________________
કરુણાભાવના જિનોક્ત તત્ત્વની નિરાકાંક્ષ પ્રતિપત્તિ-જિનોક્ત તત્ત્વનો નિઃસંદેહ સ્વીકાર. અનુકંપા એટલે પરદુઃખને દૂર કરવાની કરુણાનિર્વેદ એટલે વૈરાગ્ય. સંવેગ એટલે મોક્ષાભિલાષ અને શમ એટલે દૂર કષાયોનો અનુદય-ઉદય ન થયો હોય તે.
આ તો પ્રચલિત વ્યાખ્યાઓ થઈ. હવે તે વ્યાખ્યાઓના ગર્ભમાં ઊતરીએ. જિનોક્ત જીવાદિ તત્ત્વોનું યથાર્થ શ્રદ્ધાન કોને હોઈ શકે ? કહેવું પડશે કે જેનામાં આત્મસમદર્શિત્વ છે તેને અને આત્મસમદર્શિત્વ એટલે સૌનો આત્મા મારા જેવો જ છે.” એવું સચોટજ્ઞાન. એક નાની કીડીમાં રહેલા આત્માઓને પણ જે આત્મસમ ન ગણે તેનું જીવતત્ત્વ સંબંધી શ્રદ્ધાન વાસ્તવિક ન ગણાય. તેથી “જેમ મને દુઃખ અપ્રિય છે અને સુખ પ્રિય છે તેમ સૌને દુઃખ અપ્રિય છે અને સુખ પ્રિય છે.' એવી સમજણ આસ્તિક્યમાં જ આવે. આવું આસ્તિક્ય આવ્યા પછી અનુકંપા બીજાઓનાં દુઃખ દૂર કરવાની લાગણીરૂપ કરુણા જન્મે છે. વૈરાગ્ય અને મોક્ષાભિલાષ-વિના દુઃખ દૂર થાય નહીં અને સાચું સુખ મળે નહીં. તેથી સૌમાં સમાન આત્માને જોનાર કરુણાના પ્રભાવે તેનાં સાધન તરીકે “સૌને વૈરાગ્યની, નિર્વેદની અને મોક્ષાભિલાષ સંવેગની પ્રાપ્તિ થાઓ' એમ ઇચ્છે છે. વૈરાગ્ય અને સંવેગ આવ્યો એટલે ક્રૂર કષાયોનો ઉદય ટકે નહીં, તેથી શમની પણ સ્વાભાવિક પ્રાપ્તિ થાય.
તાત્પર્ય કે વરબોધિ પામનારા મહાત્માઓની ભાવના એ હોય છે કે સૌને આસ્તિક્ય, અનુકંપા, નિર્વેદ, સંવેગ અને શમની પ્રાપ્તિ થાઓ અને એ જ તેમની મહાકરુણા છે. શ્રી તીર્થંકર પરમાત્માનાં સંતાન એવા આપણે જો સૌનો વિચાર નહિ કરીએ, તો બીજો કોણ કરશે ?
“આત્મતુલ્ય અન્ય જીવની (સમજણ) અને “આત્મતુલ્ય અન્ય જીવ પ્રત્યે વર્તન એ વિશ્વનું અમૃત છે, તે જ ધર્મમહાપ્રાસાદનો પાયો છે. એ १.. 'आस्तिक्यं जिनोक्ततत्त्व विषये निराकांक्षप्रतिपत्तिः ।
શાસ્ત્રવાર્તા સમુચ્ચય, કલ્પલતા ટીકા, સ્તબક ૯ ૨. ‘સ મૂગારું પાડ્યો ” સર્વ ભૂતોને સમાન જોતો.
શ્રી દશવૈકાલિક સૂત્ર 3. 'सव्वे पाणा सुहसाया दुक्खपडिकूला० ।' સર્વ પ્રાણીઓને સુખ ગમે છે, દુઃખ ગમતું નથી
શ્રી આચારાંગ સૂત્ર ૨-૩-૭.