________________
મૈત્રીભાવના
૧૭ કબૂલાતના કારણે વૈરવિરોધને તે તુરત ખમાવે છે અને ભૂલી જાય છે, પૂર્વના વૈરવિરોધને યાદ કરીને પણ તે પોતાના ચિત્તને કલુષિત કરતો નથી. વૈરવિરોધને વારંવાર યાદ કરવાથી ઘણા અનર્થો થાય
છે. એમ તે સારી રીતે જાણે છે. (૯) કોઈ પણ ઠેકાણે હત્યાઓ થતી હોય અથવા બીજા જીવો પીડા
પામતા હોય, તો સાધકના હૃદયમાં તેનું બહુ જ દુઃખ થાય છે. તે હત્યાઓ કે પીડાઓમાંથી જીવોને બચાવવાના સર્વ શક્ય પ્રયાસો કરે
(૧૦) સાધક એમ માને છે કે સ્વરૂપથી બધા આત્માઓ સમાન છે. તે
પ્રત્યેક જીવમાં સિદ્ધાત્માનાં દર્શન કરીને (પ્રત્યેક જીવને નિશ્ચયનયથી સિદ્ધસ્વરૂપ માનીને) તેની સાથે નિષ્કામ મૈત્રીને કેળવે છે. સંસારી આત્માઓમાં જે વિષમતા દેખાય છે, તે તો કર્મજન્ય છે. કર્મો જ જીવ જીવ વચ્ચે ભેદ, શત્રુતા વગેરે દોષોને પેદા કર્યા છે. શાસ્ત્રો કહે છે “કોઈ પણ તમારો શત્રુ નથી. શત્રુ માન્યા વગર ન જ ચાલતું હોય તો તમે કર્મને જ શત્રુ માનો'. સમાન અને પરસ્પર ઉપગ્રાહક એવા જીવોમાં અસમાનતા અને અપકારકતા ઉત્પન્ન કરનાર કર્મ સિવાય બીજો કોઈ શત્રુ નથી. અથવા
ઉન્માર્ગગામી એવા પોતાના આત્માને જ તમે પોતાનો શત્રુ માનો, - કેવી સુંદર મૈત્રી ! બીજા કોઈને પણ શત્રુ ન માનતાં સદોષ એવા
પોતાના આત્માને જ શત્રુ માનવો, એ કાંઈ સામાન્ય વાત નથી. (૧૧) શ્રી તીર્થકરોનો ઉપદેશ પણ મૈત્રી (અહિંસા, ક્ષમાદિ) પ્રધાન છે, શ્રી
તીર્થકર ભગવંતોએ પોતાના ઉપદેશમાં સૂક્ષ્માતિસૂક્ષ્મ અહિંસા અને ક્ષમાને બતાવીને તથા પોતાના જીવનમાં આચરીને જગતના જીવોમાં સક્રિય મંત્રીને ફેલાવી છે. સાધક પણ તે જ ઉપદેશનું અનુકરણ કરીને મૈત્રીભાવનાની વૃદ્ધિ માટે સતત પ્રચાર કરતો હોય છે.