________________
ધર્મબીજ
૧૦૮ તો અંતે આપણું આત્મદ્રવ્ય સર્વથા શુદ્ધ બની જવાનું. તેના સર્વ પર્યાયો શુદ્ધ બની જતાં સર્વથા શુદ્ધ પર્યાયોની સંતાન તે જ મોક્ષ છે. તાત્પર્ય કે કયા પ્રસંગમાં કઈ દષ્ટિને આગળ કરવી તે અનેકાંતજ્ઞ સારી રીતે જાણે છે અને તેથી સર્વત્ર મધ્યસ્થ રહી શકે છે.
૫. માધ્યસ્થની વ્યાપકતા ઃ અનિત્યસ્વાદિ બાર ભાવનાઓ જીવાદિ નવ તત્ત્વો, સર્વ યમો, સર્વ નિયમો, સર્વ ક્રિયાઓ, સર્વ આગમો વગેરેનું લક્ષ્ય જીવને મધ્યસ્થ બનાવવાનું છે.
શ્રી વીતરાગ ભગવંતની મૂર્તિ પણ માધ્યથ્યની દ્યોતક છે. મૂર્તિની ચક્ષુના મધ્યમાં રહેલી સ્થિર કીકી શું મધ્યસ્થ નથી? પદ્માસન કે કાયોત્સર્ગ મુદ્રા પણ માધ્યશ્કના જ સૂચક છે. ઉલ્લંગમાં રામા નથી, અર્થાત્ હૃદયમાં રાગ નથી અને હાથમાં શસ્ત્ર નથી, અર્થાત્ હૃદયમાં દ્વેષ નથી. આ રાગ અને દ્વેષનો અભાવ એ જ માધ્યશ્ય.
ચતુર્દશપૂર્વનો સાર શ્રી નવકાર મંત્ર પણ માધ્યશ્યમય છે. કારણ કે તેમાં પરમમધ્યસ્થ એવા પરમેષ્ઠિઓને નમસ્કાર છે. આપણે પરમેષ્ઠિઓનું
સ્મરણ વગેરે કરીએ છીએ, કારણ કે તેઓ પૂજ્ય છે. પૂજ્યતા માધ્યથ્ય વિના આવતી નથી. તાત્પર્ય કે પરમેષ્ઠિઓને પૂજ્યપદે સ્થાપના કરનારી માધ્યશ્ય ભાવના છે. આ રીતે માધ્યશ્મભાવના શ્રી નવકારનો સાર બને છે અને પરંપરાએ ચર્તુદશપૂર્વનો પણ સાર બને છે.
અહિંસા પણ માધ્યશ્મનો જ એક પ્રકાર છે. હિંસારૂપી પાપ, સ્વાર્થ, વૈર, વગેરેનાં કારણે થાય છે. માંસ ભક્ષણ વગેરેમાં થતી હિંસાનું કારણ જે સ્વાર્થ છે, તે રાગરૂપ છે અને વૈરનાં કારણે થતાં ખૂન વગેરે દ્વેષરૂપ છે. આવી રીતે હિંસા રાગ અથવા ટ્રેષથી થાય છે, જ્યારે અહિંસામાં રાગ પણ નથી અને દ્વેષ પણ નથી તે માધ્યશ્મનો જ એક પ્રકાર છે. અસત્યવચનની પાછળ પણ ક્રોધ, લોભ, ભય વગેરે અનેક કારણો હોય છે, તે બધાંનો સમાવેશ રાગ અને દ્વેષમાં થઈ જાય છે. રાગ કે દ્વેષ હોય ત્યારે જ અસત્ય વચન બોલાય છે, સત્ય વચન બોલવામાં તે બંનેનો અભાવ ૧. અનિત્યત્વ, અશરણત્વ વગેરે ભાવનાઓનું ‘શાંત સુધારસ' નામક કાવ્ય વગેરેમાં સુંદર
વર્ણન છે.