________________
માધ્યસ્થભાવના
૧૦૯
હોવાથી સત્ય પણ માધ્યસ્થ્યનું જ એક અંગ છે. આવી રીતે સર્વ વ્રતોમાં, સર્વ નિયમોમાં, યોગનાં સર્વ અંગોમાં, યોગની સર્વ દૃષ્ટિઓમાં, સર્વ આગમોમાં અને સર્વ અનુષ્ઠાનોમાં સર્વત્ર માધ્યસ્થ્યને જોતાં શીખવું જોઈએ. તેથી માધ્યસ્થ્યભાવના અધિક અધિક દૃઢ બનતી જાય છે.
૬. માધ્યસ્થ્યની જીવનમાં જરૂર : માધ્યસ્થ્ય વિના શ્રેષ્ઠ પ્રકારનું જીવન સંભવતું જ નથી. જાણતાં કે અજાણતાં લગભગ બધા માણસો અનેક પ્રસંગોમાં માધ્યસ્થ્યનું અવલંબન લેતા હોય જ છે. જ્યારે આપણા સ્વાસ્થ્યને બાધ ન કરે તેવો (અન્ય્નાધિક) આહાર આપણે લઈએ છીએ, ત્યારે શું એ મધ્યસ્થતા નથી ? માનસિક, વાચિક કે કાયિક બળોનું જ્યાં જ્યાં યથાર્થ રીતે સમત્વપૂર્વક નિયોજન છે ત્યાં પણ સર્વત્ર માધ્યસ્થ્ય છે, એમ સમજી લેવું જોઈએ.
‘કમ ખાવ, ગમ ખાવ' વગેરે શબ્દપ્રયોગ વ્યવહારમાં ઘણી વાર સાંભળવામાં આવે છે. ‘કમ ખાવ' એ આહાર વિષયક માધ્યસ્થ્ય છે, તેને ઉપલક્ષણથી સર્વ વિષયોના ઉપભોગવિષયક માધ્યસ્થ્યમાં પણ લઈ શકાય. ‘ગમ ખાવ’ એ કષાયવિષયક માધ્યસ્થ્યને સૂચવે છે.
૭. માધ્યસ્થ્યના ભંગથી થતાં નુકસાનો ઃ જ્યાં જ્યાં માધ્યસ્થ્યનો ભંગ થાય છે ત્યાં ત્યાં રોગ, શોક, ક્લેશ, ભય વગેરે અનેક અનિષ્ટો ઊભાં થાય છે. જેને આહારમાં માધ્યસ્થ્ય નથી, અર્થાત્ જે જરૂરિયાત કરતાં અધિક અને વૃદ્ધિપૂર્વક આહાર લે છે, તે અનેક રોગોના શિકાર બને છે. શક્તિ કરતાં અધિક બોલાય છે, ત્યારે પણ કંઠ વગેરેના રોગો થાય છે, ‘આ જગતમાં જે • કાંઈ દુઃખો છે તે બધાં માધ્યસ્થ્યને ન જાળવવાથી ઉત્પન્ન થાય છે' વગેરે વિચારીને વિવેકી પુરુષો સદા મધ્યસ્થ બને છે.
૮. માધ્યસ્થ્યના લાભો ઃ માધ્યસ્થ્ય ભાવનાથી આપણા અને આપણા સંસર્ગમાં આવનારા અનેક જીવોના શારીરિક, વાચિક અને માનસિક ક્લેશો નાશ પામે છે. આર્ત્ત અને રૌદ્ર ધ્યાનથી બચવાનું તે પ્રબળ સાધન છે અને તે આપણને ધર્મધ્યાનમાં આગળ વધારે છે. માધ્યસ્થ્ય ભાવનાના અભ્યાસથી આપણા વિચારો, વચનો અને કાયિક પ્રવૃત્તિઓ ન્યાયમાર્ગને