________________
પ્રકાર ભળે તો જ તે લોકોત્તર ધર્મસ્વરૂપ બને અને જીવને સંપૂર્ણ સુખી અને સર્વ પ્રકારનાં દુઃખથી મુક્ત બનાવે છે.
જીવ જ્યારે ઉપર્યુક્ત મૈત્રી ભાવનાથી ભાવિત અંતઃકરણવાળો બનીને વિધિયુક્ત દાનાદિ ધર્મોનું સેવન કરે છે, ત્યારે તેના ચિત્તના કલેશો શાંત થતા અનુભવાય છે. માત્ર પોતાનાં જ સુખ કે દુઃખની ચિંતા કરવાને ટેવાયેલો અને તેના પરિણામે તીવ્ર સંક્લેશને અનુભવતો જીવ જ્યારે બીજાની હિતચિંત રૂપ મેત્યાદિ વિચારણાઓથી વાસિત થાય છે, ત્યારે તે અત્યંત શીતલતા અને શાંતિનો ચિત્તમાં સાક્ષાત્ અનુભવ કરે છે. એવું સુખ તેને ભવચક્રમાં જાણે પહેલી જ વાર મળતું હોય એવો તેને અનુભવ થાય છે", ચિત્તની શાંતિ કે સુખનો જ નહિ પણ પ્રત્યેક ધર્માનુષ્ઠાનની સફળતાનો આધાર પણ શાસ્ત્રકારોએ મૈચાદિ પ્રશસ્ત ભાવનાઓની દૃઢતા પર જ અવલંબેલો કહ્યો છે; તે કારણે પ્રત્યેક ધર્માનુષ્ઠાનની પાછળ આ ભાવનાઓનું બળ હોવું જોઈએ અને તે હોય ત્યારે જ તે તે ધર્માનુષ્ઠાન સફળ થાય, એમ ફરમાવ્યું છે. આ ઉદ્દેશને સામે રાખીને જોતાં મૈથ્યાદિ ભાવનાવિષયક આ ગ્રંથનું “ધર્મબીજ” એવું નામ ઉચિત (સાર્થક) લાગે છે.
જીવ જ્યારે મૈત્રીભાવમાં નિપુણ બને છે, ત્યારે તેની સાથે સંબંધવાળા પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ પણ આપોઆપ પ્રગટે છે અને એ ભાવો સહિત ધર્માનુષ્ઠાનો અપ્રશસ્ત ઇચ્છાઓને ટાળી પ્રશસ્ત ઇચ્છાઓને પેદા કરે છે. એમ દુઃખનાં મૂળમાં રહેલી અશુભ ઇચ્છાઓને આ ભાવનાઓના બળથી બાળીને જીવ ધર્મમય બની શકે છે.
૧.“વિશ્વગંતુ, વરિ સામે, સામતો મનસિ માનસ ! મૈત્રી | तत्सुखं परमत्रपरत्राऽप्यश्रुषे न यदभूत्तव जातु ॥४॥"
– શ્રી મુનિસુંદરસૂરિકૃત અધ્યાત્મકલ્પદ્રુમ-સમતાધિકાર.