________________
ધર્મબીજ
૩. દૈન્યાદિના પ્રતિકારરૂપ કરુણા અને તેનાં પાત્રો : દીન એટલે પોતાનાં પાપનો પ્રતિકાર કરવામાં અસમર્થ. ‘જગતમાં સૌથી મોટું પાપ કુશાસ્રપ્રણયન છે. તેથી તે પાપનો પ્રતિકાર કરવામાં અસમર્થ એવા કુશાસ્ત્રપ્રણેતાઓ ખરેખર દીન છે. ‘કુશાસ્ત્રપ્રણેતાઓ કુમાર્ગ પ્રણયનરૂપ પાપથી ક્યારે મુક્ત થશે ? મરીચિના ભવમાં ઉન્માર્ગ દેશનારૂપ પાપ વડે ત્રણ ભુવનના અધિપતિ એવા શ્રી વીરભગવાનનો જીવ પણ જો દીર્ઘ કાળ સુધી સંસારચક્રમાં ભમ્યો તો બીજાઓની શી ગતિ ?' વગેરે કરુણાભાવ દૈન્યથી યુક્ત એવા કુશાસ્ત્રપ્રણેતાઓને અનુલક્ષીને કરી શકાય.
૬૬
વિષયોના સંગથી ઉત્પન્ન થયેલાં દુ:ખો જેઓ ભોગવી રહ્યા છે, તેઓ આર્ત્ત (પીડિત) છે. સંસારી જીવો વિષયોને મેળવવામાં અને ભોગવવામાં જ રાચ્યા માચ્યા રહે છે. આ વિષયનો ભોગ પૂર્વના અનંત ભવોમાં અનંતાનંત વાર કર્યો અને તેનાં વિવિધ કડવાં ફળો ભોગવ્યાં, છતાં તેઓ આજ સુધી તે ભોગોથી નિવૃત્ત થતા નથી, ‘પૂર્વ આ વિષયો મને કદી જ મળ્યા નથી, આ વિષયો તદ્દન અપૂર્વ (નવા) છે,' એવો ભ્રમ તેમને સતત રહે છે. આવા જીવો ‘વિષયવિરક્તિથી થતા પ્રશમરૂપ અમૃતનું આકંઠ પાન કરી ચારે તૃપ્ત બનશે ? તેઓ પરમસુખમયી એવી વીતરાગ દશાને કચારે પામશે ?' એ જાતની કરુણા વિષયાત્ત જીવો પ્રત્યે ભાવવી જોઈએ.
આ ભવચક્રમાં બાલ, વૃદ્ધ વગેરે સર્વ જીવોની સામે, ભયનાં અનેક કારણો સમુપસ્થિત થાય છે. આવા સંયોગોમાં તેમનું માનસ સતત ભયગ્રસ્ત રહે છે. ‘ભયભીત જીવો સર્વ પ્રકારના ભયોથી કચારે સર્વથા મુક્ત થશે ? સર્વ ભયોથી રહિત એવી ‘જિતભય’ (મોક્ષ) અવસ્થાને તેઓ કચારે પામશે ?' આવી કરુણા, ભયભીત આત્માઓને ઉદ્દેશીને કરી શકાય.
મરણનું દુઃખ બધાં દુઃખોને ટપી જાય તેવું છે. બધા જીવો જીવન ઇચ્છે છે, મરણને કોઈ પણ ઇચ્છતું નથી, છતાં જીવન આયુ:કર્મથી અધિક
૧. ખોટાં શાસ્ત્રોની રચના.
૨. ખોટો માર્ગ બતાવવો.
૩. શ્રમણ ભગવાન શ્રી મહાવીરદેવના ૨૭ ભવોમાં ત્રીજા ભવે તેઓ શ્રી ભરતચક્રવર્તીના પુત્ર મરીચિ હતા.