________________
મહાકરુણા
સવિ જીવ કરું શાસન રસી આ છે શ્રી તીર્થકર ભગવંતોની મહાકરુણા. “હું મોક્ષમાં જાઉં, હું સુખ પામું, મારાં દુઃખો દૂર થાય” એવી કેવળ વ્યક્તિગત ભાવના શ્રી તીર્થકર પદવીને અપાવતી નથી, કિન્તુ “સૌ મોક્ષમાં જાઓ, સૌ સુખ પામો, સૌનાં દુઃખો દૂર થાઓ,” એવી વિશ્વવ્યાપિની મહાકરુણા તે પદવીને અપાવે છે.
“સવિ જીવ કરું શાસન રસી', એ ભાવનાના અંતસ્તલ સુધી આપણે પહોંચવાનો પ્રયત્ન કરીએ, તો તેમાંથી એક નવું રહસ્ય આપણા હાથમાં આવે છે, તે રહસ્ય એ છે કે જો તેમાં આપણે ઓતપ્રોત થઈએ, તો પરમાત્મપદવી આપણા હાથમાં જ છે.
શાસનમાં રસ કોને હોય ? સમ્યગ્દષ્ટિને. સમ્યગદર્શન વિના શાસનનો રસ જાગે નહીં, સાચો રસ ત્યાં જ હોય કે જ્યાં શ્રદ્ધા હોય. જ્યાં અખૂટ, અખંડ અને અવિનશ્વર શ્રદ્ધા હોય છે ત્યાં રસ પણ તેવા જ હોય છે. તેવી શ્રદ્ધા સમ્યગ્રદર્શન વિના ન સંભવે. તાત્પર્ય કે તીર્થંકર પરમાત્મા “સૌને સમ્યગદર્શન પમાડું,' એમ મહાભાવનામાં ચડે છે. શું અભવ્ય કદી સમ્યગદર્શન પામી શકે ? ના, કદી પણ નહીં. તેનો સ્વભાવ જ એવો છે કે તે સમ્યગદર્શન ન પામે, છતાં શ્રી તીર્થંકર પરમાત્માની ભાવના તેને (અભવ્યને) પણ સમ્યગદર્શન પમાડવાની છે. “સવિ જીવ’ માં ભવ્યો અને અભવ્યો સઘળાય આવે. જો પોતાની ભાવનામાં તેઓ અભવ્યોને છોડી દે, તો તે ભાવના સર્વ જીવવિષયક ન થવાથી તે શ્રી તીર્થંકરપદવીનું કારણ પણ ન બને. જગન્ધિતા શ્રી તીર્થંકર પરમાત્મા શું પોતાના ભવ્ય કે અભવ્ય પુત્રને પોતાની ભાવનામાંથી બાદ કરી શકે ? અભવ્ય એવા સંગમ માટે જેમની આંખોમાંથી અશ્રુઓ સરી પડ્યાં તે જગત્ પિતા શ્રી મહાવીર ભગવાનની કરુણા કેટલી વિશાળ હશે ?
સૌથી વધારે નિર્મલ સમ્યગ્દર્શન તીર્થકર ભગવંતોનું હોય છે, માટે જ તેને “વરબોધિ' કહેવામાં આવે છે. તેઓનું બોધિ-સમ્યગદર્શન, વર-શ્રેષ્ઠ એટલા માટે છે કે તેનો વિષય સર્વ જીવો છે. સમ્યગ્દર્શનનાં પાંચ લક્ષણો છે. આસ્તિક, અનુકંપા, નિર્વેદ, સંવેગ અને શમ, તેમાં આસ્તિકય એટલે