________________
મૈત્રીભાવના
૧૫
તેના અભ્યાસીઓ સારી રીતે જાણી શકે છે. (૧) મૈત્રીનો સાધક પ્રત્યેક જીવને આત્માતુલ્ય માને છે અને સૌનું કલ્યાણ
ઇચ્છે છે. બીજાને સુખી જોઈને, “તે વધારે સુખી થાઓ એમ ઇચ્છે છે, તેનાં સુખની કદી પણ ઈર્ષ્યા કરતો નથી અને કોઈને પણ પીડા
પહોંચાડતો નથી. (૨) જેમ એક વ્યક્તિ પોતાના મિત્રને અત્યંત સ્નેહાળ હૃદયથી નિહાળે
છે, તેના ગુણોની પ્રશંસા કરે છે અને તેના દોષોને ગળી જાય છે. તેમ સાધક સર્વ જીવોને મિત્રની દૃષ્ટિએ અથવા માતાના હૃદયે જુએ છે. તેમના ગુણોની અનુમોદના કરે છે, અને તેમના દોષો પ્રત્યે (કર્મોદયજન્ય માનીને) ઉપેક્ષાવૃત્તિ સેવે છે. શક્ય હોય તો તે
દોષોને સુધારવાના સર્વ પ્રયત્નો પણ કરી છૂટે છે. (૩) મૈત્રીનો સાધક કોઈનું બૂરું ચિંતવતો નથી છતાં કોઈના પ્રત્યે કદાચ
ખરાબ વિચાર આવી જાય તો તેનું પ્રાયશ્ચિત્ત કરે છે. તે એમ માને છે કે કોઈ પણ જીવ પ્રત્યે હું બૂરું ચિંતવીશ તો નિશ્ચયનયથી હું પોતે જિનાજ્ઞાથી બહિષ્કૃત થઈશ', સર્વ જીવોની પરમ મિત્રતુલ્ય જિનાજ્ઞાનો ભંગ ન થાય, તેની તેને સતત કાળજી હોય છે. કારણ કે કોઈ પણ જીવનું બૂરું ચિંતવવાથી આત્મા મનોગુમિનો ભંગ કરે છે, તેની મનોગતિથી રહિત બનેલો આત્મા નિશ્ચય-નયથી જિનાજ્ઞામાં નથી’ એમ શ્રી આચારાંગસૂત્રમાં કહ્યું છે. સાધક કોઈની પણ નિંદામાં પડતો નથી. મૈત્રીભાવનાના સાધકે નિંદારૂપ રાક્ષસીથી સર્વદા દૂર રહેવું જોઈએ. જેના ચિત્તમાં પારકી નિંદારૂપ વિષવૃક્ષનાં મૂળ હોય છે, તેના ચિત્તમાં ધર્મકલ્પવૃક્ષ કદી પણ ઊગી શકતું જ નથી, નિંદા કરનાર પોતાના આત્માને બીજાથી ઉચ્ચ અને બીજાના આત્માને પોતાથી નીચ માનવાનું ભયકંર પાપ કરે છે અને તેનાં ફળ તરીકે તે આ લોકમાં તેમ જ પરલોકમાં અનેકગણી નિંદાને
પામે છે. ભવાન્તરમાં તેની વાશક્તિને કર્મસત્તા સંહરી લે છે. (૫) પોતાની નિંદા કરનાર પ્રત્યે સાધક અનન્ય મંત્રીને ધારણ કરે છે. ૧. મારે મારું અગુમ આશામાં નથી.
(૪)