________________
માધ્યસ્થભાવના
૯૩
સ્વરૂપ આગળ બતાવવામાં આવશે તે) કરીને આત્માને મધ્યસ્થ બનાવવો જોઈએ. કર્મનાં આવરણો જ્યારે ઓછાં થશે ત્યારે તે આત્મા પોતાની મેળે જ હિતનું આચરણ કરશે” વગેરે વિચારીને મૌન ધારણ કરવું જોઈએ.
જેના પ્રત્યે માધ્યસ્થભાવના ધારણ કરવામાં આવે છે તે પાપમાં વધારે આગ્રહી બનતો નથી. ઊલટું તેના તરફ તિરસ્કાર વગેરે બતાવવાથી ભવિષ્યમાં તેને સુધારવાની તક ખોઈ બેસીએ છીએ. તિરસ્કારાદિથી તે આપણા પ્રત્યે દ્વેષી બને છે. કોઈ કોઈ પ્રસંગમાં તો આ હૈષ તીવ્ર વૈરમાં પણ પરિણમે છે. માધ્યશ્ય ભાવનાથી આપણા પ્રત્યેનો તેનો સદ્ભાવ ટકી રહે છે અને તેથી ભવિષ્યમાં તેને સુધારવાની તક આપણા હાથમાં રહે છે.
(૨) અહિતવિષયક માધ્યશ્ય ઃ આ માધ્યશ્ય કરુણામાંથી ઉત્પન્ન થાય છે, જેમ કે અપધ્યસેવન કરતા રોગીને રોકવો નહિ. જો કે અપથ્યનું સેવન કરવાથી રોગીનું અહિત થાય છે, પણ જો તે કોઈનું સાંભળવા તૈયાર જ ન હોય અને પોતાની ઇચ્છા કોઈ પણ રીતે પૂરી કરવાના તીવ્ર આગ્રહવાળો હોય તો મૌન સેવવું વગેરે અહિતવિષયક માધ્યશ્ય છે.
(૩) અકાલવિષયક માધ્યશ્ય : આ માધ્યશ્ય ભવિષ્યની વિચારણામાંથી જન્મે છે. વર્તમાનમાં કોઈ ખરાબ કામથી અટકતો ન હોય તો તે કટુ પરિણામ ભોગવ્યા પછી ભવિષ્યમાં સમજશે” વગેરે સમજપૂર્વક મૌન ધારણ કરવું તે અકાલવિષયક માધ્યશ્ય છે. પ્રસ્તુતમાં વર્તમાનકાળ તેને સુધારવા માટે અકાળ છે.
ઉપર્યુક્ત ત્રણ માધ્યશ્ય કયારેક પરસ્પર સંકળાયેલાં પણ હોય છે, અર્થાત્ એકમાં બીજું સમાયેલું હોય છે.
(૪) અપમાન વિષયક માથથ્ય : ઘણાઓને કોઈ પોતાનું અપમાન કરે તે સહન થતું નથી. અપમાન કરનાર પ્રત્યે તેમનું મન કુદ્ધ બને છે અને વેર વાળવાની ઇચ્છા જન્મે છે. પણ અપમાન કરનાર સામે આપણે
૧. જૈનશાસ્ત્રો મુજબ કર્મ સતુ, સૂક્ષ્મ અને મૂર્તિ છે. તે જીવસ્વરૂપને (જ્ઞાનાદિ ગુણોને) આવરે
છે. કર્મનાં આવરણો ગાઢ હોય ત્યારે અતિમાં અને એ આવરણો શિથિલ બને (લઘુકર્મિતા આવે) છે ત્યારે હિતમાં પ્રવૃત્તિ થાય છે.