે. એક જ પિતાનાં સંતાન સાથે વેર વિરોધ શો ? ઈર્ષ્યા અને અસૂયા કેવી ? જેઓ બધા જીવોમાં એક જ બ્રહ્મને વ્યાસ માને છે, તેઓ પણ કોઈ જીવ સાથે વેર વિરોધમાં કેમ ઊતરી શકે ? તેઓએ તો બધા પ્રત્યે સમદષ્ટિ મૈત્રીભાવ જ કેળવવો જોઈએ. જૈનદષ્ટિએ સંગ્રહનયના મતે આત્મા એક જ છે. ‘ì આયા' તો પછી વેર કેવું અને કોની સાથે ? વંચના પણ કોની ? Page #57 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ધર્મબીજ શબ્દોમાં કહીએ તો આ મૈત્રી એ જ સર્વ શાસ્ત્રોનો સાર છે. પોતે દુઃખ વેઠીને પણ જ્યારે બીજાનાં સુખ માટે અથાગ પ્રયત્ન કરે છે, ત્યારે તે આત્મા મૈત્રીભાવનામાં ખૂબ જ આગળ વધે છે. પોતે બીજાઓ માટે સમજણ (તત્ત્વજ્ઞાન) અને આનંદપૂર્વક જે દુઃખ વેઠે છે તેના માટે પરિણામે દુઃખ જેવું કશું જ રહેતું નથી. સર્વ જીવોના સુખની ચિંતા એવું સામર્થ્ય ધરાવે છે કે તે સાધકનાં દુઃખને પણ સુખરૂપ બનાવી દે છે. બહારથી કષ્ટમાં દેખાતા મૈત્રીભાવનાના સાધકો અંદરથી અનુપમ આનંદ અનુભવતા હોય છે. આવું સુખ કેવળ અનુભવથી જ ગમ્ય છે. સૂક્ષ્માતિસૂક્ષ્મ અને સર્વ જીવોને પરમ સુખ આપનાર એવી અહિંસાને બતાવનારા શ્રી તીર્થંકર ભગવંતોનાં હૃદયમાં સર્વ આત્માઓના આત્મત્વ પ્રત્યે અથાગ પ્રેમ હોય છે. તેમના હૃદયમાં આવો પ્રેમ ન હોય, તો તેઓ આવી સુંદર અહિંસાને ન જ બતાવી શકે ! ‘સર્વ’ જીવોને સર્વ દુઃખોમાંથી ઉગારીને ધર્મ દ્વારા તેમને પરમસુખના ધામરૂપ મોક્ષમાં લઈ જાઉં, એવો ભવ્ય આશય સર્વ તીર્થંકરોનો હોય છે. એ આશય એટલે જ દિવ્યમૈત્રી. આવી દિવ્યમૈત્રીના પ્રભાવથી જ તેઓ શ્રી તીર્થંકર પદવીને વરે છે અને તે પદવી દ્વારા અનેક ભવ્યજીવોનાં મુક્તિ સુખમાં તેઓ નિમિત્તરૂપ બને છે. શસ્ત્ર, સૈન્ય, યુદ્ધ વગેરે શાંતિ સ્થાપવાના ઉપાયો નથી, પણ અશાંતિ જગાડવાનાં નિમિત્તો છે. આ વાત હવે જગતના અગ્રગણ્ય મનાતા રાજદ્વારીપુરુષો પણ સમજવા લાગ્યા છે, ને તેથી જાણે અજાણે પણ આપણે બધા ભાઈઓ છીએ. આપણે બધા મિત્રો છીએ, અંદર અંદર લડવું આપણને ન શોભે' વગેરે વિચારો પ્રગટ થવા લાગ્યા છે. આધુનિક જગતમાં અનેક જટિલ પ્રશ્નોનું સમાધાન મૈત્રીભાવનામાં રહેલું છે. તેથી સમાધાનને ઇચ્છતા વિચારકોને અંતે તો સર્વહિતમયી એવી મૈત્રીભાવનાને સમજવી પડશે અને તેનું શરણ લેવું જ પડશે. પોતાના આત્માને અને સમગ્ર જગતને સુખી બનાવવાનો અમોઘ ઉપાય મૈત્રીભાવના છે.' આપણે સંકલ્પ કરીએ કે ઃ ‘અમારી શક્તિ પહોંચે ત્યાં સુધી અમારી પાસે જે જે છે તે બધું બીજાઓનાં કલ્યાણને અર્થે સહર્ષ આપીશું, એટલું જ નહીં, કિન્તુ પોતાના Page #58 -------------------------------------------------------------------------- ________________ મૈત્રીભાવના ૨૧ વ્યક્તિગત સુખ માટે અમે જગત પાસેથી કંઈ પણ ઇચ્છીશું નહીં, કે માગીશું પણ નહીં, અમારી વ્યક્તિગત માલિકીનું અમારી પાસે કશું જ નથી. જે કંઈ અમારી પાસે સારું છે તે બધું શ્રી વીતરાગ ભગવંતના વિરાટ શાસનનું છે. જો બધું શાસનનું જ છે, તો પછી તેની સેવામાં તેનું સમર્પણ કરવામાં સંકોચ શો ?’’ આ વિશ્વમાં જે કોઈ અમારા પર અપકાર કરવાની ઇચ્છા કરશે તેના ઉપર પણ અમે સૌથી વધારે કરુણા કરીશું, તેને અમે અમારો સાચો મિત્ર માનીશું, અમે કોઈને દુઃખ આપીશું નહિ, પણ જે કોઈ અમને દુઃખ આપશે, તેને સૌથી વધારે સુખ આપીશું.' આ વિશ્વમાં જે જેવું જેવું આપણી સામે આવે છે, તેવું જ તેને આપણે માની લઈએ છીએ, આપણે બ્રાહ્મણને બ્રાહ્મણ માનીને, ચાંડાલને ચાંડાલ માનીને, ધનીને ધનવાન માનીને, ભિખારીને ભિખારી માનીને, કે નોકરને નોકર માનીને તેની સાથે તેવો વ્યવહાર કરીએ તે વાજબી છે, પણ આપણા આ વ્યાવહારિક વર્તાવમાં જો રાગદ્વેષ રહેલો હોય તો આપણે ભૂલીએ છીએ, આપણે જેને ચાંડાલાદિ કહીએ છીએ તે શું તત્ત્વતઃ ચાંડાલ છે ? ના, ના, કદાપિ નહીં. તેના આત્મામાં તો આ વિશ્વમાં વિલસતું નિર્મલ ચૈતન્ય છે. જેવો નિર્મલ આત્મા શ્રી અરિહંત પરમાત્માનો, શ્રી સિદ્ધપરમાત્માનો, કે આપણો પોતાનો છે તેવો જ નિશ્ચયથી તેઓનો પણ છે. આપણે તેની બાહ્ય ઉપાધિઓને (શરીર, વેશ, વગેરેને) જોઈએ છીએ તેમ અંદર રહેલા સ્વયંપ્રકાશ, ચિત્રૂપ અને પરમાનંદતત્ત્વને પણ જોતાં શીખીને અને પ્રત્યેક પ્રાણીમાં રહેલું તે તત્ત્વનું હૃદયપૂર્વક સન્માન કરીએ તો આપણા વ્યવહારમાંના અ ંત્વ, તુચ્છત્વ વગેરે દોષો નાશ પામે અને પ્રત્યેક વ્યવહાર સ્વ-પર ઉપકારી બને. પોતાના જેવા સ્વરૂપને સર્વત્ર જોતો આપણો આત્મા બીજાઓને જોઈને આનંદ પામે, તેમના આનંદમાં વૃદ્ધિ કરે, તેમને પ્રતિકૂલ એવું કદી પણ ન આચરે, સૌનો કલ્યાણમિત્ર બને અને બીજાઓનાં હિતમાંય પોતાનું હિત છે એમ સમજે ! આવો, આપણે બધા મળીને રોજ (નીચેની) મૈત્રીભાવનાથી આપણાં હૃદયને વિશાળ અને પવિત્ર બનાવીએ ઃ હું સર્વનો મિત્ર છું, બધા મારા મિત્ર છે, કોઈ પણ જીવ પાપ ન Page #59 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ધર્મબીજ કરો, કોઈ પણ દુઃખી ન થાઓ, બધા સુખી થાઓ, બધા નિરામય થાઓ, કોઈની સાથે પણ મારે વૈર નથી, કોઈ પણ મારો અપરાધી નથી, સર્વને ધર્મનાં સાધનોની પ્રાપ્તિ થાઓ, બધા ધર્મને પામો, વેર, ઈર્ષ્યા, અસૂયા, અપમાન, મત્સર, દ્રોહ વગેરે કરનારા પ્રાણીઓની તે તે અશુભવૃત્તિઓ નાશ પામો, બધાના રાગ-દ્વેષ શમી જાઓ, બધા પારકાના હિતમાં રત બનો, બધાને સમત્વરૂપ મહાઅમૃતની પ્રાપ્તિ થાઓ, બધા જીવો દર્શન, જ્ઞાન અને ચારિત્રની સાધનામાં ખૂબ ખૂબ આગળ વધો, સર્વજીવો કર્મોથી મુક્ત થાઓ અને સર્વ આત્માઓ પરમકલ્યાણને પામો.” મૈત્રીભાવનાનું ઉપરનું વર્ણન અત્યંત સ્થૂલ છે, અત્યંત વિશાળ એવી મૈત્રીને આ નાનકડા પ્રકરણમાં અલ્પબુદ્ધિ વડે સમાવવાનો પ્રયાસ કરવો એ નાનકડી નાવડી વડે મહાસાગરને તરવા જેવું દુશક્ય છે. છતાં પણ મૈત્રીભાવના પ્રત્યે મારા હૃદયમાં રહેલા પ્રમોદને પ્રગટ કરવાનો આ મારો અલ્પ પ્રયાસ છે. મૈત્રીભાવનાની સાધનામાં રહેલ અમૃતરસને કલમમાં લાવવો અશક્ય છે, તે અમૃતરસનો આસ્વાદ કેવળ અનુભવગમ્ય છે. પરમપાવની મૈત્રીભાવનાની સાધના દ્વારા સર્વ જીવો પરમોચ્ચ મૈત્રીને સમજો, તે ભાવનામાં લીન બનો અને સર્વ જીવો સહુનું કલ્યાણ કરનારા બનો, એ જ શુભ કામના. शिवमस्तु सर्वजगत: परहितनिरता भवन्तु भूतगणा: । दोषा: प्रयान्तु नाशं, सर्वत्र सुखीभवतु लोक: ।। 0 0 0 Page #60 -------------------------------------------------------------------------- ________________ મૈત્રીનાં દૃષ્ટાંતો (૧) અદ્ભુત મૈત્રી જૂના કાળની વાત છે. કોશલદેશના રાજાની “દાનવીર' તરીકે ખ્યાતિ સર્વત્ર પ્રસરી રહી હતી. જેમાં માતાને પોતાનાં બાળકો પ્રત્યે અનન્ય વાત્સલ્ય હોય તેમ તે રાજાના મનમાં પોતાની પ્રજા પ્રત્યે અપૂર્વ પ્રેમ હતો, દુઃખમાં આવી પડેલા દુઃખી માણસો એને શરણે આવતા. કોશલની પાસે જ કાશીનું રાજ્ય હતું. કોશલરાજની ખ્યાતિ કાશીરાજ સહી શક્યો નહીં. તેના મનમાં ઈર્ષાનો અગ્નિ સળગવા લાગ્યો. કાશીદેશનું રાજ્ય મોટું હતું. કોશલનું નાનું. કાશીના લોકો પણ કોશલરાજના ગુણગાન કરતા પોતાની પ્રજાના મુખમાં કોશલરાજનું નામ - કાશીરાજ શી રીતે સહી શકે ? કાશીરાજે કોશલ પર ચડાઈ કરી. હારેલો કોશલરાજ વનમાં નાસી ગયો, પ્રજામાં હાહાકાર મચી ગયો, કોશલની પ્રજા કહેવા લાગી “અમારું શિરછત્ર ચાલ્યું ગયું ! કાશીરાજને ધિક્કાર હો !” પ્રજાના આ ધિક્કારથી કાશીરાજનો ઈર્ષ્યાગ્નિ વધુ ને વધુ ભભૂક્યો. તેણે વિચાર્યું, “જ્યાં સુધી કોશલરાજ જીવતો હશે ત્યાં સુધી લોકો એને ભૂલશે નહિ અને મારા ગુણગાન કોઈ ગાશે નહિ, માટે એને ખતમ કરાવી નાખું !” - કાશીરાજે ઢંઢેરો પિટાવ્યોઃ “જે કોઈ કોશલરાજને જીવતો કે મરેલો પકડી લાવશે, તેને એક હજાર સોનામહોરનું ઇનામ આપવામાં આવશે. રાજાના માણસો કોશલરાજને શોધવા માટે આકાશપાતાળ એક કરવા લાગ્યા. કોશલદેશની પ્રજાની આંખોમાંથી અશ્રુધારાઓ વહી રહી હતી. કાશીરાજનો અપયશ ઠેર ઠેર ગવાતો હતો. Page #61 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ધર્મબીજ કોશલરાજ ફાટ્યાં તૂટ્યાં વસ્ત્રો પહેરી જંગલમાં રખડતો હતો. એક દિવસ એક વટેમાર્ગ એ રસ્તે જતાં તેને પૂછ્યું, “ભાઈ ! કોશલનો રસ્તો કયો?' કોશલરાજે તેને પૂછ્યું, “શું કામ છે એ અભાગિયા દેશનું, તેનું નામ હવે શા માટે લે છે ?” - વટેમાર્ગુએ કહ્યું, “મને વેપારમાં મોટી ખોટ ગઈ છે, હવે ભીખ માગીને જીવવું પડે તેમ છે, કોશલરાજ દાનેશ્વરી છે. તેને બારણેથી કોઈ ખાલી હાથે પાછું ફરતું નથી, મારું દુઃખ એના વિના કોઈ ભાંગે તેમ નથી’. કોશલરાજનું હૃદય મૈત્રીથી દ્રવિત થઈ ગયું. તેણે પોતાની આંખમાં આવતાં આંસુ જરા હસીને છુપાવી દીધો અને કહ્યું. “ભાઈ ! તું પણ દુઃખી છે. ચાલ, તને તારી આશા પૂર્ણ થાય તેવો માર્ગ બતાવું.” ત્યાંથી બંને જણે કાશીરાજના દરબારમાં આવ્યા, કાશીરાજે પૂછ્યું, “કયા કારણે તમારું આવવું થયું છે ? ખુશીથી કહો, તમારી મનઃકામના કાશીરાજ અવશ્ય પૂર્ણ કરશે.” તદ્દન ફાટ્યાંતૂટ્યાં વસ્ત્રોમાં રહેલ કોશલરાજે અત્યંત સ્વસ્થતાપૂર્વક મૈત્રીથી છલકાતા હૃદયે કહ્યું, “કાશીરાજ ! હું કોશલરાજ છું, મને પકડી લાવવા માટે આપે જે મોટું નામ જાહેર કર્યું છે તે આ વેપારીને આપો. અત્યારે એ ભારે મુશ્કેલીમાં છે. મારી પાસેથી કાંઈ મળશે, એ આશાએ તે મારો રસ્તો પૂછતો જતો હતો, તેવામાં વચ્ચે મને મળ્યો. લ્યો આ મારું માથું, અને તેને સહસ્ત્ર દીનાર આપો!” પરમ મૈત્રીભાવરૂપ અમૃતથી સિંચાયેલા આ કોશલરાજાનાં વચનો સાંભળી આખો દરબાર સ્તબ્ધ બની ગયો. કાશીરાજનું પથ્થર જેવું હૃદય પણ પીગળી ગયું. મૈત્રીભાવના અમૃતપ્રવાહે કોશલરાજના હૃદયમાંથી નીકળી કાશીરાજના હૃદયમાં પ્રવેશ કર્યો. “રાજભંડારમાંથી આ વણિકને જોઈએ તેટલું ધન ગણી આપો.' રાજાએ ભંડારીને આજ્ઞા કરી અને કોશલરાજને પોતાના રાજસિંહાસન પરઅરે ! હદય-સિંહાસન પર પણ-બેસાડી દીધો ! કોશલરાજના માથા ઉપર કાશીરાજે રાજમુગટ પહેરાવી દીધો ! Page #62 -------------------------------------------------------------------------- ________________ મૈત્રીભાવના ૨ ૫ પ્રજા એકી અવાજે પોકારી ઊઠી, “ધન્ય! કોશલ નરેશ અને ધન્ય! કાશીનરેશ !! આ વાર્તાનું તાત્પર્ય એ છે કે, પ્રત્યેક જીવ પર એવો અપૂર્વ મૈત્રીભાવ કેળવો કે તેના ખાતર તમે તમારું સર્વસ્વ હોમાવા સદાને માટે તૈયાર રહો ! [શ્રી રવીન્દ્રનાથ ટાગોર કૃત કથાઓ કાહિની'ના આધારે (૨) આશ્રિત વિષયક મૈત્રી એક દિવસ એક શેઠ બહારથી આવ્યા અને પગ ધોવા માટે પાણીની રાહ જોતા આંગણમાં ઊભા રહ્યા, પણ એમનો નોકર કામમાં હોવાથી તેને એ વાતનો ખ્યાલ ન રહ્યો. થોડી જ વારમાં એને ખબર પડી કે એના શેઠ બહાર પાણીની રાહ જોઈને ઊભા છે; એટલે એ એકદમ રસોડામાં ગયો અને ગરમ પાણી લઈને ઉતાવળો ઉતાવળો બહાર દોડી આવ્યો. ઉતાવળમાં તે ગરમ પાણીમાં ઠંડું પાણી ઉમેરવાનું ભૂલી ગયો. તેણે બહાર આવીને શેઠના પગ ઉપર ગરમ પાણી રેડવા માંડ્યું. આથી શેઠના પગ દાઝી ગયા અને ચામડી લાલચોળ થઈ ગઈ, પરંતુ શેઠ જરાય રોષ કર્યા વિના વહાલ(મૈત્રી)પૂર્વક શાંતિથી બોલ્યા, “અલ્યા, આટલી - બધી શી ઉતાવળ! મારા પગ દાઝી ગયા એવું ગાંડા જેવું તે આ શું કર્યું?' (૩) તિર્યંચ વિષયક મૈત્રી એક વૈજ્ઞાનિકે એક કૂતરો પાળ્યો હતો. એક રાતે તે વૈજ્ઞાનિક પોતાના મેજ પાસે કંઈક લખતો બેઠો હતો. બાજુમાં મીણબત્તી સળગતી હતી, એવામાં કૂતરો વહાલમાં આવી જઈને મેજ તરફ ધસ્યો, તેથી મીણબત્તી કાગળો પર પડી ગઈ અને કાગળો સળગી ગયા, કેટલાંય વર્ષોની તનતોડ મહેનતને અંતે મેળવેલી માહિતીઓ તેમાં લખેલી હતી, પરંતુ કૂતરાને એની શી ખબર ? વૈજ્ઞાનિકે કૂતરાને પોતાની પાસે લઈ વાત્સલ્ય(મેત્રી)પૂર્વક શાંત અવાજે કહ્યું, “તને ક્યાંથી ખ્યાલ હોય કે આજે તેં કેટલું ભારે નુકસાન કર્યું છે?” Page #63 -------------------------------------------------------------------------- ________________ ૨ ૬ ધર્મબીજ (૪) પીડિત વિષયક મૈત્રી એક વખત એક માણસે તેના શેઠ પાસેથી થોડા રૂપિયા ઉછીના લીધા, પરંતુ તે માણસની સ્થિતિ સારી ન હોવાથી આપવાની મુદત પૂરી થઈ તો પણ ઘણા વખત સુધી તે પૈસા આપી શક્યો નહીં. એક વાર તે અચાનક માંદો પડ્યો અને નાણાંની ખૂબ જ ભીડમાં આવી પડ્યો, ખર્ચ વધતો જ જતો હતો અને તેની મૂંઝવણનો પાર રહ્યો ન હતો, તેવામાં એક દિવસ શેઠ તેને ત્યાં આવી ચઢ્યા, પેલો માણસ તો અકળાઈ ગયો. તેને થયું કે શેઠ તેની પાસે પૈસાની ઉઘરાણી કરવા આવ્યા છે! તે મૂંઝાતો મૂંઝાતો કહેવા લાગ્યો, “આપના રૂપિયા.' શેઠે તેને તરત જ અટકાવીને પ્રેમાળ (મૈત્રીથી પરિપૂર્ણ) અવાજે કહ્યું, “ભાઈ ! હું કંઈ રૂપિયા લેવા આવ્યો નથી પરંતુ તમારી માંદગીના સમાચાર સાંભળી તમને આવી મુશ્કેલીના વખતે મદદરૂપ થાય, એટલા માટે રૂપિયા આપવા આવ્યો છું. તમે મૂંઝાશો નહિ, અને પૈસાની વધારે જરૂર પડે તો સંકોચ વિના જણાવજો. પછી શેઠ તેને રૂપિયા આપીને રજા લઈ પોતાને ઘેર ગયા. [બોધક ટીકડીઓમાંથી ત્રણે થોડા ફેરફાર સાથે) ન્યૂયોર્ક શહેરની આ વાત છે. એક વેપારી પાસે બાર હજાર ડૉલરની કિંમતનું એક મશીન હતું, તે મશીનને વેચવા માટે તે તનતોડ પ્રયત્નો કરી રહ્યો હતો, એ જ વખતે બીજો એક હરીફ વેપારી બજારમાં ઊભો થયો. તેની પાસે પણ તેવી જ જાતનું મશીન હતું. આ વેપારીને પણ મશીન વેચવાનું હતું. આ નવા વેપારીનું મશીન સારું અને નવું હતું. એ બે વેપારીઓનાં મૂળ નામ ન લેતાં, આપણે પૂર્વના વેપારીને A કહીશું અને બીજા વેપારીને B કહીશું. A ના મનમાં મૂંઝવણ થતી હતી કે જ્યાં સુધી બીજા વેપારીનું નવું Page #64 -------------------------------------------------------------------------- ________________ મૈત્રીભાવના ૨૭ મશીન બજારમાં છે, ત્યાં સુધી મારું મશીન નહિ વેચાય. આ મૂંઝવણની અસર તેની તબિયત પર થવા લાગી. આવી પરિસ્થિતિમાં તે એક પાદરી (ખ્રિસ્તી ધર્મ ગુરુ) પાસે ગયો અને તેની સલાહ માંગી. તે પાદરીનું અંતઃકરણ ખ્રિસ્તી ધર્મમાં કહેલ Divine Love' મૈત્રીભાવનાથી ભાવિત હતું. પાદરીએ તેને સલાહ આપી, “આજથી તારે એ ચિંતવવાનું કે B નું મશીન મારા મશીન કરતાં સારું છે તે વેચાઈ જાઓ! મારું મશીન ભલે પડ્યું રહે ! B મશીન વેચવા ધારે છે તેના કરતાં પણ તેને વધુ લાભ થાઓ !” પાદરીની સલાહ મુજબ તે રોજ ચિંતવવા લાગ્યો, જે કોઈ તેની પાસે પૂછવા આવે તેને એ જ કહે કે B નું મશીન સારું છે અને તે નવું છે, મારું જૂનું છે. પછી મશીનના વેચાણનો દિવસ આવ્યો ત્યારે જે વેપારીને મશીન ખરીદવાનું હતું તેના માણસો મશીનની પરીક્ષા (Test) માટે B ને ત્યાં આવ્યા. હવે જુઓ, કુદરતના નિયમોની વિચિત્રતા ! બરોબર એ જ દિવસે B નું મશીન બગડી ગયું ! તેથી પરીક્ષામાં તે પાસ થયું નહીં ! ખરીદનાર વેપારીને મશીનની તાત્કાલિક જરૂર હતી. તેના માણસો A પાસે આવ્યા, એનું મશીન હતું જૂનું, પણ પરીક્ષામાં તે પાસ થઈ ગયું અને તેને સારો નફો મળ્યો. ' મૈત્રીભાવનાથી કુદરત બધી રીતે અનુકૂળ બને છે. અને મૈત્રીના અભાવમાં કુદરત બધી રીતે બગડે છે, એવો ચોક્કસ નિર્ણય મનમાં થઈ જવો જોઈએ. એ નિર્ણય મુજબ વર્તવાથી ખૂબ જ લાભ થાય છે. () એક માણસને બે દીકરા હતાઃ એક ૧૦ વરસનો અને બીજો બાર વરસનો. એ માણસ સ્વાર્થી હતો. એને એવી આશા હતી કે ભવિષ્યમાં આ બે દીકરા મને બહુ જ ઉપયોગી થશે, તે બે દીકરા પરનો તેનો સ્નેહ Page #65 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ધર્મબીજા કલ્યાણના ઘરનો ન હતો, કારણ કે તે છોકરાઓનું ભવિષ્યમાં કલ્યાણ થાઓ, એવો તેનો આશય જ ન હતો. તે માણસ કેવળ સ્વાર્થી જ હતો એટલું જ નહીં, બહુ જ વહેમી અને ખટપટિયો પણ હતો. બીજાનું સુખ જોઈને તે ઈર્ષ્યાથી સંદેવ બળતો હતો. વહેમના કારણે તે બે છોકરાઓને પણ પોતાથી દૂર જવા દેતો નહીં. તે છોકરાઓ જો બીજાના પરિચયમાં આવતા કે બીજા પાસેથી હિતની વાત સાંભળતા તો આ માણસને લાગતું કે સામો માણસ મારા છોકરાને બગાડી નાખશે. એથી બીજાઓને સંદેવ શંકિત દૃષ્ટિએ જોતો.. તમે જાણો છો કે તેના સ્વાર્થે, સંદેહે અને ખટપટિયા સ્વભાવે તે માણસને શું આપ્યું? થોડા જ વરસોમાં તે અસાધ્ય દરદથી જકડાઈ ગયો. કર્મની ગતિ વિચિત્ર છે, સ્વાર્થી માણસ ધારે છે કંઈ અને થાય છે બીજું જ! પછી બે છોકારાઓ તેની પાસે જવામાં ભયને પામવા લાગ્યા. તેમાંથી એકને તો એવું લાગી ગયું કે હું મારા પિતાની પાસે જઈશ, તો તેના જેવા દરદનો શિકાર બની જઈશ. તેથી તે પિતા પાસે જતો જ નહીં. બીજો સ્વભાવથી પરોપકારી હતો, તે પિતા પાસે જતો, તેની સેવા કરતો, પણ સભયહદયથી, આખરે બાળકનું જ હૈયું ને ! “માણસ સ્વાર્થી બનીને જગત પાસેથી જે કાંઈ મેળવવા માગશે, તેમાં તેનાં બધાં પાસાં ઊલટાં જ પડવાનાં.' એ કદી પણ ભૂલતા નહીં ! તમે જો નિષ્કામ મૈત્રીથી જગતનું ભલું કરશો, તો તમારી ઇચ્છા વિના પણ શ્રી તીર્થકર ભગવંત જેવી મહાન સમૃદ્ધિઓ તમને સ્વયમેવ વરશે ! શું માણસની ઇચ્છાઓથી જ તને બધું મળે છે ? ના, ઇચ્છાથી તો તે વસ્તુ તેનાથી દૂર જાય છે ! જેને ઇચ્છા જ નથી, તેની પાસે સર્વ સારી વસ્તુઓને સ્વયમેવ આવવું પડે છે, એવો આ વિશ્વનો અકાઢ્ય નિયમ છે. આ નિયમને હૃદયમાં અત્યંત દૃઢ કરીએ, અને નિરીચ્છ બનવાના સર્વ પ્રયત્નોમાં લાગી જઈએ. એમાં જ આપણું કલ્યાણ છે ! પ્રસંગવશાત્ બીજા પણ એક વિશ્વનિયમને કલ્યાણની ખાતર અહીં જોઈ લઈએ. કેવળ ઇચ્છા એ સર્વસ્તુની પ્રાપ્તિમાં કારણ નથી, સવસ્તુ તો Page #66 -------------------------------------------------------------------------- ________________ ૨૯ મૈત્રીભાવના યોગ્યતાને જ શોધતી હોય છે. શ્રી ભર્તૃહરિએ ખરું જ કહ્યું છે કે “ત્રમાનિ સંઃ | સંપત્તિઓ પાત્ર(યોગ્ય)ની પાસે સ્વયમેવ ખેંચાઈને આવે છે. શ્રી તીર્થકર ભગવંતોને પ્રાપ્ત થયેલ અષ્ટમહાપ્રાતિહાર્યાદિ ઋદ્ધિઓનું કારણ તેમની પાત્રતા છે. આ પાત્રતા તેમને કોણે આપી? તેમના હૃદયમાં રહેલ વિશ્વની સમગ્ર જીવરાશિ પ્રત્યેના અનન્ય વાત્સલ્ય ! બીજી માતાઓ તો કેવળ નામની માતાઓ છે. જગતની સાચી માતા તો શ્રી તીર્થકર ભગવંત જ છે. ! તાર્કિકશિરોમણિ આચાર્ય ભગવાન શ્રી સિદ્ધસેન દિવાકરે શ્રી અરિહંત પરમાત્માને ઉદ્દેશીને સાચું જ કહ્યું છે કે, રં મે માતા પિતા નેતા.. !' ‘તું જ મારી સાચી માતા, પિતા, નેતા..... છે. આવો ! આપણે નિરીચ્છ બનીને કેવળ આપણી યોગ્યતાને ધર્મ દ્વારા વિકસાવવાના સર્વપ્રયત્નો કરીએ ! સંપત્તિઓ તો આપણા ચરણની દાસીઓ છે, તેમની ચિંતા કરવી આપણા જેવાને ન શોભે, દાસીની પાસે જઈને ભીખ માગવાની ન હોય ! (૭) ચંદનનો વેપારી અશુભ ચિંતનથી પરસ્પર વૈમનસ્ય જાગે છે, શુભ ચિંતનથી મૈત્રી જાગે છે. એક હતો રાજા, નવા વરસના પ્રથમ દિવસનો દરબાર ભરાયો. પ્રજા - તરફથી અનેક સારી સારી ભેટો આવી. એક વેપારીએ અત્યંત સુગંધી ચંદન રાજને ભેટણામાં ધર્યું. તેના સુંગધથી સઘળા સભાજનોનું ચિત્ત પ્રસન્ન થઈ ગયું. ચંદન તે દેશમાં દુર્લભ દ્રવ્ય ગણાતું. રાજા પ્રસન્ન થયો, તે વેપારી પરનો કરવેરો માફ કરવામાં આવ્યો. વેપારીએ પણ દૂર દેશથી ચંદનનો મોટો જથ્થો મંગાવ્યો. શરૂઆતમાં તો થોડો માલ ખપ્યો, પણ પાછળથી ઘરાકી ઘટી. વેપારી મોટા જથ્થાને જોઈને ચિંતાગ્રસ્ત બન્યો, તેની ઘણી મોટી રકમ ચંદનમાં રોકાઈ હતી, માલ ન ખપે તો મોટું નુકસાન થાય તેમ હતું. Page #67 -------------------------------------------------------------------------- ________________ ૩૦. - ધર્મબીજ વેપારીનું મન અશુભ વિચારોમાં ભમવા માંડ્યું. તેણે એક વખત વિચાર્યું કે રાજા અથવા કોઈ રાજકુટુંબી મરે તો તેની ચિતા માટે થોકબંધ ચંદન ખપે. આવી જાતના અમૈત્રીભર્યા અનેક વિચારોએ તેના મનનો કબજો લીધો. એક વખત રાજા રથમાં બેસીને તે વેપારીની દુકાન પાસેથી પસાર થયો, પણ કોણ જાણે કેમ? ન તો એ ચંદને તેને આકળે કે ન એ વેપારી ઉપર જરા ય ઉમળકો આવ્યો. વેપારીએ પણ સંભ્રમમાં એકદમ ઊભા થઈને સલામ ભરી, પરંતુ તેના મુખ પર પૂર્વના જેવો પૂજ્યભાવ ન હતો. વેપારીની બૂરી દાનતનો પ્રભાવ જાણે રાજાના અંતર પર પડતો ન હોય, તેમ રાજાના મનમાં તેના પ્રત્યે દ્વેષ જાગવા લાગ્યો. રાજા અનેક વખત તેની દુકાન પાસેથી પસાર થતો, કિન્તુ તે વેપારી પ્રત્યે અણગમો થતો. એમ એક વરસ પસાર થઈ ગયું. પુનઃ નવા વરસના પ્રથમ દિવસે દરબાર ભરાયો. પ્રજા જુદી જુદી જાતનાં ભેદણાં ઘરવા લાગી. અનુક્રમે ચંદનના વેપારીનો વારો આવ્યો. તે ભેટ ધરવા ગયો કે રાજાએ પોતાનું મુખ ફેરવી લીધું. રાજાના મુખ પર ખેદ છવાઈ ગયો. તેના મનમાં એવું થઈ ગયું કે વેપારીને કડકમાં કડક સજા કરું, પણ ગુનો જાણ્યા વિના નીતિપરાયણ રાજા શી રીતે સજા કરી શકે ? મહામુશ્કેલીથી રાજાએ ક્રોધ દબાવ્યો અને ઉપર ઉપરથી પ્રસન્નતા બતાવી. સાંજના દરબાર વિખેરાઈ ગયો. રાજાએ મનમાં ઉત્પન્ન થયેલ વૈમનસ્યને એકાન્તમાં મંત્રી આગળ વ્યક્ત ક્યું અને તેનું કારણ પૂછ્યું. મંત્રીએ કહ્યું, “છ મહિનામાં હું આપને એનો જવાબ આપીશ.” પ્રધાને ધીમે ધીમે પેલા વેપારી સાથે મેળ સાધ્યો અને એક દિવસે વાતવાતમાં તેણે વેપારીના મનમાં જાગેલા અશુભ ભાવોને જાણી લીધા. પ્રધાન ઉદાર હતો, તેનું હૈયું ધર્મમય હોવાથી મૈત્રીથી પરિપૂર્ણ હતું. રાજા કે વેપારી કોઈને પણ હાનિ ન થાય તે રીતે તેણે કાર્ય સાધવા માંડ્યું. રાજાના રસોઇયાને મંત્રીએ ચંદનનાં લાકડાંથી રોજ રસોઈ કરવાનું ફરમાવ્યું. રસોઇયો તો આદેશનો ચાકર ! કાંઈ પણ બોલ્યા વિના તે તેમ કરવા Page #68 -------------------------------------------------------------------------- ________________ મૈત્રીભાવના ૩૧ લાગ્યો. વેપારીનું ચંદન ખપવા માંડ્યું, એથી તે પ્રસન્ન થયો. તેની ચિંતા ઓછી થઈ, અશુભ વિચારો નાશ પામ્યા અને તે “આવા સારા રાજા ઘણું જીવો !” એવું ચિંતવવા લાગ્યો, પોતાના જૂના વિચારો પ્રત્યે તેને પશ્ચાત્તાપ થયો. આ બાજુ રાજાના વિચારોમાં પણ પરિવર્તન થઈ ગયું. પછી એક દિવસ કોઈ કારણસર દરબાર ભરાયો. વેપારી પણ બહુ હર્ષભેર ત્યાં આવ્યો. આ વખતે રાજા અને વેપારી બન્નેનાં મનમાં એકબીજા પ્રત્યે પૂર્ણ સદ્ભાવ હતો. દરબાર ઉચિત સમયે વિખેરાયો. પછી એક દિવસે અવસર પામીને પ્રધાને રાજાને સાચી વાત કરી, ત્યારે રાજાને આશ્ચર્ય થયું અને એક નવો વિશ્વનિયમ તેના મનમાં દઢ થયો કે સદશ વિચારો સદશ વિચારોને આકર્ષે છે. જેવું આપણે બીજાનું તાકીએ તેવું જ તે આપણું તાકે છે. અહીં બીજો પણ એક વિશ્વનિયમ જોઈ લઈએ. જેવું આપણા મનમાં હોય છે, તેવું જ પ્રાયઃ આપણને જગત દેખાય છે. આપણે જે વિશ્વને જોઈએ છીએ તે પ્રાયઃ આપણા મનનું પ્રતિબિંબ હોય છે. આ જ નિયમને ફેરવી નાખીએ તો એક નવો નિયમ આપણને સમજાય છે. તે નિયમ છે કે – બહારનું વાતાવરણ માણસના મનને પ્રાયઃ કહી આપે છે.” જેમ કે આપણા મનમાં કોઈ પ્રત્યે વેરના વિચાર હોય, ત્યારે તે આપણી સામે આવે તો તેનામાં આપણને અપાયકારકતા દેખાવાની. કોઈ વ્યક્તિ પ્રત્યે પ્રેમ હોય, ત્યારે તેમાં આપણને ઉપકારકતા દેખાશે. તમે ઘણી વાર અનુભવ્યું હશે કે જ્યારે તમારું ચિત્ત અસ્વસ્થ હોય, ત્યારે બહારનું વાતાવરણ તમને ગમતું નથી અને પ્રસન્ન હોય ત્યારે બહારનું વાતાવરણ પણ તમને સારું લાગે છે. જે જગ્યામાં અનેક ક્લેશો થતા હોય, મારામારીઓ થતી હોય, અથવા એકબીજાને પરસ્પર વૈર હોય, ત્યાંના માણસોનાં મન પણ પ્રાયઃ Page #69 -------------------------------------------------------------------------- ________________ ૩ ૨ ધર્મબીજ અશુભ વિચારોવાળાં હોય છે. આ થઈ બાહ્ય વાતાવરણની મન પરની અસર. ઠીક જ કહ્યું છે કે “આપ ભલા તો જગ ભલા.” તમે તમારા મનમાં એક વખત મૈત્રીને વિકસાવો, પછી જુઓ તેની બાહ્ય જગત ઉપરની જાદુઈ અસરો ! (૮) એક ડોસીમા પોતાની દીકરી સાથે પગે ચાલીને એક ગામથી બીજે ગામે જતાં હતાં. રસ્તામાં સામેના ગામ જતો એક ઘોડેસ્વાર મળ્યો. ડોસીએ ઘોડેસ્વારને કહ્યું કે, “આ મારી દીકરી થાકી ગઈ છે, ભાઈ અને ઘોડા ઉપર બેસાડીને સામેના ગામમાં પહોંચાડી દઈશ?” ઘોડેસવાર તો કોઈ પણ જવાબ આપ્યા વિના અનાદર કરીને આગળ ચાલ્યો. પણ થોડુંક આગળ ગયો, એટલામાં તેને વિચાર આવ્યો કે જો પેલી છોકરીને ઘોડા પર બેસાડી લીધી હોત તો તેનાં આભૂષણો મારાં બની જાત.” તાત્પર્ય કે તે છોકરીને લૂંટી લેવાનો અશુભ ભાવ તેના મનમાં જાગ્યો. તે પાછો ફર્યો, ડોશીમા પાસે આવીને તેણે કહ્યું કે, “લાવ મા ! દીકરીને ઘોડા પર બેસાડીને ગામમાં પહોંચાડી દઉં !” ડોસીમા વિચક્ષણ હતાં, ઘોડેસવારની બૂરી દાનત સમજી ગયાં અને તેને ના કહી દીધી. કેવી વિચિત્ર અસરો છે વિચારોની ! સર્વ ભવ્ય જીવોનાં આઠે કર્મો નાશ પામો એવી શુભભાવનાથી પ્રેરાઈને ઉપરનાં આઠ દષ્ટાંતો પસંદ કરવામાં આવ્યાં છે, બાકી કોઈ પણ ધર્મના ગ્રંથોમાં તેવાં અનેક દૃષ્ટાન્તો મળે તેમ છે. મુમુક્ષુઓએ મૈત્રીનાં દૃષ્ટાતોનો સંગ્રહ કરવો જોઈએ અને તેથી પોતાના આત્માને ભાવિત કરતાં રહેવું જોઈએ. મૈત્રી વિનાની સર્વ સાધનાઓ નિષ્ફળ છે અને મૈત્રી સહિત થયેલી અલ્પ પણ સાધના અનંત ફલદાયક છે, એ વાત મુમુક્ષુએ કદી પણ ભૂલવી જોઈએ નહીં. Page #70 -------------------------------------------------------------------------- ________________ મૈત્રીભાવના (સંક્ષિપ્ત) ૧. નિમિત્ત કારણ ઃ સુખી કે પુણ્યવાન, અથવા સર્વ જીવો. ૨. તેના સંઘર્ષમાં આવતું ઉપાદાન કારણઃ સ્વાર્થ, સ્નેહ, પોતાના વ્યક્તિગત સુખ ઉપરનો રાગ, બીજાનું બૂરું કરવાની વૃત્તિ, દ્વેષ, સામા જીવે કરેલા ઉપકારોની વિસ્મૃતિ, કૃતજ્ઞતા, અહંકાર, અજ્ઞાન, મોહ વગેરે. ૩. ઉપાદાન કારણરૂપ વૃત્તિઓનો આકાર: “મને જ બધાં સુખો મળો,” દુઃખ કોઈ પણ ન આવો,” “મારી સાથે અન્યાય કરનાર દુઃખી થાઓ, “બીજાને સુખ ન મળો,” ઇત્યાદિ. ૪. નિમિત્ત અને ઉપાદાનના સંઘર્ષથી ઉત્પન્ન થતા ચિત્તમલોઃ સુખી પર ઈર્ષ્યા, અસૂયા, દ્વેષ વગેરે. કોઈ જીવ પોતાનાં સુખમાં ભાગ પડાવવા આવે અથવા દુઃખ આપે ત્યારે ક્રૂરતા, વૈર, ક્રોધ વગેરે. ૫. તે મલોમાંથી નીપજતા અનર્થો પોતાના તેમ જ બીજાના સુખનો નાશ, કલહ, મારામારી, ખૂન, યુદ્ધ, અશાંતિ, ક્લેશ વગેરે. ૬. ચિત્તમલનાશક અને સુખવર્ધક ઉપાયો વ્યક્તિગત સ્વાર્થને છોડી '. ' બધા સુખી થાઓ', “કોઈ પણ દુઃખી ન થાઓ.” “બધા ધર્મને પામો,” બધાનાં કર્મોનો સર્વથા ક્ષય થાઓ,' વગેરે શુભભાવના, ઈર્ષ્યા, અસૂયા વગેરેનો ત્યાગ, સર્વ જીવોને મિત્રની આંખે અથવા માતાના હૃદયે જોવું, સર્વ મારા મિત્ર છે, કોઈ પણ શત્રુ નથી” વગેરે ભાવનાઓનો સતત અભ્યાસ, શિવમસ્તુ સર્વનરાત:...', ‘મ કાર્પત કડપિ નિ ..” વગેરે શ્લોકોનું વારંવાર રટણ, પરમચૈત્રીથી પરિપૂર્ણ એવા શ્રી પરમેષ્ઠિ ભગવંતોની ભક્તિ, ધર્મબીજ” જેવાં પુસ્તકોનું મનન; પરોપકાર; બીજાનું કામ કરવાનો ઉત્સાહ, સ્વાવલંબી જીવન, ક્ષમાયાચના, સરલતા અને નમ્રતાને સાધવાની વૃત્તિ, પૂર્વે બતાવેલા વિશ્વનિયમોમાં પ્રતીતિ, Page #71 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ધર્મબીજ દૃષ્ટાંતોનો સંગ્રહ વગેરે ૭. ઉપાયોનો સંગ્રાહક શબ્દ : મૈત્રીભાવના ૮. ટૂંકી વ્યાખ્યાઃ “પરહિતચિંતા = મૈત્રી' ૯. પ્રકારો : ઉપકારિવિષયક, સ્વજનવિષયક, આશ્રિતવિષયક, પરિચિતવિષયક, સાધર્મિકાદિવિષયક, દેશવિષયક, માનવતાવિષયક અને સર્વજીવવિષયક મૈત્રી વગેરે ૧૦. દષ્ટાંતો શ્રમણ ભગવાન શ્રી મહાવીર, મેઘરથ રાજા, શ્રી ગૌતમસ્વામી અને અંતમાં આપેલાં આઠ દૃષ્ટાંતો. ૧૧. કેટલીક વિચારણાઓ : પરસ્પરોપગ્રહો ગીવાનામ્ અપરાધી કર્મ છે, માનવભવની દુર્લભતા, વૈરનાં કટુ ફળો, વિશ્વબંધુત્વ, વસુધૈવ કુટુમ્, નિશ્ચયથી સર્વ જીવોની સમાનતા, સંગ્રહનયથી “આત્મા એક જ છે', વ્યવહાર માનેલું વૈચિત્ર્ય કર્મકૃત છે, સ્યાદ્વાદ એ મૈત્રીનું શ્રેષ્ઠ સાધન છે. અહિંસામય અને ક્ષમાપ્રધાન જિનપ્રવચને મૈત્રીમય છે, શ્રી જિનશાસનનાં રહસ્યો માટે મૈત્રી સુંદર ક્ષયોપશમ આપે છે વગેરે. ૧૨. મૈત્રીથી થતા લાભોઃ પોતાનાં તેમ જ બીજાનાં સુખમાં વૃદ્ધિ, શાંતિ, વૈરનાશ, આરોગ્ય, નિર્ભયતા, પરોપકારિતા, કૃતજ્ઞતા, ઔદાર્ય, વિશાળતા, સજ્જનતા, ક્ષમા, સરળતા વગેરે ગુણોની ખીલવટ, સત્ત્વશીલ-પ્રજ્ઞામાં વૃદ્ધિ, ચિત્તની પ્રસન્નતા; ધર્મમાં પ્રગતિ, દુઃખોનો નાશ, સર્વનો સદ્ભાવ અને શ્રી તીર્થકરત્યાદિ પદવીઓની પ્રાપ્તિ વગેરે. મૈત્રી ભાવનાને નમસ્કાર મૈત્રી ભાવના સમાપ્ત. 0 0 0 Page #72 -------------------------------------------------------------------------- ________________ પ્રમોદભાવના Page #73 --------------------------------------------------------------------------  Page #74 -------------------------------------------------------------------------- ________________ પ્રમોદભાવના :: ૧. પ્રમોદનો વિષય : મૈત્રીમાં સર્વ જીવોના હિતની ચિંતા- ‘સર્વ જીવો સુખી થાઓ, કોઈ પણ દુઃખી ન થાઓ, ઇત્યાદિ ભાવના હતી, જ્યારે પ્રમોદભાવનામાં જે જીવો તાત્ત્વિક સુખને પામ્યા છે, જેઓને હવે કોઈ પણ જાતનું દુ:ખ રહ્યું નથી, અથવા તાત્ત્વિક સુખને પમાડનાર અને સર્વ દુઃખોનો ક્ષય કરવામાં સમર્થ એવા મોક્ષમાર્ગ પર જેઓ આરૂઢ થયા છે, તેમને જોઈને, તેમને ચિંતવીને, તેમનું ધ્યાન કરીને અને તેમનું નિદિધ્યાસન કરીને, અથવા તેમના ગુણોને જોઈને, વિચારીને, તે ગુણોને પ્રાપ્ત કરવાની ઇચ્છા રાખીને અને તે ગુણોનો પોતાના આત્મામાં આરોપ કરીને, અથવા શ્રી અરિહંત પરમાત્માએ બતાવેલા મોક્ષમાર્ગને જોઈને, વિચારીને, તેનું મનન કરીને, તેની જીવનમાં પ્રતીતિ કરીને અને તેનાથી થતા લાભો પર મનને સ્થિર કરીને, હૃદયમાં આનંદ અનુભવવાનો છે, હર્ષ ઉત્પન્ન કરવાનો છે, પ્રસન્ન થવાનું છે અને હું ધન્ય છું, કૃતપુણ્ય છું વગેરે વિચારવાનું છે. સારાંશ એ છે કે ગુણી પુરુષો, તેમના ગુણો અને તેમણે બતાવેલો સુંદર ધર્મ, એ ત્રણની જેમાં અનુમોદના છે તે પ્રમોદ ભાવના છે ૨. ચાર ભાવનાઓમાં કાર્યકારણભાવ : મૈત્રી ભાવના એ કારણ છે અને પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ્ય એ ત્રણ કાર્ય છે. જેનામાં સાચી મૈત્રી પ્રગટી તેનામાં અનુક્રમે ત્રણ ભાવનાઓ પ્રગટ થવાની જ. મૈત્રી આવી એટલે સર્વ જીવોના સુખની ઇચ્છા પ્રગટી, તેના પ્રથમ ફળ તરીકે ઉપર બતાવેલી પ્રમોદભાવના, દ્વિતીય ફળ તરીકે જેઓ દુઃખમાં છે તેમના તરફ કરુણા અને તૃતીય પરિણામ તરીકે જેઓ સુખને પામવાના અને દુઃખ ને દૂર કરવાના માર્ગ ૧. આચાર્ય ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજીકૃત ‘ષોડશક’માં પાતંજલયોગસૂત્ર’માં ‘વિશુદ્ધિમ’ વગેરે બૌદ્ધગ્રંથોમાં આ ભાવનાને ‘મુવિ’ એવું નામ આપવામાં આવ્યું છે. ‘વિસુદ્ધિમમ્મ’માં ‘પમોવનવા મુવિતા’ એવી વ્યાખ્યા કરવામાં આવી છે. Page #75 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ધર્મબીજ પ્રત્યે ઉપેક્ષાવૃત્તિવાળા અયોગ્ય છે, તેમના પ્રત્યે માધ્યસ્થ પ્રગટવાનું. આ તો સામાન્ય કાર્યકારણ ભાવ થયો. કેટલીક વાર પ્રમોદભાવના પ્રથમ પ્રગટે છે અને પછી બાકીની ત્રણ આવે છે. ૩. વૃત્તિઓની વિપરીતતા : ધર્મનાં ફળો જીવને ગમે છે, પણ ધર્મ કરવો ગમતો નથી. પાપનાં ફળો તરફ તેને અણગમો છે, પણ પાપથી દૂર રહી શકતો નથી. ધર્માચરણ ન ગમવાનું કારણ ધર્મ તરફ ઉપેક્ષા છે. ધર્મ પ્રત્યેની ઉપેક્ષા ઘર્મી આત્માઓ પ્રત્યે જીવને ઉપેક્ષાભાવવાળો બનાવે છે. વાસ્તવિક રીતે ઉપેક્ષા પાપ અને પાપીઓ તરફ હોવી જોઈએ, પણ ત્યાં ઉપેક્ષાને બદલે પ્રમોદ-માનસિક હર્ષ છે અને ધર્મ તથા ધર્મી આત્માઓને જોઈને આનંદ થવો જોઈએ, પણ ત્યાં તેને ઉપેક્ષા છે. એમ ઉપેક્ષાવૃત્તિ અને પ્રમોદવૃત્તિ જીવમાં અનાદિ કાળથી છે, પણ તે અયોગ્ય સ્થાને ગોઠવાયેલી છે. તેનું યથાસ્થાને નિયોજન કરવું એ જ સર્વ શાસ્ત્રોનો ઉદ્દેશ છે. મોહના પ્રાબલ્યથી જીવને બીજાં પ્રાણીઓના સુત તરફ દ્વેષ હોય છે. અને તેથી સદાચારી પુરુષોમાં રહેલ સદાચારને જોઈને તેને હર્ષ થતો નથી. આવી જ રીતે બીજાનું સુખ, બીજાના ગુણો અને ધર્મનાં આલંબનો (જિનમંદિરાદિ) જોઈને પણ તે આનંદ અનુભવી શકતો નથી. એટલું જ નહીં, ઊલટમાં ઈષ્યભાવને ધારણ કરે છે. પોતામાં ગુણો ન હોવા છતાં કોઈ તેની પ્રશંસા કરે તો તેને આનંદ થાય છે, જ્યારે ગુણી પુરુષોના છતા ગુણોની પ્રશંસા પણ તેને ગમતી નથી. ગુણી પુરુષને જોઈને તેને ઈર્ષ્યા કે અસૂયા ઉત્પન્ન થાય છે. આ ઈષ્ય અને અસૂયા વડે તેનું મન અધિક કલુષિત બનતું જાય છે. પારકાની ૧. ધર્મનાં ફળો બતાવતાં આચાર્યપ્રવર શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ “ધર્મબિંદુ ના પ્રારંભમાં જ કહે છે કેઃ धनदो धनार्थिनां प्रोक्त:, कामिनां सर्वकामदः । धर्म एवाऽपवर्गस्य, पारम्पर्येण साधकः ।। ધનના અર્થીઓને ધન આપનાર, કામના અભિલાષીઓને સર્વ કામો આપનાર અને પરંપરાએ મોક્ષનો સાધક ધર્મ જ છે. (કામો એટલે ઇન્દ્રિયોના શબ્દાદિ વિષયો, અર્થાત્ પ્રસ્તુતમાં ધન અને વિષય એવા સમજવા કે જેના ભોગવટામાં પરમ આહ્વાદ મળે, પણ પાપ ન બંધાય) લાગે છે. ૨. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે પ્રકારના પુરુષાર્થોનો નાશ, અને પાપનું ફળ છે. Page #76 -------------------------------------------------------------------------- ________________ પ્રમોદભાવના ૩૯ મહત્ત્વની વાત તેને સાવ તુચ્છ અને પોતાની નાની પણ વાત તેને ખૂબ મહત્વની લાગે છે. પારકાનો મેરુ જેવડો ગુણ તેને રાઈ જેવડો અને પોતાનો રાઈ જેવડો ગુણ તેને મેરુ જેવડો લાગે છે. નિર્ગુણી એવા પોતાને કોઈ વંદન કરે તો તેને ગમે છે. અને ગુણી પુરુષને કોઈ વંદન કરતું હોય તો તે તેની મશ્કરી કરે છે. ગુણહીન છતાં તે પોતાની પ્રશંસા કરે છે અને ગુણવાન પુરુષોની નિંદા કરે છે. આ બધી વૃત્તિઓના કારણે તે યોગની (મોક્ષમાર્ગની) પ્રાપ્તિથી દૂર રહી જાય છે. ૪. વૃત્તિઓનું કાર્ય અશુભવૃત્તિઓ શત્રુનું કામ કરે છે. જે પોતાની જ શ્લાઘા કરે છે તે લોકમાં નિન્દનીય બને છે. ગુણીની અનુમોદના કરતો નથી તેની લોકમાં પણ પ્રશંસા થતી નથી. જે ગુણી પુરુષોને નમતો નથી તેને બીજા પણ નમતા નથી. આપણને જે સત્કાર સન્માન મળે છે તેનું કારણ એ છે કે આપણે ગુણી આત્માઓને આદર આપીએ છીએ. આપણી જે પ્રશંસા થાય છે તેમાં આપણે પૂર્વે કરેલી ગુણી પુરુષોની પ્રશંસા અને તેનાથી પ્રાપ્ત થયેલ શુભ અદષ્ટ (પુણ્ય) કારણ છે. તીર્થકરોને જે તીર્થંકરપણું પ્રાપ્ત થાય છે. તેનું કારણ તેમણે પૂર્વના તીર્થકરો પ્રત્યે પૂર્વના જન્મોમાં બતાવેલો પ્રમોદ છે. પરમ પ્રકૃષ્ટ પુણ્યપ્રકૃતિરૂપ જે તીર્થકરનાં કર્મ છે તેના ઉપાર્જનનું કાણ પ્રમોદભાવનાની પરાકાષ્ઠા છે. તીર્થંકર નામકર્મ ઉપાર્જન કરનાર પૂર્વના તીર્થકરાદિ પ્રત્યે ઉત્કૃષ્ટ પ્રમોદભાવને ધારણ કરે છે. આવા પ્રમોદના કારણે જ તે મહાત્મા અખિલ જગતના પ્રમોદનો ઉત્કૃષ્ટ વિષય બને છે. ૫. પ્રમોદની વ્યાખ્યા : યોગશાસ્ત્રની ટીકામાં કહ્યું છે કે वदनप्रसादादिभिः गुणाधिकेषु अभिव्यज्यमाना अन्तर्भक्ति अनुराग प्रमोदः । ગુણાધિક પુરુષોને જોઈને મુખની પ્રસન્નતા દ્વારા અભિવ્યક્ત થતો આંતરિક ભક્તિરૂપ જે અનુરાગ તે પ્રમોદ છે.” પ્રમોદ એટલે મહાત્માઓમાં દેખાતા શમ, દમ, ઔચિત્ય, ધૈર્ય, ગાંભીર્ય વગેરે ગુણો તરફનો માનસિક પ્રહર્ષ. આ માનસિક પ્રહર્ષ તે તે મહત્માઓ પ્રત્યેના વિનય, વંદન, સેવા, સ્તુતિ, વર્ણવાદ (પ્રશંસા) વગેરે ૧. તીર્થંકરનામકર્મને ઉપાર્જન કરનાર મહાત્માને યોગની સર્વ વિભૂતિઓ વરે છે અને તેથી તે ધર્મતીર્થના પ્રવર્તક બને છે. વિશેષ વર્ણન માટે જુઓ કર્મગ્રન્થાદિ સાહિત્ય. Page #77 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ધર્મબીજ કાયિક અને વાચિક યોગોથી અભિવ્યક્ત થાય છે. કોઈ મહાપુરુષને જોઈને જ્યારે આપણું શરીર રોમાંચ ધારણ કરે, આંખોમાંથી હર્ષનાં અશ્રુઓ વહે કાન તેમનાં વચન સાંભળવા માટે આતુર બની જાય, તેમના ગુણગાન કરવા જીભ તત્પર બને અને બોલતાં કંઠ ભરાઈ જાય ત્યારે સમજવું કે તે ઉત્કૃષ્ટ પ્રમોદ છે. . “નયસાર'નો પ્રમોદઃ “નયસારના જીવનમાં આપણને ઉત્કૃષ્ટ પ્રમોદનાં દર્શન થાય છે. અટવીમાં નિગ્રંથ સાધુ મહાત્માઓને જોતાં જ તેનું હૃદયકમળ વિકસ્વર બને છે અને આશ્ચર્ય સાથે સાધુ મહાત્માઓ અહીં ક્યાંથી? એવો વિચાર તેને આવે છે. પછી પ્રશ્ન પૂછતાં તે જાણે છે. તેઓ સાર્થમાંથી છૂટા પડવાને લીધે અહીં આવી ચડ્યા છે, ત્યારે અટવીમાં આવા મહાત્માઓ મારા અતિથિ બને, એ મારું પુણ્ય કેવું ! આવા શુભ વિચારમાં ચડતો તે જ્યારે સાધુ મહાત્માઓને વન્દન કરી નિર્દોષ આહાર વહોરાવે છે ત્યારે તેનાં નેત્રો આનંદાશ્રુથી છલકાઈ જાય છે, રોમાંચ ખડાં થાય છે, તેમનાં પ્રત્યે બહુમાનથી હૃદય ભરાઈ જાય છે અને સહસા વિનયયુક્ત મધુર વચનો તેના મુખમાંથી નીકળે છે. પછી તો એ નિગ્રંથ મહાત્માઓના મુખે ધર્મદેશના સાંભળતાં તેનું હૃદય અપૂર્વ અને લોકોત્તર આનંદને અનુભવે છે. આમ ઉત્તરોત્તર વધતા પ્રમોદને લીધે તેને સમકિતની પ્રાપ્તિ થાય છે. ૭. જીર્ણશ્રેષ્ઠીનો પ્રમોદઃ જીર્ણશ્રેષ્ઠીએ પણ પોતાનો અભ્યદય પ્રબળ પ્રમોદભાવનાથી સાધ્યો હતો. નગરની બહાર આવેલા રમણીય ઉદ્યાનમાં જ્યારે શ્રી મહાવીર પ્રભુને ધ્યાનસ્થ અવસ્થામાં જોયા, ત્યારે તેના મનમાં પ્રમોદ ભાવનાનો ઉછાળો આવ્યો અને ‘આ મહાત્મા મારે ત્યાં પારણું કરે', એવી સુંદર ભાવનાથી પ્રભુને નિમંત્રણ કર્યું. એ રીતે ચાર મહિના સુધી તે નિમંત્રણ કરતો રહ્યો. પ્રભુને એ કાળે ચાર મહિનાના ઉપવાસ હતા. જ્યારે પારણાનો દિવસ આવ્યો ત્યારે જીર્ણશ્રેષ્ઠીના આનંદની સીમા ન હતી. પ્રભુને પારણું કરાવવાની સુંદર પ્રમોદ ભાવનાથી તેણે શ્રાવક ધર્મના ઉત્કૃષ્ટ ફળ તરીકે બારમા દેવલોકનું આયુષ્ય બાંધ્યું. ભવિતવ્યતાના યોગે પ્રભુનું પારણું તો બીજા (નવા) શ્રેષ્ઠિને ત્યાં થયું અને દાન દેતાં વસુધારા વગેરેની વૃષ્ટિ થઈ. આ વૃષ્ટિનો લાભ ભલે તે નવા ૧. શ્રમણ ભગવાન શ્રી મહાવીર તેમના ૨૭ ભવો પૈકી પ્રથમ ભવે મહાવિદેહ ક્ષેત્રના પૃથ્વીપ્રતિષ્ઠાનપુરમાં નયસાર નામે ગ્રામણી હતા. Page #78 -------------------------------------------------------------------------- ________________ ૪૧ પ્રમોદભાવના શેઠને મળ્યો, પણ બારમા દેવલોકને પ્રાયોગ્ય પુણ્યની પ્રાપ્તિ તો જીર્ણશ્રેષ્ઠિને જ થઈ. ધન્ય એ જીર્ણશ્રેષ્ઠિની પ્રમોદ ભાવનાને ! ૮. “અમૃતવેલ' ની પ્રમોદભાવના : ગુણવાન એવી કોઈ પણ વ્યક્તિના ગુણો પ્રત્યે આપણે માનસિક પ્રહર્ષ કેળવવો જોઈએ. પૂ. ઉપાધ્યાય ભગવાન શ્રી યશોવિજયજી મહારાજ “અમૃતવેલ’ની સક્ઝાયમાં કહે છે કે – હે ચેતન ! શ્રાવકોમાં જે દેશવિરતપણું (આંશિક સંયમ) રહેલું છે અને સમ્યક્દષ્ટિ આત્માઓમાં જે શ્રદ્ધારૂપ સદાચાર રહેલો છે, તેની તું અનુમોદના કર. હે ચેતન ! અજૈનોમાં પણ જિનવચનને અંશતઃ અનુસરનારા અહિંસાદિ જે જે ગુણો હોય, તે સર્વની અનુમોદના કર, કારણ કે તેની અનુમોદનાથી, પ્રમોદથી સમ્યત્વનું બીજારોપણ થાય છે. “હે ચેતન ! જેઓ પાપોને તીવ્ર ભાવથી (નિર્દયતાથી) કરતા નથી, જેમને સંસારના પદાર્થો પર આસક્તિ નથી અને જેઓ સદા ઉચિત સ્થિતિનું સેવન કરે છે, તેમની પણ તું અનુમોદના કર. ‘હે ચેતન ! બીજાના થોડા પણ ગુણ તારા સાંભળવામાં આવે તો, એ સાંભળીને તું હર્ષ પ્રમોદ પામ, તે જ રીતે તારામાં થોડો પણ દોષ દેખાય, તો તું પોતાના આત્માને નિર્ગુણ માન.” ૯. ગુણદષ્ટિ ઃ ગુણદષ્ટિ તો આગળ વધીને એમ પણ બતાવે છે કે આ જગતની સારી નરસી બધી વસ્તુઓથી ગુણ જ ગ્રહણ કરો, જો તમારી પાસે ઉત્તમ ગુણદષ્ટિ હશે તો એ સમય વિશ્વ તમને ગુણોથી ભરેલું દેખાશે; અને તમારી સૃષ્ટિ દોષગ્રાહિણી હશે તો તમને આખુંય જગત દોષોથી જ પરિપૂર્ણ ભાસશે. “જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ'. એક આંગ્લ લેખકે ખરું જ કહ્યું છે કે – “If you are bad, the whole world is bad for you. If you are good, the whole world is good for you”. જો તમે નરસા છો તો આખું જગત તમારા માટે નરસું છે. જો તમે સારા છો તો આખુંય જગત તમારા માટે સારું છે. Page #79 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ધર્મબીજ ૧૦. શ્રી કૃષ્ણ મહારાજની ગુણદષ્ટિ ઃ ઉદ્યાનના માર્ગ પર એક સડેલું કૂતરું મરણ પામ્યું હતું. તેની દુર્ગધ ચારે દિશાઓમાં ફેલાઈ રહી હતી અને તેથી એ રસ્તેથી જતા સહુ કોઈ પોતાના નાકને કપડાથી દબાવતા હતા. એવામાં શ્રી કૃષ્ણ ત્યાંથી નીકળ્યા. તેમણે એ કૂતરાને જોઈને વિચાર્યું કે “અહો ! આ મૃત શ્વાનના મુખમાં રહેલ પણ શ્વેત દંતપંક્તિ મુક્તાવલી જેવી કેટલી સુંદર છે.” કેવી અદ્ભુત ગુણગ્રાહકતા ! ૧૧. ગુણદષ્ટિ સંવરરૂપ છેઃ આશ્રવનો સંવર કરનાર ગુણદૃષ્ટિ છે અને સંવરને પણ આશ્રવરૂપે ફેરવી નાખનાર દોષદષ્ટિ છે. એક સ્મશાનમાં એક રૂપવતી યુવતીનું કલેવર પડ્યું હતું. એક કૂતરું ત્યાં આવ્યું, તેને લાગ્યું કે, “અહો ! કેવું મારું ભાગ્ય ! ઘણા દિવસ પછી આવો સરસ ખોરાક મળ્યો.” એવામાં ત્યાં એક તીવ્ર કામી પુરુષ આવી ચડ્યો, તેણે વિચાર્યું કે, “આ સ્ત્રી જો જીવતી હોત, તો કેવું સારું થાત!” તેવામાં બાજુના રસ્તેથી એક યોગી મહાત્મા જતા હતા, તેમણે વિચાર્યું કે કેવી ક્ષણભંગુરતા અને અશુચિતા આ દેહની ? આ સ્ત્રી જે લાવણ્યથી મદમાં મહાલતી હશે, તેની આજે કેવી દશા ? વસ્તુ માત્ર અનિત્ય છે' એમ તેઓ અનિત્ય ભાવનામાં ચડ્યા. આલંબન તો એક જ હતું- મડદું. પણ કૂતરાને અને કામીને તે આશ્રવનું કારણ બન્યું, કારણ કે દોષદષ્ટિ હતી, જ્યારે યોગી મહાત્મા માટે તે જ સંવરનું સાધન બન્યું, કારણ કે તેઓ ગુણદષ્ટિવાળા હતા. ૧૨. ઉપમાઓના મૂળમાં રહેલી ગુણદૃષ્ટિઃ જગતના કોઈ પણ સારા સાહિત્યમાં કહેલી ઉપમાઓ અને રૂપકો તરફ આપણે દૃષ્ટિ કરીએ તો તેના મૂળમાં રહેલી છે તે લેખકોની કે કવિઓની ગુણદૃષ્ટિ આપણને દેખાશે. ભગવાન શ્રી મહાવીરદેવની સાધનાકાળનું વર્ણન કરતાં કલ્પસૂત્રકાર ભગવંત જણાવે છે કે – ___ 'संखे इव निरंजणे, गगणमिव निरालंबणे, वाउच्व अपडिबद्धे, सारयसलिलं व सुद्धहियए, पुक्खरपत्तं व निरुवलेवे, कुम्भो इव गुत्तिदिए, सीहो इव दुरिसे, मंदरो इव अप्पकंपे, सागरो इव गंभीरे, चंदो इव सोमलेसे, सूरो इव दित्ततेए, जच्चकणगं व નાચવે..” તે વખતે શ્રમણ ભગવાન શ્રી મહાવીર શંખ જેવા નિરંજન, Page #80 -------------------------------------------------------------------------- ________________ પ્રમોદભાવના આકાશની જેમ આલંબન રહિત, વાયુની જેમ અપ્રતિબદ્ધગતિવાળા, શરદઋતુના જલ જેવા શુદ્ધહૃદયવાળા, કમલપત્રની જેમ લેપરહિત, કાચબાની જેમ ગુપ્તેન્દ્રિય, સિંહ જેવા દુર્ધર્ષ, મેરુપર્વતની જેમ અપ્રકંપ, સાગર જેવા ગંભીર, ચંદ્ર જેવા સૌમ્ય, સૂર્ય જેવા પ્રખર તેજવાળા, જાતિમાન સુવર્ણની જેમ મલરહિત સ્વરૂપવાળા હતા. પ્રસ્તુતમાં ગ્રંથકારની દૃષ્ટિ શંખાદિમાં રહેલા નિરંજનતાદિ ગુણો તરફ ગઈ છે ! ૪૩ ૧૩. સામાન્ય જીવો અને મહાપુરુષો વચ્ચેનું અંતર જીવ અજ્ઞાનના કારણે પોતાના આત્મામાં જે નથી તે ગુણો પણ બહારના જગતને દેખાડવાના પ્રયત્નો કરે છે, જેમ કે કોઈ બહુ વિદ્વાન ન હોય છતાં ‘હું વિદ્વાન છું' એમ બતાવવાનો ડોળ કરે છે. જો કે તેના મનમાં મહત્ત્વની તૃષા હોય છે, ‘જગત મને મહત્ત્વ આપે, હું મહાન ગણાઉં, મને અનુકૂળતાઓ મળે' વગેરે અનેક કુવિકલ્પોથી તેનું મન ભરેલું રહે છે, કિન્તુ અજ્ઞાનને વશ પણ જીવ બીજા જીવોના પ્રમોદનો વિષય બને તેવી પ્રવૃત્તિ કરતો હોય છે. બીજી બાજુ તે સદૈવ એવી પણ ખેવના રાખે છે કે ‘જગત મારા દોષોને જાણી ન જાય’ એ હેતુથી તે પોતાના દોષોને છુપાવવાના પ્રયત્નો કરે છે. એમ અજ્ઞાનપણે બીજા જીવોના અપ્રમોદનો પણ વિષય ન બનવાની પ્રવૃત્તિ કરતો હોય છે. જો કે તેમાં તેની ભાવના મહત્ત્વાકાંક્ષાની હોય છે, તો પણ તેની પ્રવૃત્તિ તો પ્રમોદ ભાવનાને અનુસરતી હોય છે. કારણ કે જીવ સ્વભાવે જ ગુણનો પક્ષપાતી છે અને ગુણનો પક્ષ એ પ્રમોદભાવનાનું બીજ છે. આ થઈ સામાન્ય જીવની વાત. મહાપુરુષોના જીવનમાં તો તેથી ઊલટું દેખાય છે. પોતાના આત્મામાં જે ગુણ નથી તેને તો તેઓ કદી પણ દેખાડવાના પ્રયત્નો કરતા નથી, કિન્તુ પોતાના ગુણોના વિષયમાં પણ તેઓ તદ્દન મૌન સેવે છે. અનેક ગુણો હોવા છતાં તેઓ પોતાના આત્માને નિર્ગુણ માને છે અને દોષો બહુ જ અલ્પ હોવા છતાં તેઓ પોતાના આત્માને દોષોથી ભરેલો માને છે. તેમના દોષોનું કોઈ વર્ણન કરે, તેમની કોઈ નિંદા કરે, તો તેમને આનંદ થાય છે. દોષો બતાવનારનો તેઓ મહાન ઉપકાર માને છે. ગુણો બોલનાર તરફ તેઓ ઉપેક્ષા વૃત્તિવાળા હોય છે. ૧. હિંદુ ધર્મસાહિત્યમાં ગુણગ્રાહકતા ઉપર શ્રી દત્તાત્રેયનું દૃષ્ટાંત પ્રસિદ્ધ છે. શ્રી દત્તાત્રેયે પૃથ્વીમાંથી સહનશીલતા, પાણીમાંથી સ્વચ્છતા, મધુતા અને પવિત્રતા વગેરે અનેક પદાર્થોમાંથી વિશિષ્ટ ગુણોને શોધીને પોતાની સાધના ઉજ્જ્વળ બનાવી હતી. Page #81 -------------------------------------------------------------------------- ________________ ४४ ધર્મબીજ તેમની આ દૃષ્ટિ પણ વિશિષ્ટ પ્રમોદ ભાવનાનો જ એક અંશ છે. તે અંશના અચિંત્ય પ્રભાવથી અંતે તેઓ સર્વગુણસંપન્ન અને સર્વદોષથી રહિત બની જાય છે. જ્યારે પોતાના આત્મામાં જે ગુણો નથી તે ગુણોને બતાવવાનો પ્રયત્ન કરનાર અંતે તો જગતમાં હાસ્યનું ભાજન બને છે અને પોતાના દોષો જગત ન જુવે એ માટે છુપાવનાર તો અધોગતિને પામે છે. ૧૪. સ્વપ્રશંસા પ્રત્યે ઉપેક્ષા અને સ્વનિંદા પ્રત્યે હર્ષ કેળવો: જગત આપણા ગુણોને બોલે ત્યારે આપણે એમ વિચારવું જોઈએ કે આપણી જવાબદારી વધી રહી છે, તેથી આપણે વધારે જાગ્રત બનવું જોઈએ, કોઈ આપણી નિંદા કરે તો તેનો ઉપકાર માનવો જોઈએ અને આપણા દુર્ગુણોને કહેનારને સાંભળીને આપણે આપણા દુર્ગુણોને તપાસવા જોઈએ. નિંદકને સૂક્ષ્મદર્શક યંત્રની ઉપમા આપી શકાય. જેમ સૂક્ષ્મદર્શકયંત્ર નાની વસ્તુને મોટી બતાવે છે, તેમ નિંદક આપણા નાના દોષને જગતના ચોગાનમાં મોટો કરી દેખાડે છે, તેથી તે આપણા આત્માના હિતમાં સહાયક બને છે. જગત આપણા દોષોને જુવે તેમાં જરા પણ ડરવાનું નથી. ઊલટું આપણને તે દોષો દૂર કરવાની સુંદર તક આપે છે, એમ માનીને હર્ષ પામવાનો છે. તાત્પર્ય કે પોતાના ગુણોની પ્રશંસા તરફ ઉપેક્ષાભાવથી અને પોતાના દોષોની નિંદા સાંભળી જાગ્રત થવાથી પ્રમોદ ભાવનાથી સાધનામાં ખૂબ જ આગળ વધી શકાય છે અને મનમાં પણ અપૂર્વ આનંદ વધે છે. ૧૫. આચાર્ય શ્રી બપ્પભટ્ટસૂરિ તેમના સમયમાં તેઓ પ્રથમ પંક્તિના વિદ્વાન હતા. એક વખત આમરાજાએ તેમની પ્રશંસા કરતાં કહ્યું કે, “આપશ્રીની વિદ્વત્તા અગાધ છે.' સૂરિજી પોતાની પ્રશંસા તરફ ઉપેક્ષા વૃત્તિવાળા હતા તેથી તેઓશ્રીએ જવાબ આપ્યો, “પૂર્વ મહર્ષિઓના અગાધ જ્ઞાનસમુદ્રની તુલનામાં મારું જ્ઞાન એક બિંદુ જેટલું પણ નથી.” રાજા તો આવો સુંદર ઉત્તર સાંભળીને સ્તબ્ધ જ બની ગયો. ધન્ય છે તેઓની લઘુતાને ! ૧૬. મહાત્મા દૃઢપ્રહારીઃ તેઓનું ચરિત્ર તો પ્રસિદ્ધ છે. બ્રાહ્મણ, સ્ત્રી, બાળક અને ગાય ચારની હત્યા કરતાં તેમણે નરક ગતિને પ્રાયોગ્ય કર્મો સંચિત કર્યા હતાં, તેના પ્રાયશ્ચિત્ત તરીકે છ મહિના સુધી તેઓ ચાર આરનો ત્યાગ કરીને નગરના પ્રવેશદ્વાર પર ધ્યાનસ્થ અવસ્થામાં રહ્યા હતા. લોકોનાં ટોળાઓ ત્યાં રોજ ભેગાં થતાં અને નિંદા, ગાળો, પ્રહારો વગેરેની વર્ષા એ Page #82 -------------------------------------------------------------------------- ________________ પ્રમોદભાવના ૪૫ મહાત્મા પર વરસતી, છતાં આ બધું તે સમતાપૂર્વક સહન કરી ધ્યાનમાં મસ્ત રહેતા, આવી જાતની સમતા અને ઉલ્લાસે અંતે તેમનાં સર્વ કર્મોને બાળી નાખ્યાં અને કેવલજ્ઞાન અપાવ્યું. નિંદામાં સમતા ધારણ કરનાર એ મહાત્માની જેટલી અનુમોદના કરીએ તેટલી થોડી જ છે. ૧૭. બીજાના વિકાસ પ્રત્યે પ્રમોદ કેળવો ઃ બીજાના નાનકડા ગુણની પણ કોઈ પ્રશંસા કરતું હોય તો તે સાંભળીને હર્ષ થવો જોઈએ. આ હર્ષથી આપણામાં તેવા ગુણો પ્રગટે છે. આપણી અત્યંત નિકટમાં જે વ્યક્તિઓ રહેતી હોય તેમના ગુણો વિશેષે કરીને જોવા જોઈએ અને દરેક વ્યક્તિ આગળ વધે તે માટે સર્વ પ્રયત્નો કરવા જોઈએ, તેમના દોષો કદી પણ જોવા નહીં, કારણ કે તેથી પરસ્પર સંઘર્ષ ઉત્પન્ન થાય છે. હા, બીજાના દોષો હિતદષ્ટિએ જોવાય તો નિષેધ નથી. આપણા વ્યક્તિગત વિકાસને ગૌણ કરીને જો આપણે બીજાના વિકાસમાં સહાય કરીએ છીએ તો પરિણામે કુદરત આપણો વિકાસ કરે છે. પણ જ્યારે બીજાઓના વિકાસમાં વ્યાઘાતો ઊભા કરીને આપણે આગળ વધવાના પ્રયત્નો કરીએ છીએ ત્યારે કુદરત આપણા વિકાસને રોકે છે. તાત્પર્ય એ છે કે બીજાઓના વિકાસ પ્રત્યે પ્રમોદ કેળવવો જોઈએ. : ૧૮. ગુણબહુમાન સમ્યક્ત્વનું કારણ છે ઃ સર્વગુણોની પ્રાપ્તિ માટે સર્વ વ્યક્તિઓમાં રહેલ નાના મોટા સર્વ ગુણો તરફ પ્રમોદ કરવો અત્યંત આવશ્યક છે. ગુણો તરફનો પ્રમોદ તો જ સાચો કહેવાય કે જો ગુણી પ્રત્યે પણ બહુમાન હોય. બીજામાં રહેલા ગુણોની અનુમોદના નથી ત્યાં નિર્મલ સમ્યક્ત્વ પણ નથી. ૧૯. ગુણપ્રાપ્તિનો રાજમાર્ગ : આપણામાં જે ગુણ નથી તે ગુણની પ્રાપ્તિ માટે પ્રમોદભાવના એ જ રાજમાર્ગ છે. તે ગુણ જેમનામાં પ્રકાશને પામ્યો હોય તેમના તરફનું બહુમાન વધારવું જોઈએ. આપણામાં બ્રહ્મચર્ય ગુણ પ્રગટાવવો હોય, તો અબ્રહ્મના મૂળ કારણ મોહનીય કર્મનું જેમણે સમૂલ ૧. ભાવથી જિનોક્તપદાર્થોનું શ્રદ્ધાન. ૨. મોહનીય કર્મ : જૈન સિદ્ધાંત મુજબ કર્મ સત્ છે. કર્મના અણુઓ, જ્ઞાનાદિ આત્મિક, શક્તિઓને આવરે છે અને બાહ્ય શુભાશુભ સામગ્રીનો યોગ કરાવે છે. કર્મ સાહિત્ય આ કર્મના અણુઓની જ્ઞાનાવરણીયાદિ ૮ સ્કૂલ વિભાગોમાં વહેંચણી કરે છે. મોહનીય કર્મના અણુઓ આત્માને હેયમાં ઉપાદેયની અને ઉપાદેયમાં હેયની બુદ્ધિ તથા પ્રવૃત્તિ કરાવે છે. વિશેષ સમજ માટે જુઓ ‘કર્મગ્રંથ’ વગેરે. Page #83 -------------------------------------------------------------------------- ________________ ૪૬ ધર્મબીજા ઉમૂલન કર્યું હોય છે, એવા શ્રી વીતરાગ ભગવંતો તરફ આપણું ચિત્ત પરમ આદરવાળું બનાવવું જોઈએ. આ આદરપ્રમોદથી યુક્ત એવા ચિત્ત વડે આપણને તે પુણ્ય બંધાય છે કે જેના બળે બ્રહ્મચર્યની સાધનામાં આવતાં વિદનો સામે આપણને જ મળે છે. તે પુણ્ય આપણને પતનના પ્રસંગમાંથી બચાવી લે છે. ગુણી પુરુષો પ્રત્યેના આદર વિના ગુણની પ્રાપ્તિ થતી નથી. ૨૦. પ્રમોદભાવથી સાધના નિર્વિદન બને છે? આપણે જોઈએ છીએ કે આપણી સાધનામાં અનેક પ્રકારનાં વિદનો વારંવાર આવે છે. તેનું કારણ એ છે કે આપણે પૂર્વે પ્રમોદભાવનાનું સેવન સારી રીતે કર્યું નથી. જો તેનું ઉત્કૃષ્ટ સેવન કર્યું હોય તો આપણને વિઘ્નો આવત જ નહીં, અથવા આવત તો તેને તોડી નાખવાનું અપૂર્વ વીર્ય આપણી પાસે હોત. સૌથી પ્રબળ વિદન પ્રમાદ છે. જ્યાં સુધી જીવમાં પ્રમાદ છે ત્યાં સુધી પ્રમોદભાવના તેને અત્યંત આવશ્યક છે. આજે ભલે આપણી સાધનામાં અનેક વિદનો દેખાતાં હોય પણ જો પ્રમોદભાવના ભરપૂર હશે, તો આપણી ભવિષ્યની સાધના અવશ્યમેવ નિર્વિદન બનશે. ' , ૨૧. નમસ્કાર મહામંત્રઃ પ્રમોદભાવના જાગ્રત રહે અને તે દ્વારા આપણું પુણ્ય વધતું જ રહે તે માટે શાસ્ત્રકારો શ્રી ‘નમસ્કાર મહામંત્ર' નું વારંવાર સ્મરણ કરવા કહે છે. આ મંત્રનું સ્મરણ-ધ્યાન એ પ્રમોદ ભાવનાની ઉપાસનાનું સર્વશ્રેષ્ઠ સાધન છે. શ્રી નમસ્કાર મહામંત્ર એ પ્રમોદભાવનાનો અર્ક છે-નિચોડ છે. તેને ચૌદપૂર્વનો સાર કહેવામાં આવે છે, અર્થાત્ ચૌદપૂર્વો એ શ્રી “નમસ્કાર મહામંત્રનો વિસ્તાર છે. આ નમસ્કાર મહામંત્રનો સાર પ્રમોદભાવના છે, તેથી પ્રમોદભાવને પણ ચોદપૂર્વોનો સાર કહી શકાય. જેમ નમસ્કાર સર્વ શાસ્ત્રોમાં અનુસ્મૃત – વ્યાપ્ત છે, તેમ પ્રમોદભાવના પણ સર્વ શાસ્ત્રોમાં વ્યાપ્ત છે. “નમસ્કાર મહામંત્ર' માં રહેલા “નમસ્' એ મોક્ષનું બીજ છે અને તે પ્રમોદભાવનાનું દ્યોતક છે. “નમસ્કાર મહામંત્ર' ને સર્વ મંગલોમાં પ્રથમ મંગલ અને સર્વપાપપ્રણાશક બનાવનાર જો કોઈ હોય તો તે પ્રમોદભાવ છે. તેથી જ પ્રમોદભાવ પણ સર્વ મંગલોમાં પ્રથમ મંગલ અને સર્વ પાપપ્રણાશક છે. ૧. ચૌદપૂર્વ = સમગ્ર જૈન વાડ્મય. Page #84 -------------------------------------------------------------------------- ________________ પ્રમોદભાવના ૪૭ ૨૨. ભાવનમસ્કાર પ્રમોદભાવરૂપ છે : નમસ્કાર બે પ્રકારનો છે: ૧. દ્રવ્યનમસ્કાર અને ૨. ભાવનમસ્કાર. કાયા અને વાણીના ઉપચાર વડે કરાય તે દ્રવ્યનમસ્કાર અને માનસિક વિશુદ્ધિ અને પરમ ઉલાસ વડે થાય તે ભાવનમસ્કાર છે. પાપોનો નાશ કરવામાં ભાવનમસ્કાર મુખ્ય ભાગ ભજવે છે. આ ભાવનમસ્કાર પ્રમોદભાવનારૂપ છે, એ ભૂલવાનું નથી. ૨૩. પ્રમોદભાવના યોગબીજ છે ? યોગની શરૂઆત પ્રમોદભાવનાથી થાય છે, માટે પ્રમોદભાવનાને શાસ્ત્રકારો “યોગબીજ' કહે છે. ચરમ પુદ્ગલ-પરાવર્તમાં જીવને હેય ભાવોમાં હેયબુદ્ધિ અને ઉપાદેય ભાવોમાં ઉપાદેયબુદ્ધિ પ્રગટે છે. જીવની યોગ્યતા વધતાં તેને જ્યારે શ્રી સદ્ગુરુ પ્રત્યે પૂજ્યભાવ પ્રગટે છે ત્યારે તેમના ઉપદેશથી શ્રી અરિહંત પરમાત્માની સાથે તેનો માનસિક સંબંધ થાય છે. શ્રી અરિહંત પરમાત્મા પ્રત્યેનો દ્વેષ ટળી જવો, તેમના પ્રત્યે ચિત્ત પ્રીતિવાળું બનવું, તેમને નમસ્કારાદિ કરવાનો ભાવ આત્મામાં જાગવો વગેરે તેઓની સાથેનો માનસિક સંબંધ સમજવો. આ માનસિક સંબંધ તે “યોગબીજ છે. અર્થાત્ અહીંથી યોગની શરૂઆત થાય છે. આ માનસિક સંબંધ પ્રમોદભાવરૂપ હોવાથી પ્રમોદભાવને જ યોગબીજ કહેવામાં આવે તો તે યુક્તિયુક્ત છે. ૨૪. ભગવદ્ભક્તિ ઃ ભગવદ્ભક્તિને મુક્તિની દૂતી માનવામાં આવે છે. ભક્તિ એ મુક્તિનું અવંધ્ય કારણ છે. તે ભક્તિનાં મંડાણ પણ પ્રમોદભાવના પાયા પર જ થાય છે. ભગવાનના સ્વરૂપ પ્રત્યે-ગુણો પ્રત્યે હૃદયમાં પ્રમોદ ન હોય તો ભક્તિ થાય જ શી રીતે ? .. શ્રી જિનેશ્વરોની ભક્તિથી પૂર્વસંચિત કર્મો ખરી પડે છે. ભક્તિમાં ૧. ચરમ પુદ્ગલપરાવર્ત = ધર્મની પ્રાપ્તિનો કાળ. ૨. મૌલાનાથ, મન્નેિવ પીરસી ' વિવેક ચૂડામણિ. ગ્લો) ૩૨ મોક્ષની કારણસામગ્રીમાં ભક્તિ એ જ મોટી છે. ‘સર્વાસામાં સિદ્ધિનાં, મૂર્વ તારાનમ્ | ભાગવત સ્કંધ ૧૦. સર્વ સિદ્ધિઓનું મૂળ તેમનાં ભગવાનનાં ચરણોની પૂજા છે. 3. 'मलीई जिणवराणं, खिज्जंति पुव्वसंचिआ कम्मा ।' (આવશ્યક નિર્યુક્તિ ગાઇ ૧૦૯૭) Page #85 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ધર્મબીજ થતી એ અપૂર્વ કર્મનિર્જરામાં જો કોઈ અનન્ય કારણ હોય તો તે ભાવોલ્લાસ છે. આ ભાવોલ્લાસ પ્રમોદરૂપ હોવાથી પ્રમોદભાવ જ કર્મનિર્જરાનું પ્રબળ સાધન છે, એમ ફલિત થાય છે. કહ્યું છે કે – ‘क्रिया: प्रतिफलन्ति न भावशून्याः । ભાવશૂન્ય ક્રિયાઓ ફળ આપતી નથી. ભાવથી સહિત એવી નાની પણ ક્રિયા મહાન ફળને આપે છે. રાવણે અષ્ટાપદપર્વત ઉપર અત્યંત ભાવોલ્લાસરૂપ પરમ પ્રમોદભાવ સહિત શ્રી જિનેશ્વર ભગવંતની ભક્તિ કરી તેના પ્રભાવથી તેણે શ્રી તીર્થકરના કર્મ ઉપામ્યું. “માત્ર પાંચ કોડીનાં ફૂલડાં પરમ ઉલ્લાસપૂર્વક પ્રભુનાં ચરણે ચઢાવ્યાં તેથી પરમહંત શ્રી કુમારપાલને અઢાર દેશનું રાજ્ય મળ્યું વગેરે શાસ્ત્રપ્રસિદ્ધ છે. રપ. દ્રવ્યભક્તિ અને ભાવભક્તિઃ ભક્તિના બે પ્રકાર છે ઃ ૧. દ્રવ્ય અને ૨. ભાવ. અહીં દ્રવ્યભક્તિ એટલે ભાવભક્તિનું કારણ સમજવું. ઊંચી કિંમતનાં પુષ્પાદિ દ્રવ્યો વડે કરાતાં શ્રી વીતરાગ ભગવંતનાં પૂજાદિ કાર્યો દ્રવ્યભક્તિ છે અને (જિનેશ્વરાદિ પ્રત્યે બહુમાન, પૂજ્યભાવ, તેઓનો ગુણાનુરાગ, તથા) તેવા ભાવસહિત જિનાજ્ઞાનુસારે સંયમ(ચારિત્ર)નું પાલન વગેરે ભાવભક્તિ છે. તેમાં સમક્તિદષ્ટિ વગેરેને દ્રવ્યભક્તિ હોય છે. જ્યારે નિર્ગથ સાધુ મહાત્માઓને ભાવભક્તિ જ હોય છે. ભાવભક્તિનો ભાવનોપવીત માનસા નામનો એક પ્રકાર કહ્યો છે. તે ગૃહસ્થને પણ હોઈ શકે છે. નિગ્રંથ મહાત્માઓને ભાવભક્તિ ત્રણ પ્રકારની હોય છે. કાયિકી, વાચિક અને માનસિકી. તેમાં જિનાજ્ઞા પ્રમાણે આહાર લેવો, પાદવિહાર કરવો, પરીષહો સહવા વગેરે નિર્દોષ ક્રિયાઓ કરવી એ શ્રી અરિહંત પરમાત્માની કાયિકી; કંઠ દ્વારા ભગવત્ સ્તુતિ, સ્વાધ્યાય વગેરે કરવું તે વાચિકી અને તત્ત્વોની અનુપ્રેક્ષા વગેરે કરવું તે માનસિકી ભાવભક્તિ છે. તાત્પર્ય કે નિગ્રંથ મહાત્માઓનું સમગ્ર જીવન એ શ્રી અતિ પરમાત્માની ભાવભક્તિ (ભાવપૂજા, પ્રમોદ ભાવના) રૂપ છે. શ્રી અરિહંત પરમાત્મા પોતાની સાધનાના કાળમાં જેવું સુંદર જીવન જીવ્યા અને તેમના જે આદર્શો ૧. આ ભક્તિ શુદ્ધ સ્થાનમાં કેવળ મન વડે જ શ્રી વીતરાગ પરમાત્માનાં બિંબની કલ્પવૃક્ષાદિનાં પુષ્પો, ક્ષીરસમુદ્રનું જળ વગેરે વડે કલ્પિત પૂજા કરવાથી થાય છે. Page #86 -------------------------------------------------------------------------- ________________ ૪૯ પ્રમોદભાવના હતા, તેવું જ નિર્દોષ જીવન જીવવાના પ્રયત્નો અને તેવા જ આદર્શો નિર્પ્રન્થ મહાત્માઓ સેવતા હોય છે. તેથી આ ભાવભક્તિને અભેદોપાસના પણ કહેવામાં આવે છે. આવી ભાવભક્તિના પ્રભાવથી આત્મા પરમાત્માસ્વરૂપ બની જાય છે. ઉપર જે દ્રવ્યભક્તિ કહી, તેને ભેદોપાસના પણ પ્રમોદભાવના તો કહેવામાં આવે છે. દ્રવ્યભક્તિ અને ભાવભક્તિ બંનેમાં પ્રમોદભાવના તો હોય જ છે. તે વિના બન્ને નિષ્પ્રાણ છે. ભક્તિના જપ, ધ્યાન વગેરે પણ પ્રકારો છે. આ બધા પ્રકારોમાં મુખ્યતા તો પ્રમોદની જ છે. જપ, ધ્યાન વગેરેથી પ્રમોદભાવના પરમ વિકાસને પામે છે. ઉલ્લસિત પ્રમોદ વડે થતો જપ વગેરે તત્ત્વપ્રકાશનાં અવય કારણો છે. શુકલધ્યાન એ શ્રી અરિહંત પરમાત્માની પરમોચ્ચ ભાવભક્તિ છે. ધર્મધ્યાનનો નંબર તેનાથી નીચો આવે છે. જે મુમુક્ષુને દેવાધિદેવમાં પરમ ભક્તિ હોય છે અને તેવી જ સદ્ગુરુ પ્રત્યે હોય છે, તેના જ હ્રદયમાં શ્રી જિનોક્ત તત્ત્વોનો પરમ પ્રકાશ થાય છે, તેના અભાવમાં બીજાને તેવો પ્રકાશ કદાપિ મળતો નથી. ૨૬. ધર્મ મહાસત્તા ઃ ભાવથી અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મને શરણે જવું, તે પણ એક પ્રકારની સુંદર પ્રમોદ ભાવના છે. સમગ્ર વિશ્વ પર ધર્મમહાસત્તા અત્યંત વ્યવસ્થિત અને અસ્ખલિત રીતે અનાદિ કાળથી પોતાનું સામ્રાજ્ય ચલાવી રહી છે. તેનું ધ્યેય છે સૌને પરમસુખમય સિદ્ધ બનાવવાનું. આ મહાસત્તાના મહાપ્રતિનિધિ, ધર્મવરચા તુરંત ચક્રવર્તી એવા શ્રી અરિહંત ભગવંતો છે. તેઓના આદેશ પ્રમાણે એ ધર્મમહાસત્તાનું કાર્ય વ્યવસ્થિત રીતે ૧. દ્રવ્યપૂજોચિતા ભેદોપાસના ગૃહમેધિનાં । ભાવપૂજા તુ સાધૂનામભેદોપાસનાત્મિકા II જ્ઞાનસાર પૂજાષ્ટક સ્વોપજ્ઞ ટબો– ‘ગૃહસ્થોને ભેદપૂર્વક ઉપાસના સેવા કરવારૂપ દ્રવ્યપૂજા ઉચિત છે અને અભેદ ઉપાસનારૂપ ભાવપૂજા સાધુને યોગ્ય છે. જો કે ગૃહસ્થને ‘ભાવનોપવીત માનસા’ નામે ભાવપૂજા હોય છે, પણ કાયિકી (ભાવપૂજા) તો ચારિત્રવંતને જ હોય, એ વિશેષતા છે.’ ૨. ચર્ચ તેવું પરા મન્તિ:, ચથા તેવે તથા ગુરૌ । तस्यैते कथिता अर्था: प्रकाशन्ते महात्मनः ।। Page #87 -------------------------------------------------------------------------- ________________ ધર્મબીજ ૫૦ વહન કરનારા શ્રી સાધુ ભગવંતો છે. બાકીના જીવો પ્રજાના સ્થાને છે અને ધર્મ તેનું શાસન છે. જેમ રાજાના શરણને પામેલા માણસો આ જગતમાં સુખી મનાય છે, તેમ ભાવપૂર્વક ઉપરના ચારને શરણે જનારા જીવો ત્રણે લોકમાં સુખને પામે જ છે. એમ વિશ્વમાં ધર્મમહાસત્તાનું જે સુંદર શાસન ચાલી રહ્યું છે, તેને અનુકૂળ બનવા વડે આપણે સહાય કરવી જોઈએ. ધર્મમાં આત્માનું જોડાણ કરવાથી અનુકૂળ થવાય છે. આ રીતે આપણે અનુકૂળ બનીને તેના શરણે જઈએ એટલે આપણા ઉપરથી આપણા યોગક્ષેમની ચિંતા ઊતરી જાય છે, તે ચિંતા ધર્મમહાસત્તા કરે છે. તે શરણે આવેલાને ઇહલૌકિક અને પારલૌકિક સુખો આપીને અંતે પરમસુખમય સ્થાનમાં લઈ જાય છે. જે આ મહાસત્તાને બહુ જ અનુકૂળ બને તેને તે પોતાનો મહાપ્રતિનિધિ (શ્રી અરિહંત) પણ બનાવે છે. તાત્પર્ય એ મહાસત્તા પ્રત્યે પ્રમોદભાવ ધારણ કરવો, એ આપણા સર્વ સુખોનું અવંધ્ય બીજ છે. એ મહાસત્તાનું ધ્યેય સૌને સુખી કરવાનું છે, તેથી જો આપણે સૌનું સુખ ઇચ્છીએ, સૌને સુખ આપવાના પ્રયત્નો કરીએ, જેમને ધર્મસત્તાને સુખ આપ્યું છે, તેમના પ્રત્યે પ્રમોદ ધારણ કરીએ અને જે સર્વનાં દુઃખને ધર્મસત્તા દૂર કરવા માગે છે, તે સર્વનાં દુ:ખ દૂર થાઓ, એવી શુભભાવનાને મનમાં ધારણ કરીએ, તો આપણે તે મહાસત્તાના સહાયક બની શકીએ. જો આપણે ‘અમુક દુઃખી થાઓ, અમુક સુખી ન થાઓ' વગેરે અશુભ વિકલ્પો કરીએ, સુખીઓનાં સુખની અને ગુણીઓના ગુણની અનુમોદના ન કરીએ, દોષષ્ટિ રાખીએ, બીજાને સુખ આપવાના પ્રયત્નો ન કરીએ, કોઈને સુખ મળતું હોય તેમાં વ્યાઘાતો ઊભા કરીએ અને સામગ્રી છતાં દુઃખને ટાળવાના પ્રયત્નો ન કરીએ, તો તે મહાસત્તાના અપરાધી બનીએ છીએ અને તેનો દંડ પણ આપણને મળે જ છે. આ દંડ પણ આપણા હિતના અર્થે હોય છે. જેમ ચોરી કરનારને જો રાજા યોગ્ય દંડ ન આપે તો તેથી તેનું અને અન્ય પ્રજાનું અહિત થાય છે, દંડ આપવાથી તેનું અને અન્ય પ્રજાનું હિત થાય છે, તેમ ધર્મ મહાસત્તાના દંડથી આપણું અને બીજાઓનું હિત થાય છે. કુકર્મો દ્વારા આત્મામાં ભેગા થયેલાં અશુભ કર્મોને દૂર કરવાના ત્રણ રસ્તાઓ છે ઃ શુભ ભાવ, શુભ આચરણ અને હર્ષપૂર્વક દંડને સહી લેવો. આ ત્રણ વિકલ્પો આચરવાથી ધર્મમહાસત્તાની કૃપા આપણા ઉપર ઊતરે છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ પ્રમોદભાવના ૫૧ ૨૭. અનુષ્ઠાનોમાં રહેલી પ્રમોદભાવના ઃ સર્વ ધર્મઅનુષ્ઠાનો પ્રમોદ- ભાવથી ઓતપ્રોત છે. કોઈ પણ અનુષ્ઠાનની શરૂઆત પ્રાયઃ ખમાસમણ થી થાય છે, ખમાસમણ’ એ પ્રમોદભાવના પ્રદર્શિત કરવાનો જ એક પ્રકાર છે, કાયોત્સર્ગમાં જિનેશ્વરોનું અથવા પંચપરમેષ્ઠિનું ધ્યાન હોય છે, તે પણ પ્રમોદભાવનો જ વિષય છે. પ્રત્યેક ક્રિયા શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને લક્ષ્યમાં રાખીને કરવાની છે. ક્રિયાના પ્રારંભથી અંત સુધી જેનું ચિત્ત તે ક્રિયાને બતાવનાર શ્રી જિનેશ્વરદેવના ધ્યાનથી અલંકૃત હોય તેની જ ક્રિયા ભાવક્રિયા (અમૃતક્રિયા) બને છે. ક્રિયાને બતાવનારા શ્રી જિનેશ્વરદેવનું પ્રણિધાન એ પ્રમોદભાવના છે. ક્રિયાને અમૃતમય બનાવનાર પણ તે જ છે. ક્રિયાની પૂર્ણાહુતિ પછી પણ થયેલ સુકૃતની અનુમોદનારૂપ પ્રમોદથી તે ક્રિયાનું ફળ વધતું જ જાય છે. ૨૮. અનુષ્ઠાનોના પ્રકારો અને પ્રમોદભાવનાઃ અનુષ્ઠાનોના પાંચ પ્રકાર છે, તેની વ્યાખ્યાઓનું સૂક્ષ્મ દૃષ્ટિએ અવલોકન કરવાથી પણ પ્રમોદભાવનાનું મહત્ત્વ સમજાય તેમ છે. તે પ્રકારો વિષાનુષ્ઠાન, ગરાનુષ્ઠાન, અનનુષ્ઠાન, તદ્ધતું અનુષ્ઠાન અને અમૃતાનુષ્ઠાન છે. ઇલૌકિક કીર્તિ આદિ સ્પૃહાથી કરવામાં આવે, તે વિષાનુષ્ઠાન છે. પારલૌકિક દિવ્ય ભોગાદિની ઝંખનાથી કરવામાં આવે તે ગરાનુષ્ઠાન છે. ગાડરિયા પ્રવાહની જેમ ઉપયોગ વિના કરાય, તે અનનુષ્ઠાન છે. મુક્તિના અનુરાગથી અને શ્રી તીર્થકરાદિ પ્રત્યે બહુમાનપૂર્વક કરાય, તે તદ્ધતુ અનુષ્ઠાન છે. આ અનુષ્ઠાન આગળના અમૃત અનુષ્ઠાનનો હેતુ છે. “આ સદનુષ્ઠાન શ્રી જિનેશ્વર ભગવંતોએ કહેલું હોવાથી એકાંતે કલ્યાણને કરનારું છે.” એવી શુદ્ધ શ્રદ્ધાપૂર્વક, તીવ્ર મોક્ષાભિલાષપૂર્વક મનના પરમ ઉલ્લાસસહિત અને યથોક્ત રીતે કરાય તે અમૃત અનુષ્ઠાન છે. આ અનુષ્ઠાનોમાં પૂર્વનાં ત્રણ ત્યાજ્ય છે અને અંતિમ બે આદરવા લાયક છે. છેલ્લાં બેને આદરણીય બનાવનાર તેમાં રહેલી પ્રમોદભાવની માત્રા છે. તદ્ધતુ અનુષ્ઠાનમાં પ્રમોદભાવ સંપૂર્ણ વિકસિત હેતો નથી, જ્યારે અમૃતાનુષ્ઠાનમાં તે પૂર્ણ પ્રકર્ષને પામેલો હોય છે. ૧. ખમાસમણ-વંદન ક્રિયા. “જુઓ પ્રતિક્રમણ સૂત્ર'. ૨. કાયોત્સર્ગ = એક પ્રકારની ધ્યાનપૂર્વકની મુદ્રા. ૩. ભાવક્રિયા, અમૃતક્રિયા = મોક્ષપર્યન્ત લઈ જનારું સદનુષ્ઠાન. Page #89 -------------------------------------------------------------------------- ________________ ધર્મબીજ છેલ્લાં બે અનુષ્ઠાનોના પ્રીતિ, ભક્તિ, વચન, અને અસંગએમ ચાર પ્રકારો પણ શાસ્ત્રોમાં જોવામાં આવે છે. તેમાં પણ ક્રમશઃ પ્રમોદભાવનો વિકાસ છે. પ્રીતિ અને ભક્તિ એ નામો પણ પ્રમોદનાં દ્યોતક છે જ. ૨૯. ગુરુકુલવાસ : ચારિત્રપાલનમાં ગુરુકુલવાસ અગત્યનું સ્થાન ધરાવે છે. ગુરુકુલવાસનું મૂળ પણ કૃતજ્ઞભાવ છે. શિષ્યને ગુર્વાદિ પોતાના ઉપકારકો પ્રત્યે કૃતજ્ઞભાવ ન હોય તો ગુરુ શિષ્યભાવ ટકી શકતો જ નથી. કૃતજ્ઞતા, વિનય, વૈયાવૃત્ય વગેરે ગુણોનાં મૂળમાં પણ પ્રગટ કે પ્રચ્છન્નપણે પ્રમોદભાવના જ કામ કરે છે. ગુરુને શિષ્યના ગુણો પ્રત્યે અને શિષ્યને ગુરુના ગુણો પ્રત્યે જો પ્રમોદ ન હોય તો તે સાચો ગુરુકુલવાસ નથી. ૩૦. સત્કાર્યોનું મૂળ જગતમાં જે કોઈ સત્કાર્યો થાય છે, તેમાં પ્રેરક બળ પ્રમોદભાવના જ છે. જિનમંદિર વગેરે ધર્મસ્થાનો પણ પ્રમોદભાવનાના પાયા પર ઊભાં થાય છે. જિનમંદિરાદિ બંધાવનારને એ વિચારણા હોય છે કે સર્વગુણસંપન્ન એવા શ્રી અરિહંત પરમાત્માનો જગત ઉપર મહાન ઉપકાર છે, તેઓની ભક્તિ આ જિનમંદિરમાં થશે, તેથી અનેક ભવ્ય આત્માઓ ધર્માભિમુખ થશે અને ધર્મમાં જોડાવવાથી અનેક ગુણો તેમાનામાં પ્રગટશે. અહીં ‘ભવિષ્યમાં ગુણો પ્રગટશે” વગેરેનો હર્ષ એ પ્રમોદભાવનો સૂચક છે. ૧. ચાર અનુષ્ઠાનોની વિશેષ સમજ માટે “જ્ઞાનસાર સ્વોપજ્ઞ ટબો, અષ્ટક ૨૭-૭ જુઓ. २. णाणस्स होइ भागी थिरयरओ दंसणे चरिते अ । ધMI લાવવા, ગુરુવાસં ન મુવંતિ | વિશેષાવશ્યક ભાષ્ય. ગાળ ૩૪૫૯. ગુરુકુલવાસમાં રહેનાર સમ્યજ્ઞાનનો ભાગી બને છે તથા દર્શન અને ચારિત્રમાં સ્થિર-સ્થિરતર બને છે. માટે ધન્ય પુરુષો માવજીવ સુધી ગુરુકુલવાસને છોડતા નથી. ૩. કરેલા ઉપકારને જણાવો તે કૃતજ્ઞભાવ. ‘ગુરુ જ્ઞાનાદિ આપવા દ્વારા મારા પર મહાન ઉપકાર કરે છે'. એવો સતત ખ્યાલ રહે તેને કૃતજ્ઞભાવ કહેવામાં આવે છે. “લલિતવિસ્તરા” માં પુરતુત્તમાં પદની ટીકામાં શ્રી જિનેશ્વરદેવના આત્માઓ માટે કૃતજ્ઞતાપતા: એવું એક વિશેષણ વાપર્યું છે. જગતમાં સર્વ શ્રેષ્ઠ કૃતજ્ઞતા શ્રી તીર્થકર ભગવંતના આત્માઓમાં શ્રેય છે. શ્રી તીર્થકરોને તીર્થંકરપદવી અપાવનારાં અનેક કારણો છે, તેમાં પરમકૃતજ્ઞભાવ પણ એક કારણ છે. ૪. વૈયાવૃત્ય = ધર્માચાર્ય વગેરે પૂજ્યોની સેવા. Page #90 -------------------------------------------------------------------------- ________________ પ્રમોદભાવના ૫૩ ૩૧. સર્વત્ર પ્રમોદને વિકસાવો : જે ધર્મસ્થાનોમાં અનેક આત્માઓ ભેગા થાય છે. ત્યાં પ્રમોદભાવનાનાં સાક્ષાત્ દર્શન કરનારા મહાનું આત્માઓ તે કોલાહલથી ઉદ્વેગ પામતા નથી, પણ પોતાના પ્રમોદને વિકસાવે છે. બીજાની નાનામાં નાની ધર્મક્રિયા તરફ પણ પ્રમોદ ધારણ કરવો જોઈએ. તે જીવમાં દેખાતા ભવ્યત્વનાં દર્શન કરવાં જોઈએ. નાના બાળક મુનિને ભલે પૂરી સમજ વિના વંદન કરતો હોય, છતાં તેની નાની ક્રિયા પણ આ ભવસાગરમાં બહુ જ થોડા આત્માઓને પ્રાપ્ત થાય છે, તે ક્રિયા પણ બાળકના ભવિષ્યની મહાન ઉન્નતિનું કારણ છે, એમ વિચારી તેની નાની ક્રિયાની પણ આંતરિક અનુમોદના કરવી જોઈએ. તત્ત્વતઃ આ અનુમોદના તે ક્રિયાને બતાવનારા શ્રી અરિહંત પરમાત્મા પ્રત્યેનો પ્રમોદભાવ જ છે. - ૩૨. ધર્મનાં આલંબનો : “જિનાલય વગેરે ધર્મનાં આલંબનો સંસાર-સાગરને તરવા માટેની નૌકાઓ છે' ઇત્યાદિ ધર્મનાં આલંબનો પ્રત્યેનો પ્રમોદ જીવને અશુભ આલંબનોથી બચાવે છે અને જ્યાં સારાં આલંબનો મળે ત્યાં જન્મ અપાવે છે. તે જન્મોમાં પણ તેને શુભ આલંબનો જોઈને પ્રમોદ જાગે છે અને તેથી ઉપાર્જન થતા પુણ્યને યોગે ઉત્તરોત્તર પુણ્યાનુબંધી પુણ્યના હેતુભૂત શુભ આલંબનો મળતાં જાય છે. શ્રી તીર્થકરોના સમાગમ વગેરે પણ શુભ આલંબનો પ્રત્યેના પ્રમોદનું ફળ છે. કેટલાક જીવો અપરિપક્વ દશાના યોગે અત્યંત ઉપકારક એવા આગમ-સ્વાધ્યાય વગેરે શુભ આલંબનોની ઉપેક્ષા કરીને કેવળ આત્મધ્યાનમાં લાગી જાય છે. તેમને એમ થઈ જાય છે કે તત્કાળ જ મને સર્વ સિદ્ધિઓ પ્રાપ્ત થશે, પણ જ્યારે સિદ્ધિઓ દેખાતી નથી અને આત્મધ્યાન ટકતું નથી, ત્યારે તેમની નિરાશાનો પાર રહેતો નથી. આત્મધ્યાનમાં આરૂઢ થવા માટે શુભ આલંબનો પ્રત્યેનો આદર ઉપકારક છે. આદરથી વિદનોનો નાશ થાય છે. આ વિદનનાશ થાનાદિના આરોહણ વખતે થતા ભ્રંશથી બચાવે છે. ૧. પુણ્યાનુબંધિપુણ્ય = ધર્મ અને સુખ બંને આપનારું પુણ્ય. આ પુણ્યથી ઉત્તરોત્તર ધર્મ અને સુખ વધતાં જ જાય છે. २. आलंबनादरोद्भूत-प्रत्यूहक्षययोगत: । ध्यानाद्यारोहाणभंशो, योगिनां नोपजायते ।। [અધ્યાત્મસાર, ધ્યાનાધિકાર, ૩૩] Page #91 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ધર્મબીજ ૩૩. આત્મસ્થિતિ વિષયક પ્રમોદ : “મને મનુષ્યભવ, આર્યક્ષેત્ર, ઉત્તમજાતિ, ઉત્તમકુલ, પંચેન્દ્રિય પરિપૂર્ણ શરીર, આરોગ્ય, દીર્ઘ આયુષ્ય, સદ્ગુરુનો યોગ, ધર્મશ્રવણ, શ્રદ્ધા વગેરે કેટલાં બધાં મોક્ષનાં સાધનો મળ્યાં છે. આ સાધનોથી રહિત એવા અનંતાનંત જીવો આ ભવચક્રમાં અનેક દુઃખોથી પીડાઈ રહ્યા છે, સમ્યગ્દષ્ટિ દેવતાઓ પણ આ સાધનોને ઝંખી રહ્યા છે, પુણ્યના યોગે હું કેટલો ઊંચે આવ્યો છું? કેટલી કેટલી દુર્લભ આ મારી વર્તમાન સ્થિતિ ?” વગેરે વિચારણા એ આત્મા સ્થિતિવિષયક પ્રમોદ છે. આ પ્રમોદ જીવને સાધનામાં આગળ વધારે છે અને સામાન્ય જીવોને અત્યંત દુષ્કર એવાં અનેક વિશિષ્ટ અનુષ્ઠાનોને આચરવાનું અપૂર્વ બળ આપે છે. ૩૪. ભગવાનના શાસન માટે આત્મીયભાવ ઃ “શ્રી અરિહંત ભગવંતોનું આ શાસન અત્યંત ઉત્તમ છે. નિશ્ચયથી મારો આત્મા પણ અરિહંતના આત્મા જેવો જ છે, તેથી તેમનું શાસન અપેક્ષાએ મારું જ શાસન છે. તેમનાં સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા મારાં જ છે. ચતુર્વિધ સંઘ મારો છે' ઇત્યાદિ વિચારણા પણ એક જાતિનો પ્રમોદ છે. આવા પ્રમોદથી શાસનના પ્રત્યેક અંગ તરફ અદ્ભુત આદર અને વાત્સલ્ય જાગે છે, જેમ માતા પોતાના પુત્રોના દોષને ગૌણ બનાવે છે અને ગુણોને જોઈ જોઈને રાજી થાય છે, તેમ આપણને પણ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા વગેરે બધાના ગુણો જોઈને આનંદ થવો જોઈએ. આવો પ્રમોદ પરાકાષ્ઠાને પામે તો તેથી શ્રી તીર્થંકરનામ કર્મ ઉપાર્જન થાય, તેમાં કશું જ આશ્ચર્ય નથી. ૩૫. બીજાના સુખને જોઈને સંતુષ્ટ બનો: બીજાના સુખને જોઈ સંતુષ્ટ થવું એ પણ એક પ્રકારનો પ્રમોદ ભાવ છે. સામાન્યતઃ સુખ ચાર પ્રકારનું છે – (૧) આપાતરમ્ય સુખઃ જે સુખ તત્કાલ રમણીય લાગે, પણ પરિણામે ૧. સાધુ = સંન્યસ્ત સંયમી પુરુષ સાધ્વી = સંન્યસ્ત સંયમી સ્ત્રી. શ્રાવક = ધર્મશ્રદ્ધા પૂર્વક આંશિક સંયમને સ્વીકારનાર ગૃહસ્થ. શ્રાવિકા = ધર્મશ્રદ્ધાપૂર્વક આંશિક સંયમને ધારણ કરનાર ગૃહિણી. ૨. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચતુર્વિધ જૈન સંઘ. ૩. ‘પરસુવતુર્મુદિતા ' ષોડશક પ્રકરણ. Page #92 -------------------------------------------------------------------------- ________________ પ્રમોદભાવના ૫૫ અસુંદર હોય તે “આપાતરમ્ય” સુખ. જેમ કે અપથ્ય આહારાદિથી મળતું વૈષયિક સુખ. (૨) સદ્ધતુ સુખઃ જે ઐહિક સુખ તત્કાલ રમણીય અને પરિણામે (આ લોક પૂરતું) સુંદર હોય તે “સદ્ધતુ સુખ. જેમ કે સ્વાદિષ્ટ પણ પથ્ય આહારનું સેવન વગેરે. (૩) અનુબંધયુક્ત સુખ ઃ ધર્મના પાલનથી ઇહ-પરલોકમાં મળતું અવિચ્છિન્ન સુખ. જેવું કે પુણ્યાનુબંધિપુણ્યથી મળતું બાહ્ય સુખ. (૪) પરમ સુખ : મોહનીયાદિ કર્મના ક્ષયથી ઉત્પન્ન થતું આત્મસ્વભાવજન્ય અવ્યાબાધ અનંતું સુખ. આમાં પ્રથમનાં બે સુખો મૈત્રીભાવનાનાં અને અંતિમ બે સુખો પ્રમોદભાવનાના વિષય છે. બીજાના સુખમાં સંતુષ્ટ થવાથી મન પ્રસન્ન બને છે અને તેથી પોતાનાં જ સુખની ચિંતારૂપ જે સર્વ સંક્લેશોનું મૂળ આર્તધ્યાન તે નાશ પામે છે. ૩૬. ચિનોક્ત પ્રમોદભાવના પરમોચ્ચ છે. બીજી ભાવનાઓ તો અન્ય દર્શનોમાં પણ મળશે, કિન્તુ સુંદર પ્રમોદભાવના શ્રી જિનશાસનમાં જેવી બતાવવામાં આવી છે. તેવી બીજે ક્યાંય જોવા કે સાંભળવા નહીં મળે. ધર્મનાં ત્રણ અંગો છે : કરવું, કરાવવું અને અનુમોદવું. તેમાં છેલ્લું અંગ પ્રમોદભાવરૂપ છે. અન્ય દર્શનોમાં કરવું અને કરાવવું બે અંગો દેખાય છે, કિન્તુ અનુમોદનારૂપ ધર્મની તો ગંધ પણ ત્યાં નથી. જો અનુમોદના જ નથી તો સુંદર પ્રમોદભાવ ત્યાં શી રીતે હોઈ શકે ? અનુમોદના રૂપ ધર્મની શક્તિ અચિંત્ય છે, તે અખૂટ પુણ્યનું ઉપાર્જન કરાવે છે. કરવું અને કરાવવું એ બે અંગોની સફળતાનો આધાર પણ અનુમોદના પર જ છે. ૩૭. પ્રમોદભાવનાં ફળોઃ પ્રમોદભાવનાના સતત અભ્યાસથી પુણ્યનું આકર્ષણ વધતું જાય છે. ઈર્ષ્યા, અસૂયા વગેરે અશુભ માનસવૃત્તિઓ નાશ પામે છે, શુભવૃત્તિઓ જાગે છે, સત્કાર્યો કરવાનો ઉત્સાહ પ્રવર્ધમાન બને છે. મનમાંથી ઈર્ષ્યા, અસૂયા વગેરે મેલો ધોવાઈ જવાના કારણે વસ્તુસ્વરૂપનું યથાર્થ જ્ઞાન થાય છે અને આત્મામાં શુદ્ધ આત્મસ્વરૂપનું ધ્યાન Page #93 -------------------------------------------------------------------------- ________________ ૫૬ ધર્મબીજ (શુક્લધ્યાન) ધરવા માટેની યોગ્યતા પ્રગટ થાય છે. પ્રમોદભાવનાનો અભ્યાસ વધતો જાય છે તેમ તેમ મન અધિક અધિક પ્રસન્ન અને એકાગ્ર બને છે. તેથી આત્મિક આનંદમાં અપૂર્વ વૃદ્ધિ થાય છે. જે ગુણીઓના ગુણો પ્રત્યે પ્રમોદને ધારણ કરે છે, તેના પર તે મહાત્માઓની અપૂર્વ કરુણા ઊતરે છે અને તેથી અન્ય આત્માઓના પણ પ્રમોદનું તે પાત્ર બને છે. પ્રમોદને વાણી દ્વારા ઉચિત સ્થાને વ્યક્ત કરવાથી વાણી પવિત્ર બને છે. પ્રમોદભાવનાથી ગુણોને શોધવાની વૃત્તિ જાગે છે. જે જે રીતે આપણો પ્રમોદભાવ વધે, તે તે રીતનો તે માટે ઉપયોગ કરી શકાય છે. આ પ્રમોદભાવનાની સાધનાના પરમોત્કૃષ્ટ સાધનભૂત શ્રી નમસ્કાર મહામંત્રને હૃદયમાં સંદેવ ધારણ કરવો જોઈએ. પ્રમોદભાવનાસ્વરૂપ શ્રી નમસ્કાર મહામંત્ર આપણને શાસ્ત્રોમાં તે તે અતિગૂઢ રહસ્યોને સમજાવશે કે જેનાથી આપણે શીવ્રતઃ પરમકલ્યાણનાં ભાજન બનીશું. સર્વ જીવો પ્રમોદભાવનાથી પરાકાષ્ઠાને પામીને પરમપ્રમોદમય એવા મુક્તિપદને વરો, એ શુભેચ્છા ! Page #94 -------------------------------------------------------------------------- ________________ પ્રમોદભાવના (સંક્ષિપ્ત) ૧. નિમિત્ત કારણો ઃ સુખી, પુણ્યવાનું કે ગુણી જીવો, બીજાનું સુખ, બીજાનાં સુખનાં સાધનો, ધર્મનાં આલંબનો વગેરે ૨. તેના સંઘર્ષમાં આવતાં ઉપાદાન કારણો : અપ્રશસ્ત રાગ, માન, અહંકાર, પોતાના જ ગુણોનો પક્ષપાત, ધર્મ તરફ અરુચિ, પાપ પ્રત્યે રુચિ, બીજાનાં સુકૃત તરફ દ્વેષ, ગુણીને મળતાં વંદન, પ્રશંસા, સ્તુતિ, બહુમાન, આદર, સત્કાર વગેરે પ્રત્યે અણગમો, પોતાનું તે (વંદનાદિની પ્રાપ્તિ) તરફ આકર્ષણ, આત્મપ્રશંસા કરવાની ટેવ, ગુણદષ્ટિનો અભાવ, દોષદૃષ્ટિ પોતાની ક્ષુલ્લક વાત મહત્ત્વની લાગવી, બીજાની મહત્ત્વની વાત તુચ્છ લાગવી વગેરે અશુભ વૃત્તિઓ. ૩. ઉપાદાન અને નિમિત્તકારણના સંઘર્ષથી ઉત્પન્ન થતા નવા ચિત્તમલોઃ ગુણવાનને જોઈને કે તેની પ્રશંસાદિ સાંભળીને ઈર્ષ્યા, અસૂયા, દ્વેષ, નિંદા કરવાની વૃત્તિ, ગુણીનું અપમાન થતું જાણી તે પ્રત્યે હર્ષ થવો વગેરે. ૪. તે ચિત્તમલોમાંથી ઉદ્ભવતા અનર્થો ગુણી પુરુષો સામે કાવતરાં, તેમનું અપમાન, તેમની મશ્કરી, તેમના હૃદયમાં રહેલા આપણા પ્રત્યેના વિશ્વાસનો નાશ, લોકમાં નિંદા, લોકની અપ્રીતિ, યોગબીજનો નાશ, દુર્લભ-બોધિતા, ગુણહાનિ વગેરે. ૫. ચિત્તમલનાશક ઉપાયોઃ સુખી કે પુણ્યવાનને જોઈને આનંદ પામવો, ગુણોનો પક્ષપાત, ગુણી પુરુષોનું બહુમાન તેમની સ્તુતિ પ્રશંસા, વંદન, નમન, સેવા, વિનય ઇત્યાદિ કરવું, તીર્થ (સંઘ), તીર્થકરો અને ધર્મનાં આલંબનો પ્રત્યે આદર, ગુણદૃષ્ટિ, દોષદષ્ટિત્યાગ, નમસ્કાર મહામંત્રનું સ્મરણ, ધ્યાન વગેરે. ૬. તે ઉપાયોને સંગ્રહનાર શબ્દ પ્રમોદભાવના. ૭. તેની ટૂંકી વ્યાખ્યાઓ પરસુખતુષ્ટિ, ગુણપક્ષપાત. ૮. તેના પ્રકારો : ૧. નૈક્ષયિકપ્રમોદ : ગુણ કે ગુણને જોઈને માનસિક પ્રહર્ષ, અનુરાગ, Page #95 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ધર્મબીજ અન્તર્બહુમાન, અનુમોદના વગેરે. ૨. વ્યાવહારિક પ્રમોદ : ઉપર બતાવેલા આંતરિક અનુરાગાદિની સર્વ ઇન્દ્રિયો દ્વારા અભિવ્યક્તિ, જેમ કે આંખમાં હર્ષનાં અશ્રુઓ, રોમાંચ, જિવા દ્વારા સ્તુતિ વગેરે અને વિનય, સેવા, વંદન ઇત્યાદિ. ૩. આપાતરમ્મસુખ વિષયક પ્રમોદ (પોતાનો હેય) ૪. સતસુખ વિષયક પ્રમોદ (પોતાનો હેય) ૫. અનુબંધયુક્તસુખવિષયક પ્રમોદ (ઉપાદેય) ૬. આત્મસ્થિતિવિષયક પ્રમોદ (ઉપાદેય) ૭. ધર્મનાં આલંબનો પ્રત્યે પ્રમોદ (ઉપાદેય) ૯. પ્રમોદ ભાવનાનાં ફળો ઃ યોગબીજની પ્રાપ્તિ : સત્કાર્યો કરવામાં ઉત્સાહ, ગુણવૃદ્ધિ, ગુણી પુરુષોનાં હૃદયમાં આપણા પ્રત્યે માન, તીર્થંકરપણું, લોકોમાં પ્રશંસા, આદર વગેરે સર્વગુણસંપન્નતા, સર્વદોષરહિતતા, સમ્યકત્વની નિર્મલતા, પુણ્યાનુબંધિપુણ્યનું ઉપાર્જન, સત્ત્વ, શીલ, પ્રજ્ઞામાં વૃદ્ધિ વગેરે. ૧૦. વિશેષ મુદ્દાઓ : • તીર્થકરોને પ્રાપ્ત થયેલ તીર્થકરત્વનું કારણ તેમણે પૂર્વે તીર્થો અને તીર્થકરો પ્રત્યે સેવેલી પ્રમોદભાવના છે. • પ્રમોદભાવનાની પ્રાપ્તિ એ યોગબીજની પ્રાપ્તિ છે. અરિહંતોને નમસ્કાર કરવાનો ભાવ એ યોગબીજ છે. • પ્રમોદનો પરમોત્કૃષ્ટ વિષય શ્રી અરિહંત પરમાત્મા છે. • પ્રમોદભાવના એ ગુણપ્રાપ્તિનો રાજમાર્ગ છે. • જીવનાં સર્વ અનુષ્ઠાનો પ્રમોદભાવનાથી ઓતપ્રોત હોવાં ઘટે. • પ્રમોદ વિના (શ્રી તીર્થકર ભગવંતાદિ પ્રત્યે બહુમાન વિના) સર્વ અનુષ્ઠાનો નિષ્ફળ છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ ૫૯ પ્રમોદભાવના • ગુરુ-શિષ્યભાવ પ્રમોદભાવના પર ટકે છે. • સર્વ સત્કાર્યોનાં મૂળમાં પ્રાયઃ પ્રમોદભાવના હોય છે. પ્રમોદભાવ પણ ચૌદ પૂર્વનો સાર છે. • ગુણદષ્ટિ કેળવો, દોષદષ્ટિ તજો. ગુણદૃષ્ટિ સંવર છે. દોષદષ્ટિ આશ્રવ છે. • પોતાની પ્રશંસા પ્રત્યે ઉપેક્ષા અને નિંદા પ્રત્યે હર્ષ કેળવવો. • બીજાના વિકાસ પ્રત્યે પ્રમોદ કેળવવો. • ગુણ-ગુણીનું બહુમાન સભ્યત્વનું કારણ છે. • પ્રમોદભાવથી સાધના નિર્વિદન બને છે. • ભગવદ્ભક્તિ પ્રમોદભાવરૂપ છે. પ્રમોદભાવ વિનાની ક્રિયાઓ ફળતી નથી. મોરબસામથયાં વિત્તવ ગરીચલી | સર્વ સુખોનું મૂળ ભંગવદ્ભક્તિ છે. • નિગ્રંથ સાધુ મહાત્માઓનું સમગ્ર જીવન શ્રી અરિહંત ભગવંતોની મહાભાવ પૂજારૂપ છે. • ધર્મસ્થાનોમાં મૂર્તિમતી પ્રમોદભાવનાને જોતાં શીખો. • બીજાઓ દ્વારા વ્યક્ત થતી પ્રમોદભાવના પ્રત્યે પ્રમોદભાવ કેળવો. • ધર્મનાં પ્રત્યેક આલંબનને જોઈને હૃદયમાં હર્ષ પામો. • પ્રમોદભાવના વિના સ્વરૂપમણતાની પ્રાપ્તિ શક્ય નથી. • પ્રમોદભાવના ધર્મમાંથી થતા વિનિપાતમાંથી બચાવે છે. • વર્તમાનમાં જે દેવદુર્લભ ધર્મસામગ્રી મળી છે તેના મહત્ત્વને વિચારી આનંદિત બનો. સર્વત્ર (વિશેષ કરીને ચતુર્વિધ સંઘની પ્રત્યેક વ્યક્તિમાં) ગુણો જોતાં શીખો. Page #97 -------------------------------------------------------------------------- ________________ ધર્મબીજ • “શ્રી અરિહંત ભગવંતોનું આ શાસન અત્યંત ઉત્તમ છે. એવી ભાવના પુનઃ પુનઃ કરો. શાસન પ્રત્યેની આત્મીયતાને વિકસાવો. • આ શાસનમાં જેવી સુંદર પ્રમોદ ભાવના છે, તેવી બીજે ક્યાંય જોવા નહીં મળે. • શ્રી અરિહંત પરમાત્માથી માંડીને નાનામાં નાના પણ ગુણવાનને જોઈને આનંદ પામો. • સર્વત્ર ગુણદષ્ટિ કેળવો, દોષદષ્ટિનો ત્યાગ કરો. • ધર્મમહાસત્તાના શરણે જાવ. • દેવ અને ગુરુની ભક્તિ વિના આત્મામાં તત્ત્વપ્રકાશ ન થાય. • બીજાનાં સુખને જોઈને સંતુષ્ટ બનો. તેના પ્રત્યેની ઈર્ષ્યાને છોડી દો. ૧૧. દષ્ટાંતો : નયસાર, જીર્ણશ્રેષ્ઠી, શ્રી કૃષ્ણ મહારાજ, રૂપવતી સ્ત્રીનું કલેવર, દત્રાત્રેય, શ્રી બપ્પભટ્ટસૂરિ, દઢપ્રહારી, રાવણ, મહારાજા કુમારપાળ. ‘પ્રમોદભાવનાને નમસ્કાર Page #98 -------------------------------------------------------------------------- ________________ પ્રાતઃકાળની પ્રમોદ ભાવના સવારમાં ઊઠતાંની સાથે જ સૌથી પ્રથમ નીચેનાં વિશેષણોથી અલંકૃત એવા સર્વ કાળના અને સર્વ ક્ષેત્રના અરિહંતોને નમસ્કાર કરવો જોઈએ. તે નમસ્કાર વખતે મન પ્રમોદથી પ્રફુલ્લિત અને અપાર આનંદને અનુભવતું હોવું જોઈએ. શરીરનાં રોમ રોમ વિકસ્વર થવાં જોઈએ. તે વખતે તે તે વિશેષણોને અનુરૂપ ચિત્ર આપણા મનરૂપી પડદા પર ચીતરવું જોઈએ. વિશેષણો ઃ ૧. ત્રીજા ભવમાં વીશસ્થાનક તપને આરાધીને જેમણે શ્રી તીર્થકર નામકર્મ ઉપામ્યું. ૨. ચૌદ મહાસ્વપ્નોથી સૂચિત છે અવતાર જેમનો.' ૩. ગર્ભમાં આવ્યા ત્યારે જેમની ઇન્દ્ર પણ સ્તુતિ કરી. ૪. ગર્ભાવસ્થાથી જ જેઓ ત્રણ જ્ઞાનથી સહિત હતા. ૫. ગર્ભમાં પણ જેઓ મહાન્ યોગી જેવા હતા. આ રીતે અનેક વખત ભગવાનને નમસ્કાર કરવાના છે. ઓછામાં ઓછા ૧૨ નમસ્કાર, મધ્યમથી ૧૦૮ નમસ્કાર અથવા ઉત્કૃષ્ટથી ૧૦૦૮ નમસ્કાર કરવા જોઈએ. આ રીતે જે રોજ પ્રમોદ ભાવના કરશે, તે સર્વ સુખોનું ભાજન બનશે. અને ત્રણે લોકની સમગ્ર ઋદ્ધિઓ તેને નિઃસંશય વરશે. જે આસન્નભવ્ય હશે, તે પ્રમોદભાવના સુંદર ભાવી શકશે. ૧. અહીં ભગવાનનાં માતાજી પલંગ પર સૂતેલાં છે અને ચૌદ મહાસ્વપ્નોને જોઈ રહ્યાં છે. ભગવાન ગર્ભમાં આવ્યા છે. વગેરે મહામંગલ દશ્ય આંખ સામે ઊભું કરવાનું છે. આવાં દશ્યોથી આપણો આખોય દિવસ મંગલમય બને છે. ૨. એકસો આઠ વિશેષણો માટે જુઓ “નમસ્કારસ્વાધ્યાય’ નામનું ગ્રંથ રત્ન. તેના પ્રાકૃતવિભાગમાં પૃ. ૧૮૪ પર મારી છે. આ ગ્રંથ જૈન સાહિત્ય વિકાસ મંડલ, અંધેરી, મુંબઈ તરફથી પ્રકાશિત થયેલ છે. ૩. ૧૦૦૮ વિશેષણો માટે તાર્કિક શિરોમણિ આચાર્ય ભગવાન શ્રી સિદ્ધસેનસૂરિકૃત શકસ્તવ', કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય કૃત “જિનસહસ્રનામસ્તોત્ર' વગેરે રચનાઓ અત્યંત ઉપયોગી છે. આ મહાપુરુષોનું જ્ઞાન અગાધ હતું. તેમણે કરેલાં સ્તોત્રોનું મનન આપણા આત્મામાં પ્રમોદ ભાવનાની જ્યોતિ પ્રગટાવવા માટે અને પ્રગતિ જ્યોતિને ચિરકાલીન બનાવવા માટે અનિવાર્ય છે. Page #99 -------------------------------------------------------------------------- ________________ પ્રમોદભાવના પ્રમોદભાવના અભ્યાસ માટે શ્રી “નમસ્કાર મહામંત્ર'નો ત્રિસંધ્યા ૧૦૮ જાપ કરી શકાય, અથવા “અરિહંત' એ “ચતુરક્ષરી મંત્રાધિરાજ'નો ઓછામાં ઓછો રોજ ૨૦૦૦ જાપ કરવો જોઈએ. આવા જાપના લાભો અનિર્વચનીય છે. જાપ કરનાર તે લાભોને સ્વયં અનુભવી શકે છે. જેની મનોભૂમિમાં નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એમ ચારે પ્રકારના અરિહંતોને સ્થાન મળ્યું, તે આત્મા સ્વયં અરિહંત પદવીને વરે, એમાં કશું જ આશ્ચર્ય નથી. પ્રમોદભાવના સમાપ્ત Page #100 -------------------------------------------------------------------------- ________________ કરૂણા ભાવના Page #101 --------------------------------------------------------------------------  Page #102 -------------------------------------------------------------------------- ________________ કરુણા ભાવના ૧. વ્યાખ્યા : વસ્તુ:વિનાશિની।૧ કરુણાભાવના બીજાઓનાં દુઃખની વિનાશક છે. ‘દુઃખી પ્રાણીઓનાં દુઃખ દૂર થાઓ' ઇત્યાદિ ભાવવું તે કરુણાભાવના છે.’ કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય મહારાજાએ દીન, આર્ત્ત, ભયભીત, અને જીવિતને યાચતા (મરવા ન ઇચ્છતા) જીવોને દૈન્યાદિનો પ્રતિકાર કરવામાં પરાયણ એવી બુદ્ધિને કારુણ્ય કહેલું છે. ૨. સમાનાર્થક શબ્દો : કરુણા, દયા, અનુકંપા, દીનાનુગ્રહ વગેરે શબ્દો સમાન અર્થવાળા છે, એમ શ્રી ‘તત્ત્વાર્થાધિગમસૂત્ર'ના ભાષ્યમાં કહ્યું છે. બીજાઓને દુઃખ ન થાય તેમ વર્તવું તે દયા છે. બીજાનું દુઃખ જોઈને દુઃખ ન થાય તેમ વર્તવું તે દયા છે. બીજાનું દુઃખ જોઈને હૃદયનું કંપવું અને તે દુઃખ દૂર કરવાની તીવ્ર ઇચ્છા થવી તે અનુકંપા છે અને સત્પુરુષોની, દીન જીવોને સહાય કરવા માટેની સદા તત્પરતા તે તેમનો દીનાનુગ્રહ છે. ૧. આવું લક્ષણ ‘ષોડશક’માં કરવામાં આવ્યું છે. બૌદ્ધના ગ્રંથોમાં પણ સુવાપનયનાારવત્તિવાળા ।' (વિસુદ્ધિમા પરિચ્છેદ ૯, પેરા. ૯૪) ‘બીજાનાં દુઃખને દૂર કરવા માટેની પ્રવૃત્તિ તે કરુણા છે.' એવું લક્ષણ તે કરવામાં આવ્યું છે. એ જ ‘વિસુદ્ધિમગ્ગ’ માં કરુણાનો વ્યુત્પત્તિજન્ય અર્થ પાલીભાષામાં કહ્યો છે કે – ‘પધ્રુવલે સતિ સાધૂન ચમ્પનું વોતીતિ જા । વિશાતિ વા પરવુવવું, હિંતિ વિનાસેતીતિ ળ । વિજયંતિ વા રુવિતે.....પારયતીતિ ઋળા ।' ‘બીજાને દુઃખ હોય ત્યારે હૃદયનું ધૂનન-કંપન કરે છે, તે માટે કરુણા, અથવા જે પર દુઃખને કાપે છે, પર દુઃખનો વિનાશ કરે છે, તેથી કરુણા; અથવા જે દુઃખીઆઓ પ્રત્યે પ્રસરે વિસ્તરે છે તેથી કરુણા કહી છે. ૨. दीनेष्वार्त्तेषु भीतेषु, याचमानेषु जीवितम् । प्रतिकारपरा बुद्धि, कारुण्यमभिधीयते ।। (યોગશાસ્ત્ર પ્ર. ૪-૧૨૦) Page #103 -------------------------------------------------------------------------- ________________ ધર્મબીજ ૩. દૈન્યાદિના પ્રતિકારરૂપ કરુણા અને તેનાં પાત્રો : દીન એટલે પોતાનાં પાપનો પ્રતિકાર કરવામાં અસમર્થ. ‘જગતમાં સૌથી મોટું પાપ કુશાસ્રપ્રણયન છે. તેથી તે પાપનો પ્રતિકાર કરવામાં અસમર્થ એવા કુશાસ્ત્રપ્રણેતાઓ ખરેખર દીન છે. ‘કુશાસ્ત્રપ્રણેતાઓ કુમાર્ગ પ્રણયનરૂપ પાપથી ક્યારે મુક્ત થશે ? મરીચિના ભવમાં ઉન્માર્ગ દેશનારૂપ પાપ વડે ત્રણ ભુવનના અધિપતિ એવા શ્રી વીરભગવાનનો જીવ પણ જો દીર્ઘ કાળ સુધી સંસારચક્રમાં ભમ્યો તો બીજાઓની શી ગતિ ?' વગેરે કરુણાભાવ દૈન્યથી યુક્ત એવા કુશાસ્ત્રપ્રણેતાઓને અનુલક્ષીને કરી શકાય. ૬૬ વિષયોના સંગથી ઉત્પન્ન થયેલાં દુ:ખો જેઓ ભોગવી રહ્યા છે, તેઓ આર્ત્ત (પીડિત) છે. સંસારી જીવો વિષયોને મેળવવામાં અને ભોગવવામાં જ રાચ્યા માચ્યા રહે છે. આ વિષયનો ભોગ પૂર્વના અનંત ભવોમાં અનંતાનંત વાર કર્યો અને તેનાં વિવિધ કડવાં ફળો ભોગવ્યાં, છતાં તેઓ આજ સુધી તે ભોગોથી નિવૃત્ત થતા નથી, ‘પૂર્વ આ વિષયો મને કદી જ મળ્યા નથી, આ વિષયો તદ્દન અપૂર્વ (નવા) છે,' એવો ભ્રમ તેમને સતત રહે છે. આવા જીવો ‘વિષયવિરક્તિથી થતા પ્રશમરૂપ અમૃતનું આકંઠ પાન કરી ચારે તૃપ્ત બનશે ? તેઓ પરમસુખમયી એવી વીતરાગ દશાને કચારે પામશે ?' એ જાતની કરુણા વિષયાત્ત જીવો પ્રત્યે ભાવવી જોઈએ. આ ભવચક્રમાં બાલ, વૃદ્ધ વગેરે સર્વ જીવોની સામે, ભયનાં અનેક કારણો સમુપસ્થિત થાય છે. આવા સંયોગોમાં તેમનું માનસ સતત ભયગ્રસ્ત રહે છે. ‘ભયભીત જીવો સર્વ પ્રકારના ભયોથી કચારે સર્વથા મુક્ત થશે ? સર્વ ભયોથી રહિત એવી ‘જિતભય’ (મોક્ષ) અવસ્થાને તેઓ કચારે પામશે ?' આવી કરુણા, ભયભીત આત્માઓને ઉદ્દેશીને કરી શકાય. મરણનું દુઃખ બધાં દુઃખોને ટપી જાય તેવું છે. બધા જીવો જીવન ઇચ્છે છે, મરણને કોઈ પણ ઇચ્છતું નથી, છતાં જીવન આયુ:કર્મથી અધિક ૧. ખોટાં શાસ્ત્રોની રચના. ૨. ખોટો માર્ગ બતાવવો. ૩. શ્રમણ ભગવાન શ્રી મહાવીરદેવના ૨૭ ભવોમાં ત્રીજા ભવે તેઓ શ્રી ભરતચક્રવર્તીના પુત્ર મરીચિ હતા. Page #104 -------------------------------------------------------------------------- ________________ કરુણાભાવના વધારી શકાતું નથી અને મરણ આવ્યા વિના રહેતું નથી, જ્યારે મરણ સામે દેખાય છે અને તે વખતે જેના સંયોગમાં પોતે ખૂબ ખૂબ રાગ કેળવ્યો છે, એવાં ઘન, પુત્ર, સ્ત્રી વગેરેનો વિયોગ પણ સામે આવીને ઊભો રહે છે, ત્યારે તે મરણ અને ધનાદિપદાર્થોના વિયોગનો વિચાર જીવને બહુ જ પીડા આપે છે. આવી પીડાને અનુભવનારાં પ્રાણીઓને જિનવચનામૃત પ્રાપ્ત થાઓ, તે અમૃત દ્વારા તેઓ અજર અમર બનો," વગેરે કરુણા મારણાનિક પીડાને અનુભવનારાઓ પ્રત્યે કરી શકાય. ૪. કરુણાના પ્રકારોઃ કરુણાના લૌકિક અને લોકોત્તર, સ્વાત્મવિષયક અને પરાત્મવિષયક, વ્યાવહારિક અને નૈશ્ચયિક એમ બે બે પ્રકારો પાડી શકાય. ૫. લૌકિક કરુણા ઃ લૌકિક કરુણાના પણ મોહજન્ય અને દુઃખિત-દર્શનજન્ય એમ બે વિભાગ કરી શકાય અને લોકોત્તર કરુણાને પણ સંવેગજન્ય અને સ્વાભાવિક એ બે ભેદમાં વહેંચી શકાય. તેમાં ભૂખ્યાને અન્ન, તરસ્યાને પાણી, વસ્ત્રહીનને વસ્ત્ર, નિરાશ્રિતને આશ્રય, ગ્લાનને ઔષધાદિ આપવું વગેરે લૌકિક કરુણા છે. અનાથાશ્રમો, સાર્વજનિક ઔષધાલયો, પાંજરા પોળો વગેરેના સંચાલનની પાછળ પણ પ્રાયઃ લૌકિક કરૂણા કામ કરે છે. શિક્ષણ આપતી શાળાઓ વગેરે પણ આ જાતની ભાવનાના પાયા ઉપર હોય છે. અજ્ઞાન એ અનેક દુઃખોનું કારણ છે. તે દૂર કરવા માટે અપાતું લૌકિક સમ્યમ્ નીતિનું શિક્ષણ અપેક્ષાએ કરુણાનું જ કાર્ય છે. અજ્ઞાની અજ્ઞાનને પોષે તે કરુણા નથી, એમ કહી શકાય. લૌકિક કરુણા ઉત્પન્ન થવાના હેતુ એ છે મોહ અને દુઃખિતદર્શન ૧. દુઃખીને જોયા પછી ઉત્પન્ન થાય છે. ૨. અજ્ઞાની હિત અને અહિતને જાણી શકતો નથી. તેથી તે અનેક પ્રકારનાં દુઃખોનું ભાજન બને છે. કહ્યું છે કે – अज्ञानं खलु कष्टं, द्वेषादिभ्यो सर्वदोषेभ्यः । अर्थ हितमहितं वा, न वेत्ति येनावृत्तो जीव: ।। દ્વેષ આદિ સર્વ દોષો કરતાં પણ અજ્ઞાન એ મોટું કષ્ટ છે, કારણ કે તેનાથી આવૃત્ત જીવ હિતકર કે અહિતકર અર્થને જાણી શકતો નથી. Page #105 -------------------------------------------------------------------------- ________________ ૬૮ ધર્મબીજ ગ્લાન માણસ કોઈ અપથ્ય વસ્તુ માગે ત્યારે તેને તે આપી દેવાની અભિલાષા તે મોહ છે. અને તેમાંથી જન્મેલી કરુણા તે મોહજન્ય લૌકિક કરુણા છે. ભૂખ્યાને જોઈને અન્ન આપવું વગેરે દુઃખિતદર્શનજન્ય લૌકિક કરુણા છે. આ બીજા પ્રકારની કરુણા માર્ગાનુસારી આદિ જીવોને હોય છે. . લોકોત્તર કરુણાઃ સર્વ દુઃખોનું મૂળ કારણ કર્મ છે, તે કર્મનો નાશ કરવાનાં સાધનો બતાવવાં, આપવાં તે લોકોત્તરકણા છે. આ કરુણા સમ્યગ્દષ્ટિ વગેરે જીવોને હોય છે. ધર્મદેશના, તીર્થપ્રવર્તન વગેરે લોકોત્તર કરુણાનાં કાર્યરૂપ દૃષ્ટાન્તો છે. સંવેગ એટલે મોક્ષાભિલાષ. તેમાંથી ઉત્પન્ન થાય તે સંવેગજન્ય લોકોત્તર કરુણા છે. આ સંવેગજન્ય લોકોત્તર કરુણા અવિરત સમ્યગ્દષ્ટિ, દેશવિરત અને પ્રમત્તયતિને હોય છે.' સ્વાભાવિક કરુણા એટલે સહજ કરુણા. આ કરુણા સર્વ જીવો પર અનુગ્રહ કરવામાં પરાયણ એવા અપ્રમત્તાદિ મહામુનિઓને જ હોય છે. જેમ કુંભારનો ચાક શરૂઆતમાં દંડના યોગથી અને પછી દંડ વિના પણ પોતાની મેળે જ ભમે છે, તેમ સંવેગજન્ય કરુણા પુનઃ પુનઃ અભ્યાસ વડે સ્વાભાવિક (સહજ) કરુણાની પ્રાપ્તિ થાય છે, તાત્પર્ય એ છે કે મહામુનિઓનો સ્વભાવ જ કરુણામય બની જાય છે. ૭. સ્વાત્મ અને પરાત્મવિષયક કરુણા : ભવિષ્યમાં પોતાના આત્મા પર દુઃખ ન આવે તેવા ધાર્મિક ઉપાયોની વિચારણા અને તે ઉપાયોમાં ૧. સત્પરુષોએ દર્શાવેલા જીવનમાર્ગનું અનુસરણ કરી રહેલા જીવો માર્ગાનુસારી’ કહેવાય છે. તેના શાસ્ત્રપ્રસિદ્ધ ૩૫ ગુણોમાં “દયાળુ થવું એ પણ એક ગુણ છે. ૨. શ્રી તીર્થંકરાદિ દ્વારા અપાતો ધર્મનો ઉપદેશ. ૩. શ્રી તીર્થકર ભગવંતો દ્વારા થતી ગણધરોની, દ્વાદશાંગીની કે સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા રૂપી ચતુર્વિધ ધર્મતીર્થની સ્થાપના. ૪. અવિરતસમ્યગ્દષ્ટિને ધર્મશ્રદ્ધા છતાં વિરતિ (સંયમ) ન હોય. દેશવિરતને આંશિક સંયમ હોય, પ્રમત્તયતિને પૂર્ણ સંયમ હોય પણ તે વચ્ચે પ્રમાદથી દૂષિત હોય. જૈન શાસ્ત્રોની દૃષ્ટિએ ક્રમશઃ આ ચોથું, પાંચમુ અને છઠું ગુણસ્થાનક કહેવાય છે, વિશેષ માટે જુઓ ગુણસ્થાનકમારોહ ગ્રંથ. ૫. અપ્રમત્તમામુનિ = પ્રમાદરહિત શુદ્ધસંયમી. Page #106 -------------------------------------------------------------------------- ________________ કરુણાભાવના - ૬૯ પ્રવૃત્તિ તે સ્વાત્મ વિષયક કરુણા છે. બીજાઓનાં દુઃખ દૂર થાઓ' ઇત્યાદિ ભાવના તે પરાત્મવિષયક કરુણા છે. પ્રસ્તુતમાં એટલું લક્ષમાં રાખવું જોઈએ કે પોતાનાં વર્તમાન દુઃખમાંથી નાસી છૂટવાની ચિંતા એ કરુણા નથી, કિન્તુ મોહ છે, આર્તધ્યાનરૂપ છે. આગામી દુઃખોમાંથી બચવા માટેની વિચારણા એ સાચો વિવેક છે અને તે ધર્મધ્યાનરૂપ છે. ૮. નૈક્ષયિક અને વ્યાવહારિક કરુણા : આત્માનો કરૂણારૂપ જે શુદ્ધ અધ્યવસાય તે નૈઋયિકકરુણા છે અને અન્નદાન વગેરેની પ્રવૃત્તિ તે વ્યાવહારિક કરુણા છે. આ બંને પ્રકારની કરુણા એક બીજાને ઉત્પન્ન કરે છે, અર્થાત્ ક્યારેક અધ્યવસાયો પ્રથમ ઉત્પન્ન થઈને તદનુકૂલ પ્રવૃત્તિ કરાવે છે, અથવા ક્યારેક પ્રથમ અન્નદાનાદિ પ્રવૃત્તિના બળે શુભ અધ્યવસાયો જાગે છે. આ દૃષ્ટિએ બાળકમાં નાનપણથી જ દાન વગેરેનાં સંસ્કારો પાડવા જોઈએ, કે જેથી ભવિષ્યમાં તેનું જીવન ધર્મમય બને. ૯. ચાર પ્રકારનાં દાનઃ શ્રી જિનપ્રવચનમાં ચાર પ્રકારનું પણ દાન કહેવામાં આવ્યું છે. અભયદાન, જ્ઞાનદાન, ધર્મોપરંભદાન અને અનુકંપાદાન. તેમાં જીવો પ્રત્યે દયાભાવ રાખવો તે અભયદાન છે. આ અભયદાનનું મુખ્ય અંગ અહિંસા છે. પારમાર્થિક જ્ઞાન આપવું તે જ્ઞાનદાન છે. મુમુક્ષુ આત્માઓને ઉપકારી થાય તેવા આહારાદિનું દાન કરવું તે ધર્મોપષ્ટભદાન છે. ઉપખંભ એટલે ટેકો, આધાર, વગેરે સાધુ મહાત્માઓને આહારાદિનું દાન કરવાથી તેમને સંયમમાં ટેકો મળે છે અને આપણે ઉપખંભદાન રૂપ ધર્મને સાધીએ છીએ. મુનિઓને શરીર સંયમનું સાધન છે અને શરીર છે ત્યાં સુધી આહારાદિની આવશ્યકતા ઊભી રહેવાની. તાત્પર્ય કે નિર્દોષ આહારાદિ સંયમની સાધનામાં ઉપખંભ છે. સંયમની અનુમોદનામાંથી ઉપખંભ દાનનો ભાવ જન્મે છે અને તે • 'દાન મહાન લાભનું કારણ બને છે. દીન દુઃખીને સહાય કરવા નિમિત્તે જે કંઈ દાન કરાય તે અનુકંપાદાન છે. આ દાન અનુકંપા બુદ્ધિથી દીનાદિને અપાય છે, એમાં પાત્રાપાત્રની વિચારણાને સ્થાન નથી. દીક્ષા લેવાનો પ્રસંગ પ્રાપ્ત થતાં શ્રી તીર્થકર ભગવંતો પણ એક વર્ષ સુધી સતત નિયમિત દાન આપે છે, તેમાં પાત્ર-અપાત્રનો વિચાર કરતા નથી, પરંતુ જે માગવા આવે તે સર્વને આપે છે. આ ચાર પ્રકારનાં દાનથી પરંપરાઓ ક્રમશઃ ક્ષાયિકદર્શન, અનંત જ્ઞાન, અનંત ચારિત્ર અને અનંત વીર્યનો પ્રાદુર્ભાવ થાય છે. અભયદાનથી આત્માને ૧. દર્શન એટલે સભ્યશ્રદ્ધા. તેનાં અવારક નિમિત્તો સર્વથા સમૂલ નાશ થવાથી પ્રગટેલી સમ્યગશ્રદ્ધા તે ક્ષાયિક દર્શન છે. Page #107 -------------------------------------------------------------------------- ________________ ७० ધર્મબીજ સાર્વભૌમ નિર્ભયતા મળે છે. આવી નિર્ભયતા ક્ષાયિક દર્શન વિના સંભવતી જ નથી, તેથી પૂર્વે અભયદાનનું ફળ ક્ષાયિક દર્શન કહ્યું છે. દીન દુઃખીને સહાય કરવામાં પોતાનું વીર્ય ફોરવનાર આત્માને પરંપરાએ અનંત વીર્ય મળે, તેમાં કંઈ આશ્ચર્ય નથી. ૧૦. સ્વદુઃખને દૂર કરવાનો ઉપાય ઃ “મને કદી પણ દુઃખ ન આવો' ઇત્યાદિ લાગણી જીવોમાં અનાદિ કાળથી હોય છે. આ લાગણી દ્વેષરૂપ છે અને તેનો વિષય પોતાનું દુઃખ છે. જીવ કર્મને પરવશ છે, માટે ` તેને પ્રતિકૂળ સંયોગોમાં મૂકાવું પડે છે. પ્રતિકૂળ સંયોગો એ દુઃખનાં નિમિત્ત છે. જીવને પોતાનાં દુઃખ પ્રત્યે દ્વેષ હોવાથી તેવા સંયોગો પર પણ તેને દ્વેષ થાય છે. સ્વદુઃખવિષયક દ્વેષને શાસ્ત્રકારો દાહની ઉપમા આપે છે. આ દાહ જીવને સતત બાળ્યા કરે છે. લગભગ બધા જીવો દુઃખને દૂર કરવા માટે રાત દિવસ પ્રયત્ન કરે છે. પણ દુઃખ ઉપર રહેલા દ્વેષને દૂર કરવાનો પ્રયત્ન કોઈક (વિરલ) મહાત્મા જ કરે છે. વર્તમાન દુઃખને (ઉદયપ્રાપ્ત પાપકર્મને ) દૂર કરવું, એ જીવના હાથમાં નથી પણ તે દુઃખ ઉપરના દ્વેષને દૂર કરવામાં પોતે સ્વતંત્ર છે. દુઃખ પરનો દ્વેષ દૂર થતાં જ દુઃખ એ તત્ત્વતઃ દુઃખ રહેતું નથી, અર્થાત્ પીડા કરતું નથી. પોતાનાં દુઃખ પર રહેલા દ્વેષને દૂર કરવાનો સરલ ઉપાય કરુણાભાવના છે. કરુણાભાવના એટલે બીજાઓનું દુઃખ દૂર કરવાની વૃત્તિ. જે આપણને પોતાના દુઃખ ઉપર દ્વેષ થાય છે, તેને બદલે બીજાઓનાં દુ:ખ પર દ્વેષ થવો જોઈએ અને તે દુઃખો દૂર કરવાની તાલાવેલી જાગવી જોઈએ. બીજાઓનાં દુ:ખો દૂર કરવાની ચિંતા જાગતાં પોતાનું દુઃખ ભુલાઈ જાય છે. પોતાનાં વર્તમાન દુઃખને ભૂલી જવામાં જ સુખ-પ્રાપ્તિનું મૂળ છુપાયેલું છે. વ્યક્તિગત કેવળ સ્વ દુઃખ પ્રત્યેના દ્વેષને સર્વ દુઃખી જીવોના દુઃખ વિષયક બનાવવો, એ જ કરુણા ભાવનાનું રહસ્ય છે. ‘મારાં દુઃખો નાશ પામો' એવી ૧. ‘શ્રીમદ્ ભાગવત’ના નવમા સ્કંધના એકવીસમા અધ્યાયમાં રાજા રંતિદેવનો પ્રસંગ આવે છે. તે કહે છે. ‘न कामयेऽहं गतिमीश्वरात् परामष्टर्धियुक्तामपुनर्भवं वा । आर्तिं प्रपद्येऽखिलदेहभाजामन्तःस्थितो येन भवन्त्यदुःखाः ।।' ‘હું ઈશ્વર પાસેથી અષ્ટઋદ્ધિયુક્ત ઉચ્ચગતિ માગતો નથી, તેમ જ મુક્તિ પણ માંગતો Page #108 -------------------------------------------------------------------------- ________________ કરુણાભાવના વૃત્તિ દુઃખો નાશ પામો,' એવી ઇચ્છા પ્રગટાવવી જોઈએ. આ ઇચ્છાના બળથી આપણા દુઃખમાં હેતુભૂત અન્યને અપકાર કરવાની આપણી મલિન ચિત્તવૃત્તિઓ અને ક્રોધાદિ પણ શમી જાય છે. નથી, એટલું જ ચાહું છું કે “સમસ્ત પ્રાણીઓમાં જે દુઃખ પીડા છે, તે મને પ્રાપ્ત થાઓ ! જેથી તેઓ દુ:ખ રહિત થાય', તાત્પર્ય કે તેઓ સુખી થાય એ જ મારું સુખ છે. સ્કંદપુરાણ”ના “રેવાખંડમાં ‘મહાત્મા આપૌંબરનો પ્રસંગ છે. તેમાં બે માછલીઓને બચાવવાની ઇચ્છાથી તેઓ કહે છે – 'दृ:खितानीह भूतानि, यो न भूतैः पृथग्विधैः । केवलात्मसुखेच्छातोऽवेन्नृशंसतरोऽस्ति क: ? ।।' કેવળ પોતાના સુખને ઇચ્છતો જે બીજા ભિન્ન પ્રકારના સ્વભાવના) ભૂતો દ્વારા દુઃખથી પીડાતાં પ્રાણીઓનું રક્ષણ કરતો નથી તેનાથી વધારે ક્રૂર બીજો કોણ છે?” ‘શે 7 મે ચાતુપાયો હિ એનાઉં ટુકવિતાત્મનામ્ | બના: પ્રવિર મૂતાનાં માં સર્વ: મુ' મારા માટે એવો કયો ઉપાય છે કે જેથી હું દુઃખિત ચિત્તવાળાં સર્વ પ્રાણીઓની અંદર પ્રવેશ કરીને એકલો જ એ બધાં દુઃખો ભોગવનારો થાઉં ?' 'दृष्ट्वा तान् कृपणान् व्यङ्गाननङ्गान् रोगिणस्तथा । નાચતે ય સ રક્ષ કૃતિ મે મતિ: ” “તેઓને દરિદ્ર-કૃપણ, વિક્લ અંગવાળા, અંગહીન તથા રોગી જોઈને જેના હૃદયમાં દયા ઉત્પન્ન થતી નથી, તે મનુષ્ય નહિ પણ) રાક્ષસ છે, એમ મને લાગે છે. (ઉપર “રંતિદેવ અને આપસ્તંબના પ્રસંગોમાં જે કરૂણા બતાવી છે, તે જૈન દૃષ્ટિએ સર્વથા ઉચિત નથી, કારણ કે એક જ જીવ પોતાના દેહ વડે આ વિશ્વનાં સમસ્ત પ્રાણીઓનાં દુઃખ ભોગવે એ શક્ય નથી, અશક્ય કલ્પના છે, છતાં પણ તેઓનો તે પ્રકારનો કરુણાભાવ ઉદાત્ત છે, એ જ અહીં કહેવાનું છે.) વૈષ્ણવ જન તો તેને કહિયે, જે પીડ પરાઈ જાણે રે’, એ શબ્દોમાં પણ કરુણાભાવનાનું સ્પષ્ટ પ્રતિબિંબ છે. ઈશુએ દુનિયાનું દુઃખ દૂર કરવાને માટે જ અવતાર લીધો હતો એ ખ્રિસ્તી ધર્મની માન્યતામાં પણ, દુઃખી પ્રાણીઓનાં દુઃખ દૂર કરવાં જોઈએ એવી કરુણાભાવના વ્યક્ત થાય છે. ‘જરથુષ્ટ્ર ધર્મમાં પણ કોઈ પ્રાણી પ્રત્યે ગુનો કર્યો હોય તો તેણે તેની માફી માગવાનો વિધિ છે, એ પણ કોઈ પણ પ્રાણીને દુઃખી ન કરવો’ એવી ભાવનાનો સ્વીકાર છે. ઇસ્લામ, બૌદ્ધ, યહૂદી વગેરે ધર્મોમાં પણ કરુણાભાવનાને પાયામાં સ્થાન છે. Page #109 -------------------------------------------------------------------------- ________________ ધર્મબીજ બીજા દુઃખીની અપેક્ષાએ પોતાને સુખી માનવાથી ‘હું ઉચ્ચ, હું શ્રીમંત, હું દુઃખી, હું રૂપવાન, હું બળવાન, વગેરે છું’ એવું અભિમાન-દર્પ થાય છે. આ દર્પ દુ:ખી પ્રત્યે તિરસ્કાર કરાવે છે. બધાં પ્રાણીઓને આત્મતુલ્ય માનીને કરુણા ભાવનાને ચિત્તમાં સ્થિર કરનારનો અહંકાર ઓગળી જાય છે. ૭૨ પ્રત્યેક વસ્તનું બળ સ્થાનવિશેષને પામીને જ હાનિકર કે હિતકર બને છે; સ્થાન ભેદે જ વસ્તુનું હાનિકારક બળ પણ હિતકારક બને છે. વિષયોનો પ્રેમ એ હાનિકારક તત્ત્વ છે, પણ તે જ પ્રેમને જો પરમાત્મામાં જોડીએ તો લાભનો પાર ન રહે. વિષયોમાં વિરક્તિ-ઉપેક્ષા એ પરમ સુખનું સાધન છે, પણ એ જ ઉપેક્ષા જો ધર્મ તરફ થઈ જાય તો તે મહાન દુઃખોનું મૂળ બની જાય. આવી જ રીતે પોતાનાં દુઃખો પ્રત્યેનો દ્વેષ એ એક એવી આગ છે કે જે આત્માને નિરંતર બાળે છે, પણ તે જ આગ જ્યારે બીજાઓનાં દુ:ખ પ્રત્યે વળે છે, ત્યારે આગને બદલે શેકનું કામ કરે છે. જેમ શેક સોજા વગેરેથી થતાં દુઃખને દૂર કરે છે, તેમ પરદુઃખવિષયક દ્વેષરૂપ આ કરુણા ભાવના આર્તધ્યાનરૂપ મહારોગથી ઉત્પન્ન થતાં આપણાં અનેક દુઃખોનું નિવારણ કરે છે. પોતાનાં વર્તમાનકાલીન દુઃખ ઉપર દ્વેષ કરવો તે સર્વ સંક્લેશોનું મૂળ અને અત્યંત સંકુચિત વૃત્તિ છે, તે વૃત્તિ જ્યારે સર્વ દુઃખી પ્રાણીઓનાં દુઃખ જેટલી વિસ્તૃત, અર્થાત્ સર્વ દુઃખી પ્રાણીઓનાં દુઃખ દૂર કરવાની ભાવનારૂપ બને છે ત્યારે સંક્લેશનો નાશ થાય છે અને ચિત્ત નિર્મલ બને છે. ૧૧. કરુણાભાવના તીર્થંકર પદવીનું કારણ ઃ જૈન સિદ્ધાંત મુજબ તીર્થંકર નામકર્મ ઉપાર્જન કરનારા પુણ્યાત્માઓમાં ઉપર્યુક્તવૃત્તિ મુક્તિપૂર્વેના છેલ્લા ત્રીજા ભવમાં વિશાળતાની પરાકાષ્ઠાએ પહોંચે છે. ‘સર્વ જીવોનાં સર્વદુઃખોનું મૂળકારણ કર્મ છે, તેનાથી સર્વ જીવો મુક્ત થાઓ', એવી વિશાળ કરુણા તેમને તીર્થંકરપદની સમૃદ્ધિઓનું ભાજન બનાવે છે. આ જ સાર્વભૌમ કરુણા તેમનામાં એવી યોગ્યતા પ્રગટાવે છે કે જેથી તેઓ સર્વ જીવોનાં સર્વ દુઃખોના નાશક અનુપમ ઉપાયો શીખવાડનારું પરમ પવિત્ર તીર્થ પ્રવર્તાવે છે અને તેથી તેઓને મહાગોપ, મહાનિર્યામક, મહાસાર્થવાહ, ૧ ૧. મહાગોપ - ગોપ એટલે રક્ષક, જેમ ગોવાળ પોતાની નિશ્રામાં રહેલાં પશુઓનું પાલન, સંરક્ષણ વગેરે કરે છે, તેમ શ્રી તીર્થંકર ભગવંતો સર્વ જીવોનાં પાલન (ધર્મપુષ્ટિ), અધર્મથી સંરક્ષણ વગેરે કરનારા હોવાથી તેઓ મહાગોપ છે. Page #110 -------------------------------------------------------------------------- ________________ કરુણાભાવના વગેરે શ્રેષ્ઠ ઉપમાઓ પ્રાપ્ત થાય છે. ૭૩ ૧૨. સ્વાત્મવિષયક કરુણાનું મહત્ત્વ : સ્વાત્મ વિષયક કરુણા (જેની વ્યાખ્યા પૂર્વે બતાવવામાં આવી તે) જીવને ધર્મમાર્ગમાં આગળ વધવા માટે અપૂર્વ ઉત્સાહ તથા બળ આપે છે અને સાધનામાં આવતા ઉપસર્ગો અને પરીષહોને ઉત્સવરૂપ બનાવે છે. આ જ કરુણા ગ્રંથિભેદનું મુખ્ય સાધન છે'. સમ્યગ્દર્શન પ્રાપ્ત થતાં જ જ્યારે આ કરુણા શમાદિ ગુણોથી યુક્ત બને છે ત્યારે તે શુભપરિણામોની (આત્માના શુભ અધ્યવસાયોની) અભિવૃદ્ધિમાં અતિ મહત્ત્વનો ભાગ ભજવે છે. ૧૩. કરુણા ભાવનાનું નિમિત્ત દુઃખ છે, તે અંગે સમ્યગ્દષ્ટિ આત્માની વિચારણા : કરુણા ભાવનાનું નિમિત્ત દુઃખ છે, તેથી કરુણા ભાવનાના અભ્યાસીને સંસારમાં રહેલાં દુઃખોનું યથાર્થ જ્ઞાન હોવું જોઈએ. સમ્યગ્દષ્ટિ આત્મા તે દુઃખોની વિચારણા નીચે મુજબ કરે છે - ‘આ સંસાર જન્મ, વ્યાધિ, રોગ, શોક, જરા, મૃત્યુ, વગેરે અનેક દુઃખોથી ભરપૂર છે. ચાર ગતિમાં એવું એક પણ સ્થાન નથી કે જ્યાં એમાંનું કોઈ પણ દુઃખ ન હોય.’ ‘નરકગતિ’માં વેદનાનો પાર નથી. અહીં કરતાં અનંતગુણી ઉષ્ણતા = મહાનિર્યામક = નિર્યામક એટલે સ્ટીમરનો કૅપ્ટન, જેમ કૅપ્ટન સ્ટીમરને સમુદ્રના કિનારે પહોંચાડે છે, તેમ આ ભવસમુદ્રમાં જીવોને ધર્મરૂપ સ્ટીમરોમાં બેસાડીને મોક્ષરૂપ કિનારે પહોંચાડનાર હોવાથી શ્રી તીર્થંકરો મહાનિર્યામક કહેવાય છે. મહાસાર્થવાહ = પૂર્વના કાળમાં વેપાર વગેરેના અર્થે મોટા મોટા સાર્થો (કાફલાઓ) નીકળતા. સાર્થવાહ એટલે સાથેનો આગેવાન. સાર્થવાહ સાથેના પ્રત્યેક ઘટકની કાળજી રાખે તેમ ધર્મી જીવોના સાર્થને શ્રી તીર્થંકર ભગવંતો સંભાળતા હોવાથી તેઓ મહાસાર્થવાહ કહેવાય છે. ૧. સમ્યક્ત્વ પ્રાપ્ત થતાં પહેલાં જીવ રાગ અને દ્વેષની નિબિડ ગ્રંથિનો ભેદ કરે છે. તેને ગ્રંથિભેદ કહેવામાં આવે છે. ૨. નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ, એ ચાર ગતિઓ છે. ૩. જૈન શાસ્ત્રોમાં સાત નરકોનું વર્ણન છે, વૈદિક સંપ્રદાયમાં પણ સાત નરકની માન્યતા છે. બૌદ્ધ ધર્મમાં આઠ નરકો માનવામાં આવ્યાં છે. અંગ્રેજી સાહિત્યમાં પણ અત્યંત દુ:ખદાયી સ્થાન માટે Hell (નરક) શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ ધર્મબીજ અને ટાઢ ત્યાં હોય છે. ત્યાંની ટાઢમાંથી ઉપાડીને કોઈ નારકીના જીવને શિયાળામાં હિમાચળના અત્યચ્ચ શિખર પર બરફ વચ્ચે મૂકે તો પણ તેને ટાઢ ઓછી લાગવાથી આહલાદ થાય. નારકીઓ પરસ્પર સતત ઝઘડે છે. એક બીજા પ્રત્યે તેમને સદેવ મત્સર ોય છે. ત્યાં જીવને પરમધામિઓ તરફથી અસહ્ય વેદનાઓ સહન કરવી પડે છે. શાલ્મલિવૃક્ષના કાંટાઓ અને અસિપત્રવૃક્ષમાં તલવાર જેવાં પાંદડાંઓનો સ્પર્શ, તાંબું વગેરે ધાતુઓના ઊકળતા રસનું પાન, વૈતરણી નદીમાં તરવું વગેરે અનેક પ્રકારનાં દુઃખકારક . નિમિત્તો વચ્ચે જીવને રહેવું પડે છે, તેથી એક ક્ષણ પણ નારકીઓને સુખ નથી. સર્વજ્ઞ સિવાય તેમની વેદનાને સંપૂર્ણ રીતે કોણ જાણી શકે? તિર્યંચગતિનાં દુઃખો પણ અત્યંત ભીષણ છે. એકેન્દ્રિયદિ જીવોને ભૂખ, તૃષા, ટાઢ, તડકો, છેદન, ભેદન વગેરે અનેક દુઃખો સતત સહેવાં પડે છે. પશુઓ પણ ચાબુક, અંકુશ વગેરેના પ્રહારો, વધ, બંધન, ભૂખ, તૃષા વગેરે અસંખ્ય દુઃખોથી નિરંતર પીડાઈ રહ્યા છે. મનુષ્યોને યુદ્ધ, અકસ્માત્ વગેરેનાં અનેક દુઃખો છે, તેની બાલ્ય, યૌવન વગેરે સર્વ અવસ્થાઓમાં વિવિધ દુઃખ છે. કહ્યું છે કે – 'निर्विवेकतया बाल्यं, कामोन्मादेन यौवनम् । वृद्धत्वं विकलत्वेन, सदा सोपद्रवं नृणाम् ।।' બાળપણમાં વિવેક ન હોવાથી, યૌવનમાં કામનો ઉન્માદ હોવાથી અને વૃદ્ધાવસ્થામાં અંગો વિકળ (જર્જરિત) થવાથી મનુષ્યની સર્વ અવસ્થાઓ સદા ઉપદ્રવોવાળી છે.” દેવોને પણ દુઃખોનો પાર નથી. અવધિજ્ઞાનથી જ્યારે તેમને પોતાના ચ્યવનકાળનું જ્ઞાન થાય છે, ત્યારે તેમનાં દુઃખની સીમા રહેતી નથી, “અશુચિથી ૧. નારકીઓને પીડા આપનાર દેવોની જાતિ. ૨. નરકના આ વર્ણનને વિશેષ જાણવા માટે જુઓ શ્રી સૂયગડાંગ સૂત્રનું નિરયવિભત્તિ અધ્યયન. ૩. અવધિજ્ઞાનથી ભૂત અને ભવિષ્યકાળના ભાવો, દૂર પ્રદેશમાંના ભાવો વગેરેનું દર્શન થાય છે. આવું જ્ઞાન દેવતાઓને સહજ હોય છે અને તે ઊલટું પણ હોય છે. વિશેષ માટે જુઓ શ્રી નંદિસૂત્ર' ભવ ઉપરના અયોગ્ય બહુમાનને (ભવાભિનંદિતાને) કારણે કર્મજન્ય છે અને કર્મ એ બંધનરૂપ હોઈ દુઃખરૂપે પરિણમે છે.” Page #112 -------------------------------------------------------------------------- ________________ કરુણાભાવના ૭૫ પરિપૂર્ણ એવા માતૃગર્ભમાં પ્રવેશ કરવો પડશે', ઇત્યાદિ વિચારોથી તેમને શૂળી કરતાં પણ અધિક વેદના થાય છે. દેવતાઓમાં પણ ઈર્ષ્યા, પરસ્પર કલહ વગેરે ચાલુ જ હોય છે. દેવતાને જે કાંઈ સુખ છે, તે મધુલિસ ખડ્ગધારાને ચાટવા જેવું દુઃખાનુષંગી છે. પગની નસમાં સોજો આવી ગયો હોય ત્યારે કોઈ માલિશ કરે તો સુખ લાગે છે, કિન્તુ તે સુખ તત્ત્વતઃ સુખ નથી, દુ:ખનો પ્રતિકાર માત્ર છે. આવું જ સુખ દેવતાઓનું હોય છે. સંસારમાં હેલાં અનેક દુઃખોનો તે અનિત્ય પ્રતિકાર માત્ર છે. જીવને આ સંસારમાં જે કાંઈ સુખ લાગે છે, તે કેવળ ઉપર્યુક્ત દુઃખોનું અને તે દૂર કરવાનાં સાધનોનું યથાર્થ જ્ઞાન સમ્યગ્દષ્ટ આત્માને જ હોય છે, તેથી તેની કરુણા એ જ તાત્ત્વિક કરુણા છે. દુઃખ સ્વરૂપ સંસારનું અવલોકન કર્યા પછી સમ્યગ્દષ્ટિ જીવ આ પ્રમાણે વિચારે છે. દુઃખરૂપ જલથી પરિપૂર્ણ એવા આ ભાવસમુદ્રના પારને સર્વ જીવો પામો અને જ્યાં જન્મ નથી, રોગ નથી, ભય નથી, શોક નથી, કોઈ પણ અન્ય વ્યાબાધા નથી, નિરંતર અનુપમ એવું સુખ જ છે, તે મોક્ષ સર્વ જીવોને પ્રાપ્ત થાઓ. ૧૪. ‘યોગબિંદુ’માં વરબોધિસમ્યગ્દષ્ટિની કરુણા ભાવના : મોહાન્યારાદને, સંસારે દુ:રિવતા વત । सत्त्वा: परिभ्रमन्त्युच्चैः सत्यस्मिन् धर्मतेजसि ।।२८५।। ‘ખેદની વાત છે કે ધર્મનો પ્રકાશ વિદ્યમાન હોવા છતાં જીવાત્માઓ મોહના અંધકાર વડે ગહન એવા સંસારમાં દુઃખી બનીને પરિભ્રમણ કરી રહ્યા છે!’’ अहमेतान् अत: कृच्छ्राद्, यथायोगं कथंचन । અનનોત્તારયામીતિ, વરોધિસમન્વિત: -।।૨૮૬।। ‘હું આ સર્વ જીવોને કોઈ પણ ઉપાય વડે જેમ બને તેમ આ ભયંકર દુ:ખમાંથી ઉગારું' એમ શ્રેષ્ઠબોધિથી (સમ્યગ્દર્શનથી) યુક્ત મહાત્મા વિચારે છે. Page #113 -------------------------------------------------------------------------- ________________ ७६ ધર્મબીજ करुणादिगुणोपेत:, परार्थव्यसनी सदा । तथैव चेष्टते धीमान्, वर्धमानमहोदय: ।।२८७।। કરુણાદિ ગુણોવાળો, સદા પારકાનાં કાર્યો કરવામાં તત્પર, બુદ્ધિમાન અને પ્રવર્ધમાન પુણ્યવાળો તે, તેવા પ્રયત્ન કરે છે. तत्तत्कल्याणयोगेन, कुर्वन् सत्त्वार्थमेव सः । તીર્થરૂમનોતિ, પરં સત્તાર્થસાધનમ્ ૨૮૮ સર્વ જીવાત્માઓના હિત માટે તે તે હિતકર કાર્યોને કરતો, તે જીવોનાં કલ્યાણનું પરમ સાધન એવા તીર્થકરપદને પામે છે. ૧૫. કરુણાની વ્યાપકતાઃ જેમ આપણને દુઃખ અપ્રિય છે, તેમ સર્વ જીવોને તે અપ્રિય છે. પોતાને જે અપ્રિય છે, તેનું બીજાઓ પ્રત્યે આચરણ ન કરવું એ અહિંસા છે અને એ જ પરમ ધર્મ છે. અહિંસા એ કરુણાનું જ ફળ છે. એ જ રીતે સત્યાદિ વ્રતો પણ કરૂણા ભાવનામાંથી જન્મે છે. સર્વ સક્રિયાઓ, સર્વ ધર્મઅનુષ્ઠાનો, સર્વ આગમવાક્યો વગેરેની પાછળ સ્વાત્મવિષયક અથવા પરાત્મવિષયક કરુણા રહેલી છે. નમસ્કાર મહામંત્રમાં કરુણાના સમુદ્ર પાંચ પરમેષ્ઠિઓનું જ સ્મરણ છે. પ્રતિક્રમણની ક્રિયામાં પાપ કરનાર એવા પોતાના આત્મા પ્રત્યે કરૂણા રહેલી છે. १. 'सव्वेपाणा पियाउया सुहसाया दुक्खपडिकूला, अप्पियवहा । पियजीविणो जीविउकामा, सव्वेसिं जीवियं पियं ॥ (આચારાંગ સૂત્ર. અ૦ ૨, ૯૨-૯૩) બધાં પ્રાણીઓને આયુષ્ય પ્રિય છે, સુખ પ્રિય છે, દુઃખ ગમતું નથી, વધ ગમતો નથી, જીવવું ગમે છે, જીવવાની ઇચ્છા છે, બધાને જીવન પ્રિય છે. ૨. ‘શાત્મનઃ પ્રતિનિ રેષાં ન સમાવેત્ | “જે પોતાને પ્રતિકૂળ છે, તે બીજાઓ પ્રત્યે ન આચરવું. યોગશાસ્ત્ર ટીકા ૩. હિંસા પરમો ધર્મ | મહાભારત ૪. આત્મશુદ્ધિ માટે જૈન ધર્મમાં છ ક્રિયાઓ આવશ્યક માની છે: (૧) સામાયિક, (૨) ચતુર્વિશતિ સ્તવ, (૩) વંદન, (૪) પ્રતિક્રમણ, (૫) કાયોત્સર્ગ અને (૬) પ્રત્યાખ્યાન. તેમાં પાપકર્મથી પાછા ફરવું અને પાપ કરનારે પોતાના આત્માની નિંદા, ગઈ કરવી, તેને પ્રતિક્રમણ કહેલું છે અને તેના અંગભૂત સામાયિકાદિ શેષ પાંચ આવશ્યકો સહિત તે કરવાનું હોય છે. Page #114 -------------------------------------------------------------------------- ________________ કરુણાભાવના ૭૭ ૧૬. ગુરુની કરુણાઃ જેમ ગુણાધિક આત્માઓ પ્રમોદભાવનાનો વિષય છે, તેમ હનગુણ આત્માઓ પણ કરુણાભાવનો વિષય છે. શિષ્યને ગુરુ પ્રત્યે પ્રમોદભાવ હોય છે. જ્યારે ગુરુને શિષ્ય પ્રત્યે કરુણાભાવ હોય છે. કરુણાના કારણે જ ગુરુ, શિષ્યને સર્વ ગુણોનું ભાજન કરવા માટે દિવસરાત મથે છે. સારણા, વારણા વગેરેની પાછળ કરુણાભાવ જ મુખ્ય કામ કરે છે. ૧૭. હનગુણ પ્રત્યે કરૂણા વિના અનુષ્ઠાન સિદ્ધ થતું નથી ? પોતે જે અનુષ્ઠાનની સાધના કરે છે તે અનુષ્ઠાન જેઓને પ્રાપ્ત થયું નથી તેવાઓ પ્રત્યે જો કરુણા ન હોય તો પોતાના અનુષ્ઠાનમાં સાધક કદી પણ સિદ્ધિ મેળવી શકતો નથી. નીચેની ભૂમિકા પર રહેલા જીવો પ્રત્યે જો કરુણાભાવ ન જાગે તો સમજવું કે સાધકને પોતાના અનુષ્ઠાનનું વાસ્તવિક પ્રણિધાન પ્રાપ્ત થયું નથી. ષોડશકાદિ ગ્રંથોમાં પ્રણિધાનના લક્ષણમાં જ હનગુણ પ્રત્યેની કરુણાનો સમાવેશ કરેલો છે. હીન ગુણ પ્રત્યે કરૂણા ઉત્પન્ન ન થાય તેમાં કેટલીક વાર સ્વોત્કર્ષ (બીજા કરતાં પોતે અધિક-આગળ રહેવાની વાસના) અથવા પરોપકર્ષ (પોતાનાથી બીજાઓને ન્યૂન-પાછળ રાખવાની વાસના) કારણ હોય છે. સ્વોત્કર્ષને સાધવામાં જીવ પોતે બીજાઓ કરતાં ચડિયાતો છે.” એમ અને પરોપકર્ષમાં બીજાઓ મારા કરતાં ઊતરતા છે' એમ બીજાઓને દેખાડવા માગતો હોય છે. જો આ વિશ્વમાં સર્વ આત્માઓ સમાન છે તે સ્વોત્કર્ષ કે પરોપકર્ષને ઇચ્છનારા કુદરતને અન્યાય કરે છે, તેથી તેનું માથું ફળ તેને મળે જ છે. કરુણા ભાવનાનો સાધક આ બન્ને પ્રકારની વૃત્તિઓથી દૂર રહે છે. કરુણાના વિરોધી તિરસ્કાર અને ઉપેક્ષા છે. જીવને અજ્ઞાનના કારણે હનગુણ પ્રત્યે તિરસ્કાર અને દુઃખીનાં દુઃખો પ્રત્યે ઉપેક્ષા હોય છે. જે બીજાઓને તિરસ્કારે છે તે પોતે જ તિરસ્કારને પામે છે અને જે દુઃખીઓની ઉપેક્ષા કરે છે તેને દુઃખવખતે બીજાઓની સહાય મળતી નથી. કરુણા ભાવનાના નિરંતર અભ્યાસથી ૧. સારણા, વારણા, ચોયણા, અને પડિચોયણા આચાર્યનાં એ ચાર ખાસ કર્તવ્યો છે. પોતાની નિશ્રામાં રહેલા સાધુઓની વારંવાર સાર સંભાળ કરવી, તેમને સદાચારવાળા બનાવવા અને તેમના દોષોનું સ્મરણ કરાવવું તે સારણા કહેવાય છે. સાધુઓના સંયમમાં દોષ લાગતો હોય તો તેનું નિવારણ કરવું તે વારણા છે. સાધુઓ પ્રમાદમાં રહેતા હોય તો તેમને યોગ્ય ઉપાયોથી સન્માર્ગે વાળવા–પ્રેરણા કરવી તે ચોયણા અને જરૂર પડે વારંવાર તેવી પ્રેરણા કરતી તે પડિચોયણા કહી છે. Page #115 -------------------------------------------------------------------------- ________________ ધર્મબીજ આ તિરસ્કાર અને ઉપેક્ષારૂપ અશુભ ચિત્તવૃત્તિઓ અને તેના ફળસ્વરૂપ તિરસ્કાર અને અસહાય દશાનો વિલય થાય છે. તેથી કરુણાભાવનાને કેળવવી તે પ્રત્યેક સાધકનું પરમ કર્તવ્ય છે. ૧૮. સર્વશ્રેષ્ઠ કરુણાઃ હિતોપદેશદાન એ સર્વ શ્રેષ્ઠ ગણાય છે. જિનપ્રવચન હિતોપદેશરૂપ છે, અર્થાત્ કરુણામય છે. શ્રી તીર્થંકરભગવંતોનું મુખ પુષ્પરાવર્ત મેઘરૂપ છે, તે મેઘમાંથી હિતોપદેશરૂપ જલની પ્રચંડ વર્ષા થાય છે. જલવર્ષા દ્વારા ભવ્ય જીવોને પરમ શાંતિની પ્રાપ્તિ થાય છે.. ૧૮. ગ્લાનની ઉપેક્ષા ન કરો: “જે ગ્લાનની ઉપેક્ષા કરે છે, તે મારી ઉપેક્ષા કરે છે એવું શ્રી જિનવચન છે. આ વચન એ બતાવે છે કે કરુણાભાવનાના પાત્ર પ્રત્યે કરુણા ન કરવાથી શ્રી તીર્થકર ભગવંતની જ ઉપેક્ષા થાય છે. ઉપરના વાક્ય પરથી એ પણ ફલિત થાય છે કે ગ્લાનની સેવા એ તીર્થકરની જ સેવા છે, અર્થાત્ કરુણામાં તીર્થકરની સેવા જેટલું પુણ્ય રહેલું છે. ૨૦. જિનવચનનો સાર કરુણા છે ? દાન, શીલ, તપ અને ભાવરૂપ ચતુર્વિધ ધર્મમાં દાન એ સ્વાત્મવિષયક અને પરાત્મવિષયક બને પ્રકારની કરૂણામાં લઈ શકાય એવું છે. અન્નદાન, જ્ઞાનદાન, અભયદાન વગેરેમાં પરની કરુણા તો સ્પષ્ટ છે જ પણ એ દાન વડે જે પુણ્ય વગેરેનું ઉપાર્જન થાય છે તેનાથી પોતાના આત્મા પર પણ અનુગ્રહ થતો હોવાથી દાનને સ્વાત્મવિષયક કરુણા પણ કહી શકાય. શીલાદિ ધર્મો અધઃસ્થાનવર્તી પોતાના આત્માને ઉપરિતન સ્થાન તરફ લઈ જનારા હોવાથી તે સ્વાત્મવિષયક કરુણારૂપ છે. શીલ અને તપના કારણે આરંભ, સમારંભ વગેરેમાંથી બચી જવાય છે, તેથી એકેન્દ્રિયાદિ અનેક જીવોને અભયદાન મળે છે, માટે તે બંને પરાત્મવિષયક કરુણામાં પણ લઈ શકાય. આવી જ રીતે ૧. નોપો નત્યસ્મિતાદરો વિદ્યતે વિત્ | જાદશી તુ:વિજેતા દિનાં ધર્મરાના II [ધર્મબિંદુ ૨. ૮૦] પ્રાણીઓનાં દુઃખ વિચ્છેદ કરવાથી ઘર્મદશના જેવો ઉપકાર કરે છે, તેવો ઉપકાર આ જગતમાં બીજો કોઈથી થતો નથી. ૨. શ્રેષ્ઠ પ્રકારનો એક મેઘ Page #116 -------------------------------------------------------------------------- ________________ કરણાભાવના ૭૯ યોગનાં યમાદિ અંગોમાં પણ સ્વ- પર કરુણા રહેલી છે, શ્રાવકધર્મ અને યતિધર્મ બંનેમાં અહિંસા રૂપે કરુણાભાવનાનું પ્રાધાન્ય છે. ઉપરની વિચારણા પરથી એ નિષ્કર્ષ પર આવી શકાય કે કરુણાભાવના એ સમગ્ર જિનવચનનો સાર છે. ૨૧. કરુણાભાવનાથી થતા આધ્યાત્મિક લાભો : કરુણાભાવનાના નિરંતર અભ્યાસથી પોતાના સંક્લેશ દૂર થાય છે, બીજાઓનાં દુઃખનું નિવારક નિર્મળ બળ પ્રાપ્ત થાય છે અને પરોપકાર માટેનું સહજ સત્ત્વ વિકસે છે. કરુણાભાવનાથી સ્વાર્થવૃત્તિ, પોતાનાં જ દુઃખની ચિંતારૂપ મોહ, સંકુચિતતા, તિરસ્કાર, અહંકાર, પરદુઃખની ઉપેક્ષા વગેરે ચિત્તમલો નાશ પામે છે, તેથી નિર્મલ બનેલું ચિત્ત સદ્ધોધનું ભોજન બને છે. એમ આ ભાવનાથી પાપનો ક્ષય અને પુણ્યનું ઉપાર્જન થાય છે. પૂર્વે આપણે જોયું કે જિનપ્રવચન એ કરુણામય છે. એવા કરુણામય પ્રવચનમાં રહસ્યો સમજવાં હોય તો હૃદયમાં કરુણાભાવ નિરંતર રમવી જ જોઈએ. કરૂણાથી રહિત એવું હૃદય પરમકારુણિક એવા શ્રી જિનેશ્વરભગવંતને અને તેમનાં પ્રવચનને શી રીતે સમજી શકે? જે હનગુણ આત્માઓ પ્રત્યે કરુણાને ધારણ કરે છે, તેના પર અધિકગુણ આત્માઓની કરુણા કુદરતી રીતે વરસે છે. આ કરુણા સાધકનું અધિકગુણવાળા આત્માઓની સાથે મિલન કરાવી આપે છે, જેથી સાધકમાં નવા નવા ગુણોનો પ્રાદુર્ભાવ થાય છે. જે બીજાના દુઃખને દૂર કરવાના ઉપાયોને વિચારે છે, તે પરિણામે વિકાર વિનાનું (અવ્યાબાધ) સુખ પામે છે. | સર્વ ભવ્યજીવો કરુણા ભાવનાના અભ્યાસની પરાકાષ્ઠાને પામીને કરુણાસિંધુ' પદવીને વરે, એ જ શુભેચ્છા. Page #117 -------------------------------------------------------------------------- ________________ કરુણા ભાવના (સંક્ષિપ્ત) ૧. નિમિત્તકારણઃ દીન, આર્ત, ભીત, જીવિતને યાચનાર વગેરે દુઃખી જીવો. ૨. નિમિત્ત કારણના સંઘર્ષમાં આવતું ઉપાદાન કારણઃ પોતાના દુઃખ તરફનો દ્વેષ, પોતાનું દુઃખ દૂર કરવાની ચિંતા, પોતાના સુખનું અભિમાન, પારકાનું બૂરું કરવાની વૃત્તિ વગેરે. ૩. ઉપાદાનકારણરૂપ અશુભવૃત્તિઓનો આકાર ઃ મારું દુઃખ દૂર થાઓ મને કદી પણ દુઃખ ન આવો, હું સુખી છું, રૂપવાનું છું, ઐશ્વર્યવાનું છું વગેરે. ૪. નિમિત્ત અને ઉપાદાન કારણના સંઘર્ષથી ઉત્પન્ન થતા ચિત્તમળો દુઃખી તરફ ઉપેક્ષા, નિર્દયતા, ધૃણા, તિરસ્કાર, અભિમાન, દ્વેષ, જુગુપ્સા વગેરે. ૫. તે મળોનાં કારણે થતા અનર્થો દુઃખી જીવોનાં અને પોતાનાં દુઃખમાં વૃદ્ધિ, સ્વાર્થીપણું વગેરે. ૬. ચિત્તમળનાશક ઉપાયોઃ “સર્વનું દુઃખ દૂર થાઓ, સંસાર દુઃખમય છે.” વગેરે ભાવના, પોતાનાં વર્તમાન દુઃખને દૂર કરવાની ચિંતાને બદલી તે દુઃખ પ્રત્યે રહેલા દ્વેષને દૂર કરવાના પ્રયત્નો, પોતાનાં દુઃખ દૂર કરવા જેટલી કે તેથી પણ અધિક બીજાનાં દુઃખ દૂર કરવામાં તાલાવેલી, સર્વ પ્રાણીઓને આત્મતુલ્ય માનવા વગેરે. ૭. ઉપાય સંગ્રાહક શબ્દ : કરુણાભાવના. ૮. તેની ટૂંકી વ્યાખ્યાઓ :વપ્રદાગેછા સTI | પરદુ:વિનાશિની ___ करुणा । हीनादिषु प्रतीकापरा बुद्धिः कारुण्यम् । ૯. પયાર્યો કરુણા, અનુકંપા, દયા, અધૃણા, દીનાનુગ્રહ વગેરે. ૧૦. પ્રકારો ઃ લૌકિક (મોહજન્ય, દુઃખિત દર્શન જન્ય), લોકોત્તર (સંવેગજન્ય, સમકિત દૃષ્ટિને અને સ્વાભાવિકી, અપ્રમત્તાદિ મહા Page #118 -------------------------------------------------------------------------- ________________ કરુણાભાવના મુનિઓને,) નૈક્ષયિકી, વ્યાવહારિકી, સ્વાત્મવિષયક પરાત્મવિષયક • વગેરે. ૧૧. ફળો : તીર્થકરત્વ, સ્વ-પર દુ:ખનાશ, શુભપરિણામવૃદ્ધિ, અહંકારનાશ, અન્ય પર અપકાર કરવાની વૃત્તિનો નાશ, આર્તધ્યાનનાશ, દયા, વ્રતોમાં સિદ્ધિ, સંક્લેશનાશ, સત્વ, શીલ પ્રજ્ઞામાં વૃદ્ધિ, પુણ્યોપાર્જન, પાપક્ષય, પરોપકાર કરવા માટે બળની પ્રાપ્તિ, અધિકગુણી આત્માઓની પોતાના પ્રત્યે કરૂણા, તેમની સાથે સંબંધ વગેરે. કરુણાર્ક હૃદય જ સમજી શકે. a સમ્યગ્દષ્ટિની કરુણાભાવના. a અનુષ્ઠાનની સિદ્ધિ હનગુણ પ્રત્યેની કરુણાથી થાય. a હિતોપદેશદાન એ સર્વ શ્રેષ્ઠ કરુણા છે. a ગ્લાનની સેવા એ તીર્થકરની સેવા છે. a ગુરુએ શિષ્ય પ્રત્યે કરુણા કરવી જોઈએ વગેરે. કરુણાભાવનાને નમસ્કાર Page #119 -------------------------------------------------------------------------- ________________ મહાકરુણા સવિ જીવ કરું શાસન રસી આ છે શ્રી તીર્થકર ભગવંતોની મહાકરુણા. “હું મોક્ષમાં જાઉં, હું સુખ પામું, મારાં દુઃખો દૂર થાય” એવી કેવળ વ્યક્તિગત ભાવના શ્રી તીર્થકર પદવીને અપાવતી નથી, કિન્તુ “સૌ મોક્ષમાં જાઓ, સૌ સુખ પામો, સૌનાં દુઃખો દૂર થાઓ,” એવી વિશ્વવ્યાપિની મહાકરુણા તે પદવીને અપાવે છે. “સવિ જીવ કરું શાસન રસી', એ ભાવનાના અંતસ્તલ સુધી આપણે પહોંચવાનો પ્રયત્ન કરીએ, તો તેમાંથી એક નવું રહસ્ય આપણા હાથમાં આવે છે, તે રહસ્ય એ છે કે જો તેમાં આપણે ઓતપ્રોત થઈએ, તો પરમાત્મપદવી આપણા હાથમાં જ છે. શાસનમાં રસ કોને હોય ? સમ્યગ્દષ્ટિને. સમ્યગદર્શન વિના શાસનનો રસ જાગે નહીં, સાચો રસ ત્યાં જ હોય કે જ્યાં શ્રદ્ધા હોય. જ્યાં અખૂટ, અખંડ અને અવિનશ્વર શ્રદ્ધા હોય છે ત્યાં રસ પણ તેવા જ હોય છે. તેવી શ્રદ્ધા સમ્યગ્રદર્શન વિના ન સંભવે. તાત્પર્ય કે તીર્થંકર પરમાત્મા “સૌને સમ્યગદર્શન પમાડું,' એમ મહાભાવનામાં ચડે છે. શું અભવ્ય કદી સમ્યગદર્શન પામી શકે ? ના, કદી પણ નહીં. તેનો સ્વભાવ જ એવો છે કે તે સમ્યગદર્શન ન પામે, છતાં શ્રી તીર્થંકર પરમાત્માની ભાવના તેને (અભવ્યને) પણ સમ્યગદર્શન પમાડવાની છે. “સવિ જીવ’ માં ભવ્યો અને અભવ્યો સઘળાય આવે. જો પોતાની ભાવનામાં તેઓ અભવ્યોને છોડી દે, તો તે ભાવના સર્વ જીવવિષયક ન થવાથી તે શ્રી તીર્થંકરપદવીનું કારણ પણ ન બને. જગન્ધિતા શ્રી તીર્થંકર પરમાત્મા શું પોતાના ભવ્ય કે અભવ્ય પુત્રને પોતાની ભાવનામાંથી બાદ કરી શકે ? અભવ્ય એવા સંગમ માટે જેમની આંખોમાંથી અશ્રુઓ સરી પડ્યાં તે જગત્ પિતા શ્રી મહાવીર ભગવાનની કરુણા કેટલી વિશાળ હશે ? સૌથી વધારે નિર્મલ સમ્યગ્દર્શન તીર્થકર ભગવંતોનું હોય છે, માટે જ તેને “વરબોધિ' કહેવામાં આવે છે. તેઓનું બોધિ-સમ્યગદર્શન, વર-શ્રેષ્ઠ એટલા માટે છે કે તેનો વિષય સર્વ જીવો છે. સમ્યગ્દર્શનનાં પાંચ લક્ષણો છે. આસ્તિક, અનુકંપા, નિર્વેદ, સંવેગ અને શમ, તેમાં આસ્તિકય એટલે Page #120 -------------------------------------------------------------------------- ________________ કરુણાભાવના જિનોક્ત તત્ત્વની નિરાકાંક્ષ પ્રતિપત્તિ-જિનોક્ત તત્ત્વનો નિઃસંદેહ સ્વીકાર. અનુકંપા એટલે પરદુઃખને દૂર કરવાની કરુણાનિર્વેદ એટલે વૈરાગ્ય. સંવેગ એટલે મોક્ષાભિલાષ અને શમ એટલે દૂર કષાયોનો અનુદય-ઉદય ન થયો હોય તે. આ તો પ્રચલિત વ્યાખ્યાઓ થઈ. હવે તે વ્યાખ્યાઓના ગર્ભમાં ઊતરીએ. જિનોક્ત જીવાદિ તત્ત્વોનું યથાર્થ શ્રદ્ધાન કોને હોઈ શકે ? કહેવું પડશે કે જેનામાં આત્મસમદર્શિત્વ છે તેને અને આત્મસમદર્શિત્વ એટલે સૌનો આત્મા મારા જેવો જ છે.” એવું સચોટજ્ઞાન. એક નાની કીડીમાં રહેલા આત્માઓને પણ જે આત્મસમ ન ગણે તેનું જીવતત્ત્વ સંબંધી શ્રદ્ધાન વાસ્તવિક ન ગણાય. તેથી “જેમ મને દુઃખ અપ્રિય છે અને સુખ પ્રિય છે તેમ સૌને દુઃખ અપ્રિય છે અને સુખ પ્રિય છે.' એવી સમજણ આસ્તિક્યમાં જ આવે. આવું આસ્તિક્ય આવ્યા પછી અનુકંપા બીજાઓનાં દુઃખ દૂર કરવાની લાગણીરૂપ કરુણા જન્મે છે. વૈરાગ્ય અને મોક્ષાભિલાષ-વિના દુઃખ દૂર થાય નહીં અને સાચું સુખ મળે નહીં. તેથી સૌમાં સમાન આત્માને જોનાર કરુણાના પ્રભાવે તેનાં સાધન તરીકે “સૌને વૈરાગ્યની, નિર્વેદની અને મોક્ષાભિલાષ સંવેગની પ્રાપ્તિ થાઓ' એમ ઇચ્છે છે. વૈરાગ્ય અને સંવેગ આવ્યો એટલે ક્રૂર કષાયોનો ઉદય ટકે નહીં, તેથી શમની પણ સ્વાભાવિક પ્રાપ્તિ થાય. તાત્પર્ય કે વરબોધિ પામનારા મહાત્માઓની ભાવના એ હોય છે કે સૌને આસ્તિક્ય, અનુકંપા, નિર્વેદ, સંવેગ અને શમની પ્રાપ્તિ થાઓ અને એ જ તેમની મહાકરુણા છે. શ્રી તીર્થંકર પરમાત્માનાં સંતાન એવા આપણે જો સૌનો વિચાર નહિ કરીએ, તો બીજો કોણ કરશે ? “આત્મતુલ્ય અન્ય જીવની (સમજણ) અને “આત્મતુલ્ય અન્ય જીવ પ્રત્યે વર્તન એ વિશ્વનું અમૃત છે, તે જ ધર્મમહાપ્રાસાદનો પાયો છે. એ १.. 'आस्तिक्यं जिनोक्ततत्त्व विषये निराकांक्षप्रतिपत्तिः । શાસ્ત્રવાર્તા સમુચ્ચય, કલ્પલતા ટીકા, સ્તબક ૯ ૨. ‘સ મૂગારું પાડ્યો ” સર્વ ભૂતોને સમાન જોતો. શ્રી દશવૈકાલિક સૂત્ર 3. 'सव्वे पाणा सुहसाया दुक्खपडिकूला० ।' સર્વ પ્રાણીઓને સુખ ગમે છે, દુઃખ ગમતું નથી શ્રી આચારાંગ સૂત્ર ૨-૩-૭. Page #121 -------------------------------------------------------------------------- ________________ ૮૪ ધર્મબીજ વિનાનો ધર્મ એ ધર્મ નથી પણ ધર્માભાસ છે, આવી સમજણ અને આવું વર્તન શ્રી તીર્થંકર પરમાત્માના જીવનમાં પરાકાષ્ઠાને પામેલું હોય છે. તેથી જ તેઓ “લોકનાથ' કહેવાય છે. “આત્મતુલ્ય પરજીવ' ની સમજણ એ સમ્યગજ્ઞાનનું મૂળ છે. અને “આત્મતુલ્ય પર પ્રત્યે વર્તન” એ સમ્મચારિત્રનું મૂળ છે. આ રીતે વિચારણા કરતાં જણાય છે કે વ્યાપક કરુણા ભાવના વિનાનું દર્શન, જ્ઞાન કે ચરિત્ર એકેય યથાર્થ નથી, દઢ પાયા વિનાના મહેલ જેવું છે. યોગશાસ્ત્રના બીજા પ્રકાશના અંતમાં આવતા એક શ્લોકમાં NI ધર્મ અને અન્યત્ર “ક્ષહિંસા પરમો ધર્મ વગેરે કહ્યું છે, તે વાક્યોનું રહસ્ય પણ ઉપર બતાવ્યું તે જ છે. કરુણાભાવના વિના અહિંસાનું સંપૂર્ણ પાલન શક્ય નથી. ‘સવિ જીવ કરું શાસન રસી' દ્વારા શ્રી તીર્થકર ભગવંતોની મહા ભાવકરુણા વ્યક્ત થાય છે અને દીક્ષા પૂર્વેનાં સાંવત્સરિક દાનમાં તેમની મહાદ્રવ્યકરુણા વ્યક્ત થાય છે. “સમગ્ર વિશ્વમાં રહેલી દરિદ્રતાનો સમૂલ નાશ કરી નાખું! એવી ઉદાત્ત કરુણાથી પ્રેરાઈને તેઓ સતત એક વર્ષ સુધી પાત્ર કે અપાત્રનો વિચાર કર્યા વિના, જે માગવા આવે તેને ઇચ્છાધિક દાન આપે છે. સર્વ તીર્થકર ભગવંતોનાં જીવનમાં આવી મહા દ્રવ્યકરુણા પણ હોય છે. વિશ્વને એ મહા દ્રવ્ય કરુણાનાં દર્શન કરાવીને પછી જ મહાભાવકરુણાનાં દર્શન કરાવવા માટે ધર્મતીર્થને પ્રવર્તાવે છે. દરિદ્રતા બે પ્રકારની છેઃ (૧) દ્રવ્ય દરિદ્રતા અને (૨) ભાવદરિદ્રતા. દ્રવ્યદરિદ્રતા એટલે આર્થિક સંકડામણ, ધન વગેરે જીવનસામગ્રીનો અભાવ. અને ભાવદરિદ્રતા એટલે આત્માના શુભ (મેત્રી આદિ) ભાવોનો અભાવ. ધર્મતીર્થ પ્રવર્તાવીને શ્રી તીર્થંકર પરમાત્માઓ જીવોને તે શુભ ભાવો આપે છે કે જેનાથી તેમનાં જન્મ, જરા, મરણ વગેરેનાં સર્વ દુઃખો નાશ પામે છે. આ છે તેમની મહા ભાવકરુણા ! જેમ સૂર્યમાંથી પ્રકાશ, ઉષ્મા વગેરેનો પ્રવાહ જીવાત્માઓના જીવન માટે નિયમિત વહી રહ્યો છે, તેમ દુઃખોથી પરિપૂર્ણ ભરેલા આ સંસારમાં પીડાતા સકળ વિશ્વના જીવોને મુક્ત કરીને પરમસુખમય સ્થાન તરફ પહોંચાડવા માટે શ્રી અરિહંત ભગવંતોના આત્મામાંથી આ વિશ્વકલ્યાણકારિણી મહાકરુણાનો પ્રવાહ નિરંતર વહી રહ્યો છે. આ પ્રવાહને ભવ્યજીવો શ્રી અરિહંત ભગવંતોનાં નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ, એ ચાર પ્રકારનાં આલંબનો દ્વારા પ્રાપ્ત કરી શકે છે. Page #122 -------------------------------------------------------------------------- ________________ ૮૫ કરુણાભાવના પૂર્વકાલીન અનંત ભવ્યજીવોને આ કરુણાનો પ્રવાહ પ્રાપ્ત થવાથી જ તેઓ પરમપદને પામ્યા છે. વર્તમાનકાળે પણ જે કોઈ આત્માઓ પરમપદની પ્રાપ્તિ કરી રહ્યા છે અને ભવિષ્યમાં જેઓ પરમપદને પામશે તે બધાય આ કરુણાના પ્રવાહની અસરથી જ. આ પ્રવાહની અસર સચેતન વસ્તુઓ પર થાય છે, તેમ અચેતન વસ્તુઓ ઉપર પણ થાય છે. આ વિશ્વમાં એવો એક પણ પરમાણુ નથી કે જે પૂર્વના સંયમી મહાત્માઓનાં વસ્ત્ર- પાત્રાદિના ઉપયોગમાં અનેકાનેક વાર ના આવ્યો હોય. અર્થાત્ વ્યવહારનયની અપેક્ષાએ વિશ્વના પ્રત્યેક પરમાણુએ પરમપદને પામેલા આત્માઓના સંયમમાં ઉપકરણાદિ તરીકે વિવિધ સહાય કરી છે. ભાષાવર્ગણાનાં, મનોવર્ગણાના વગેરે પુદ્ગલોના વિષયમાં પણ આ જ સત્ય લાગુ પડે છે. જે જે વખતે પુદ્ગલ પરમાણુ મહાત્માઓના સંપર્કમાં આવ્યા, તે તે વખતે તે મહાત્માઓમાં રહેલી કરુણાની અસરથી તે પુદ્ગલો પણ વાસિત થયા હતા, પુદ્ગલોમાં આવેલી તે વાસના આજે પણ કામ કરી રહી છે અને ભવિષ્યમાં પણ કામ કરશે. આજે આપણે જોઈએ છીએ કે શ્રી અરિહંત પરમાત્માની અનેક પ્રતિમાઓમાંથી નીકળતા કરુણાના પ્રવાહને ભવ્ય જીવો ઝીલી રહ્યા છે, એ રીતે ભવિષ્યમાં પણ ઝીલશે. ગિરિરાજ શ્રી શત્રુંજયના પ્રત્યેક અણુના વિષયમાં પણ આ જ સત્ય લાગુ પડે છે. સૂર્યમાંથી નીકળતા પ્રકાશાદિનો લાભ તે જ માણસ લઈ શકે છે કે જે તે પ્રકાશાદિના સંપર્કમાં આવે. ગાઢ અંધકારમય ભોંયરામાં પૂરી દેવામાં આવેલો માણસ તે લાભ લઈ શકતો નથી. નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવરૂપ ચતુરંગ શ્રી અરિહંત પરમાત્માની મહાકરૂણાનો લાભ પણ તેઓ જ લઈ શકે છે કે જેઓ તેની સન્મુખ બને છે, જેઓ મોહરૂપ ગાઢ અંધકારના ભોંયરામાંથી બહાર આવે છે. આવો, આપણે સંસારના પ્રપંચોમાંથી મુક્ત થઈને આપણા પવિત્ર માનવજીવનની પ્રત્યેક ક્ષણને તે મહા કરુણાને ઝીલવામાં કામે લગાડીએ. એ જ ભક્તિ યોગ છે, જ્ઞાનયોગ છે, કર્મયોગ છે અને એ જ રાજયોગ પણ છે. દર્શન, જ્ઞાન અને ચારિત્ર પણ એ જ છે. તે મહાકણાને ઝીલવાનું સૌથી શ્રેષ્ઠ સરળ સાધન નામજપ છે, નામજપનાં અનેક સાધનોમાં “અરિત એ ચતુરક્ષરી મંત્રાધિરાજ, ‘નમો રિહંતા' એ સપ્તાક્ષરી મહામંત્ર વગેરે સાધનોની સહાય લઈ શકાય છે. “અરિહંત' એ ચાર Page #123 -------------------------------------------------------------------------- ________________ ८६ ધર્મબીજ અક્ષરોને તમે જ્યારે જ્યારે જપો ત્યારે ત્યારે આ કેવળ અક્ષરો છે” એમ ન સમજો, પણ અમે સાક્ષાત્ નામ-અરિહંતના સાંનિધ્યમાં છીએ, એમ વિશ્વાસમાં રાખો. જેમ જેમ જપ વધે છે, તેમ તેમ આપણે નામ-અરિહંતની વધુ ને વધુ નજીકમાં જઈએ છીએ, તેમની મહા-કરુણાનો ધોધ આપણા પર અધિકાધિક વરસે છે અને તેમાં આપણાં બધાં પાપો ધોવાઈ જાય છે. જપ પૂર્વ અને પછી શ્રી અરિહંતને પ્રાર્થના કરો કે - મહાકરુણાના અવતાર, હે પરમાત્મન્ ! તમારી કરુણાની શીતલ વર્ષા સંસાર દાવાનલમાં સળગતા મારા આત્મા પર પડતી જ રહે ! અધિક અધિક પ્રમાણમાં તે પડો ! હે નાથ ! આ જગતમાં નીચમાં નીચ, પાપીમાં પાપી અને દુર્જનમાં દુર્જન કોઈ હોય તો હું છું, મુજદીનને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાઓ. પ્રભુ ! આ વિશ્વના સર્વ દુઃખી જીવો પર આપની મહાકરુણાની એવી વર્ષા વરસો, કે જેથી તે બધાંનાં સર્વ દુઃખો ધોવાઈ જાય. અને તેઓ પરમ સુખી બને. નાથ ! આપના સિવાય આ કાર્ય બીજો કોઈ પણ કરી શકે તેમ નથી. નાથ ! જીવો તો બિચારા એટલા બધા અશક્ત છે કે આપની કરૂણાને સન્મુખ બનવાનું સામર્થ્ય પણ તેઓમાં નથી. હે પ્રભો ! તે સામર્થ્ય પણ આપે જ આપવાનું છે.” આવા પ્રકારની પ્રાર્થના અને જપયોગથી આપણે તે મહાકરુણાના સંપર્કમાં આવવું જોઈએ. એના જેવું પવિત્ર બીજું કાર્ય નથી. જેના પર તે મહાકરુણા વરસે છે, તેનાં રોગ, શોક, ભય, ખેદ, ચિંતા, રાગ, દ્વેષ, મોહ વગેરે સર્વ નાશ પામે છે અને તે સ્વયં પરમાત્મરૂપ બની જાય છે. ‘સર્વનાં સર્વ દુઃખો નાશ પામો, એ જ મંગલ કામના કરુણાભાવના સમાપ્ત Page #124 -------------------------------------------------------------------------- ________________ માધ્યધ્યભાવના tsetཁས་པ། ། Page #125 --------------------------------------------------------------------------  Page #126 -------------------------------------------------------------------------- ________________ માધ્યશ્યભાવના ૧. માધ્યશ્યનો કરુણા સાથે સંબંધ અને વ્યાખ્યા કરુણામાં સર્વ દુઃખીઓનાં દુઃખને દૂર કરવાની ઇચ્છા અને તે પ્રમાણે યથાશક્તિ પ્રયત્ન છે. વિશ્વના દુઃખી જીવોમાં કેટલાક જીવો એવા પણ હોય છે કે જેમનાં દુઃખને દૂર કરવાના પ્રયત્નો આપણે કરીએ તો ઊલટા તેઓ આપણી સામે થાય છેઆપણને અપકારક માને છે. તેઓ અંતરથી એમ ઇચ્છે છે કે આપણે તેમની વચ્ચે ન પડીએ તો સારું. આવા જીવો પ્રાયઃ અવિનીત નિર્ગુણ, વિપરીત વૃત્તિવાળા અને હિંસાદિ ક્રૂર કર્મોમાં નિઃશંક હોય છે. તેવાઓ પ્રત્યે વાણીથી અને કાયાથી મૌન તે માધ્યય્યર છે. મનમાં તો તેમના પ્રત્યે કરૂણા જ ભાવવી જોઈએ. ઘાતકી કાર્યો કરનારા વિનયરહિત જીવો પ્રત્યે ઉદાસીન ભાવ તે માધ્યથ્ય છે. - ૨. માધ્યશ્યના પર્યાયો : માધ્યશ્યના મધ્યસ્થતા, વૈરાગ્ય, શાન્તિ, ઉપશમ, પ્રશમ, ઉપેક્ષા, ઉદાસીનતા, તટસ્થપણું વગેરે પયાર્યો છે. ૩. ઉદાસીન, તટસ્થ અને મધ્યસ્થ અંગેની એક વિચારણા ઉદાસીન, તટસ્થ અને મધ્યસ્થ એ ત્રણ શબ્દોના ગર્ભમાં પેસવાથી એક નવો પદાર્થ આપણને પ્રાપ્ત થાય છે. “ઉ” એટલે ઉપર” અને “આસીન એટલે બેઠેલો, ‘ટ’ એટલે કિનારો અને “0” એટલે રહેલો. “મધ્ય એટલે વચ્ચે ૧. કાયાથી મૌન = કાયાથી કોઈ પણ પ્રવૃત્તિ-ચેષ્ટા ન કરવી. २. 'क्रूरकर्मलक्षणाविनीतेषूदासीनतालक्षणात्मपरिणामरूपत्वं माध्यस्थ्यलक्षणम् ।' 'सत्तेसु मज्झत्ताकारप्पवत्तिलक्खणा उपेक्खा ।' (આઈદર્શનદીપિકા ૪૩૪) જીવો વિષે મધ્યસ્થપણે પ્રવૃત્તિ તે ઉપેક્ષા છે. વિશુદ્ધિમગ ૯-૯૬. ૩. Early Buddhism(પ્રાચીન બૌદ્ધધર્મ)માં અને The Path of Purification (વિશુદ્ધિમગ્ગ)માં ઉપેક્ષા માટે ‘Equanimity' શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. Page #127 -------------------------------------------------------------------------- ________________ ૯૦ - ધર્મબીજ અને “સ્થ' એટલે રહેલો. એમ એ ત્રણ શબ્દોના અર્થને આ પ્રમાણે ઘટાવી શકાય – (૧) સાંસારિક પ્રવૃત્તિઓ તે સમુદ્ર છે. જેમ સમુદ્રથી દૂર રહેલા પર્વત પર બેસીને કોઈ સમુદ્રને જુએ, તેમ સંસાર-સમુદ્રથી દૂર રહેલા અને સિદ્ધશિલા પર વિરાજમાન શ્રી સિદ્ધભગવંતો આ સંસારને જુએ છે, તેથી તેઓ પરમ ઉદાસીન છે. (૨) જેમ સમુદ્રના કિનારે રહેલો માણસ સમુદ્રને જુએ, તેમ ભવસ્થ વીતરાગ ભગવંતો સંસાર સમુદ્રના કિનારે સંસારને જોનારા હોવાથી પરમ તટસ્થ છે. અને (૩) જેમ સમુદ્રના મધ્યભાગમાં રહેલી નૌકામાં બેઠેલો માણસ સમુદ્રને જુએ, તેમ સંયમરૂપ ભાવનૌકામાં બેસીને સંસાર તરફ જોનારા અપ્રમત્તાદિ મહામુનિઓ પરમ મધ્યસ્થ છે. બીજી રીતે વિચારીએ તો સાંસારિક પ્રવૃત્તિઓ કરવા છતાં પણ અંતરથી : અલિપ્ત રહેનારો તે મધ્યસ્થ, અમુક કાળમાં સાંસારિક પ્રવૃત્તિઓ કરે, અમુક કાળમાં તેથી દૂર રહે અને તે બન્ને અવસ્થાઓમાં અંતરથી અલિપ્ત રહે તે તટસ્થ અને કોઈ પણ સાંસારિક પ્રવૃત્તિ ન કરતાં અંતરથી અલિપ્ત રહેનાર તે ઉદાસીન ગણાય. આ અપેક્ષાએ વિચાર કરતાં સમ્યગ્દષ્ટિને મધ્યસ્થ, દેશવિરતને તટસ્થ અને સર્વવિરતને ઉદાસીન કહી શકાય. આ તો તે તે શબ્દોની વ્યુત્પત્તિ તરફ નજર રાખીને કરેલી એક વિચારણા છે, તત્ત્વથી તો ઉપરના ત્રણે શબ્દો સમાન અર્થવાળા છે. ૪. માધ્યશ્યના પ્રકારો : માધ્યસ્થ નવ પ્રકારનું છે : (૧) અતિપાપી-વિષયક, (૨) અહિતવિષયક, (૩) અકાલવિષયક, (૪) અપમાન વિષયક, (૫) સાંસારિક સુખ વિષયક, (૬) દુઃખવિષયક, (૭) ગુણવિષયક, (૮) મોક્ષવિષયક, અને (૯) સર્વવિષયક. (૧) અતિપાપીવિષયક માધ્યશ્ય ઃ જેઓ કુગુરુઓના ઉપદેશથી ખોટે માર્ગે ચઢી ગયા છે, જેમને મિથ્યાદર્શન અને અજ્ઞાનનો તીવ્ર ઉદય છે, ૧. મિથ્યાદર્શન-અતત્ત્વને તત્વ માનવું અને તત્ત્વને અતત્ત્વ માનવું, હેયને ઉપાદેય માનવું અને ઉપાદેયને હેય માનવું વગેરે. Page #128 -------------------------------------------------------------------------- ________________ માધ્યસ્થભાવના ૯૧ હિતોપદેશ સાંભળ્યા પછી જેમને સત્ય તરફ દ્વેષ છે, જેઓ ગ્રહણ, ધારણ વગેરે બુદ્ધિના ગુણોથી રહિત છે. જેઓ અભક્ષ્યભક્ષણ, અપેયપાન, અગમ્યગમન, મુનિઘાત વગેરે ક્રૂર કર્મોમાં કંપ વિનાના છે, જેઓ વીતરાગ, સદ્ગુરુ અને સદ્ધર્મના નિંદક છે, જેઓ સદોષ એવા પોતાના આત્માની પ્રશંસામાં મગ્ન છે, અને જેમ મુદ્ગપાષાણ` પર પુષ્કરાવર્તમેઘ નિષ્ફળ નીવડે તેમ જેમના પર વરસાવેલી સદુપદેશની પ્રચંડ વર્ષા નિષ્ફળ બની જાય છે, એવા અતિ પાપી, ભારે કર્મી, દોષપંકનિમગ્ન અને અવિનીત આત્માઓના દોષો તરફ ઉપેક્ષા તે અતિપાપી વિષયક માધ્યસ્થ્ય છે. (આ માધ્યસ્થ્ય વ્યવહારનયનું છે. નિશ્ચયનયનું માધ્યસ્થ્ય ‘સર્વવિષયક' માધ્યસ્થ્યમાં કહેવાશે.) અહીં એ લક્ષ્યમાં રાખવું જોઈએ કે જે દોષોનો પ્રતિકાર (દૂર કરવું) શક્ય છે તે દોષો તરફ ઉપેક્ષા એ માધ્યસ્થ્ય નથી, પણ જે દોષોને દૂર કરી શકાય તેમ નથી, તેની ઉપેક્ષા તે માધ્યસ્થ્ય છે. ક્રોધ ન કરો : વિશ્વમાં કેટલાક આત્માઓ શિકાર વગેરે મહાહિંસા કરીને આનંદ માની રહ્યા છે, કેટલાકને અસત્ય બોલીને બીજાને છેતરવામાં ૧. ‘શુશ્રુષાં’' શ્રવળ' વૈવ, પ્રાંને ધારાં' તથા। હા` પોહોવિજ્ઞાન, તત્ત્વજ્ઞાનં ૬ ધીમુળા: || (૧) શાસ્ત્ર સાંભળવાની ઇચ્છા, (૨) શાસ્ત્ર સાંભળવું, (૩) ગ્રહણ કરવુંસમજવું, (૪) ધારી રાખવું, (૫) ધારેલા વિષયના સમર્થનમાં તર્ક અને દૃષ્ટાંત વિચારવા, (૬) સાંભળેલ, ગ્રહણ કરેલ અને ધારેલ પદાર્થને જેવો છે, તેવો ન માનીએ તો કયા દોષો આવે વગેરે તર્કો અને દૃષ્ટાંતોથી વિશેષ વિચારવું, (૭) અર્થના વિશિષ્ટ જ્ઞાનની પ્રાપ્તિ અને (૮) ‘આ વસ્તુ આવી જ છે.’ એવો નિશ્ચયાત્મક બોધ. એ બુદ્ધિના આઠ ગુણો છે. ૨. શાસ્રદષ્ટિએ માંસ, કંદમૂળ, અન્યાયોપાર્જિત વગેરે પદાર્થો ન ભોગવવા યોગ્ય છે, તે પદાર્થોને ભોગવવા તે અભક્ષ્યભક્ષણ છે. ૩. શાસ્રષ્ટિએ મદિરા વગેરે નહિ પીવા યોગ્ય પીણાંને પીવાં તે અપેયપાન કહેવાય ૪. પરસ્ત્રી વગેરે નહિ ભોગવવા યોગ્યને ભોગવવું તે અગમ્યગમન છે. ૫. એક જાતિનો નાનો પણ અતિ કઠિન પાષાણ. ૬. શાસ્ત્રકારોએ માનેલા બાર પ્રકારના મેઘો પૈકી એક પુષ્કરાવર્ત નામનો મેઘ. તેની વર્ષા અતિપ્રચંડ હોય છે. Page #129 -------------------------------------------------------------------------- ________________ ધર્મબીજ ૯૨ થાય છે. પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી રહ્યા છે, કેટલાક ચોરી કરીને ધન મેળવવામાં મજા માને છે, કેટલાક પરસ્ત્રીગમન જેવાં મહાપાપ આદરી રહ્યા છે, કેટલાક પ્રમાણિકતાને બાજુએ મૂકીને ધન, ધાન્ય વગેરે ભેગું કરવામાં પડ્યા છે અને કેટલાક ક્રોધાદિ અનેક પાપોમાં પોતાનું જીવન બરબાદ કરી રહ્યા છે. તેઓનાં તે તે પાપાચરણો જોઈને ધર્મની પ્રાથમિક ભૂમિકામાં રહેલા જીવોને ક્રોધ ઉત્પન્ન આ ક્રોધરૂપ ચિત્તમલથી થતા અપાયોને નિવારવા માટે પાપીવિષયક, માધ્યસ્થ્ય એ સુંદર ઉપાય છે. જો સ્વાર્થ સાધવા માટે પણ ક્રોધ કરવો યોગ્ય નથી, તો જ્યારે કોઈ પણ પ્રકારનો સ્વાર્થ હણાતો ન હોય, ત્યારે ક્રોધ કરવો શું ઉચિત છે ? ક્રોધથી કાર્ય સુધરતું નથી પણ બગડે છે. કહ્યું છે કે ‘ક્ષમા યતે વાય, ન તત્ ોધવરાવવ:। कार्यस्य साधनी प्रज्ञा, सा च क्रोधेन नश्यति ।। ' - જે કાર્ય ક્ષમાવાળો (સહનશીલ) કરી શકે છે, તે ક્રોધ કરનાર કરી શકતો નથી, (કારણ કે) કાર્યને સાધનારી પ્રજ્ઞા છે અને તે ક્રોધ વડે નાશ થાય છે. કેટલાક માણસો ‘બીજાઓએ આમ ન કરવું જોઈએ, આમ કરવું જોઈએ, પાપ કરે તેને સજા થવી જ જોઈએ' વગેરે પ્રકારની ક્રોધની સૂક્ષ્મ વૃત્તિઓથી નિરર્થક ક્લેશ પામતા હોય છે. જાણે તેમનાં માથે આખી દુનિયાને સુધારવાની જવાબદારી આવી પડી હોય. પણ તેથી શું ? આધુનિક કાયદાની કલમો દંડથી ભરેલી છે જ. છતાં તેથી ગુનાનું પ્રમાણ જરાય ઘટતું નથી. એ તો સંત મહાત્માઓના વાત્સલ્યભર્યા કરુણામય ઉપદેશથી જ ઘટે. પૂર્વે કહેલી ક્રોધની વૃત્તિઓની જાળમાં ફસાઈ ગયેલા જીવે વિચારવું જોઈએ કે, ‘અનંતબલી શ્રી તીર્થંકર ભગવંતો પણ જગતને પાપથી સર્વથા મુક્ત કરી શકચા નથી, તો મારું શું ગજું છે ? શ્રી જિનેશ્વર દેવો પણ બળાત્કારથી ધર્મ પ્રવર્તાવતા નથી તો શું મારા જેવાએ તેમ કરવું શ્રેયસ્કર છે ?' આવી જાતની માધ્યસ્થ્યાનુકૂલ વિચારણાથી ક્રોધાગ્નિ શમી જાય છે અને આત્માને પ્રશમની શીતલતા પ્રાપ્ત થાય છે. ઘણો ઉપદેશ કરવા છતાં સામો પાપથી ન અટકે તો પણ આપણે ચિત્તરત્નને કલુષિત ન કરવું જોઈએ. કર્મવિપાક વગેરેનું ચિંતન (જેનું સામાન્ય Page #130 -------------------------------------------------------------------------- ________________ માધ્યસ્થભાવના ૯૩ સ્વરૂપ આગળ બતાવવામાં આવશે તે) કરીને આત્માને મધ્યસ્થ બનાવવો જોઈએ. કર્મનાં આવરણો જ્યારે ઓછાં થશે ત્યારે તે આત્મા પોતાની મેળે જ હિતનું આચરણ કરશે” વગેરે વિચારીને મૌન ધારણ કરવું જોઈએ. જેના પ્રત્યે માધ્યસ્થભાવના ધારણ કરવામાં આવે છે તે પાપમાં વધારે આગ્રહી બનતો નથી. ઊલટું તેના તરફ તિરસ્કાર વગેરે બતાવવાથી ભવિષ્યમાં તેને સુધારવાની તક ખોઈ બેસીએ છીએ. તિરસ્કારાદિથી તે આપણા પ્રત્યે દ્વેષી બને છે. કોઈ કોઈ પ્રસંગમાં તો આ હૈષ તીવ્ર વૈરમાં પણ પરિણમે છે. માધ્યશ્ય ભાવનાથી આપણા પ્રત્યેનો તેનો સદ્ભાવ ટકી રહે છે અને તેથી ભવિષ્યમાં તેને સુધારવાની તક આપણા હાથમાં રહે છે. (૨) અહિતવિષયક માધ્યશ્ય ઃ આ માધ્યશ્ય કરુણામાંથી ઉત્પન્ન થાય છે, જેમ કે અપધ્યસેવન કરતા રોગીને રોકવો નહિ. જો કે અપથ્યનું સેવન કરવાથી રોગીનું અહિત થાય છે, પણ જો તે કોઈનું સાંભળવા તૈયાર જ ન હોય અને પોતાની ઇચ્છા કોઈ પણ રીતે પૂરી કરવાના તીવ્ર આગ્રહવાળો હોય તો મૌન સેવવું વગેરે અહિતવિષયક માધ્યશ્ય છે. (૩) અકાલવિષયક માધ્યશ્ય : આ માધ્યશ્ય ભવિષ્યની વિચારણામાંથી જન્મે છે. વર્તમાનમાં કોઈ ખરાબ કામથી અટકતો ન હોય તો તે કટુ પરિણામ ભોગવ્યા પછી ભવિષ્યમાં સમજશે” વગેરે સમજપૂર્વક મૌન ધારણ કરવું તે અકાલવિષયક માધ્યશ્ય છે. પ્રસ્તુતમાં વર્તમાનકાળ તેને સુધારવા માટે અકાળ છે. ઉપર્યુક્ત ત્રણ માધ્યશ્ય કયારેક પરસ્પર સંકળાયેલાં પણ હોય છે, અર્થાત્ એકમાં બીજું સમાયેલું હોય છે. (૪) અપમાન વિષયક માથથ્ય : ઘણાઓને કોઈ પોતાનું અપમાન કરે તે સહન થતું નથી. અપમાન કરનાર પ્રત્યે તેમનું મન કુદ્ધ બને છે અને વેર વાળવાની ઇચ્છા જન્મે છે. પણ અપમાન કરનાર સામે આપણે ૧. જૈનશાસ્ત્રો મુજબ કર્મ સતુ, સૂક્ષ્મ અને મૂર્તિ છે. તે જીવસ્વરૂપને (જ્ઞાનાદિ ગુણોને) આવરે છે. કર્મનાં આવરણો ગાઢ હોય ત્યારે અતિમાં અને એ આવરણો શિથિલ બને (લઘુકર્મિતા આવે) છે ત્યારે હિતમાં પ્રવૃત્તિ થાય છે. Page #131 -------------------------------------------------------------------------- ________________ ૯૪ ધર્મબીજ ચિત્તમાં ક્રોધરૂપ અગ્નિને સળગાવવો ન જોઈએ. પ્રસ્તુતમાં ‘તે પોતાનાં કર્મનું ફળ ભોગવશે' વગેરે વિચારી મધ્યસ્થ રહેવું જોઈએ. આવું માધ્યસ્થ્ય તે અપમાનવિષયક માધ્યસ્થ્ય છે. તેનાથી અમર્ષ (વેરની ઇચ્છા) રૂપ ચિત્તમલ નાશ પામે છે. કારણ (૫) સાંસારિક સુખ વિષયક માધ્યસ્થ્ય ઃ ભવસ્વરૂપનાં વિજ્ઞાનથી અને ‘સંસાર નિર્ગુણ છે.' એવા નિર્વેદજનક જ્ઞાનથી, સાંસારિક સુખોની ઇચ્છાને વિચ્છેદ કરનારું માધ્યસ્થ્ય પ્રગટે છે, તે સાંસારિક સુખવિષયક માધ્યસ્થ્ય છે. વિવેકી પુરુષ માટે પ્રત્યેક સાંસારિક સુખ દુઃખરૂપ છે, કે ચારે ગતિમાં એવું એક પણ સ્થાન નથી કે જ્યાં દુઃખ ન હોય. તત્ત્વતઃ સંસારમાં સુખ નથી, કિન્તુ સુખાભાસ અર્થાત્ દુઃખ છે, કારણ કે તે મધુલિસ ખગધારાને ચાટવા જેવું દુઃખાનુષંગી છે. બહુતર દુઃખથી અનુવિદ્ધ સુખ તે દુઃખ જ છે. દેવલોકાદિમાં મળતું સુખ એ તેવા દુઃખનો પ્રતિકાર માત્ર છે. જીવને આ સંસારમાં જે જે સુખ લાગે છે તે કેવળ ભવ ઉપરના અયોગ્ય બહુમાન(ભવાભિનંદિતા)ને લઈને જ છે. પરમાર્થથી તે સુખ નથી. કારણ કે તે કર્મજન્ય છે અને કર્મ એ દુઃખોનો જ હેતુ છે. ‘સંસાર દુઃખમય છે' એવી ભાવનાથી પ્રથમ વૈરાગ્યને (વૈષયિક સુખ પ્રત્યે ઉદાસભાવને) દઢ કરવો જોઈએ. આ વૈરાગ્ય, પ્રશસ્ત મનોભાવરૂપ હોવાથી પુણ્યાનુબંધિ પુણ્યને ઉપાર્જન કરાવી પોતાની મેળે જ દૂર થઈ જાય છે અને પછી સુખ ઉપર માધ્યસ્થ્ય (રાગ કે દ્વેષનો અભાવ) ઉત્પન્ન થાય છે. ‘સર્વ દુ:વસ્’ એ ભાવના સમ્યગ્દર્શનને પ્રગટાવનારી છે, અર્થાત્ સુખવિષયક માધ્યસ્થ્યમાંથી સમ્યગ્દર્શન પ્રગટે છે. (૬) દુઃખવિષયક માધ્યસ્થ્ય : આવી જ રીતે દુઃખમાં પણ માધ્યસ્થ્ય કેળવવું જોઈએ. ‘દુઃખ ઉપરનો રાગ અનુકૂળતાની બુદ્ધિએ કર્મનિર્જરા વગેરેનું કારણ છે' એમ માનીને દુઃખ પ્રત્યે રાગ કેળવવો જોઈએ. આ રાગ પ્રશસ્ત મનોભાવરૂપ હોવાથી, દુઃખવિષયક માધ્યસ્થ્યને (રાગ કે દ્વેષના અભાવને) ઉત્પન્ન કરીને, સ્વયમેવ નાશ પામે છે. જો કે સુખવિષયક કે દુઃખવિષયક માધ્યસ્થ્ય તત્ત્વજ્ઞાન વિના ન હોય, તેથી તે તેને તત્ત્વજ્ઞાનજન્ય સર્વવિષયક માધ્યસ્થ્યમાં (જેનું વર્ણન Page #132 -------------------------------------------------------------------------- ________________ માધ્યસ્થભાવના આગળ કરવાનું છે) લેવું જોઈએ. છતાં આ બે પ્રકારો અતિ ઉપયોગી હોવાથી પૃથર્ જણાવ્યા છે. સુખ કે દુઃખવિષયક માધ્યશ્ય શ્રી તીર્થકર ભગવંતોનાં જીવનમાં પરાકાષ્ઠાને પામેલું દેખાય છે. શ્રી શાંતિનાથ ભગવાનના જીવનમાં ચક્રવર્તીપણાનો ભોગ હોવા છતાં તેઓ તેમાં લિપ્ત થયા ન હતા, એ તેઓનું સુખવિષયક પરમ માધ્યચ્યું હતું. આ જાતિનાં માધ્યથ્યમાં સર્વ સાંસારિક ઇચ્છાઓનો વિચ્છેદ થઈ ગયેલો હોય છે. અને પ્રવૃત્તિ કેવળ કર્મના ઉદયના કારણે જ હોય છે. આ સ્થિતિને પામેલા મધ્યસ્થ મહાત્માઓની રતિ કેવળ શુભવેદનીય કર્મના ઉદયથી જ હોય છે. આ માધ્યશ્મનો સમાવેશ “યોગદષ્ટિસમુચ્ચય' ગ્રંથમાં ‘કાન્તા' નામની દૃષ્ટિમાં કરવામાં આવ્યો છે. ત્યાં કહેવામાં આવ્યું છે કે “આ દૃષ્ટિમાં ભોગને ભોગવતી વખતે પણ આત્મશુદ્ધિનો પ્રલય (કર્મ બંધ) થતો નથી, ઉપરાંત શુદ્ધિની વૃદ્ધિ (કર્મ નિર્જરા) થાય છે. જેમ મૃગજળને મૃગજળ તરી જાણનાર કોઈ પણ આપત્તિ કે ઉદ્વેગ વિના તેમાંથી પસાર થઈ જાય છે, તેમ ભોગોને સ્વરૂપથી મૃગજળ જેવા જોતો અને અનાસક્ત રીતે ભોગવતો એવો યોગી પરમપદને પામે છે. “આ દૃષ્ટિમાં આત્માની ઘર્મશક્તિ પ્રબળ દાવાનળ જેવી હોય છે, તેને ભોગસંયોગરૂપ સામાન્યવાયુ શી રીતે ઓલવી શકે ? આ અવસ્થામાં વિષયપ્રવૃત્તિનો સંકલ્પ અને વિષયનિવૃત્તિમાં શ્રમ પણ હોતો નથી. ઇન્દ્રિયોના વિકારી સ્વભાવનો અહીં વિલય થઈ જાય છે.' આવું પ્રકૃષ્ટ માધ્યચ્ય શ્રી તીર્થકરોને ગર્ભાવસ્થાથી જ હોય છે. ૧૧. જૈન દર્શન ૨૪ તીર્થકરને માને છે. તેમાંના ૧૬ મા તીર્થંકર. ૨. આ પ્રવૃત્તિને અન્ય દર્શનકારો “યોગમાયા' કહે છે. ૩. ઉદય પૂર્વે ઉપાર્જન કરેલાં કર્મનાં ફળનો અનુભવ (વિપાક). ૪. સુખ કે દુઃખનો અનુભવ કરનાર કર્મને જૈન શાસ્ત્રો અનુક્રમે શુભ (શાતા) વેદનીય અને અશુભ (અશાતા) વેદનીય કર્મ કહે છે. ૫. કર્મનિર્જી-કર્માણુઓનું આત્માથી પૃથક્ થવું. ६. 'असक्तो ह्याचरन् कर्म परमाप्नोति पुरुष: ।' આસક્તિ રહિત કર્મ કરતો પુરુષ મોક્ષને પામે છે. ભગવદ્ગીતા ૩. ૯૧. Page #133 -------------------------------------------------------------------------- ________________ ધર્મબીજ સર્વાર્થસિદ્ધ' વિમાનમાં રહેલા એકાવતારી મહાત્માઓ આ વિશ્વના સર્વશ્રેષ્ઠ વૈષયિક સુખમાં સ્વાભાવિક મધ્યસ્થતાને ધારણ કરીને પોતાના જીવનને ધન્ય બનાવે છે. જૈન શાસન ધન્ના, શાલિભદ્ર, પૃથ્વીચંદ્ર, ગુણસાગર વગેરે સુખવિષયક-માધ્યશ્મધારી અનેક મહાપુરુષોનાં દષ્ટાંતોથી શોભી રહ્યું છે. દુઃખવિષયક માધ્યથ્યની સાક્ષાત્ મૂર્તિ શ્રમણ ભગવાન મહાવીરદેવ હતા. સાડા બાર વર્ષ ઉપરાંત એક પખવાડિયા જેટલા સાધનાકાળમાં તેમણે વિવિધ જાતિના અનેકાનેક પરીષણો અને ઉપસર્ગોને આ માધ્યશ્થથી સહન કરી લીધા હતા. ગજસુકુમાલી, અંધકમુનિ, અંધકસૂરિના પાંચસો શિષ્યો વગેરે અનેક મહાત્માઓએ પણ દુઃખવિષયક માધ્યશ્યથી આ શાસનને ઉજ્વળ બનાવ્યું છે. અહીં એટલું અવશ્ય સમજી લેવું જોઈએ કે સુખવિષયક પ્રકૃષ્ટ માધ્યથ્ય અત્યંત દુર્લભ છે. “યોગદષ્ટિ સમુચ્ચય' વગેરેમાં કહેલી પ્રથમ છે દૃષ્ટિઓમાંથી પસાર થઈ ગયા પછી તે આવે છે. બાળજીવો પોતાની યોગ્યતાનો શાસ્ત્રદષ્ટિએ વિચાર ક્યૂ વિના “આવું માધ્યશ્ય મને પ્રાપ્ત થઈ ગયું છે,' એમ માની બેસે તો તે તેમનો ભ્રમ છે. આ ભ્રમ અધતન ભૂમિકા તરફ લઈ જનારો હોવાથી તેનાથી બચવું, એ પ્રત્યેક સાધકનું કર્તવ્ય છે. (૭) ગુણવિષયક માધ્યશ્યઃ સુખવિષયક માધ્યશ્યના પુનઃ પુનઃ અભ્યાસથી ગુણવિષયક માધ્યથ્ય ઉત્પન્ન થાય છે. અહીં ગુણ એટલે “સંયમ' અને ‘તપથી ઉત્પન્ન થતી આકાશગામિની વિદ્યા વગેરે લબ્ધિઓ સમજવી. જેમ ૧. ચિનોક્ત લોકસ્વરૂપ મુજબ લોકના સર્વોપરી ભાગ ઉપર સિદ્ધશિલા (મુક્ત જીવોનું અધિષ્ઠાન) છે. તેના નીચે પાંચ વિશાળ દેવવિમાનો છે. તેમને અનુત્તર દેવવિમાનો કહેવામાં આવે છે. ત્યાં સર્વશ્રેષ્ઠ દેવતાઈ સુખ હોય છે. આ પાંચ વિમાનોમાં વચલા વિમાનનું નામ સર્વાર્થ સિદ્ધવિમાન છે. આ વિમાનમાં દેવો ફક્ત એક મનુષ્યનો ભવ કરી મોક્ષને પામે ૨. આ મહાપુરુષનાં જીવનચરિત્રો મનનીય છે. ૩. ગજસુકુમાલ-ધ્યાનસ્થ આ મહામુનિના મસ્તક પર ધખધખતા અંગારા ભરવા છતાં, અંધકમુનિને વિના વાંકે શરીરની ચામડી ઉતારવામાં આવી છતાં, અને ખંધકસૂરિના પાંચસો શિષ્યોને દુષ્ટ રાજમંત્રીએ ઘાણીમાં પીલવા છતાં, તે તે પીડાઓને સમભાવપૂર્વક સહન કરીને તે સર્વે નિર્વાણને પામ્યા. ૪. લબ્ધિ = યોગવિભૂતિ. Page #134 -------------------------------------------------------------------------- ________________ ૯૭. માધ્યસ્થભાવના ઘઉં વગેરે ધાન્યને ઇચ્છનાર અને તે ઇચ્છાની પરિપૂર્તિ માટે ઘઉં વગેરેને વાવનાર પુરુષને ઘઉં સાથે ઘાસ વગેરે પણ મળે છે, તેમ મોક્ષ માટે સાધના કરનારને મોક્ષ તો મળે જ છે પણ તે પૂર્વે અનેક લબ્ધિઓ તેના આત્મામાં ઉત્પન્ન થાય છે. જેમ વાવનારને ઘાસની પ્રાપ્તિમાં તેના તુચ્છત્વનો ખ્યાલ હોવાથી ગર્વ થતો નથી, તેમ ગુણવિષયક માધ્યથ્ય ધારણ કરનાર મોક્ષાર્થી મહામુનિઓને તે લબ્ધિઓ અહંકાર માટે થતી નથી. તેઓ વિચારે છે કે, “આ લબ્ધિઓ જે ભાવથી પ્રગટેલી છે તે યોપશમભાવ તો આત્માની અપૂર્ણતા છે. આત્માની અપૂર્ણતામાં વળી આનંદ માનવાનો કેવો?' (૮) મોક્ષવિષયક માથથ્યઃ ગુણવિષયક માધ્યચ્યા પછી મોક્ષવિષયક માધ્યથ્ય ઉત્પન્ન થાય છે. આ દશમાં “યોગવિંશિકા' વગેરે ગ્રંથોમાં વર્ણવેલા અસંગઅનુષ્ઠાનની પ્રાપ્તિ થાય છે. આ અવસ્થામાં મોક્ષ પ્રત્યેનો તેનો રાગ પણ વિલીન થઈ જાય છે. અહીં ભવ અને શિવ (મોક્ષ) બંને સમાન લાગે છે અને આત્મા સહજાનંદરૂપ અમૃતના મહાસાગરમાં મગ્ન બને છે. ' (૯) સર્વવિષયક માધ્યશ્ય નિશ્ચયનયના મતે શુભ કે અશુભરૂપે પરિણમેલા સર્વજીવો અને સર્વપુદ્ગલોમાં રાગદ્વેષરહિત પરિણતિ તે સર્વવિષયક માધ્યશ્ય છે. આ શ્રેષ્ઠ માધ્યશ્ય શ્રી કેવલિ (સર્વજ્ઞ ભગવંતોને હોય છે. શ્રી કેવલિભગવંતોએ બતાવેલાં તત્ત્વોનું અનેકાંત દૃષ્ટિએ ચિંતન કરનાર મહાત્માઓને પણ આ માધ્યશ્ય સ્વયમેવ વરે છે, આ માધ્યશ્કનાં ભાજન તેઓ જ બની શકે છે કે જેઓ સ્વપર આગમન પારને પામેલા છે અને જેમની બુદ્ધિ નયોનાં રહસ્યજ્ઞાનથી સૂક્ષ્માતિસૂમ બની ગઈ છે. આ માધ્યથ્યને ધારણ કરનાર મહામુનિઓ જગતનાં સર્વવિચારો અને સર્વવચનો પ્રત્યે મધ્યસ્થ હોય છે. આ માધ્યશ્મનો અર્થ સર્વનયાવગ્રાહી (સર્વનયસાપેક્ષ) આત્મ-પરિણામ એમ કરી શકાય, પ્રત્યેક વિચારો એ એક નય (અપેક્ષા) રૂપ છે. વિચારો અનંતાનંત છે, માટે નયો પણ અનંતાનંત છે. બાળ જીવોના ઉપકાર માટે બુદ્ધિનિધાન શ્રી ગણધર ભગવંતોએ તે નયોની સાત સ્થૂલ વિભાગોમાં વહેંચણી કરી છે. પૂર્વે આ ૧. ક્ષયોપશમભાવ = જીવની શક્તિઓનો આંશિક આવિર્ભાવ. ૨. યોગવિંશિકામાં ભક્તિ, પ્રીતિ, વચન અને અસંગ એ ચાર પ્રકારનાં યોગાનુષ્ઠાન વર્ણવ્યાં " છે, તેમાનું ચોથું. ૩. ગણધરો – જિનવચનને સૂત્રરૂપે ગ્રંથનાર મહાજ્ઞાનીઓ. Page #135 -------------------------------------------------------------------------- ________________ ૯૮ ' ધર્મબીજ નયજ્ઞાનનો વિસ્તાર ખૂબ જ હતો, કારણ કે તે કાળે તેને ધારણ કરનારા પૂર્વવિદ્ આચાર્યો હતા, આજે તે જ્ઞાન પરિમિત છે અને જેટલું જ્ઞાન રહ્યું છે તેનાં અવગાહનથી શ્રી જિનશાસનનાં રહસ્યોને પામેલા પુરુષો પણ અત્યંત અલ્પ સંખ્યામાં છે. આ માધ્યશ્યના એક પણ બિંદુના આસ્વાદથી જીવન ધન્ય બની જાય છે. આ મહામાધ્યથ્ય અનેકાંતન્ન, શમ, દમ વગેરે ગુણોથી યુક્ત એવા ગુરુની નિશ્રામાં સિદ્ધ થઈ શકે તેમ છે. અનેકાંતવાદ શું છે ? નયો શું છે? ભંગો શું છે ? વગેરેને સમજાવવાનું આ સ્થાન નથી. જિજ્ઞાસુએ તે માટે યોગ્ય ગુરુનું અવલંબન લેવું જોઈએ, પ્રસ્તુતમાં તો આ માધ્યશ્યનું જ થોડું વર્ણન કરીશું. આ મહામાધ્યચ્ય વિના વસ્તુતત્ત્વના યથાર્થ સ્વરૂપનો નિશ્ચય સંભવતો જ નથી. આ મહામાયથ્ય ઉત્સર્ગ અને અપવાદ, નિશ્ચય અને વ્યવહાર, વિધિ અને નિષેધ, જ્ઞાન અને ક્રિયા વગેરે સર્વ જોડકાંઓમાં સાપેક્ષતાને ધારણ કરે છે. તે આગમિક પદાર્થોનો જિનાજ્ઞાના આધારે અને યુક્તિગમ્ય પદાર્થોનો યુક્તિથી (તર્કથી) નિર્ણય કરે છે. તે અન્ય દર્શનના સર્વ પદાર્થોનો સ્વદર્શનમાં સમવતાર કરી શકે છે. જેમ પરાર્ધમાં શત, સહસ્ત્ર વગેરે આવી જાય, સમુદ્રના દર્શનમાં જળ, જળચરાદિનું દર્શન થઈ જાય, તેમ જૈન આગમોક્ત ભાવોમાં અન્ય દર્શનીય આગમોક્ત ભાવો સમાઈ જાય છે. બૌદ્ધદર્શનોક્ત સર્વપદાર્થને ન્યાય આપવા શ્રી જેનાગમનો એકલો ઋજુ સૂત્રનય બસ છે. વેદાંતમત અને સાંખ્યમતરૂપ નદીઓ સંગ્રહાયરૂપ મહાનદીમાં સમાઈ જાય છે, ન્યાયદર્શન અને વૈશેષિકદર્શનને નૈગમન સંગ્રહી લે છે અને શબ્દ બ્રહ્મને માનનારી વૈયાકરણદૃષ્ટિ શબ્દનયનું જ એક અંગ છે. મહાન્યાયાધીશ અથવા મહાપિતા ઃ આ મહામાધ્યશ્યને ધારણ કરનાર મહામુનિ મહાન્યાયાધીશ કે મહાપિતાની ઉપમા આપી શકાય. જેમ ન્યાયાધીશ કોઈ પ્રત્યે પણ પક્ષપાત વિનાની ન્યાયદષ્ટિને અનુસરે છે, તેમ આ મહાન્યાયાધીશ ભિન્ન ભિન્ન નયરૂપ વાદી પ્રતિવાદીઓ તરફ પક્ષપાતરાહત, સર્વને હિતકર અને સ્યાદ્વાદરૂપ અમૃતથી આર્ટ એવી ન્યાયદૃષ્ટિને ધારણ કરે છે. જેમ પિતા પોતાના સર્વ પુત્રોને પ્રેમથી નિહાળે છે, તેમ આ મહાપિતા સર્વ નયો પ્રત્યે વાત્સલ્યને ધારણ કરે છે. તે પોતાના નયપુત્રોને કહે છે, ‘તમે બધા પોતપોતાના Page #136 -------------------------------------------------------------------------- ________________ માધ્યસ્થભાવના ૯૯ અર્થમાં સત્ય છો, હું જ સાચો, તમે બધા ખોટા,' એમ કહીને તમારા બીજા ભાઈઓને ધિક્કારો નહિ, તેમ કરવામાં તમારી સત્યતાનો જ નાશ થાય છે. આ મહાપિતા ખરેખર મહાન છે. એકાંતવાદની પ્રરૂપણા કરીને પોતાની સામે કાંકરીઓ ફેંકનાર કુશાસ્ત્રપ્રણેતાઓ પ્રત્યે પણ તેઓ નિઃસીમ કારુણ્યને ધારણ કરે છે. મહામાધ્યશ્યમયી તેઓની દૃષ્ટિ તે કાંકરીઓને પણ અલંકારોમાં ફેરવી નાખે છે. અર્થાત્ મહામાધ્યશ્ય માટે કુશાસ્ત્રો પણ સુશાસ્ત્રો બની જાય છે. અનેકાંતભાવનારૂપ મહાઅમૃતઃ તે મહા માધ્યસ્થનો પ્રત્યેક વિચાર અનેકાંતભાવના (સર્વત્ર અનેકાંતના ચિંતન) રૂપ મહાઅમૃતથી અતિપવિત્ર બનેલો હોય છે. ક્યા પ્રસંગે કઈ દૃષ્ટિને (કયા નયને) આગળ કરવામાં સ્વ અને પરનું હિત છે એનું તેને સતત લક્ષ્ય હોય છે. તેનાં વચનો હૃદયમાં રહેલા મહામાધ્યશ્યના કારણે સાગર કરતાં પણ ગંભીર અને ચંદ્રમા કરતાં પણ સૌમ્ય હોય છે. વિશ્વમાં રહેલા સર્વ કલોનું સમાધાન તેના અંતઃકરણમાં રહેલું હોય છે. આ મહામધ્યસ્થની પાસે જતાં જ ચિત્તની સર્વ અશાંતિ શમી જાય છે, મન એક અવર્ણનીય તોષને અનુભવે છે અને સર્વ આંતરિક પ્રશ્નોનું તુરત નિરાકરણ થઈ જાય છે. વસ્તુઓમાં પ્રિયત્વ કે અપ્રિયત્વની કલ્પના અપારમાર્થિક છે ? વસ્તુઓમાં પ્રિયત્વ અને અપ્રિયત્વની વ્યાવહારિક કલ્પનાને તે મહામધ્યસ્થ દેશવટો આપે છે. “મનોજ્ઞ કે અમનો જીવાજીવાદિ વસ્તુઓ પરમાર્થની રાગ ૧૧. “પુ સાર્વજુ મોડુ પરજાને ! समशीलं मनो यस्य स मध्यस्थो महामुनिः ।। પોતપોતાના અભિપ્રાયો સાચા અને બીજા નયની યુક્તિની અપેક્ષાએ નિષ્ફળ, એવા નયોમાં જેનું મન સમભાવને ધારણ કરે છે તે મહામુનિ મધ્યસ્થ છે. (જ્ઞાનસાર અષ્ટક, ૧૬.૩) 'नियनियवयणिज्जसच्चा सव्वणया परवियालणे मोहा । ते पुण ण दिवसमओ विभयइ सच्चे व अलिए वा ।।' સર્વ નયો પોતપોતાના વક્તવ્યમાં સાચા છે, પણ બીજા નયના વક્તવ્યનું નિરાકરણ કરવામાં તે ખોટા છે. અનેકાન્ત સિદ્ધાન્તનો જ્ઞાતા તે નયોનો “આ સાચા છે અને આ ખોટા છે,' એવો વિભાગ કરતો નથી. (સંમતિતર્ક, કાં.ગા.૨૮) ૨. એકાંતવાદ કોઈ એક નયનો જ આગ્રહ ૩. ઉપાધ્યાય ભગવાન શ્રી યશોવિજયજી મહારાજાએ તત્ત્વાર્થસૂત્ર પ્રથમ અધ્યાયની ટીકામાં અનેકાંતભાવનાનો નિર્દેશ કર્યો છે. Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ધર્મબીજ કે દ્વેષની ઉત્પાદક નથી", કિન્તુ પોતાનો મોહનીય કર્મનો ઉદય જ તેનો ઉત્પાદક છે. અપરાધ વસ્તુઓનો નથી. કિન્તુ મોહ-મૂઢતાનો છે, વસ્તુ માત્ર પોતપોતાના સ્વભાવમાં વ્યવસ્થિત છે, એક વસ્તુ તરફ આત્માને અમુક વખત રાગ જન્મે છે, જ્યારે બીજી વખત તે જ વસ્તુ પ્રત્યે દ્વેષ થાય છે. એક વ્યક્તિને અમુક વસ્તુ અમુક અપેક્ષાએ રાગનું કારણ હોય છે, તે જ સમયે બીજી વ્યક્તિને તે જ વસ્તુ પ્રત્યે દ્વેષ હોય છે. એક વ્યક્તિને અમુક વસ્તુ અમુક અપેક્ષાએ રાગનું કારણ હોય છે, તે જ સમયે બીજી વ્યક્તિને તે જ વસ્તુ અન્ય અપેક્ષાએ દ્વેષનું નિમિત્ત બને છે, એમ પ્રિયત્વ કે અપ્રિયત્વ અપારમાર્થિક છે,' વગેરે નિશ્ચયનયાભિપ્રેત ભાવનાથી તે મહામધ્યસ્થ વ્યવહારને પાળવા છતાં સર્વદા સમ રહે છે. આવું સમત્વ જ જ્ઞાનયોગ છે. સર્વકાર્યોની સિદ્ધિ આત્મામાં છે. તે મહામધ્યસ્થને પોતાનાં સર્વ કાર્યોની સિદ્ધિ કે અસિદ્ધિ પોતાના આત્મામાં જ દેખાય છે, “મારી સિદ્ધિનો હેતુ મારા આત્મામાં રહેલી શુદ્ધિ અને અસિદ્ધિનો હેતુ મારા આત્મામાં રહેલી અશુદ્ધિ છે, મારો આત્મા જ મારા ઇષ્ટ કે અનિષ્ટના હેતુ છે. આપત્તિમાં મારે મારી આત્મશુદ્ધિને સાધના દ્વારા, વધારવી જોઈએ, એ શુદ્ધિ જ મારી આપત્તિ નિવારી શકે' વગેરે નૈૠયિક ભાવનાઓ ચિત્તમાં અતિ દઢ થયેલી હોય છે. બાહ્ય વસ્તુઓ તરફ લઈ જનારા વિકલ્પોને તેના મનમાં સ્થાન જ હોતું નથી. લોકોથી મળતાં નમન, વંદન, સ્તુતિ, પ્રશંસા, નિંદા વગેરે રૂપ તીવ્ર બાણો માધ્યશ્ચભાવનારૂપ મહાકવચને ધારણ કરનાર તે મહામધ્યસ્થ મુનિના મર્મને વીંધી શકતાં નથી. જેના હૃદયમાં માધ્યશ્ય નથી તેવા મુનિના જ ચારિત્રદેહને આ બાણો છિન્નભિન્ન કરી નાખે છે. આત્મામાં રહે તે મધ્યસ્થ: મધ્ય એટલે આત્મા. જેમ વર્તુળને મધ્યબિંદુ હોય છે, તેમ સર્વ પ્રવૃત્તિચક્રોનું કેન્દ્ર આત્મા છે. મધ્ય એવા આત્મામાં રહે તે મધ્યસ્થી તાત્પર્ય એ છે કે મહામધ્યસ્થ સર્વદા સ્વરૂપમાં જ રમે છે. કર્તુત્વ, ૧. પોડશક' ૧૩, શ્લોક ૧૦ની ટીકામાં જુઓ તસ્વસર ઉપેક્ષાનું વિશિષ્ટ વર્ણન. २. 'वंदिजमाणा न समुक्कसंति, हेलिज्जमाणा न समुज्जलंति । दंतेण चित्तेण चरंति धीरा, मुणी समुग्धाइयरागदोसा ।।' (आवश्यक नियुक्ति.) - વશ કરેલા મનવડે રાગદ્વેષનો નાશ કરનારા ધીર મુનિવરો કોઈ વંદન કરે ત્યારે ઉત્કર્ષને ધરતા નથી અને કોઈ નિંદા કરે તો ગુસ્સે થતા નથી, કિન્તુ સદા સંયમમાં રમે છે. Page #138 -------------------------------------------------------------------------- ________________ માધ્યસ્થભાવના ૧૦૧ ભોક્નત્વ વગેરે ભાવોને ગૌણ કરીને આ મહામધ્યસ્થ પદ્ગલિક ભાવોનો સાક્ષીમાત્ર રહે છે અને દ્રષ્ટા બનવાથી તે કર્મોથી લપાતો નથી. સ્વદર્શન પ્રત્યે પણ રાગ નહીં તે મહામધ્યસ્થનું માધ્યશ્ય એટલું બધું ઉચ્ચ બની ગયું હોય છે કે તેને સ્વદર્શન પ્રત્યે રાગ અને પરદર્શન પ્રત્યે દ્વેષ પણ હોતો નથી. તે કેવળ સત્યનો જ આશ્રય કરે છે. કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રાચાર્યજી કહે છે : 'न श्रद्धयैव त्वयि ! पक्षपातो, न द्वेषमात्रादरुचिः परेषु । यथावदाप्तत्वपरीक्षया तु, त्वामेव वीर ! प्रभुमाश्रिता: स्मः ।।' [અયોગવ્યવચ્છેદ દ્વાáિશિકા] હે વીર ! અમને કેવળ શ્રદ્ધાથી આપના ઉપર પક્ષપાત નથી, તેમ કેવળ દ્વેષથી અન્ય ઉપર અરુચિ નથી, પણ યથાર્થ આસપણાની પરીક્ષાથી અમે આપનું પ્રભુ તરીકે શરણ સ્વીકાર્યું છે. ચારિજીવિની ન્યાયઃ પરમમધ્યસ્થ શ્રી વીતરાગભગવંત સિવાય અન્ય દેવતાઓને માનનારા જીવો પ્રત્યે પણ ચારિસંજીવિની ન્યાયથી તે મહા ૧ સંજીવિની નામની વનસ્પતિનો વેલો ચરાવતાં પશુને મનુષ્ય બનાવ્યો તે ન્યાયે, આ ન્યાયનું દષ્ટાંત નીચે પ્રમાણે છે : સ્વસ્તિમતી નગરીમાં બ્રાહ્મણની એક પુત્રી અને તેની અત્યંત પ્રીતિપાત્ર સખી હતી. તે બંને સદ્દા સાથે રહેતી, પરન્તુ વિવાહ થવાથી જુદા જુદા સ્થળે રહેવાનું થયું. એક વાર બ્રાહ્મણની પુત્રી સખીને મળવા માટે તેના ઘરે ગઈ. સખીએ કહ્યું કે “મારો પતિ મારે આધીન ન હોવાને કારણે હું બહું જ દુઃખી છું. બ્રાહ્મણ પુત્રીએ સખીને કહ્યું, “તું ચિંતા ન કર, હું તારા પતિને જડી ખવરાવી બળદ બનાવી દઈશ.” પછી તેને ભોજન સાથે જડી ખવરાવી બળદ બનાવી દીધો. પતિ બળદ બનવાથી પત્ની ઘણી દુઃખી થઈ. તે હંમેશાં પોતાના બળદ પતિને ચરાવવા લઈને જતી હતી અને તેની સેવાશ્રુષા કરતી હતી. એક દિવસે તે વડના ઝાડ નીચે બેસીને બળદને ચરાવતી હતી, ત્યારે વિદ્યાધરનું એક યુગલ વડની શાખા ઉપર બેસી આરામ લેતું હતું. વાતચીત કરતાં પ્રસંગે વિદ્યાધર બોલ્યો, “આ બળદ સ્વાભાવિક નથી, પણ જડી ખવરાવવાથી પુરુષ મટીને બળદ થયેલો છે. જો તેને સંજીવિની નામે જડી ખવડાવવામાં આવે તો તે બળદ મટીને પુનઃ પુરુષ થાય. તે સંજીવની પણ આ વડની નીચે જ છે. તે સાંભળી તેની સ્ત્રીએ બળદને સંજીવની ચરાવવાનો વિચાર કર્યો, પરંતુ તે સંજીવનીને ઓળખતી Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ધર્મબીજ મધ્યસ્થ પરમ હિતકારી એવી મધ્યસ્થ દૃષ્ટિને ધારણ કરે છે. અન્ય દેવતાઓની પૂજામાં પણ તે શ્રી વીતરાગ ભગવંતની પૂજાની યોગ્યતાને જુએ છે. તેને સર્વ સદાચારો, કુલધર્મો, સારા રીતરિવાજો વગેરે જીવોને શ્રી વીતરાગ ભગવંત પ્રણીત ધર્મ પ્રત્યે લઈ જનારાં દેખાય છે. નિષ્કામભાવ ઃ મહામધ્યસ્થ અનુષ્ઠાનનાં ફળો પ્રત્યે પણ મધ્યસ્થ હોય છે. તે નિષ્કામભાવે સદનુષ્ઠાની સાધના કરે છે. તેમાં સર્વ અનુષ્ઠાનોમાં કર્મક્ષય કે આજ્ઞાપાલનનું ધ્યેય હોય છે. પરદર્શનોક્ત ઈશ્વરાર્પણ જૈન દર્શનમાં આ રીતે ઘટાવી શકાય. કર્મક્ષયને ઉદ્દેશીને થતું અનુષ્ઠાન શ્રી સિદ્ધભગવંતરૂપ ઈશ્વરને અર્પણ થાય છે અને આજ્ઞાપાલન નિમિત્તે કરાતું અનુષ્ઠાન શ્રી અરિહંતભગવંતરૂપ પરમેશ્વરને અર્પણ થાય છે. ઈશ્વરાર્પણ એટલે નિષ્કામભાવ. પ્રત્યેક અનુષ્ઠાનમાં મહામધ્યસ્થના ચિત્તરત્નમાં (સ્મરણાદિરૂપે) પરમમધ્યસ્થ શ્રી તીર્થકર ભગવંતનું અધિષ્ઠાન હોય છે અને તેથી તેને સર્વત્ર માધ્યસ્થની સિદ્ધિ થાય છે. જિન પ્રવચનનું લક્ષ્ય માધ્યસ્થ ઃ વિચાર કરતાં જણાય છે કે શ્રી જિનપ્રવચન એ માધ્યય્યરસથી છલોછલ ભરેલું છે, કારણ કે તે પરમમધ્યસ્થ એવા શ્રી જિનેશ્વરદેવોનું સર્જન છે. શ્રી જિનપ્રવચનનું પ્રત્યેક અંગ સાધકને આ મહામાધ્યથ્ય તરફ લઈ જવા જાણે મથી રહ્યું ન હોય. કર્મસાહિત્યઃ જેમ નયો વગેરેનું ચિંતન માધ્યશ્યનું કારણ છે, તેમ ન હતી. તેથી તેણે વડની નીચેની બધી વનસ્પતિ બળદને ચરાવવા માંડી, તેમાં સંજીવિની ખાવામાં આવવાથી તે બળદ ફરીથી મનુષ્ય થયો. (જ્ઞાનસાર સ્વોપજ્ઞ ટબાના ભાષાર્થના સંપાદક પં. ભગવાનદાસ હરખચંદે લખેલી ટિપ્પણીના આધારે) સર્વ દેવતાઓને સમાન માની તે દરેકને નમનારા કેટલાક લોકો હોય છે. તેઓ જેમ અન્ય દેવતાઓને નમે છે, તેમ શ્રી વીતરાગ (જિનેશ્વર) ભગવંતને પણ નમે છે, પ્રસ્તુતમાં સંજીવનીના સ્થાને તેવાઓએ શ્રી વીતરાગ પરમાત્માને કરેલા નમસ્કાર સમજવો. તેવાઓ અન્ય દેવતાઓને નમે છે, તો પણ મહામધ્યસ્થને તેઓ પ્રત્યે અરુચિ થતી નથી. કારણ કે તે જાણે છે કે શ્રી જિનેશ્વર ભગવંતને કરાયેલનમસ્કાર સંજીવની તેમને અવશ્ય ઉપર લાવશે. ૧. નિષ્કામભાવે = ફળની આશંસા વિના. કાર્યના ફળની આશંસા એ સંસારવૃદ્ધિનું મૂળ કારણ Page #140 -------------------------------------------------------------------------- ________________ માધ્યસ્થભાવના ૧૦૩ કર્મસાહિત્ય પણ મહામાધ્યથ્ય પ્રગટ કરવા માટેનું ઉત્કૃષ્ટ સાધન છે. શ્રી શાસ્ત્રકારમહર્ષિઓ કર્મવિપાકનાં ચિંતન પર ખૂબ જ ભાર આપે છે. જૈન સિદ્ધાન્ત મુજબ કર્મ એ વેદાન્તાદિ અભિમત માયાની જેમ કાલ્પનિક (અ) કે અનિર્વચનીય વસ્તુ નથી, કિન્તુ પરમાર્થ સત્ છે. જીવના શુદ્ધ સ્વરૂપને તે કેવી રીતે આવરે છે વગેરે વર્ણન કર્યપ્રકૃતિ પ્રમુખ ગ્રંથોથી જાણી લેવું જોઈએ. “જૈન સાહિત્યના કર્મસાહિત્યની જોડ જગતમાં નથી' વગેરે કહેવા માત્રથી તે સાહિત્યનું મૂલ્ય યથાર્થ સમજાતું નથી, કિન્તુ જ્યારે તેના ચિંતનથી ઉત્પન્ન થતા મહામાધ્યશ્મનો જીવનમાં અનુભવ થાય છે, ત્યારે જ તેની અમૂલ્યતા સમજાય છે. કર્મવિપાકનું ચિંતન : કર્મવિપાકચિંતનથી જીવ મધ્યસ્થ બને છે. પોતપોતાના બોધ મુજબ જીવને નવું નવું ચિંતન પ્રાપ્ત થાય છે. સામાન્યતઃ આ રીતે તેનું ચિંતન કરી શકાય : કોઈ પણ વ્યક્તિ સામે આવતાં જ પ્રથમ તેનું રૂપ આપણી દૃષ્ટિએ પડે છે. તે રૂપનું મૂળ કારણ કર્મના અણુઓ છે. રૂપ જોતાં જ વિચારવું જોઈએ કે, “અહો! અતિસૂક્ષ્મ એવા કર્મના અણુઓએ કેવું વિચિત્ર ઓદારિક રૂપ નિર્માણ કર્યું છે. ક્યાં રૂપાતીત એવો જીવ અને ક્યાં આ સામે દેખાય છે તે વિચિત્ર પ્રકારની આંખો, નાક, દાઢી, મૂછ, હાથ, પગ વગેરે અનેક ચિત્રવિચિત્ર અવયવોથી યુક્ત આ “માણસ” વગેરે જાતિથી ઓળખાતી આકૃતિ? કર્મે એને કેવી વિચિત્ર ચાલ આપી છે, તે કેવી વિચિત્ર પ્રવૃત્તિઓ આદરી રહ્યો છે? કોઈ પોતાનું મોટું અરીસામાં જોઈ જોઈને રાજી થાય છે, તો કોઈ પોતાનું કદરૂપું મુખ લોકોથી છુપાવે છે! કોઈના દેહ પર સારાં સારાં આભૂષણો છે, તો કોઈના દેહ પર અતિ જીર્ણ અને મલિન એવું એકાદ વસ્ત્ર પણ પૂરું નથી !' એ રીતે સર્વત્ર વૈચિત્ર્યને જોતા તે મહામધ્યસ્થ મહાત્માના અંતરમાં એક અદ્ભુત અલૌકિક એવા હાસ્યરસનો અનુભવ થાય છે. અનંતદર્શન, અનંતજ્ઞાન, અને અનંત ચારિત્રના મહાસ્વામી આત્માને ક્યારેક ઋષભના રૂપમાં, તો ક્યારેક ઊંટના રૂપમાં, ક્યારેક કીડીના રૂપમાં તો કયારેક હાથીના રૂપમાં અને કયારેક ચાંડાલના રૂપમાં, તો કયારેક બ્રાહ્મણના રૂપમાં જોઈને તેને આધ્યાત્મિક વિસ્મય થાય છે. ૧ ધર્મધ્યાનનો ત્રીજો પ્રકાર વિપાકવિચય છે. તેમાં સાધકે કર્મોના વિપાકો કેવા દારુણ છે, તે ચિંતવવાનું છે. Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ધર્મબીજ આ બધાં વૈચિત્ર્યમાં તે મહામધ્યસ્થને સામ્ય પણ અતૂટ દેખાય છે. સર્વ ચિત્રવિચિત્ર આકૃતિઓમાં જીવસ્વરૂપને નિહાળી નિહાળી તે અપૂર્વ એવા આનંદને અનુભવે છે. એમ પુણ્ય અને પાપની મહાલીલાને બતાવતા આ વિશ્વરૂપ મહાનાટકનો તે મહાપ્રેરક બને છે. પરમાણુપુંજ : સચેતન વસ્તુઓને વિષે ઉપર બતાવ્યું તેમ જીવનું સ્વરૂપ, કર્મવિપાક વગેરે ચિંતવવું જોઈએ. અચેતન વસ્તુઓ વિષે રાગ-દ્વેષ ન થાય તે માટે અનિત્યસ્વાદિ ભાવનાઓ કહી છે, અથવા સમગ્ર અચેતન સ્કંધોનું મૂળ કારણ જે પરમાણુ છે તે તરફ આપણે આપણા વિચારને લઈ જઈએ તો પણ માધ્યશ્ય પ્રાપ્ત થાય છે. ઘર, મોટર વગેરે બધી વસ્તુઓ પરમાણુઓના પુંજ છે, એમ કલ્પના કરવી જોઈએ. જુદી જુદી આકૃતિઓને ધારણ કરતા તે પુંજોમાં મહામધ્યસ્થને રાગ કે દ્વેષ થતો નથી. આત્મજ્ઞાન : આત્મજ્ઞાન વિના ઉચ્ચ પ્રકારનું સર્વ વિષયક માધ્યશ્ય કદી પણ પ્રગટ થતું નથી. મધ્યસ્થ બનવા ઇચ્છનાર પ્રત્યેક મુમુક્ષુ માટે આત્મજ્ઞાન અતિ આવશ્યક હોવાથી તેનું થોડુંક સ્વરૂપ અમે અહીં રજૂ કરીએ છીએ.' આત્મા એક જ છે : સંગ્રહનયની દૃષ્ટિએ “આત્મા એક જ છે.” સંગ્રહનય આ વિશ્વને એક “મહાસામાન્ય” માને છે. વિશ્વ આમ તો ધર્માસ્તિકાયાદિ પદ્રવ્યાત્મક છે, તથાપિ આધ્યાત્મિક દૃષ્ટિએ પર દ્રવ્ય અનુપયોગી હોવાથી આ નયના મતે એક આત્મા તે જ મહાસામાન્ય છે. વેદાન્ત મતના અનુયાયીઓ બ્રહ્માને એક અદ્વિતીય માનીને મધ્યસ્થ બનાવવાના પ્રયત્નો કરે છે. એક જ આત્માને માનવાથી રાગ, દ્વેષ વગેરે કોના ઉપર થાય? જ્યાં વૈત છે, ત્યાં જ રાગ દ્વેષાદિની કલ્પના જન્મે છે. આત્મા નિર્વિકાર છેઃ આત્માઓમાં જે ભેદ દેખાય છે, તે વ્યવહારનયને ઇષ્ટ છે. વ્યવહારનય એકેન્દ્રિયાદિ ભેદે આત્માઓને ભિન્ન માને છે. ૧. અહીંથી શરૂ થતો વિષય સુજ્ઞ પુરુષોએ નયદૃષ્ટિએ વિચારવો, જેને નયોનું જ્ઞાન નથી, તેણે આ વિષયમાં બહુ ઊંડા ઊતરવું. “અધ્યાત્મસાર'ના “આત્મવિનિશ્ચયાધિકારનો આધાર લઈને આ વિષય અહીં આપવામાં આવ્યો છે, જિજ્ઞાસુઓએ વિશેષ જ્ઞાન માટે એ વિષય ત્યાં જોવો જોઈએ. આ વિષય કેવળ વાંચી જવા માટે નથી, પણ આત્માને તેનાથી ભાવિત કરવા માટે છે. નિરૂપણમાં નિશ્ચયદષ્ટિને પ્રાધાન્ય છે, તે યાદ રાખવું. Page #142 -------------------------------------------------------------------------- ________________ માધ્યસ્થભાવના ૧૦૫ નિશ્ચયનય આવા ભેદને માનતો નથી. “એકેન્દ્રિયાદિ ભેદો કર્મે કરેલા છે. તે કાંઈ આત્માનો સ્વભાવ નથી. અવિકારી એવા આત્મામાં કર્મકૃત ભેદ હોઈ શકે નહીં. કર્મ તો પર દ્રવ્ય છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યને વિષે કશું જ કરી શકતું નથી. સર્વ દ્રવ્યો સ્વભાવમાં સ્થિત છે. પરસ્વરૂપને તેઓ કદી પણ પામતા નથી. કર્મે કરેલ વિકૃતિઓનો આત્મામાં આરોપ કરીને અજ્ઞાનીઓ સંસારમાં ભટકે છે.” એમ શુદ્ધ નિશ્ચયનય કહે છે. “બે સ્ફટિક મણિ છે, તેમાંના એક પર રક્ત વસ્ત્રનું પ્રતિબિંબ પડે છે અને બીજા પર નીલ વસ્ત્રનું. અહીં અજ્ઞાની માણસ ઉપાધિભેદે (પ્રતિબિંબભેદે) એક સ્ફટિકને લાલ અને બીજાને કાળો કહે છે, જ્ઞાની તો બંને સ્ફટિકને સરખા જ માને છે. એ ન્યાયે અજ્ઞાની કર્મે કરેલા ભેદને કારણે જીવોને ભિન્ન માને છે. જ્યારે જ્ઞાની તો સર્વ આત્માઓને સમાન જુએ છે.” “ભલે આત્મા અને કાશ્મણ વર્ગણાઓ એક જ આકાશ પ્રદેશોમાં રહેતા હોય, તેટલા માત્રથી કાંઈ આત્મામાં કર્મ પુદ્ગલના ગુણો આવી જતા નથી. આત્મા તો પોતાના તથાભવ્યત્વ સ્વભાવથી સર્વદા શુદ્ધ જ છે. તે બીજાના સંપર્કથી અશુદ્ધ બનતો નથી. જેમ ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો અને કાર્પણ વર્ગણાઓ સમાન આકાશ પ્રદેશોમાં હોવા છતાં કાર્મણ વર્ગણાઓ ધર્માસ્તિકાયાદિના સ્વરૂપને ફેરવી શકતી નથી, તેમ આત્મસ્વરૂપને વિકૃત કરવા માટે કર્મ પણ કદાપિ સમર્થ થતું નથી.' “આત્મદ્રવ્ય પરિણામી નિત્ય છે. મનુષ્ય, દેવ વગેરે પર્યાયો તેમાં ભલે ઉત્પન્ન થાય અને નાશ પામે, છતાં, આત્મદ્રવ્ય તો સર્વકાળમાં એકરૂપ છે, હતું અને રહેવાનું. સોનાની હારની બંગડી બનાવવામાં આવે ત્યારે હારનો નાશ થાય છે અને બંગડીની ઉત્પત્તિ થાય છે, કિન્તુ બને અવસ્થાઓમાં સુવર્ણ તો સ્વરૂપમાં જ રહે છે. એવી જ રીતે મનુષ્યાદિ પર્યાયોને ધારણ કરવા છતાં આત્મતત્ત્વ સદા સ્વરૂપમાં અવસ્થિત છે.” ‘નરદેહમાં રહેલ પોતાના આત્માને વ્યવહારથી માણસ નર માને છે અને તિર્યંચના શરીરમાં રહેલ પોતાના આત્માને તે તિર્યંચ માને છે. તથાપિ શું તત્ત્વતઃ તે માણસ કે તિર્યંચ છે? ના, ના, તે તો નિર્વિકાર, નિરંજન અને ચિદાનંદમય આત્મા છે.” Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ધર્મબીજ સંસાર કલ્પના છે? આત્મા જો નિરંજન છે, તો પછી આ સંસાર શું છે? એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. તેના સમાધાનમાં નિશ્ચયનય કહે છે કે, “સંસાર એ કલ્પના છે. જેમ સ્વપ્નમાં જોયેલા પદાર્થો જાગ્રત અવસ્થામાં દેખાતા નથી, તેમ વ્યવહારનયને ઇષ્ટ એવા આ ભવપ્રપંચને જ્ઞાનથી નિશ્ચયનયને જાણનારની દૃષ્ટિમાં સ્થાન નથી, મૃગજળમાં પાણી, સ્થાણુમાં પુરુષ, છીપમાં ચાંદી, દોરડામાં સર્પ અથવા આકાશમાં ગંધર્વનગરના જ્ઞાન જેવું “આ સંસાર છે એવું જ્ઞાન છે. દેહમાં આત્મત્વની બુદ્ધિથી સંસારની કલ્પના જન્મે છે : દેહને આત્મા માન્યો એટલે તેના નિર્વાહ માટે સુખસગવડો ઊભી કરાય છે. સ્ત્રી, પુત્ર વગેરે પરિવારની રચના થાય છે અને એ રીતે સંસાર વિસ્તરતો જાય છે. જેને દેહમાં આત્મત્વની બુદ્ધિ જ નથી, તેની કોણ સ્ત્રી અને કોણ પુત્ર? જો દેહ પણ પોતાનો નથી, તો કોના બંગલા અને કોની મોટરો ? આત્મા અમૂર્ત છે. આત્મા અમૂર્ત છે. જેને રૂપ નથી, રસ નથી, ગંધ નથી, આકાર નથી, તે મૂર્ત શી રીતે હોઈ શકે ? આ આત્મા આંખથી દેખાતો નથી, વાણીથી બોલાતો નથી અને મનથી ચિંતવાતો નથી. ‘તે સ્વયં પ્રકાશ-ચિરૂપ છે. તો મૂર્ત શી રીતે હોય? અમૂર્ત એવા પણ આત્મામાં મૂર્તતાના ભ્રમથી જે વ્યવહાર કરે છે, તે જોઈને જ્ઞાનીને આશ્ચર્ય થાય છે. આત્મા અકર્તા, અભોક્તા છે : નૈગમનય અને વ્યવહારનય આત્માને બાહ્યકર્મનો (પદ્ગલિક કર્મનો અથવા દોડવું વગેરે ચેષ્ટાઓનો) કર્તા અને કર્મ વિપાકનો ભોક્તા માને છે, ઋજુસૂત્રનય આત્માને રાગદ્વેષનો કર્તા અને સુખ-દુઃખનો ભોક્તા માને છે, શબ્દનય આત્માને પોતાના શુદ્ધ ભાવોનો કર્તા અને ભોક્તા માને છે. જ્યારે શુદ્ધ સંગ્રહનય કહે છે કે આત્મા અકર્તા-અભોક્તા છે. સંગ્રહનયની આ માન્યતામાં સાંખ્યમાન્ય નિર્લેપ કૂટસ્થનિત્ય પુરુષ આવી જાય છે. સાંખ્યો પુરુષને તેવો માનીને મધ્યસ્થ બનવાના પ્રયત્નો કરે છે. આપણે પણ આ સંગ્રહદૃષ્ટિથી મધ્યસ્થ બની શકીએ છીએ. જેમ કાદવથી આકાશ લેપાતું નથી, તેમ આ નયના મતે આત્મા કર્મ કાદવથી કદી પણ લપાતો નથી.” નૈગમાદિ નો ભલે આત્માને વિકૃત માને, પણ તેમની આ કલ્પના Page #144 -------------------------------------------------------------------------- ________________ માધ્યસ્થભાવના ૧૦૭ સ્વરૂપે શુદ્ધ આત્માને કદી પણ વિકૃત બનાવી શકતી નથી, શુદ્ધ ચાંદીમાં કોઈ છીપના ધર્મો કલ્પે તેટલા માત્રથી કાંઈ ચાંદી છીપરૂપ બની જતી નથી." તાત્પર્ય કે અશુદ્ધ નયથી આત્મા બદ્ધ અને મુક્ત મનાય છે, શુદ્ધ નયથી તે બદ્ધ પણ નથી અને મુક્ત પણ નથી. આત્મા સર્વ અન્ય દ્રવ્યોથી અને તેમના પર્યાયોથી ભિન્ન છે, એ બતાવવા માટે ઉપરનું નિરૂપણ છે. આવી જાતની સમજણ વિના માધ્યચ્ય ટકતું નથી. “આત્મા પરથી ભિન્ન છે'. મનનાત્મક જ્ઞાનની મોક્ષમાર્ગમાં મુખ્યતા છે, એમ ‘માર્ગપરિશુદ્ધિ ગ્રંથમાં ઉપાધ્યાય ભગવાન શ્રી યશોવિજયજી મહારાજાએ કહ્યું છે. જીવ અને કર્મના કથંચિત્ ભેદભેદઃ ઉપર જે વર્ણન કર્યું, તેમાં શુદ્ધ નિશ્ચયનયની પ્રધાનતા છે. સ્યાદ્વાદ શેલીએ જીવ અને કર્માદિનો કર્થચિત્ ભેદભેદ સંબંધ છે. સ્યાદ્વાદને જાણનાર પુરુષ કયા પ્રસંગોમાં ભેદ અને કયા પ્રસંગોમાં અભેદ માનવો તે જાણી શકે છે અને તેથી તે પરમ માધ્યથ્યને પામે છે. અવકાશના અભાવમાં અહીં આ વિષયની ચર્ચા શક્ય નથી. પર્યાય દૃષ્ટિઃ ઉપર જે દૃષ્ટિ કહી તે દ્રવ્યદૃષ્ટિ છે. પર્યાયદષ્ટિથી પણ પ્રસંગોમાં મધ્યસ્થ બની શકાય છે. જ્યારે પોતાને સુખ મળ્યું હોય, કીર્તિ મળી હોય, અથવા બીજો કોઈ લાભ થયો હોય, ત્યારે અહંકાર આવી ન જાય તે માટે સર્વ પર્યાયો ક્ષણિક છે. એ ભાવના ઉપયોગી થાય છે. સર્વ પર્યાયો ક્ષણિક હોવાથી વર્તમાન સુખાદિ પર્યાય પણ ક્ષણિક છે. ક્ષણિક પર્યાયોમાં મોહ શા માટે ? એવી ભાવનાથી સમાધિ મળે છે. દુઃખ આવ્યું હોય ત્યારે પણ તે પર્યાયને ક્ષણિક કલ્પવાથી સમાધિ મળે છે. વળી દ્રવ્ય પોતે પર્યાયથી અભિન્ન હોવાથી • આપણે જો આપણા આત્મપર્યાયને ઉત્તરોત્તર શુદ્ધ બનાવવાના પ્રયત્નો કરીએ, ૧. નાત્મનો વિકૃતિ તષા નન્જના | शुद्धस्य रजतस्थेव, शुक्तिधर्मप्रकल्पना ।। (અધ્યાત્મસાર, આત્મવિનિશ્ચયાધિકાર ૧૧૮) ૨. જુઓ શ્લોક ૩૦૯-૧૦ ૩. બૌદ્ધો ચાર ભાવનાઓ માને છે. . સર્વ , સર્વ દુઃવમ્ ! ૨. સર્વ ક્ષ4િ, સર્વ ક્ષશિવમ્ ૩. સર્વ શૂન્ય, સર્વ શૂન્યમ્ | ૪. સર્વ સ્વક્ષ, સર્વ ચક્ષણમ્ I તેમાંની આ બીજી ભાવના છે. આપણે તેને અનિત્યત્વ ભાવના કહીએ છીએ. Page #145 -------------------------------------------------------------------------- ________________ ધર્મબીજ ૧૦૮ તો અંતે આપણું આત્મદ્રવ્ય સર્વથા શુદ્ધ બની જવાનું. તેના સર્વ પર્યાયો શુદ્ધ બની જતાં સર્વથા શુદ્ધ પર્યાયોની સંતાન તે જ મોક્ષ છે. તાત્પર્ય કે કયા પ્રસંગમાં કઈ દષ્ટિને આગળ કરવી તે અનેકાંતજ્ઞ સારી રીતે જાણે છે અને તેથી સર્વત્ર મધ્યસ્થ રહી શકે છે. ૫. માધ્યસ્થની વ્યાપકતા ઃ અનિત્યસ્વાદિ બાર ભાવનાઓ જીવાદિ નવ તત્ત્વો, સર્વ યમો, સર્વ નિયમો, સર્વ ક્રિયાઓ, સર્વ આગમો વગેરેનું લક્ષ્ય જીવને મધ્યસ્થ બનાવવાનું છે. શ્રી વીતરાગ ભગવંતની મૂર્તિ પણ માધ્યથ્યની દ્યોતક છે. મૂર્તિની ચક્ષુના મધ્યમાં રહેલી સ્થિર કીકી શું મધ્યસ્થ નથી? પદ્માસન કે કાયોત્સર્ગ મુદ્રા પણ માધ્યશ્કના જ સૂચક છે. ઉલ્લંગમાં રામા નથી, અર્થાત્ હૃદયમાં રાગ નથી અને હાથમાં શસ્ત્ર નથી, અર્થાત્ હૃદયમાં દ્વેષ નથી. આ રાગ અને દ્વેષનો અભાવ એ જ માધ્યશ્ય. ચતુર્દશપૂર્વનો સાર શ્રી નવકાર મંત્ર પણ માધ્યશ્યમય છે. કારણ કે તેમાં પરમમધ્યસ્થ એવા પરમેષ્ઠિઓને નમસ્કાર છે. આપણે પરમેષ્ઠિઓનું સ્મરણ વગેરે કરીએ છીએ, કારણ કે તેઓ પૂજ્ય છે. પૂજ્યતા માધ્યથ્ય વિના આવતી નથી. તાત્પર્ય કે પરમેષ્ઠિઓને પૂજ્યપદે સ્થાપના કરનારી માધ્યશ્ય ભાવના છે. આ રીતે માધ્યશ્મભાવના શ્રી નવકારનો સાર બને છે અને પરંપરાએ ચર્તુદશપૂર્વનો પણ સાર બને છે. અહિંસા પણ માધ્યશ્મનો જ એક પ્રકાર છે. હિંસારૂપી પાપ, સ્વાર્થ, વૈર, વગેરેનાં કારણે થાય છે. માંસ ભક્ષણ વગેરેમાં થતી હિંસાનું કારણ જે સ્વાર્થ છે, તે રાગરૂપ છે અને વૈરનાં કારણે થતાં ખૂન વગેરે દ્વેષરૂપ છે. આવી રીતે હિંસા રાગ અથવા ટ્રેષથી થાય છે, જ્યારે અહિંસામાં રાગ પણ નથી અને દ્વેષ પણ નથી તે માધ્યશ્મનો જ એક પ્રકાર છે. અસત્યવચનની પાછળ પણ ક્રોધ, લોભ, ભય વગેરે અનેક કારણો હોય છે, તે બધાંનો સમાવેશ રાગ અને દ્વેષમાં થઈ જાય છે. રાગ કે દ્વેષ હોય ત્યારે જ અસત્ય વચન બોલાય છે, સત્ય વચન બોલવામાં તે બંનેનો અભાવ ૧. અનિત્યત્વ, અશરણત્વ વગેરે ભાવનાઓનું ‘શાંત સુધારસ' નામક કાવ્ય વગેરેમાં સુંદર વર્ણન છે. Page #146 -------------------------------------------------------------------------- ________________ માધ્યસ્થભાવના ૧૦૯ હોવાથી સત્ય પણ માધ્યસ્થ્યનું જ એક અંગ છે. આવી રીતે સર્વ વ્રતોમાં, સર્વ નિયમોમાં, યોગનાં સર્વ અંગોમાં, યોગની સર્વ દૃષ્ટિઓમાં, સર્વ આગમોમાં અને સર્વ અનુષ્ઠાનોમાં સર્વત્ર માધ્યસ્થ્યને જોતાં શીખવું જોઈએ. તેથી માધ્યસ્થ્યભાવના અધિક અધિક દૃઢ બનતી જાય છે. ૬. માધ્યસ્થ્યની જીવનમાં જરૂર : માધ્યસ્થ્ય વિના શ્રેષ્ઠ પ્રકારનું જીવન સંભવતું જ નથી. જાણતાં કે અજાણતાં લગભગ બધા માણસો અનેક પ્રસંગોમાં માધ્યસ્થ્યનું અવલંબન લેતા હોય જ છે. જ્યારે આપણા સ્વાસ્થ્યને બાધ ન કરે તેવો (અન્ય્નાધિક) આહાર આપણે લઈએ છીએ, ત્યારે શું એ મધ્યસ્થતા નથી ? માનસિક, વાચિક કે કાયિક બળોનું જ્યાં જ્યાં યથાર્થ રીતે સમત્વપૂર્વક નિયોજન છે ત્યાં પણ સર્વત્ર માધ્યસ્થ્ય છે, એમ સમજી લેવું જોઈએ. ‘કમ ખાવ, ગમ ખાવ' વગેરે શબ્દપ્રયોગ વ્યવહારમાં ઘણી વાર સાંભળવામાં આવે છે. ‘કમ ખાવ' એ આહાર વિષયક માધ્યસ્થ્ય છે, તેને ઉપલક્ષણથી સર્વ વિષયોના ઉપભોગવિષયક માધ્યસ્થ્યમાં પણ લઈ શકાય. ‘ગમ ખાવ’ એ કષાયવિષયક માધ્યસ્થ્યને સૂચવે છે. ૭. માધ્યસ્થ્યના ભંગથી થતાં નુકસાનો ઃ જ્યાં જ્યાં માધ્યસ્થ્યનો ભંગ થાય છે ત્યાં ત્યાં રોગ, શોક, ક્લેશ, ભય વગેરે અનેક અનિષ્ટો ઊભાં થાય છે. જેને આહારમાં માધ્યસ્થ્ય નથી, અર્થાત્ જે જરૂરિયાત કરતાં અધિક અને વૃદ્ધિપૂર્વક આહાર લે છે, તે અનેક રોગોના શિકાર બને છે. શક્તિ કરતાં અધિક બોલાય છે, ત્યારે પણ કંઠ વગેરેના રોગો થાય છે, ‘આ જગતમાં જે • કાંઈ દુઃખો છે તે બધાં માધ્યસ્થ્યને ન જાળવવાથી ઉત્પન્ન થાય છે' વગેરે વિચારીને વિવેકી પુરુષો સદા મધ્યસ્થ બને છે. ૮. માધ્યસ્થ્યના લાભો ઃ માધ્યસ્થ્ય ભાવનાથી આપણા અને આપણા સંસર્ગમાં આવનારા અનેક જીવોના શારીરિક, વાચિક અને માનસિક ક્લેશો નાશ પામે છે. આર્ત્ત અને રૌદ્ર ધ્યાનથી બચવાનું તે પ્રબળ સાધન છે અને તે આપણને ધર્મધ્યાનમાં આગળ વધારે છે. માધ્યસ્થ્ય ભાવનાના અભ્યાસથી આપણા વિચારો, વચનો અને કાયિક પ્રવૃત્તિઓ ન્યાયમાર્ગને Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ - ' ધર્મબીજ અનુસરે છે. કોઈ પણ પ્રસંગને ઉચિત ન્યાય આપવા માટે આપણે સમર્થ બનીએ છીએ. અહત્વ, મમત્વ વગેરે સર્વ દુષ્ટ ભાવોને માધ્યશ્ય આપણાથી દૂર રાખે છે. રાગ અને દ્વેષ જેવા પ્રબળ શત્રુઓ પણ માધ્યશ્યથી ડરે છે. સુખ, દુઃખ વગેરે મધ્યસ્થને હેરાન કરી શકતાં નથી. માધ્યથ્ય ભાવનાથી પાપનો ક્ષય થાય છે, અને સત્ત્વ, શીલ તથા પ્રજ્ઞામાં વૃદ્ધિ થાય છે. મધ્યસ્થ જ સાચો ન્યાય તોલી શકે છે તથા સર્વને પ્રિય અને પૂજ્ય બને છે. માધ્યશ્મભાવના એ કર્મનિર્જરા માટેનું અમોઘ શાસ્ત્ર છે. જિનપ્રવચન માધ્યસ્થ (અનેકાંત) રૂપ હોવાથી જેમ જેમ આપણે માધ્યશ્મભાવનામાં આગળ વધીએ છીએ, તેમ તેમ તે પ્રવચનનાં રહસ્યો આપણા માટે ખુલ્લાં થઈ જાય છે. મધ્યસ્થને ઇંદ્રિયજય, સમ્યત્વ, શાંતિ, માદેવ, આર્જવ, સંતોષ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય, ઔદાર્ય, દાક્ષિણ્ય, પાપજુગુપ્સા, નિર્મલબોધ, જનપ્રિયત્વ, અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, ઉપશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્તિક્ય, મૈત્રી, પ્રમોદ, કરુણા વગેરે સર્વ ગુણો સ્વયમેવ વરે છે. યોગનાં આઠ અંગોમાં ત્રીજું અંગ આસન છે. દવાનાદિમાં વિકાસ સાધવા માટે આસનનો જય બહુ જ આવશ્યક છે. માધ્યચ્ય ન હોય તો એક આસને બેઠા પછી જીવને સ્થિરતા પ્રાપ્ત થતી નથી, તેનું મન અન્યત્ર ભટકે છે અને પરિણામે તે આસન જ કરી શકતો નથી. મધ્યસ્થ પુરુષ અલિપ્ત હોવાના કારણે સ્થિર બેસી શકે છે. તાત્પર્ય કે માધ્યશ્યને આસનજય સહજ બને છે. ૯. શુભેચ્છા ઃ જિનપૂજા વગેરે દ્રવ્યસ્તવમાં થતી હિંસાને પણ અપેક્ષાએ અહિંસા કહેનાર અને નિહન્તોની અહિંસાને પણ અપેક્ષાએ હિંસા તરીકે ઓળખાવનાર મહામધ્યસ્થ એવું જિનપ્રવચન અતિ ગંભીર છે. અતિગહન એવા આ જિનપ્રવચનમાં પણ માધ્યશ્મનો (અનેકાંતવાદ વગેરેનો) વિષય અતિ ગૂઢ છે. સર્વ ભવ્ય જીવો જિનવચનોમાં રહેલા ગૂઢતમ માધ્યથ્યને પામીને પરમમધ્યસ્થ (અરિહંત, સિદ્ધ વગેરે) બનો, એ જ શુભેચ્છા. માધ્યશ્યને નમસ્કાર ૧. ચિનોક્ત તત્ત્વોનો આલાપ કરનારાઓની. Page #148 -------------------------------------------------------------------------- ________________ માધ્યસ્થ્ય ભાવના (સંક્ષિપ્ત) ૧. વિષય : (અ) આત્મપ્રંશસક, અપ્રજ્ઞાપ્ય, અવિનીત, હિંસાદિ ક્રૂર કર્મ આચરનાર, ઉન્માર્ગગામી, અહિતસમાચરણ કરનાર, ધર્મદ્વેષી, અપમાન કરનાર વગેરે અતિપાપી જીવો. (બ) ઇષ્ટ કે અનિષ્ટ વસ્તુઓ. ૨. ઉપર્યુક્ત વિષયના સંઘર્ષમાં આવતું ઉપાદાન કારણ (અશુભ વૃત્તિઓ): (અ) પાપી તરફ દ્વેષ, ક્રોધ, તિરસ્કાર, દુષ્ટને સજા કરવાની વૃત્તિ વગેરે. (બ) ઇષ્ટ પ્રત્યે રાગ, અનિષ્ટ પ્રત્યે દ્વેષ, અનુકૂળતા ગમવી, પ્રતિકૂળતા ન ગમવી વગેરે. ૩. અશુભ વૃત્તિઓનો આકાર ઃ (અ) ‘દુષ્ટને સજા થવી જ જોઈએ’ વગેરે (બ) ‘મને ઇષ્ટ મળો, અનિષ્ટ ન મળો' વગેરે. ૪. ઉપર્યુક્ત વિષયો અને અશુભ વૃત્તિઓના સંઘર્ષથી ઉત્પન્ન થતા ચિત્તમલો : (અ) ક્રોધ, દ્વેષ, અમર્ષ વગેરે (બ) ઇષ્ટના સંયોગમાં તથા અનિષ્ટના વિયોગમાં રાગ, ઇષ્ટના વિયોગમાં તથા અનિષ્ટના સંયોગમાં દ્વેષ, આર્તધ્યાન-રૌદ્રધ્યાન વગેરે. ૫. તે ચિત્તમલોથી થતા અનર્થો : (અ) પાપીઓનો પોતાના પર દ્વેષ, પાપીઓ તરફથી થતા પ્રત્યાઘાતો, તેમને સુધારી ન શકાય વગેરે (બ) ઇષ્ટને મેળવવા માટે અને અનિષ્ટને ટાળવા માટે કાયિક અને વાચિક અશુભ યોગો, વિભાવોમાં રમણતા વગેરે. ૬. ચિત્તમલનાશક અને ચિત્તસુખવર્ધક ઉપાયો : (અ) ‘પાપીઓ પાપથી વિરમો' એવી ભાવના, પાપીઓ પ્રત્યે ક્રોધ, દ્વેષ વગેરે ન કરવાં, તેઓ ભવિષ્યમાં સુધરે એવી ભાવના, મૌન વગેરે અરાગદ્વેષવૃત્તિતાનો અભ્યાસ, અનેકાંતવાદનો અભ્યાસ વગેરે. ૭. ઉપાયોનો સંગ્રાહક શબ્દ : માધ્યસ્થ્યભાવના. ૮. પર્યાયો : માધ્યસ્થ્ય, ઔદાસીન્ય, ઉપેક્ષા, અરાગ-દ્વેષવૃત્તિ વગેરે. ૯. ટૂંકી વ્યાખ્યાઓ : (અ) પાપિપુ ઉપેક્ષા (ચ) સર્વત્ર સરનદ્વેષવૃત્તિ: Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ધર્મબીજ ૧૦. પ્રકારો : અતિપાપી વિષયક અહિત. અકાલ, અપમાન, સાંસારિક, દુઃખ, ગુણ મોક્ષ અને સર્વવિષયક. ૧૧. દૃષ્ટાંતો : શ્રી શાંતિનાથ ભગવાન, શ્રી વીર ભગવાન, ધન્ના શાલિભદ્ર, પૃથ્વીચંદ્ર, ગુણસાગર, ગજસુકુમાલ, ખંધકમુનિ, ખંધકમુનિના ૫૦૦ શિષ્યો વગેરે. ૧૨. ફળો : (અ) પાપીઓ તરફથી પ્રત્યાઘાતો થતા નથી, તેમને સુધારી શકાય છે. ગાંભીર્ય, સમત્વ, પૂજ્યતા, ક્રોધ, દ્વેષ તિરસ્કારાદિનું શમન, આત્મશાંતિ વગેરે (બ) સંક્લેશનાશ, આર્ટરૌદ્રધ્યાનનાશ, ધર્મધ્યાન અને શુક્લ ધ્યાનની પ્રાપ્તિ, ન્યાય્ય પ્રવૃત્તિ, ઇન્દ્રિયજય, આસનજય, વીતરાગતા, કર્મનિર્જરા, સ્વસ્વરૂપમાં રમણતા, સર્વગુણ સંપન્નતા, સત્ત્વશીલ-પ્રજ્ઞામાં વૃદ્ધિ, જિનપ્રવચનરહસ્યજ્ઞાન વગેરે. ૧૩. વિશેષ મુદ્દાઓ : • જે દોષોનું દૂરીકરણ અસંભવિત છે, તેની ઉપેક્ષા કરવી. અબતલી એવા શ્રી તીર્થંકર ભગવંતો પણ જગતને પાપથી સર્વથા મુક્ત કરી શકયા નથી, તો પછી મારું શું ગજું ? વગેરે સદ્વિચાર. સાંસારિક સુખ બહુતર દુઃખથી અનુવિદ્ધ હોવાથી દુઃખ જ છે. સર્વવિષયક માધ્યસ્થ્ય અનેકાંતજ્ઞને હોય છે. • જિનપ્રવચનનું લક્ષ્ય ‘જીવને’ સર્વત્ર મધ્યસ્થ બનાવવો' એ છે. અનેકાંતવાદ અને નયવાદનું જ્ઞાન. • વસ્તુતત્ત્વનો યથાર્થ નિર્ણય. ♦ સર્વ જોડકાંઓ (ઉત્સર્ગ-અપવાદ, જ્ઞાન-ક્રિયા, નિશ્ચય-વ્યવહાર, વિધિ-નિષેધ વગેરે) પ્રત્યે સાપેક્ષતા. આગમિક પદાર્થોના આગમથી અને યુક્તિગમ્ય પદાર્થોનો તર્કથી નિર્ણય. Page #150 -------------------------------------------------------------------------- ________________ માધ્યસ્થભાવના ૧૧ ૩ • અન્ય સર્વ દર્શનનો જૈન દર્શનમાં સમવતાર. • મહાન્યાયાધીશ મહાપિતા. · અનેકાંતભાવના. • મહામધ્યસ્થના સમીપમાં અપૂર્વ શાંતિ. • સર્વ પ્રશ્નોનું નિરાકરણ. • વસ્તુઓમાં પ્રિયત્વ કે અપ્રિયત્વની કલ્પનાનો અભાવ. • પોતાનાં સર્વ કાર્યોની સિદ્ધિ કે અસિદ્ધિમાં અનુક્રમે આત્મશુદ્ધિ કે અશુદ્ધિ કારણભૂત છે. • સ્તુત્યાદિ કે નિંદાદિમાં સમત્વ. - પૌદ્ગલિક ભાવોનો કર્તા કે ભોક્તા આત્મા (નિશ્ચયથી) નથી. તે તો સાક્ષીમાત્ર છે. • ચારિસંજીવિનીચારન્યાયથી સર્વનું હિત. • નિષ્કામભાવે સદનુષ્ઠાનની સાધના. • કર્મવિપાકનું ચિંતન વગેરે. • સંગ્રહનયથી આત્મા એક, સર્વદા એકરૂપ, નિર્વિકાર અને અમૂર્ત • દ્રવ્યદૃષ્ટિ અને પર્યાયદષ્ટિનું યથાસ્થાને નિયોજન. માધ્યભાવના સમાપ્ત Page #151 -------------------------------------------------------------------------- ________________ પવિત્રતા, આનંદ અને પૂજ્યતાનાં સાધનો मैत्रीपवित्रपात्राय, मुदितामोदशालिने । कृपोपेक्षाप्रतीक्षाय, तुभ्यं योगात्मने नमः ।। [ મૈત્રીના પવિત્ર ભાજનભૂત, મુદિતાથી પ્રાપ્ત થયેલ સદાનંદ વડે શોભતા અને કરુણા માધ્યસ્થ્ય વડે જગપૂજ્ય બનેલા,યોગસ્વરૂપ છે વીતરાગ ! તને નમસ્કાર હો !] કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રાચાર્યે રચેલી ‘શ્રી વીતરાગસ્તોત્ર’ એ એક અતિગંભીર કૃતિ છે. શ્રી વીતરાગભગવંતની એમાં સર્વશ્રેષ્ઠ સ્તુતિ છે. છંદશાસ્ત્ર, અલંકારશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, યોગશાસ્ત્ર વગેરેની દૃષ્ટિએ તેનું સ્થાન મહત્ત્વનું છે. શ્રી સ્તુતિકાર ભગવંતે જૈનશાસનનાં અનેક રહસ્યોને એ સ્તુતિમાં ગુપ્ત રીતે એકત્રિત કર્યા છે. સાધક આત્મા જ્યારે આ સ્તોત્રના ચિંતનમાં એકાગ્ર બને છે ત્યારે તે રહસ્યો તેને માટે ખુલ્લાં થાય છે. આ રહસ્યોનું જ્ઞાન થતાં જ તેનો આત્મા આનંદથી નાચી ઊઠે છે, જેમ જેમ તેઓ સ્તુતિસમુદ્રના ઊંડાણમાં ઊતરે છે, તેમ તમે તેને નવાં અદ્ભુત રહસ્યરત્નોની પ્રાપ્તિ થાય છે. અને શ્રીસ્તુતિકાર ભગવંતની સર્વશાસ્ત્રવિષયક પરિપૂર્ણતા પર તે મુગ્ધ બને છે. આ કથનના સમર્થન માટે અહીં લેખની શરૂઆતમાં મૂકેલા (એ સ્તોત્રના ત્રીજા પ્રકાશના અંતિમ) શ્લોક પર વિચારણા કરીએ. પ્રસ્તુત શ્લોકમાં ‘યોગાત્મને' શબ્દ અતિમહત્ત્વનો છે. યોગાત્મ એટલે યોગસિદ્ધ, સિદ્ધયોગ, યોગમય, યોગસ્વરૂપ વગેરે શ્રી વીતરાગ ભગવંતનું એ એક સર્વ શ્રેષ્ઠ વિશેષણ છે. શ્રી અરિહંતને જ યોગાત્મા કહી શકાય, કારણ કે તેમને જ યોગની સર્વ મહાન વિભૂતિઓ પ્રતિહાર્યાદિ વરે છે. શ્રી અરિહંત પરમાત્માનાં યોગાત્મત્વને બતાવવા માટે આ શ્લોકની રચના છે. તેને શ્રી સ્તુતિકાર ભગવંત પવિત્ર, આમોદ અને પ્રતીક્ષા એ ત્રણ શબ્દો વડે બતાવે છે. આ શબ્દો શ્રી અરિહંતમાં રહેલી પરમ પવિત્રતા, પરમાનંદતા અને ત્રૈલોકચપૂજ્યતા, એ ત્રણ ઉચ્ચ ગુણોને ધ્વનિત કરે છે અને આ ગુણોનાં કારણે જ તેઓ અરિહંત કે યોગાત્મા છે, એમ જણાવે છે. Page #152 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યતાનાં સાધનો ૧૧૫ મૈત્રીપવિત્રપત્રાવ' પદ વડે શ્રી સ્તુતિકાર મહર્ષિ એક મહત્ત્વપૂર્ણ વિશ્વનિયમને બતાવવા માગે છે કે મૈત્રી ભાવનાનો અભ્યાસ જીવને શ્રી અરિહંતમાં રહેલી પવિત્રતાનું ભાજન બનાવી શકે છે. પવિત્રતા એટલે વૈરાદિ ચિત્તમલોના નાશ થવાથી પ્રગટ થતો આત્મગુણ, જેઓએ આ પવિત્રતાની પ્રાપ્તિ કરવી હોય તેઓએ મૈત્રીભાવનાનું ચિંતન, મનન, નિદિધ્યાસન અને વ્યવહારમાં ઉપયોગ વગેરે કરવા વડે પોતાના આત્માને ભાવિત કરવો અત્યંત આવશ્યક છે. સર્વ જીવોને પરમ મિત્રની આંખે જોનારા શ્રી અરિહંત પરમાત્માની જેમ આપણે પણ જગતના મિત્ર બનવું જોઈએ. મિત્ર જેમ પોતાના મિત્રની હિતચિંતામાં સર્વદા નિરત રહે છે, તેમ આપણે પણ જગતના સર્વ જીવોની હિતચિંતા માટે આત્માને ઉદ્યત બનાવવો જોઈએ. તાત્પર્ય એ છે કે મૈત્રીભાવના પવિત્રતાની પુષ્ટિ માટેનું એક અપૂર્વ રસાયણ છે. ‘મુદિતાનો શાછિને એ પદમાં પ્રમોદભાવના, પરમઆનંદ અને શોભા, એ ત્રણ અર્થને અનુક્રમે કહેનારા “મુદિતા', “આમોદ અને “શાલિ શબ્દો વડે શ્રી સ્તુતિકાર ભગવંત બીજા વિશ્વનિયમને રજૂ કરે છે કે યોગસ્વરૂપ એવા શ્રી અરિહંતોને જે સર્વોચ્ચ શોભા (સૌંદર્યરૂપ પ્રાતિહાર્યાદિ યોગવિભૂતિઓ) પ્રાપ્ત થાય છે, તેનું કારણ તેમનો આમોદ અર્થાત્ પરમપ્રસન્નતા છે. આ પરમપ્રસન્નતા તેમને મુદિતાભાવનાની પ્રકૃષ્ટ સાધનાથી વરે છે. આપણને પણ એવી શોભા અને એવો આનંદ જોઈતો હોય તો મુદિતાભાવના વડે હૃદયને મુદિત બનાવવું જ પડશે. બીજાના ગુણ જોઈને જે વ્યક્તિ આનંદ હર્ષ પામે છે, તેને પરમાનંદ સ્વયમેવ વરે છે. ગુણી આત્માઓના ગુણો અને ધર્મનાં શુભ આલંબનો જોઈને હૃદયમાં અતિ આનંદ પામનારા આત્માઓ વિના બીજો કોણ શ્રી તીર્થકરની યોગવિભૂતિઓનું ભાજન બની શકે ? પોપેક્ષપ્રતીક્ષા' આ વિશેષણ વડે શ્રી સ્તુતિકાર ભગવંત એ બતાવે છે કે યોગસ્વરૂપ એવા શ્રી અરિહંત પરમાત્માને જગપૂજ્ય બનાવનારાં કરુણા અને માધ્યશ્ય છે. જે કોઈ આ જગતમાં પૂજ્યતાને પામ્યા છે, તે બધામાં કરૂણા અને માધ્યશ્ય ઓછાવત્તા અંશમાં હતાં જ. બીજાઓનાં દુઃખો દૂર કરનારા અને તટસ્થ રીતે જીવન જીવનારા આત્માઓ બહુમાનને પામે છે, એ આપણે આજે Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ધર્મબીજ પણ જોઈએ છીએ. જેના હૃદયમાં આ કરુણાભાવના અને માધ્યસ્થ્ય ચરમ સીમાને પામે, તેની પૂજામાં ત્રણે લોક તત્પર બને એમાં આશ્ચર્ય જ શું છે ? સારાંશ એ છે કે પવિત્રતા, આનંદ અને પૂજ્યતાનાં સાધનો મૈત્રી, મુદિતા, કરુણા, અને ઉપેક્ષા છે. આ ચાર ભાવનાઓના નિરંતર સેવનથી આપણે આપણા જીવનને પવિત્ર, આનંદમય અને આદર્શ બનાવી શકીએ. Page #154 -------------------------------------------------------------------------- ________________ અભ્યાસ અંગે સૂચનો ૧. વહેલી સવારમાં નિદ્રાનો ત્યાગ કરીને આત્મચિંતનના પ્રસંગે મૈત્ર્યાદિ ચાર ભાવનાઓનું અવશ્ય ચિંતન કરવું. ૨. તે વખતે એવો દૃઢ સંકલ્પ કરવો કે આ ચાર ભાવનાઓમાં હું અવશ્ય નિષ્ઠા કેળવીશ, કારણ કે ભાવનાઓ વિના જીવન ઊર્ધ્વગામી બનતું નથી. ૩. શરૂઆતના અઠવાડિયામાં રોજ ઓછામાં ઓછું એક વાર ૧૦ મિનિટ સુધી ચિંતન કરવું. બીજા અઠવાડિયામાં શક્યતા પ્રમાણે સમય વધારવો અને બીજી વાર પણ ચિંતન કરવું. એમ અનુક્રમે અભ્યાસ વધારવો, બીજું કોઈ કાર્ય કરવાનું ન હોય ત્યારે મનને ભાવનાઓમાં રોકી રાખવું. ૪. દિવસમાં જેટલી વખત ચિંતન કરો તેટલાં ટપકાં આની પછી આપેલા અભ્યાસના કોષ્ટકમાં ‘ચિંતન’ નામના ખાનામાં મૂકવાં. એક વખત ચિંતન કરો તો એક ટપકું [0] મૂકવું. એ પ્રમાણે બીજાં ખાનાંઓમાં પણ સમજવું. કોષ્ટક સદૈવ પાસે રાખવું. ૫. ભંગ થાય પછી તરત જ ધારેલ ત્યાગ કે પ્રાયશ્ચિત્ત કરવું. ઓછામાં ઓછા ત્રણ નવકાર ગણવા, ચતુરક્ષરી ‘અરિહંત’ મંત્ર ૧૦૮ વાર જપવો. ૬. રોજ સાંજના કોષ્ટકનું સિંહાવલોકન કરવું અને સાંજે ભાવનાઓમાં કેટલી પ્રગતિ સાધી તે વિચારવું. ૭. રાત્રે નિદ્રા પૂર્વે ભાવનાઓનું અવશ્ય મનન કરવું. ૮. આ ‘ધર્મબીજ’ ગ્રંથમાંથી જે પંક્તિઓ મહત્ત્વની લાગે, તેના પર લાલ પેન્સિલથી નિશાની અને તેની જુદી નોંધ પણ કરવી. પછી રોજ એક વખત એ નિશાન કે નોંધ પર નજર ફેરવી જવી. ૯. એક વર્ષ સુધી આ ભાવનાઓમાં ‘હું સતત પ્રયત્ન કરીશ’ એવો દૃઢ સંકલ્પ કરવો. ૧૦. બીમારીમાં કે વિઘ્નમાં આ ભાવનાઓ અવશ્ય ચિંતવવી. Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ધર્મબીજ ૧૧. ચિંતન માટે પૂર્વના મહાપુરુષોએ બનાવેલા શિવમસ્તુ સર્વનતિ:' વગેરે શ્લોકો બહુ જ ઉપયોગી છે. બને તેટલા તેવા શ્લોક કંઠસ્થ કરવા અને તેનું રોજ પુનરાવર્તન ચાલુ રાખવું. ૧૨. બીજાઓના હિતની ચિંતા વિના ધર્મની સાધના શક્ય નથી જ, એ કદી પણ ન ભૂલવું. ક્ટ છે આ Page #156 -------------------------------------------------------------------------- ________________ અભ્યાસનું કોષ્ટક અભ્યાસ અંગે સૂચનો મંત્રી પ્રમોદ : કરુણા માદચશ્ય _| ચિંતન | અમલ ભંગ | ચિંતન | અમલ | ભંગનું ચિંતન | અમલભંગ | ચિંતન, અમલ | | ભંગ રવિ સોમ મંગળ બુધ શાક શનિ મૈત્રી-પ્રમોદ-કરુણા-માધ્યથ્યમય ધર્મબીજ’ એ જ મારા જીવનનું ધ્યેય છે, એ જ મારું અમૃત છે, એ જ મારી સર્વ શ્રેષ્ઠ સંપત્તિ છે અને એ જ મારું સર્વસ્વ છે. ૧૧૯ Page #157 -------------------------------------------------------------------------- ________________ અંતિમ વક્તવ્ય આ ચાર ભાવનાઓ અત્યંત દુર્લભ છે. પૂર્વે અનેક જન્મોમાં કરેલી માર્ગાનુસારી ક્રિયાના અભ્યાસથી પુણ્યાનુબંધિપુણ્યની પ્રાપ્તિ થાય છે અને તે પુણ્યથી યુક્ત આત્મા મૈયાદિ ભાવનાઓના અભ્યાસમાં આગળ વધી શકે જેને જિનવચનમાં શ્રદ્ધા છે, જ્યારે તેને અનુસરે છે અને જેઓ યમ નિયમાદિથી સંપન્ન છે, તેઓને આ ભાવનાઓ શીઘતઃ આત્મસાત્ થાય છે. રાગ, દ્વેષ, ઈર્ષા, પારકા પર અપકાર કરવાની ઇચ્છા, અસૂયા, અમર્ષ (વૈર વાળવાની વૃત્તિ) વગેરે મલોથી ભરપૂર એવું ચિત્ત જ સાધનામાં મહા પ્રતિબંધક છે. મૈચાદિ ભાવનાઓના નિરંતર અભ્યાસથી આ મલો નાશ પામે છે અને સૌજન્ય, ઉદારતા, ગાંભીર્ય, હૃદયની વિશાળતા વગેરે ધર્મમાં અતિ આવશ્યક અનેક ગુણોનો પ્રાદુર્ભાવ થાય છે. જે મૈત્યાદિભાવનાઓના અભ્યાસ વિના જ ધ્યાનાદિ સાધનાઓમાં આગળ વધવા ઇચ્છે છે, તે અતિમલિન દીવાલને સાફ કર્યા વગર તેના પર સુંદર ચિત્ર કાઢવા ઇચ્છે છે. મૈથ્યાદિ ભાવનાઓને હૃદયમાં ધારણ કર્યા વિના જે ધર્મ કે તેનાં ફળોને ઇચ્છે છે, તે લંગડો છતાં મેરુને ઓળંગવા જેવું દુસ્સાહસ કરે છે. મૈયાદિભાવનાઓ ધર્મરૂપ મહાસાગરની તુલનામાં નાના સરોવર જેવી છે, સરોવરને તરવાની શક્તિ વિનાનો મહાસાગરને શી રીતે તરી શકે ? મૈત્યાદિભાવનાઓ એ જ પરમ અધ્યાત્મ છે. પરમ યોગ છે અને પરમ અમૃત છે. સઘળાય શ્રી જિનપ્રવચનનું રહસ્ય પણ આ ચાર ભાવનાઓ છે. આ ચાર ભાવનાઓ જેના મનમાં સતત રમે છે. તે પોતે અને તેના સંપર્કથી સમગ્ર વિશ્વ પણ પવિત્ર બને છે. - “આ ચાર ભાવનાઓ મુનિજનને આનંદ આપવા માટે અમૃતને ૧ જ્ઞાનાર્ણવ પ્રકરણ ૨૭માં કહ્યું છે કે – 'एता मुनिजनानंदसुधास्यन्दैकचन्द्रिका: । ध्वस्तरागाधुरुक्लेशा, लोकाग्रपथदीपिका: ।।१५।। एताभिरनिशं योगी, क्रीडन् अत्यंतनिर्भरम् । सुखमात्मोत्थमत्यक्षमिहैवास्कन्दति ध्रुवम् ।।१६।। Page #158 -------------------------------------------------------------------------- ________________ અંતિમ વક્તવ્ય ૧૨૧ ઝરતી અલૌકિક ચંદ્રજ્યોત્સાઓ છે, રાગાદિ આંતરિક મહાક્લેશોને ધ્વસ કરનારી અમૃત કુંપિકાઓ છે અને મોક્ષમાર્ગને બતાવનારી દીપિકાઓ છે. આ ચાર ભાવનાઓની સાથે અહર્નિશ યથેચ્છ રીતે રમતો યોગી અત્યંત, સાતિશય અને અતીંદ્રિય એવા આત્મિક સુખને આ લોકમાં જ નિશ્ચયતઃ પામે છે. આ ભાવનાઓમાં સંલીન બનેલો આત્મા જગતના સ્વરૂપને જાણીને મુગ્ધ બનતો નથી, પણ તેથી અધ્યાત્મને નિશ્ચયથી (સ્વરૂપરમણતાને) પામે છે. આ ભાવનાઓ જ્યારે સારી રીતે અભ્યસ્ત થાય છે ત્યારે યોગનિદ્રા(ધ્યાન)માં સ્વૈર્ય આવે છે. મોહનિદ્રા દૂર થાય છે અને તત્ત્વનો વિનિશ્ચય થાય છે. જિતેંદ્રિય અને જિતકષાય એવો યોગી જ્યારે સમગ્ર વિશ્વને અહર્નિશ આ ભાવનાઓ વડે જુએ છે, ત્યારે પરમોદાસીન્યને પામેલા તે અહીં મુક્તાત્માની જેમ વિચરે છે.” એમ ચાર ભાવનાઓનું મહત્ત્વ જે જે રીતે મનમાં વધે તે તે રીતે ઉપાદેય છે. આ ચાર ભાવનાઓ પરમ મંગલ છે, માટે તે પરમ મંગલને સાધકે સદેવ ચિત્તમાં સ્થાપિત કરવું જોઈએ અને પોતાના જીવનને મંગલમય બનાવવું જોઈએ. सावनास्वासु संलीन:, करोत्यध्यात्मनिश्चयम् । अवगम्य जगद्वृत्तं, विषयेषु न मुह्यति ॥१७॥ योगनिद्रा स्थितिं धत्ते, मोहनिद्राऽपसर्पति । आसु सम्यक्प्रणीतासु, स्यान्मुनेस्तत्त्वनिश्चयः ॥१८॥ आभिर्यदानिशं विश्वं, भावत्यखिलं वशी । तदौदासीन्यमापन्नश्चरत्यत्रैव मुक्तवत् ॥१९॥ Page #159 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર સુખ મેળવવાની ઇચ્છા સર્વજીવોને સ્વાભાવિક છે, કારણ કે ‘સચ્ચિદાનંદ’ તેનો સ્વભાવ છે. પ્રત્યેક જીવ પોતાના તે મૂળ સ્વભાવ તરફ પહોંચવા જ પ્રયાણ કરતો હોય છે. આ પ્રયાણ માટેનાં પગલાં એ જ તેના પર્યાયો છે. પ્રત્યેક પગલું (પર્યાય) તેને પોતાના મૂળ સ્વરૂપમાં પહોંચાડવા . શક્તિમાન હોય છે, પણ તેને સ્વરૂપનું જ્ઞાન ન હોવાથી તેનો માર્ગ બદલાયેલો છે. એથી જ તેનું ભવભ્રમણ ચાલુ છે. સત્ય માર્ગે ચાલવું તેને ‘ધર્મ’ કહેવાય છે. આ ધર્મ ચારિત્રરૂપ છે, તેના બે પ્રકારો છે. એક ગૃહસ્થથી પાળી શકાય તે દેશિવરિત. અને બીજો સાધુ બનીને આચરી શકાય તે સર્વવિરતિ, તેમાં સામાયિકાદિ વિશુદ્ધ ક્રિયાઓ દ્વારા પ્રગટ થતો સર્વજીવવિષયક હિતનો આશય કે જે અમૃત તુલ્ય હોઈ પરિણામે અજરામર પદ પ્રાપ્ત કરાવી શકે છે, આ મુમુક્ષુનો જે આત્મપરિણામ તેને સાધુધર્મ કહેલો છે. બીજો અણુવ્રતાદિથી યાવત્ શ્રાવકની પડિમા વહન કરવા દ્વારા પ્રગટ થતો એવો જ સાધુ-ધર્મને પ્રાપ્ત કરવાના આશયરૂપ આત્મપરિણામ તેને શ્રાવકધર્મ કહ્યો છેર. જીવને અનાદિ મોહની વાસનાના કારણે પોતાનાં જ સુખને મેળવવાની વાસના હોવાથી પ્રત્યેક ભવમાં તે સતત પ્રયત્નો કરે છે, પણ અન્ય જીવોના સુખ-દુઃખનો તેને વિચાર નહિ હોવાથી તે પ્રયત્નોમાં હિંસા, જઠ, ચોરી વગેરે અઢાર પાપસ્થાનકોને સેવતો અન્ય જીવોના સુખના ભોગે પોતે સુખી થવા મથે છે. તેના પરિણામે હિંસાદિ અપરાધોથી અધિક કર્મો બાંધતો તે અધિકાધિક દુ:ખી થાય છે. આ અનાદિ ભૂલને સુધારવા શ્રી જિનેશ્વર દેવોનો આદેશ છે કે ‘સર્વજીવોને સુખી અને દુઃખમુક્ત કરવાની ભાવનાપૂર્વક તે તે ઉપાયોની १. 'साधुधर्मः पुनः सामायिकादिगतविशुद्धक्रियाऽभिव्यङ्गयः सकलसत्त्वहिताशपरिणाम एव' २ ‘श्रावकधर्मोऽणुव्रताद्युपासकप्रतिमागतक्रियासाध्यः साधुधर्माभिलाषरूप आत्मपरिणाम:' ધમ્મદયાણં પદની લલિતવિસ્તરા ટીકા. Page #160 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર ૧૨૩ હિંસાદિ પાપોને અટકાવી અહિંસાદિના પાલન દ્વારા સર્વજીવોને સુખી કરનારું ઉપકારી જીવન જીવી કર્મબંધથી મુક્ત થાઓ ! એ કારણે તેઓએ ઉપર કહ્યો તે ઉભય પ્રકારનો ધર્મ અને તેનું પ્રગટીકરણ, રક્ષણ, પાલન કરવાના ઉપાયો રૂપ ગૃહસ્થને સમ્યત્વમૂલ બાર વ્રતોથી માંડીને અગિયાર પડિમાઓ સુધીનું કર્તવ્ય જણાવ્યું છે. અહીં સમ્યત્વ એટલે સર્વજીવોને સુખી કરવાના શુભ આત્મપરિણામ રૂપ સદ્ધર્મની રુચિ. જ્ઞાન એ પરિણામને પ્રગટાવનાર અણુવ્રતાદિ તે તે ઉપાયો વગેરેનો બોધ અને ચારિત્ર એટલે યથાશક્ય તે ઉપાયોનું સેવન સમજવું. સાધુજીવન જીવવાની યોગ્યતાવાળાને સામાયિકચારિત્રના જ્ઞાનપૂર્વક તેના પ્રાણભૂત અષ્ટપ્રવચનમાતાના કે પાંચ મહાવ્રતોના પાલનરૂપ આકરાં કર્તવ્યો કરવા કહ્યું છે. મારાં આ કર્તવ્યોના પાલનથી ‘સર્વ જીવો સુખી થાઓ, સર્વનાં દુઃખો નાશ પામો' એવા આશયને ધર્મ એ કારણે કહેવાય છે કે આપણા જીવને પ્રત્યેક જન્મોમાં અન્ય જીવોએ વિવિધ ઉપકાર કરેલા છે. એથી સર્વ જીવોનું ઉપકારનું ઋણ આપણા ઉપર ચઢેલું છે. આ ઋણનું બંધન એ જ સંસારકારાવાસનું કારણ છે. તેમાંથી છૂટવા ઋણમુક્તિ સિવાયના અન્ય ઉપાય ન ઘટે. ઉપર કહ્યાં તે કર્તવ્યોના પાલનપૂર્વક સર્વજીવોને સુખી કરવાની ભાવના એ જ તેનો સાચો ઉપાય છે. એ માર્ગે જ ઋણમુક્તિ થાય. માટે જ્ઞાનીઓએ તેને ધર્મ કહ્યો છે. - આ આશય પ્રગટાવવા મૈત્રીભાવના બીજભૂત છે અને તેમાંથી પ્રગટતો તે આશય તેનું ફળ છે. પ્રમોદાદિ ભાવનાઓ મૈત્રીના જ અંગભૂત છે. કારણ કે તેના અભાવે મૈત્રી ફળે નહિ અને ટકે પણ નહિ. આ ગ્રંથમાં મૈત્રીઆદિ ભાવનાઓને સિદ્ધ કરવાના ઉપાયો અને વ્યતિરેકથી એ ભાવનાઓ સિદ્ધ ન કરવાથી થતી હાનિઓ વગેરે જણાવ્યું છે, તે જાણ્યા પછી ધર્મના અર્થીને આ ગ્રંથ ધર્મ પ્રગટાવવા માટે ધર્મની બાળપોથી જેમ આવશ્યક અને આદરપૂર્વક અભ્યાસ કરવા યોગ્ય સમજાયા વિના રહેશે નહિ. કોઈ પણ વિદ્વાનને પ્રથમ ઉપકાર બાળપોથી કરે છે, તેમ કોઈ પણ ધર્મીને આ ગ્રંથ અને તેમાં બતાવેલી ભાવનાઓનો અભ્યાસ ઉપકાર કરશે, એવી આશા સાથે વિરામ! १. 'परस्परोपग्रहो जीवानाम्' तत्त्वार्थाधिगम, ५-२१. Page #161 -------------------------------------------------------------------------- ________________ शिवमस्तु सर्वजगत: परिहितनिरता भवन्तु भूतगणा: । दोषा: प्रयान्तु नाशं, सर्वत्रसुखी भवतु लोक: ॥ सर्वेऽपि सन्तु सुखिनः, सर्वे सन्तु निरामया: । सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चिद् दु:खभाग् भवेत् । જ્યાં સુધી આ પૃથ્વીતલ પર સૂર્ય અને ચંદ્ર ઊગંતા રહે ત્યાં સુધી આ “ધર્મબીજ' સૌનાં હૃદયમાં ધર્મ કલ્પવૃક્ષને પુષ્ટ કરતું રહે, એ જ મંગલકામના. આ ગ્રંથ લખવાથી મારા આત્માએ જે કાંઈ પુણ્ય એકત્ર કર્યું હોય તેનાથી સૌનું કલ્યાણ થાઓ. ધર્મબીજને નમસ્કાર Page #162 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ [આ વિભાગમાં જેનેતર સાહિત્યમાંથી મૈયાદિ ભાવનાવિષયક અવતરણોને અમે રજૂ કરીએ છીએ. સાધક આત્માઓ તેમાંથી નવી પ્રેરણાઓ મેળવી શકશે. આ ભાવનાઓ સર્વત્ર કેટલી વ્યાપક છે, તેનો ખ્યાલ પણ આ અવતરણોથી આવી જશે. જેને સાહિત્યમાંથી પણ અવતરણો આપવાનો પ્રથમ વિચાર હતો, પરંતુ ગ્રંથનું પ્રમાણ બહુ વધી જશે, એમ લાગવાથી તે વિચારને અમલી બનાવ્યો નથી. તો પણ તેનાં કેટલાંક અવતરણો પૂર્વે આવી ગયાં છે. અને વિશેષ અવતરણો માટે નીચેના ગ્રંથ જોવાની ભલામણ કરીએ છીએ.] - શ્રી આચારાંગ સૂત્ર, શ્રી સૂયગડાંગ સૂત્ર, શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, તત્ત્વાર્થાધિગમસૂત્ર-ભાષ્ય, ષોડશક, ઘર્મબિંદુ યોગબિંદુ, યોગશાસ્ત્ર, અધ્યાત્મકલ્પદ્રુમ, જ્ઞાનસારનું માધ્યસ્થાષ્ટક, શાંતસુધારસ વગેરે Page #163 -------------------------------------------------------------------------- ________________ [] વૈદિક સંસ્કૃત સાહિત્ય વિભાગ. अद्वेष्टा सर्वभूतानां, मैत्र: करुण एव च । .....ચો મે મવત: સમે પ્રિય: | ગીતા, અ. ૧૨, શ્લોક ૧૩-૧૪ જે કોઈ ઉપર પણ દ્વેષ રાખતો નથી, જે સૌનો મિત્ર છે, જે કરુણ છે તે મારો ભક્ત મને પ્રિય છે. पापेऽप्यपाप: परुषे हाभिधत्ते प्रियाणि च । मैत्रीद्रवान्त:करणस्तस्य मुक्ति: करे स्थिता ।। विष्णुपुराण જે પાપી પ્રત્યે પણ પાપાચરણ કરતો નથી અને કઠોર પ્રત્યે પણ પ્રિય વચન વ્યવહાર કરે છે, તે પ્રાણીમાત્ર પ્રત્યે મૈત્રીભાવથી દ્રવિત અંતઃકરણ-વાળાની મુક્તિ પોતાના હાથમાં છે. મા વિદ્વિષાવહૈ ! -ઉપનિષદ્ અમે કોઈની સાથે પણ દ્વેષ નહિ કરીએ. सर्वभूतस्थमात्मानं सर्वभूतानि चात्मनि । ટૂંક્ષતે યુવત્તાત્મા સર્વત્ર સમર્શન: | ગીતા, ૬-૨૯ સર્વત્ર સમદષ્ટિવાળો યોગી પુરુષ સર્વ જીવોમાં પોતાના આત્માને અને સર્વ જીવોને પોતાના આત્મામાં જુએ છે. વૈષ્ણવોનાં લક્ષણો : 'कर्मणा मनसा वाचा परद्रोहमनिच्छवः, दयार्द्रमनस:, गुणेषु परकार्येषु पक्षपातमुदान्विता:, परोत्सवनिजोत्सवा:, दीनानुकम्पिन:, परहितैषिणः, उपकृतिकुशलाः, परकुशलानि निजानि मन्यमानाः, परपरिभावने दयार्दा:, शिवमनसः, गुणगणसुमुखाः, परस्य मर्मच्छादनपरा:, प्रियवचस: सुखदुःखસાપ: I' સ્કંદપુરાણ, વૈષ્ણવખંડ-ઉત્કલખંડ ૧૦ શ્લોક ૧૦૧-૧૧૭ માંથી ચૂંટેલું. મન, વચન અને કાયથી પરદ્રોહને નહિ ઇચ્છનારા, દયાર્ટ મનવાળા, Page #164 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧૨૭ ગુણોમાં પક્ષપાતવાળા અને પરનાં હિતકારી કાર્યોમાં આનંદવાળા, બીજાના સુખને પોતાનું સુખ માનનારા, દીન-દુઃખી પર અનુકંપાવાળા, બીજાના હિતને ઇચ્છનારા, ઉપકાર કરવામાં બીજાનાં કુશલોને પોતાનાં માનનારા, બીજા પરાભવ કરનાર પ્રત્યે પણ દયાર્દ્ર મનવાળા, શિવ (પવિત્ર) મનવાળા, પારકાના ગુણો જોવામાં ઉન્મુખ, બીજાની ગુહ્ય વાતને પ્રગટ નહિ કરનારા, પ્રિય વચન બોલનારા, સુખદુઃખમાં સમાન વૃત્તિવાળા વગેરે. सर्वेऽपि सन्तु सुखिनः, सर्वे सन्तु निरामया: । सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चिद् दुःखभाग् भवेत् ।। સર્વ સુખી થાઓ ! સર્વ રોગરહિત થાઓ ! સર્વ કલ્યાણને પામો! કોઈ પણ દુઃખી ન થાઓ ! धर्मस्य विजयो भूयाद् अधर्मस्य पराभव: । सद्भावना प्राणभृतां भूयाद् विश्वस्य मङ्गलम् ।। ધર્મનો વિજય થાઓ. અધર્મનો પરાજય થાઓ. પ્રાણીઓને શુભભાવના થાઓ. વિશ્વનું મંગલ થાઓ ! सहृदयं सांमनस्यमविद्वेषं कृणोमि वः ।। अन्यो अन्यममिहर्यत वत्सं जातमिवाघ्न्या ।। અથર્વવેદ, ૩-૩૦-૧ હું (અથર્વવેદ) સદુપદેશ વડે તમારા સૌના હૃદયને સહદય, સમાનભાવવાળું અને વિદ્વેષરહિત કરું છું. જેમ ગાય નવીન જન્મેલ વત્સ પ્રત્યે અત્યંત સ્નેહ રાખે છે, તેમ તમે સૌ પરસ્પર રાખો. ન રામાવત: રાત્તિ:, ગરાન્તસ્ય સુતો સુરમ્ | ગીતા, ૨-૬૬ જેની પાસે ભાવનાઓ નથી તેને શાંતિ ન હોય. એવા અશાન્તને સુખ કયાંથી હોય ? દતે ! દંદ મા મિત્રચ મા, चक्षुषा सर्वाणि भूतानि समीक्षन्ताम् । Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ मित्रस्याहं चक्षुषा सर्वाणि, भूतानि समीक्षे चक्षुषा समीक्षामहे ।। ધર્મબીજ શુક્લ યજુર્વેદ હે પ્રભુ ! તું મારા દુર્ગુણોને દૂર કરીને મને મૈત્રીભાવનાથી યુક્ત બનાવ. સર્વ પ્રાણીઓ મને મિત્રની આંખે જુએ. હું સૌને મિત્રની આંખે જોઉં. અમે સૌ પરસ્પરને મિત્રની આંખે જોઈએ. सर्वा आशा मम मित्रं भवन्तु ! (अथर्ववे १८-५-६) सर्व दिशाओ (सर्व हिशागत सोओ) भारा मित्र जनो ! मा नो द्विक्षत कश्चन । (अथर्व० १२-१-१८) અમારા પ્રત્યે કોઈ પણ દ્વેષ ન કરો ! संगच्छध्वं संवदध्वं सं वो मनांसि जानताम् । (ऋग्वे६ १०-१८१-२, अथर्व० ६-६४-१, तैत्तिरीयश्राह्मए। २-४-४-४) તમે સૌ હળી મળીને રહો, પ્રેમપૂર્વક બોલો અને સૌનું શુભ ચિંતવો ! ઉપરના સૂત્રની ‘અધ્યાત્મ જ્યોત્સ્ના' વિવૃત્તિમાંથી निखिल दु:खविपन्निदानं कौटिल्यं विरोधं च विहाय सर्व सौख्यसंपन्मूलां मैत्रीं समाश्रयत । विश्वहितैषित्वं जगबंधुत्वं च परार्थेषु स्वार्थ बुद्धित्वं च विधत्त । मनसा वचसा कर्मणा च यथाशक्ति परहितमेव वितनुत । यद् यद् आत्मन: प्रतिकूलं तत् तत् परेषु कदापि कथमपि न समाचरत । यद् यद् आत्मनोऽनुकूलं तत् तत् यूयं अन्येभ्योऽप्यभिलषत । - सुखितेषु दुःखितेषु, पुण्यकृत्सु पापिष्ठेसु च क्रमशो मैत्रीकरुणामुदितो- पेक्षालक्षणां भावनाचतुष्टयीं प्रणयमधुरां प्रेयसी सुन्दरीमिव समाश्लिष्य सौजन्यामृत - सिन्धवो भवत । परसुखसम्पद्भङ्गकरणं स्वसुखसम्पद्भङ्गायैव भवति, परदु:खविपत्प्रदानं स्वदुःखविपत्प्रदानायैव भवतीति च मनसि विनिश्चित्य परसुखसंपद्मगं परदु:ख - विपत्प्रदानं च न कदापि करणीयम् । Page #166 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧૨૯ સર્વ દુઃખોનાં અને વિપત્તિઓનાં મૂલ કારણભૂત વક્રતા અને વિરોધને ' છોડીને, સર્વસુખોના અને સંપત્તિઓનાં મૂળ કારણભૂત મૈત્રીનો તમે આશ્રય કરો. તમે વિશ્વનું હિત ઇચ્છો, જગતના બંધુ બનો અને પરનાં હિતમાં પોતાનું હિત માનો. મન, વચન, અને કાયાથી યથાશક્તિ પરનું હિત જ કરો. જે જે પોતાને પ્રતિકૂળ છે, તે તે કયારે પણ કોઈ પણ રીતે બીજા પ્રત્યે ન આચરો અને જે જે તમને અનુકૂળ છે, તે તે બીજાઓને પ્રાપ્ત થાઓ, એવી કામના રાખો! સુખી, દુઃખી, પુણ્ય કરનારા અને પાપીઓ પ્રત્યે અનુક્રમે મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષારૂપ ભાવના ચતુષ્ટયીને પ્રણયના કારણે મધુર અને પ્રિય એવી સુંદરીને આલિંગન કરવાની જેમ’ આલિંગન કરીને તમે સૌજન્યરૂપ અમૃતના સિંધુ બનો. પારકાનાં સુખ અને સંપત્તિનો ભંગ કરવો તે પોતાનાં સુખ અને સંપત્તિના ભંગ માટે જ થાય છે અને બીજાઓને દુઃખ અને વિપત્તિ આપવા તે પોતાનાં દુઃખ અને વિપત્તિ માટે જ થાય છે, એમ મનમાં નિર્ધારણ કરીને પારકાનાં સુખ અને સંપત્તિનો ભંગ તથા બીજાને દુઃખ અને વિપત્તિનું પ્રદાન એ કદી પણ ન કરવાં જોઈએ. मा वियोष्ट अन्यो अन्यस्मै वल्गु वदन्त एत । અથર્વ ૩-૩૦-૫ - અલગ અલગ ન થાઓ, એક બીજાને પ્રેમપૂર્વક સત્ય, પ્રિય અને હિતકર બોલતા તેમ આગળ વધો ! समानी व: आकूति: समाना हृदयानि वः । समानमस्तु वो मनो यथा व: सुसहासति ।। (ઋગ્વદ ૧૦-૧૯૧-૪); અથર્વ, ૬-૬૪-૩, તૈત્તિરીયબ્રાહ્મણ ર૪-૪-૫) તમારા સૌની આકૃતિ (સંકલ્પ, નિશ્ચય, પ્રયત્ન અને વ્યવહાર) સમાન (સમભાવ-મૈત્રીવાળાં) થાઓ. તમારાં સૌનાં હૃદય સમાન (મૈત્રીવાળા) થાઓ. તમારાં સૌનાં મન સમાન થાઓ. જે રીતે તમારો ધર્મ વગેરેમાં વિકાસ થાય, તે પ્રકારનાં તમારાં આકૃતિ, હૃદય અને મન બનો. Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧ ૩૦ ધર્મબીજ सर्वभूतेषु यः पश्येद् भगवद्भावमात्मनः । भूतानि भगवत्यात्मन्येष भागवतोत्तमः ।। ईश्वरे तदधीनेषु बालिशेषु द्विषत्सु च । प्रेममैत्रीकृपोपेक्षा य: करोति स मध्यमः ।। શ્રીમદ્ ભાગવત ૧૧-૨-૪૫-૪૬. જે પ્રાણીમાત્રમાં પોતાના વિરાટ સ્વરૂપને અને પોતાના વિરાટ સ્વરૂપમાં પ્રાણીમાત્રને જુએ છે, તે ભાગવતોમાં ઉત્તમ છે. ઈશ્વર પર પ્રેમ, તેના ભક્ત પ્રત્યે મૈત્રી, અજ્ઞાનીઓ પર કૃપા અને દુષ્ટો પર જે ઉપેક્ષા કરે છે, તે મધ્યમ (ભાગવત) છે. परोपकारः पुण्याय पापाय परपीडनम् પરોપકાર (મૈત્રી) માટે થાય છે અને બીજાઓને પીડા આપવી તે (અમૈત્રી) પાપ માટે થાય છે. ध्यायन्तु भूतानि शिवं मियो धिया । પ્રાણીઓ પરસ્પરનાં કલ્યાણને અંતઃકરણ વડે ઇચ્છો. मैत्रीकरुणामुदितोपेक्षणां सुखदुःखपुण्यापुण्यविषयाणां માવજાતશિરપ્રસાદનમ્ I (પાતર્ક્સલ યોગસૂત્ર) સુખી જીવો વિષે મૈત્રી, દુઃખિતો પ્રત્યે કરુણા, પુણ્યવાનો વિષે મુદિતા અને નિષ્પયજનોને વિશે ઉપેક્ષાને ભાવવાથી ચિત્ત પ્રસન્ન બને છે. अयं निज: परो वेति गणना लघुचेतसाम् । उदारचरितानां तु वसुधैव कुटुम्बकम् ।। આ મારો અથવા આ પારકો’ એવી ગણના શુદ્ર જનોની હોય છે. ઉદારચરિત્રવાળા મહાત્માઓ તો સમગ્ર વિશ્વને પોતાનું કુટુંબ માને છે. आत्मवत् सर्वभूतेषु यः पश्यति स पश्यति ।।। સર્વ જીવોને વિષે જે આત્મવત્ જુએ છે, તે જ સાચો દ્રણ છે. પુમાન્ પુમાં પરિપતુ વિશ્વત: | ઋગ્વદ એક મનુષ્ય બીજા મનુષ્યની સર્વ રીતે રક્ષા કરો. Page #168 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧૩૧ નહિ ત્યાાત્ ઋશ્ચિત્ દુર્ગતિ તાત ગતિ || ગીતા. હે તાત ! પરોપકાર કરનાર કદી દુર્ગતિમાં જતો નથી. सदयं हृदयं यस्य, भाषितं सत्यभूषितं । काय: परहिते यस्य, कलिस्तस्य करोति किम् ? ।। જેનું હૃદય દયાવાળું છે, ભાષા સત્યથી શોભે છે અને કાયા પરહિતમાં તત્પર છે, તેને કલિ શું કરી શકે ? प्राणा यथाऽऽत्मनोऽभीष्टा भूतानामपि ते तथा । आत्मौपम्येन सर्वत्र दयां कुर्वन्ति साधवः ।। જેમ આપણને આપણા પ્રાણો અત્યંત પ્રિય છે, તેમ અન્ય પ્રાણીઓને પણ પોતાના પ્રાણો તેવા જ પ્રિય છે, એમ પોતાના દૃષ્ટાન્તથી સત્પુરુષો સર્વ પર દયા કરે છે. નીચેનાં વેદસૂત્રોમાં સૌનાં હિતની સામુદાયિક માગણી છે, તે પણ એક પ્રકારની મૈત્રી છે, આપણે પણ પોતાના માટે કાંઈ પણ ન ઇચ્છતાં સૌના માટે ઇચ્છતાં શીખવું. ચન્દ્રા 7: શર્મ સપ્રથ | ઋગ્વેદ (૧-૨૨-૧૫) હે ઈશ્વર, અમને અખંડ શાશ્વત સુખો આપો. લેવાનાં સખ્યમુપ સેરિમા વચમ્ | ઋગ્વેદ (૧-૮૯-૨) અમે દેવતાઓની મૈત્રીને પ્રાપ્ત કરીએ. અપ ન: શોસુષમ્ । ઋગ્વેદ (૧-૯૭-૩) હે ભગવન્ ! તમારી કૃપાથી અમારાં સર્વ પાપો નાશ પામો. सुम्नमस्ते अस्तु । હે પરમાત્મન્ ! અમારામાં તમારા જેવું મહાન સુખ પ્રગટો. મ મદ્ર ઋતુમબાપુ ષષિ। ઋગ્વેદ (૧-૧૨૩-૧૩) હે પ્રભો ! અમારામાં સુખ, મંગલ, સંકલ્પ, જ્ઞાન અને સત્કર્મનો સંચાર કરો. સ્વસ્તિ પન્યાનુષરેમ | ઋગ્વેદ (૫-૫૧-૧૫) હે પ્રભો ! અમે મોક્ષમાર્ગના પથિક બનીએ. Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧ ૩૨ ધર્મબીજ સમ્રાવદ સજ્વાશિષ: સત્ય: / શુક્લયજુર્વેદ (૨-૧૦) અમારી ઇચ્છાઓ સફળ બનો. સં જ્યોતિના મૂળ | શુક્લયજુર્વેદ (૨-૨૫) અમે બ્રહ્મજ્ઞાનવાળા બનીએ. લગન્મ જ્યોતિરતા સમૂન | શુક્લ યજુર્વેદ (૮-૫૨) હે પ્રભુ અમે તમારી જ્યોતિને પામીને મૃત્યુના ભયથી મુક્ત બનીએ. વિરવં પુ રામે મિનાતુરમ્ | શુક્લયજુર્વેદ (૧૬-૪૮) આ ગામમાં સર્વ પ્રાણીઓ રોગરહિત અને હૃષ્ટપુષ્ટ બનો. અમૃતીવો મવસ્તુ વિશ્વવે. શુક્લયજુર્વેદ (૨૦-૫૧) સર્વજ્ઞ ભગવાન અમારા માટે સુખકારી છે. ચરોમાદિ દેવદિત થતાપુ: I શુક્લયજુર્વેદ (૨૫-૧) અમે પરમેશ્વરની ઉપાસનામાં જીવન વિતાવીએ. મદ્રા કત કરાતા : | સામવેદ (પૂર્વાર્ધ ૧-૧૨-૫) અમને કલ્યાણકારક સ્તુતિઓ પ્રાપ્ત થાઓ. સં કૃતેર મેમદ અથર્વવેદ (૧-૧-૪) અમે શ્રુતસંપન્ન બનીએ. ગરદા: ચામ તવા અધીરા: ' અથર્વવેદ (૫-૩-૫) અમે રોગરહિત ઉત્તમ વીર બનીએ. તસ્ય તે વાંસ સામ અથર્વવેદ (૬-૭૯-૩) હે પ્રભો ! અમે તમારા ભક્ત બનીએ. નિર્મળ ક મધુમતી વા અથર્વવેદ (૧૬-૨-૧) અમારી શક્તિશાળી મીઠી વાણી કદી પણ દુષ્ટ સ્વભાવવાળી ન બનો. જૈતુ મૃત્યુસમૃત ન [ ] અથર્વવેદ (૧૮-૩-૬૨) અમારાથી મૃત્યુ દૂર રહો, અમને મોક્ષ મળો. Page #170 -------------------------------------------------------------------------- ________________ [4] બૌદ્ધ સાહિત્ય વિભાગ. सव्वे पाणा सव्वे भूता सव्वे पुग्गला सव्वे अत्तभावयपरियापञ्जा अवेरा અભ્યાગ્ગા સનીષા સુસી સત્તા પરિદરનું / પટિસંભિદા ૨-૧૩૦ સર્વ પ્રાણીઓ, સર્વ ભૂતો, સર્વ દેહધારીઓ, સર્વ આત્મભાવ (વ્યક્તિત્વ) પામેલા (જીવો) વૈરરહિત, દુઃખરહિત અને ચિંતારહિત તથા સુખી થઈને વિચરો. સર્વે સત્તા મનનું સુનિતત્તા સુત્તનિપાત ૧૪૫ સર્વ સત્ત્વો સુખી અંતઃકરણવાળા થાઓ. यथा अहं सुखकामो, दुःखपटिकूलो, जीवितुकामो, अमरित्तुकामो च, एवं अञ्चे पि सत्ता ति अत्तानं सक्खिं कत्त्वा अञ्चसत्तेषु सितसुखकामता ૩MMતિ IF સંયુત્તનિકાય ૧-૭૫ જેમ હું સુખની કામનાવાળો, દુઃખને પ્રતિકૂળ ગણનારો જીવવાની ઇચ્છાઓવાળો છું અને મરવાની ઇચ્છાવાળો નથી, તેમ બીજાં પ્રાણીઓ પણ એવાં છે,” એવી રીતે પોતાને સાક્ષી બનાવતાં અન્ય પ્રાણીઓનાં હિતસુખની કામના ઊપજે છે. મૈત્રીભાવનાના અભ્યાસીને નીચેના ૧૧ લાભો થાય છે. ૧. સુતં સુપતિ- સુખે સૂઈ શકે છે. ૨. સુતં વુિન્નતિ- સુખે જાગી શકે છે. ૩. ર પાપ અમને પ્રસ્તાતિ- પાપસ્વપ્નને જોતો નથી. ૪. મનુસાન પિરો દોતિ- મનુષ્યોને પ્રિય થાય છે. ૫. મનુસ પિવો દોતિ- અમનુષ્યોને દવાદિને) પ્રિય થાય છે. ૬. તેવતા રાતિ- દેવો તેનું રક્ષણ કરે છે. કિ છે. Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ધર્મબીજ ૭. ર ગ ગમ વા વિસંવા સત્યં વા ક્ષતિ- એને અગ્નિ, વિષ કે શસ્ત્ર કોઈ બાધા પહોંચાડી શકતું નથી. ૮. તુવર વિત્ત સમાપતિ- મન જલદી શાંત થાય છે. ૯. મુસવનો પતિ- મુખની આકૃતિ પ્રસન્ન બને છે. ૧૦. સમૂહો #ારું રોતિ-સંમોહ વિના(સમાધિપૂર્વક) મરણ પામે છે. ૧૧. ઉત્તર પરિવિન્દ્રનો પ્રતિકૂપનો દોતિ- જો અહંન્ત (બુદ્ધ) પદ સુધી ઉપર ન પહોંચે તો બ્રહ્મલોકમાં ઉત્પન્ન થાય છે. न हि वेरेन वेरानि, समन्तीधच कदाचन । अवेरेन च संमन्ति, एस धम्मो सनातनो ।। ધમ્મપદ, યમકવર્ગ, પ. વૈર વડે વેરો કદી પણ શમતાં નથી, મૈત્રીથી જ શમે છે, એ સનાતન ઘર્મ છે. महाकरुणारम्भा देवपुत्र ! बोधिसत्त्वानां चर्या सत्त्वाधिष्ठानेति । બોધિચર્યાવતાર પંજિકા. હે દેવપુત્ર ! બોધિસત્ત્વોની ચર્યા મહાકરુણાથી શરૂ થાય છે, તથા દુઃખાર્ત જીવોનું આલંબન લઈને આ કરુણાની પ્રવૃત્તિ થાય છે. कतमा बोधिसत्त्वानां महामैत्री ? यत्कायजीवितं च सर्वकुशलमूलं च सर्वसत्त्वानां निर्यातयन्ति, न च प्रतीकारं कांक्षन्ति । कतमा बोधिसत्त्वानां महाकरुणा ? यत्पूर्वतरं सत्त्वानां बोधिमिच्छन्ति नात्मन इति । શિક્ષાસમુચ્ચય, ૭. પ્ર.- બોધિસત્ત્વોની મહામંત્રી શું છે ? ઉ- જેઓમાં આ મામૈત્રી ઉત્પન્ન થાય છે તેઓ પોતાનો દેહ, પોતાનું જીવન અને પોતાનું સર્વ પુણ્ય જગતના જીવોને દાનમાં આપે છે અને બદલામાં તેઓ કાંઈ પણ ઇચ્છતા નથી. महाकरुणारम्भ Page #172 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧૩૫ પ્ર- બોધિસત્ત્વોની મહાકરુણા શું છે? | ઉ- તેઓ સૌથી પ્રથમ જગતના જીવોને બોધિ મળે એમ ઇચ્છે છે, પોતાના માટે નહીં. यथापि नाम श्रेष्ठिनो वा गृहपतेर्वा एकपुत्रके गुणवति मज्जागतं प्रेम, एवमेव महाकरुणाप्रतिलब्धस्य बोधिसत्त्वस्य सर्वसत्त्वेषु मज्जागतं प्रेमेति । શિક્ષાસમુચ્ચય, ૧૬. ગુણવાન માત્ર એક જ પુત્રવાળા કોઈ શ્રેષ્ઠિને અથવા ગૃહપતિને તે પુત્ર પ્રત્યે જેવો મજ્જાગત પ્રેમ હોય છે, તેવો જ મજ્જાગત પ્રેમ મહાકારુણિક બોધિસત્ત્વોને જગતના સર્વ જીવો વિષે હોય છે. ___ अहं च दु:खोपादानं उपाददामि । न निवर्ते, न पलायामि, नोत्रस्यामि, न संत्रस्यामि, न बिभेमि, न प्रत्युदावर्ते न विषीदामि । શિક્ષાસમુચ્ચય, ૧૬. હું સૌનાં દુઃખનો ભાર ગ્રહણ કરું છું, હું કદાપિ આ કાર્યથી નિવૃત્ત થઈશ નહીં, ભાગીશ નહીં, સંત્રાસ પામીશ નહીં, ડરીશ નહીં. આ માર્ગથી હું કદાપિ પાછો ફરીશ નહીં અને હું ખેદ કરીશ નહીં. ___मया सर्वसत्त्वा: परिमोचयितव्या: । मया सर्वजगत् समुत्तारयितव्यम् जातिकान्तारात्, जराकान्तारात्, व्याधिकान्तारात्, सर्वापत्तिकान्तारात्, सर्वापायकान्तारात्, अज्ञानसमुत्थितान्धकारकान्तारात् । मया सर्वस्वा: सर्वकान्तारेभ्य: परिमोचयितव्या: । શિક્ષાસમુચ્ચય, ૧૬. મારે જગતનાં સર્વ પ્રાણીઓને મુક્તિ પ્રાપ્ત કરાવવી જોઈએ. મારે સર્વ જગતનો ઉદ્ધાર કરવો જોઈએ. જન્મ અટવીથી, જરા અટવીથી, વ્યાધિ અટવીથી સર્વ આપત્તિરૂપ અટવીથી, સર્વ અપાયરૂપ અટવાથી અને અજ્ઞાનથી ઉત્પન્ન થયેલ અંધકારમય અટવીથી, એમ સર્વ અટવીઓથી સર્વ જીવોને મારે મુક્ત કરવા જોઈએ. एवमाकाशनिष्ठस्य सत्त्वधातोरनेकधा ।। भवेयमुपजीव्योऽहं यावत् सर्वे न निर्वृताः ।। બોધિચર્યાવતાર, ૩-૨૧. Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ધર્મબીજ આકાશમાં જેટલા જીવલોક છે, તે બધામાં જેટલા જીવો છે, તે બધા જ્યાં સુધી મુક્તિ ન પામે, ત્યાં સુધી હું તેમની એ જ રીતે સેવા કરતો રહીશ. परान्तकोटिं स्थास्यामि सत्त्वस्यैकस्य कारणात् । શિક્ષાસમુચ્ચય, ૧. એક પ્રાણીના ઉદ્ધાર માટે પણ સૃષ્ટિના અનંત અનંત કરોડ વરસો સુધી હું આ જગતમાં રહીશ. मुच्यमानेषु सत्त्वेषु ये ते प्रामोद्यसागरा: । तैरेव ननु पर्याप्तं मोक्षेपारसिकेन किम् ।। બોધિચર્યાવતાર, ૮-૧૦૮. જીવોને દુઃખનાં બંધનોથી મુક્ત થતાં જોઈને બોધિસત્ત્વના હૃદયમાં જે આનંદરસનો સમુદ્ર ઊછળે છે, તેનાથી જ સર્યું. રસહીન શુષ્ક મોક્ષનું શું પ્રયોજન છે? ग्लानानामस्मि भैषज्यं, भवेयं वैद्य एव च । तदुपस्थायकश्चैव, यावद् रोगोऽपुनर्भवः ।। क्षुत्पिपासाव्यथां हन्यां, अन्नपानप्रवर्षगैः । दुर्भिक्षान्तरकल्पेषु, भवेयं पानभोजनम् ।। दरिद्राणां च सत्त्वानां निधि: स्यामहमक्षयः । नानोपकरणाकारैरुपतिष्ठेयमग्रतः । બોધિચર્યાવતાર, ૩-૭-૯. જેઓ રોગી છે તેમના માટે હું દવા અને વૈદ પણ બનું, જ્યાં સુધી તેમનો રોગ સર્વથા ન જાય ત્યાં સુધી તેમનો સેવક બનું! અન્ન અને પાણીને સારી રીતે આપીને પ્રાણીઓની સુધા અને તૃષાને દૂર કરું! દુષ્કાળમાં તથા લાંબી મુસાફરીઓમાં તેમના માટે અન્નપાણી બનુંદરિદ્રો માટે અક્ષય ધનભંડાર બનું! નાના પ્રકારની સામગ્રી આપીને હું તેમની સેવા કરું !' अनाथानामहं नाथ: सार्थवाहश्च यायिनाम् । पारेप्सूनां च नौभूत: सेतुः संक्रम एव च ।। Page #174 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧૩૭. दीपार्थिनामहं दीप: शय्या शय्यार्थिनामहम् ।। दासार्थिनामहं दासो भवेयं सर्वदेहिनाम् ।। બોધિચર્યાવતાર, ૩-૧૭-૧૮. હું અનાથોનો નાથ, પથિકોનો સાર્થવાહ પાર ઊતરવાની ઇચ્છાવાળા માટે નૌકા, અથવા ચાલવાની ઇચ્છાવાળા માટે પૂલ, દીપકના ઇચ્છુઓ માટે દીપક, શય્યાર્થીઓ માટે શય્યા અને દાસના અર્થીઓ માટે દાસ બનું! दृश्यन्ते एते ननु सत्त्वरूपास्त एव नाथा: किमनादरोऽत्र । શિક્ષાસમુચ્ચય, ૭. ભગવાન બુદ્ધો જ સર્વ જીવોનાં રૂપમાં દેખાઈ રહ્યા છે, તે જીવોને વિષે અનાદર કેમ કરાય? तथागताराधनमेतदेव स्वार्थस्य संसाधनमेतदेव । लोकस्य दुःखापहमेतदेव तस्मान्ममास्तु व्रतमेतदेव ।। બોધિચર્યાવતાર, ૬-૧૨૭. આ જીવસેવા જ તથાગતની – બુદ્ધની આરાધના છે, સ્વાર્થ(કલ્યાણ)ને સાધનારી પણ એ જ છે અને લોકનાં દુઃખને દૂર કરનાર પણ એ જ છે, તેથી જીવ-સેવા એ જ મારું વ્રત હો. आदीसकायस्य यथा समन्तात्, न सर्वकामैरपि सौमनस्यम् । सत्त्वव्यथायामपि तद्वदेव, न प्रीत्युपायोऽस्ति दयामयानाम् । બોધિચર્યાવતાર, ૬-૧૨૩. જેનું શરીર ચારે બાજુથી બળી રહ્યું છે તેને સર્વ ઇષ્ટ વસ્તુઓ મળે તો પણ જેવી રીતે મનની પ્રફુલ્લતા પ્રાપ્ત ન થાય, તેવી રીતે જ જીવોને વ્યથિત કરવાથી કોઈ પણ રીતે દયામય એવા બુદ્ધ ભગવાનોની પ્રીતિ પ્રાપ્ત ન થાય. (અર્થાત્ જીવોને દુઃખ આપવાથી ભગવાનની કૃપા આપણા પર ઊતરતી નથી.) हस्तादिभेदेन बहुप्रकार: कायो यथैक: परिपालनीय: । तथा जगद् भिन्नमभिन्नदुःख-सुखात्मकं सर्वमिदं तथैव ।। બોધિચર્યાવતાર, ૮-૯૧ Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧ ૩૮ ધર્મબીજ હાથ પગ વગેરેના ભેદથી શરીરમાં ભેદ હોવા છતાં પણ જેમ શરીરને એક જ માનીને તેનું પાલન કરીએ છીએ, તેવી જ રીતે આ જગત ભલે જુદાં જુદાં રૂપોમાં દેખાય, પણ તેને પોતાથી અભિન્ન સુખ-દુઃખાત્મક- સમજીને તેનું પરિપાલન કરવું જોઈએ. अहो ! बतातिशोच्यत्वमेषां दुःखौघवर्तिनाम् । ये नेक्षन्ते स्वदौ:स्थित्यमेवमप्यतिदुःस्थिता: ।।। બોધિચર્યાવતાર, ૯-૧૬૦. અહો ! આ દુઃખપ્રવાહમાં નિમગ્ન પ્રાણીઓની અવસ્થા અતિ શોચનીય છે, તેઓ દુઃખિત હોવા છતાં પણ પોતાની દુઃખી અવસ્થાને જોઈ શકતા નથી. एवं दुःखाग्नितप्तानां शान्तिं कुर्यामहं कदा । पुण्यमेघसमुद्भूतैः सुखोपकरणैः स्वकैः । બોધિચર્યાવતાર, ૯-૧૬૩. આ રીતે દુઃખાગ્નિમાં સતત પ્રાણીઓને હું પોતાની પુણ્યરાશિથી ઉત્પન્ન થયેલાં સુખને આપનારાં ઉપકરણો વડે ક્યારે શાન્તિ આપીશ? स्वप्राणानां जगत्प्राणैर्नदीनामिव सागरैः । अनन्तैर्यो व्यतिकरस्तदेवानन्तजीवनम् ॥ અસીમ સમુદ્રની સાથે નદીઓના મિલનની જેમ જગતના અનંત પ્રાણીઓનાં પ્રાણોની સાથે પોતાના પ્રાણોનું ભેદરહિત જે મહામિલન, તેનું જ નામ “અનંતજીવન” છે. माता यथा नित्यं पुत्तं आयुसा एकपुत्तमनुरक्खे । एवं पि सव्व भूतेसु मानसं भावये अपरिमाणं ।। માતા જેમ પોતાના પ્રાણ આપીને પોતાના એક માત્ર પુત્રની રક્ષા કરે છે, તેમ સર્વ જીવો પ્રત્યે અમર્યાદ મૈત્રીભાવવાળું હૃદય હું ધારણ કરું ! ૧. જગતનાં સુખદુઃખને પોતાનું સુખ-દુ:ખ સમજીને. Page #176 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ मत्तञ्च सव्वलोकस्मिं मानसं भावये अपरिमाणं । उद्धं अधो च तिरियञ्च असम्बाधं अवेरं असपत्तं ।। ૧૩૯ ઉપર, નીચે, ચારે બાજુ અને સર્વ જગત પ્રત્યે અપરિમેય બાધારહિત, વિદ્વેષરહિત અને પ્રતિદ્વંદ્વરહિત એવા મૈત્રીભાવને હું ધારણ કરું ! तिट्टं चरं निसिन्नो वा सयानो वा यावतस्स विगतमिद्धो । एतं सतिं अधिठेय्य, ब्रह्ममेतं विहारमिधमाहु । ', સુત્તનિપાત, મેત્તસુત્ત, ૬-૮. ઊભાં, ચાલતાં, બેસતાં, સૂતાં કે જ્યાં સુધી ઊંઘ ન આવે ત્યાં સુધી, સર્વ અવસ્થાઓમાં ઉપર કહેલ (પૂર્વની બે ગાથાઓમાં બતાવી તે) મૈત્રીની સ્મૃતિ કાયમ રહેવી જોઈએ, એને જ આ લોકમાં ‘બ્રહ્મવિહાર’ કહે છે. मेत्ता, करुणा, मुदिता, उपेक्खा ति इमे चत्तारो ब्रह्मविहारा વિસુદ્ધમગ્ગ, નિર્દેશ ૩. મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા એ ચાર બ્રહ્મવિહારો છે (કારણ કે તે બ્રહ્મની જેમ સર્વ જીવોને નિર્દોષ દષ્ટિએ જોતાં શીખવે છે.) Page #177 -------------------------------------------------------------------------- ________________ [૪] શેષસાહિત્ય વિભાગ. जीवोंका कर भला । फकीर ऐनाशाह परहित बस जिन्हके मन माही । तिन्हकहुँ जग दुर्लभ कछु नाहीं । करिये सबसे प्रेम, प्रेम भगवत को प्यारा । राम चरित मानस संत सहहिं दुःख परहितलागी । परदुःख हेतु असंत अभागी । रामचरितमानस. कबीरा सोई पीर है, जो जाने पर पीड ।। संत कबीर. निज दुःख गिरिसम रज करि जाना । मित्रको दु:ख रज मेरु समान । रामचरितमानस । શુ કોન્ફયુશિઅસ. સર્વ જીવોને આત્મતુલ્ય સમજો. જેરે પાયત ગર વિદાની હાલે મોર ! હમચો હાલે તપ્ત જેરે પાયે પીલ / ગુલિસ્તાં શેખ સાદી તમારા પગ નીચે દબાયેલી કીડીનો તેવો જ હાલ થાય છે કે જેવો હાથીના પગ નીચે દબાયેલા તમારો થાય. “અલ્બલ્ક ઈલાલુ અલ્લાહિ ફા દુબુખલ્ફ ઈલા અલ્લાહિ મન હસન ઈલા ઈયાલિસે / હદીસ. સર્વ પ્રાણીઓ આત્માના કુટુંબી છે, તેથી આત્મા માટે સર્વ પ્રાણીઓની સાથે તેવો સારો વર્તાવ કરો કે જેવો પોતાના કુટુંબીઓ સાથે તમે કરતા હો. ૧ “શું ચીની ભાષાનો શબ્દ છે. Page #178 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ Love your enemies બાઇબલ તમારા શત્રુઓ સાથે પ્રેમ કરો. - You are all brothers જોસેફ મેજીની તમે બધા ભાઈ છો. – ‘રિચિવર ખુદ મપસંદી, બિદીગરાં મપસંદ ।।' સઅદી સેવાથી બીજાના હૃદયને જીતવું, એ જ મોટી જીત છે. ‘મત રંના હર વિસીજો ।' તકી મીર કોઈને પણ પીડા ન કર. she she the — ૧૪૧ Page #179 --------------------------------------------------------------------------  Page #180 -------------------------------------------------------------------------- ________________ શ્રતરત્નાકર અમદાવાદ