________________
૮૫
કરુણાભાવના પૂર્વકાલીન અનંત ભવ્યજીવોને આ કરુણાનો પ્રવાહ પ્રાપ્ત થવાથી જ તેઓ પરમપદને પામ્યા છે. વર્તમાનકાળે પણ જે કોઈ આત્માઓ પરમપદની પ્રાપ્તિ કરી રહ્યા છે અને ભવિષ્યમાં જેઓ પરમપદને પામશે તે બધાય આ કરુણાના પ્રવાહની અસરથી જ. આ પ્રવાહની અસર સચેતન વસ્તુઓ પર થાય છે, તેમ અચેતન વસ્તુઓ ઉપર પણ થાય છે. આ વિશ્વમાં એવો એક પણ પરમાણુ નથી કે જે પૂર્વના સંયમી મહાત્માઓનાં વસ્ત્ર- પાત્રાદિના ઉપયોગમાં અનેકાનેક વાર ના આવ્યો હોય. અર્થાત્ વ્યવહારનયની અપેક્ષાએ વિશ્વના પ્રત્યેક પરમાણુએ પરમપદને પામેલા આત્માઓના સંયમમાં ઉપકરણાદિ તરીકે વિવિધ સહાય કરી છે. ભાષાવર્ગણાનાં, મનોવર્ગણાના વગેરે પુદ્ગલોના વિષયમાં પણ આ જ સત્ય લાગુ પડે છે. જે જે વખતે પુદ્ગલ પરમાણુ મહાત્માઓના સંપર્કમાં આવ્યા, તે તે વખતે તે મહાત્માઓમાં રહેલી કરુણાની અસરથી તે પુદ્ગલો પણ વાસિત થયા હતા, પુદ્ગલોમાં આવેલી તે વાસના આજે પણ કામ કરી રહી છે અને ભવિષ્યમાં પણ કામ કરશે. આજે આપણે જોઈએ છીએ કે શ્રી અરિહંત પરમાત્માની અનેક પ્રતિમાઓમાંથી નીકળતા કરુણાના પ્રવાહને ભવ્ય જીવો ઝીલી રહ્યા છે, એ રીતે ભવિષ્યમાં પણ ઝીલશે. ગિરિરાજ શ્રી શત્રુંજયના પ્રત્યેક અણુના વિષયમાં પણ આ જ સત્ય લાગુ પડે છે.
સૂર્યમાંથી નીકળતા પ્રકાશાદિનો લાભ તે જ માણસ લઈ શકે છે કે જે તે પ્રકાશાદિના સંપર્કમાં આવે. ગાઢ અંધકારમય ભોંયરામાં પૂરી દેવામાં આવેલો માણસ તે લાભ લઈ શકતો નથી. નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવરૂપ ચતુરંગ શ્રી અરિહંત પરમાત્માની મહાકરૂણાનો લાભ પણ તેઓ જ લઈ શકે છે કે જેઓ તેની સન્મુખ બને છે, જેઓ મોહરૂપ ગાઢ અંધકારના ભોંયરામાંથી બહાર આવે છે.
આવો, આપણે સંસારના પ્રપંચોમાંથી મુક્ત થઈને આપણા પવિત્ર માનવજીવનની પ્રત્યેક ક્ષણને તે મહા કરુણાને ઝીલવામાં કામે લગાડીએ. એ જ ભક્તિ યોગ છે, જ્ઞાનયોગ છે, કર્મયોગ છે અને એ જ રાજયોગ પણ છે. દર્શન, જ્ઞાન અને ચારિત્ર પણ એ જ છે.
તે મહાકણાને ઝીલવાનું સૌથી શ્રેષ્ઠ સરળ સાધન નામજપ છે, નામજપનાં અનેક સાધનોમાં “અરિત એ ચતુરક્ષરી મંત્રાધિરાજ, ‘નમો રિહંતા' એ સપ્તાક્ષરી મહામંત્ર વગેરે સાધનોની સહાય લઈ શકાય છે. “અરિહંત' એ ચાર