________________
ધર્મબીજ
૯૨
થાય છે. પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી રહ્યા છે, કેટલાક ચોરી કરીને ધન મેળવવામાં મજા માને છે, કેટલાક પરસ્ત્રીગમન જેવાં મહાપાપ આદરી રહ્યા છે, કેટલાક પ્રમાણિકતાને બાજુએ મૂકીને ધન, ધાન્ય વગેરે ભેગું કરવામાં પડ્યા છે અને કેટલાક ક્રોધાદિ અનેક પાપોમાં પોતાનું જીવન બરબાદ કરી રહ્યા છે. તેઓનાં તે તે પાપાચરણો જોઈને ધર્મની પ્રાથમિક ભૂમિકામાં રહેલા જીવોને ક્રોધ ઉત્પન્ન આ ક્રોધરૂપ ચિત્તમલથી થતા અપાયોને નિવારવા માટે પાપીવિષયક, માધ્યસ્થ્ય એ સુંદર ઉપાય છે. જો સ્વાર્થ સાધવા માટે પણ ક્રોધ કરવો યોગ્ય નથી, તો જ્યારે કોઈ પણ પ્રકારનો સ્વાર્થ હણાતો ન હોય, ત્યારે ક્રોધ કરવો શું ઉચિત છે ?
ક્રોધથી કાર્ય સુધરતું નથી પણ બગડે છે. કહ્યું છે કે
‘ક્ષમા યતે વાય, ન તત્ ોધવરાવવ:।
कार्यस्य साधनी प्रज्ञा, सा च क्रोधेन नश्यति ।। '
-
જે કાર્ય ક્ષમાવાળો (સહનશીલ) કરી શકે છે, તે ક્રોધ કરનાર કરી શકતો નથી, (કારણ કે) કાર્યને સાધનારી પ્રજ્ઞા છે અને તે ક્રોધ વડે નાશ થાય છે.
કેટલાક માણસો ‘બીજાઓએ આમ ન કરવું જોઈએ, આમ કરવું જોઈએ, પાપ કરે તેને સજા થવી જ જોઈએ' વગેરે પ્રકારની ક્રોધની સૂક્ષ્મ વૃત્તિઓથી નિરર્થક ક્લેશ પામતા હોય છે. જાણે તેમનાં માથે આખી દુનિયાને સુધારવાની જવાબદારી આવી પડી હોય. પણ તેથી શું ? આધુનિક કાયદાની કલમો દંડથી ભરેલી છે જ. છતાં તેથી ગુનાનું પ્રમાણ જરાય ઘટતું નથી. એ તો સંત મહાત્માઓના વાત્સલ્યભર્યા કરુણામય ઉપદેશથી જ ઘટે.
પૂર્વે કહેલી ક્રોધની વૃત્તિઓની જાળમાં ફસાઈ ગયેલા જીવે વિચારવું જોઈએ કે, ‘અનંતબલી શ્રી તીર્થંકર ભગવંતો પણ જગતને પાપથી સર્વથા મુક્ત કરી શકચા નથી, તો મારું શું ગજું છે ? શ્રી જિનેશ્વર દેવો પણ બળાત્કારથી ધર્મ પ્રવર્તાવતા નથી તો શું મારા જેવાએ તેમ કરવું શ્રેયસ્કર છે ?' આવી જાતની માધ્યસ્થ્યાનુકૂલ વિચારણાથી ક્રોધાગ્નિ શમી જાય છે અને આત્માને પ્રશમની શીતલતા પ્રાપ્ત થાય છે.
ઘણો ઉપદેશ કરવા છતાં સામો પાપથી ન અટકે તો પણ આપણે ચિત્તરત્નને કલુષિત ન કરવું જોઈએ. કર્મવિપાક વગેરેનું ચિંતન (જેનું સામાન્ય