________________
કરુણા ભાવના
૧. વ્યાખ્યા : વસ્તુ:વિનાશિની।૧ કરુણાભાવના બીજાઓનાં દુઃખની વિનાશક છે.
‘દુઃખી પ્રાણીઓનાં દુઃખ દૂર થાઓ' ઇત્યાદિ ભાવવું તે કરુણાભાવના છે.’
કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય મહારાજાએ દીન, આર્ત્ત, ભયભીત, અને જીવિતને યાચતા (મરવા ન ઇચ્છતા) જીવોને દૈન્યાદિનો પ્રતિકાર કરવામાં પરાયણ એવી બુદ્ધિને કારુણ્ય કહેલું છે.
૨. સમાનાર્થક શબ્દો : કરુણા, દયા, અનુકંપા, દીનાનુગ્રહ વગેરે શબ્દો સમાન અર્થવાળા છે, એમ શ્રી ‘તત્ત્વાર્થાધિગમસૂત્ર'ના ભાષ્યમાં કહ્યું છે. બીજાઓને દુઃખ ન થાય તેમ વર્તવું તે દયા છે. બીજાનું દુઃખ જોઈને દુઃખ ન થાય તેમ વર્તવું તે દયા છે. બીજાનું દુઃખ જોઈને હૃદયનું કંપવું અને તે દુઃખ દૂર કરવાની તીવ્ર ઇચ્છા થવી તે અનુકંપા છે અને સત્પુરુષોની, દીન જીવોને સહાય કરવા માટેની સદા તત્પરતા તે તેમનો દીનાનુગ્રહ છે. ૧. આવું લક્ષણ ‘ષોડશક’માં કરવામાં આવ્યું છે.
બૌદ્ધના ગ્રંથોમાં પણ સુવાપનયનાારવત્તિવાળા ।' (વિસુદ્ધિમા પરિચ્છેદ ૯, પેરા. ૯૪) ‘બીજાનાં દુઃખને દૂર કરવા માટેની પ્રવૃત્તિ તે કરુણા છે.' એવું લક્ષણ તે કરવામાં આવ્યું છે. એ જ ‘વિસુદ્ધિમગ્ગ’ માં કરુણાનો વ્યુત્પત્તિજન્ય અર્થ પાલીભાષામાં કહ્યો છે કે – ‘પધ્રુવલે સતિ સાધૂન ચમ્પનું વોતીતિ જા । વિશાતિ વા પરવુવવું, હિંતિ વિનાસેતીતિ ળ । વિજયંતિ વા રુવિતે.....પારયતીતિ ઋળા ।'
‘બીજાને દુઃખ હોય ત્યારે હૃદયનું ધૂનન-કંપન કરે છે, તે માટે કરુણા, અથવા જે પર દુઃખને કાપે છે, પર દુઃખનો વિનાશ કરે છે, તેથી કરુણા; અથવા જે દુઃખીઆઓ પ્રત્યે પ્રસરે વિસ્તરે છે તેથી કરુણા કહી છે.
૨. दीनेष्वार्त्तेषु भीतेषु, याचमानेषु जीवितम् । प्रतिकारपरा बुद्धि, कारुण्यमभिधीयते ।।
(યોગશાસ્ત્ર પ્ર. ૪-૧૨૦)