________________
૧૬
ધર્મબીજ
અપરાધ ન હોવા છતાં કોઈ તેની વિરુદ્ધ પ્રચાર કરે, તો પણ તે સામી વ્યક્તિના અહિતને કદી પણ ઇચ્છતો નથી, તેનું કલ્યાણ જ ઇચ્છે છે. તે જાણે છે કે સર્વ અનિષ્ટ વસ્તુઓને દૂર કરવા માટે મૈત્રીભાવના દ્વારા થતી આત્મશુદ્ધિ જેવો બીજો કોઈ પણ ઉપાય નથી. બીજાઓ તરફથી થતાં વાચિક કે કાયિક આક્રમણોનો પ્રતિકાર તે અમૈત્રીયુક્ત વચન કે પ્રવૃત્તિથી કદી પણ કરતો નથી, કારણ કે તેનો એવો દૃઢ વિશ્વાસ હોય છે કે મૈત્રી દ્વારા થતી આત્મશુદ્ધિ એ જ સર્વ વિઘ્નોનો શ્રેષ્ઠ અને નિરવઘ પ્રતિકાર છે.
(૬) સાધક, જેના આત્માના પ્રદેશે પ્રદેશે મૈત્રીભાવના એકમેક થઈને રહેલી છે એવા શ્રી પરમેષ્ઠિભગવંતોનું (શ્રી નમસ્કાર મહામંત્રાદિ દ્વારા) નિરંતર ધ્યાન કરે છે.
(૭) સાધક, ‘પોતાનું કામ બીજાઓ કરે' એવું કદી પણ ઇચ્છતો નથી. બીજાઓનાં સર્વ શુભ કાર્યો કરી આપવાની ઇચ્છા તે ધારણ કરે છે. પોતાનું કામ બીજા પાસેથી ન કરાવવા રૂપ નિષેધાત્મક મૈત્રીથી અને બીજાઓનું બધું હિતકર કામ પોતે (યથાશક્તિ) કરવારૂપ વિધેયાત્મક મૈત્રીભાવનાથી વાતાવરણને તે પ્રેમ અને પરોપકારની વાસનાથી સુવાસિત કરે છે. તેવા વાતાવરણની અસર સર્વત્ર સારી થાય છે.
(૮) સાધકનું જીવન ક્ષમાપ્રધાન હોય છે. ક્ષમા એ મૈત્રીનું જ એક અંગ છે. પોતાની ભૂલ થતાં તરત જ તેની બીજા પાસેથી ક્ષમા (માફી) માગી લે છે. બીજાની ભૂલ થાય તો પણ તેને તરત ક્ષમા (માફી) આપે છે. ‘ખામવામાં અને ખમાવવામાં આરાધના છે. એવી શ્રદ્ધા તેના મનમાં દૃઢ થયેલી હોય છે. સર્વ વૈરિવરોધનું મૂળ ક્ષમાના અભાવમાં રહેલું છે. જ્યાં ક્ષમા છે ત્યાં કોઈ વૈવિરોધ લાંબો કાળ ટકી શકતા નથી. રાત્રિની નિદ્રા પૂર્વે સાધક સર્વ સિદ્ધોની સાક્ષીએ જાહેર કરે છે કે મારા મનમાં કોઈના પ્રત્યે લેશ પણ વૈર નથી. આ ૧. મિયનૂં વમાનિયન્ત્ર, નો રવમરૂ તત્ત અત્યિ આરાહળા,
जो न खमइ, तत्स नत्थि आराहणा । ( श्री कल्पसूत्र )
२. सिद्धह साख आलोयणह मुज्झह वईर न भाव । ( पोरिसीसूत्र )