________________
૮૪
ધર્મબીજ વિનાનો ધર્મ એ ધર્મ નથી પણ ધર્માભાસ છે, આવી સમજણ અને આવું વર્તન શ્રી તીર્થંકર પરમાત્માના જીવનમાં પરાકાષ્ઠાને પામેલું હોય છે. તેથી જ તેઓ “લોકનાથ' કહેવાય છે. “આત્મતુલ્ય પરજીવ' ની સમજણ એ સમ્યગજ્ઞાનનું મૂળ છે. અને “આત્મતુલ્ય પર પ્રત્યે વર્તન” એ સમ્મચારિત્રનું મૂળ છે. આ રીતે વિચારણા કરતાં જણાય છે કે વ્યાપક કરુણા ભાવના વિનાનું દર્શન, જ્ઞાન કે ચરિત્ર એકેય યથાર્થ નથી, દઢ પાયા વિનાના મહેલ જેવું છે.
યોગશાસ્ત્રના બીજા પ્રકાશના અંતમાં આવતા એક શ્લોકમાં NI ધર્મ અને અન્યત્ર “ક્ષહિંસા પરમો ધર્મ વગેરે કહ્યું છે, તે વાક્યોનું રહસ્ય પણ ઉપર બતાવ્યું તે જ છે. કરુણાભાવના વિના અહિંસાનું સંપૂર્ણ પાલન શક્ય નથી.
‘સવિ જીવ કરું શાસન રસી' દ્વારા શ્રી તીર્થકર ભગવંતોની મહા ભાવકરુણા વ્યક્ત થાય છે અને દીક્ષા પૂર્વેનાં સાંવત્સરિક દાનમાં તેમની મહાદ્રવ્યકરુણા વ્યક્ત થાય છે. “સમગ્ર વિશ્વમાં રહેલી દરિદ્રતાનો સમૂલ નાશ કરી નાખું! એવી ઉદાત્ત કરુણાથી પ્રેરાઈને તેઓ સતત એક વર્ષ સુધી પાત્ર કે અપાત્રનો વિચાર કર્યા વિના, જે માગવા આવે તેને ઇચ્છાધિક દાન આપે છે. સર્વ તીર્થકર ભગવંતોનાં જીવનમાં આવી મહા દ્રવ્યકરુણા પણ હોય છે. વિશ્વને એ મહા દ્રવ્ય કરુણાનાં દર્શન કરાવીને પછી જ મહાભાવકરુણાનાં દર્શન કરાવવા માટે ધર્મતીર્થને પ્રવર્તાવે છે. દરિદ્રતા બે પ્રકારની છેઃ (૧) દ્રવ્ય દરિદ્રતા અને (૨) ભાવદરિદ્રતા. દ્રવ્યદરિદ્રતા એટલે આર્થિક સંકડામણ, ધન વગેરે જીવનસામગ્રીનો અભાવ. અને ભાવદરિદ્રતા એટલે આત્માના શુભ (મેત્રી આદિ) ભાવોનો અભાવ. ધર્મતીર્થ પ્રવર્તાવીને શ્રી તીર્થંકર પરમાત્માઓ જીવોને તે શુભ ભાવો આપે છે કે જેનાથી તેમનાં જન્મ, જરા, મરણ વગેરેનાં સર્વ દુઃખો નાશ પામે છે. આ છે તેમની મહા ભાવકરુણા !
જેમ સૂર્યમાંથી પ્રકાશ, ઉષ્મા વગેરેનો પ્રવાહ જીવાત્માઓના જીવન માટે નિયમિત વહી રહ્યો છે, તેમ દુઃખોથી પરિપૂર્ણ ભરેલા આ સંસારમાં પીડાતા સકળ વિશ્વના જીવોને મુક્ત કરીને પરમસુખમય સ્થાન તરફ પહોંચાડવા માટે શ્રી
અરિહંત ભગવંતોના આત્મામાંથી આ વિશ્વકલ્યાણકારિણી મહાકરુણાનો પ્રવાહ નિરંતર વહી રહ્યો છે. આ પ્રવાહને ભવ્યજીવો શ્રી અરિહંત ભગવંતોનાં નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ, એ ચાર પ્રકારનાં આલંબનો દ્વારા પ્રાપ્ત કરી શકે છે.