________________
- “મને જ સુખ મળો અને મારું જ દુઃખ ટળો.” આ ઇચ્છા એ સૌથી વધારે કનિષ્ઠ કોટિની અને સૌથી વધુ પીડાકારક છે, છતાં તે વાતનું જ્ઞાન ઘણાં થોડાંઓને જ હોય છે. આ કનિષ્ઠ પ્રકારની ઇચ્છા અને તેમાંથી જન્મ પામતી ક્લિષ્ટ કોટિની પીડાનો પ્રતિકાર હજારોનાં પણ ધનથી, કરોડો વર્ષનાં પણ શીલથી, કે કોટિ જન્મોનાં પણ તપથી થઈ શકતો નથી.
દાન, શીલ અને તપ વડે ક્રમશઃ પરિગ્રહ, મૈથુન કે આહારની સંજ્ઞાઓનું જોર ઘટે છે અને તેથી થતી વિવિધ પ્રકારની માનસિક તથા શારીરિક પીડાઓથી અવશ્ય બચી જવાય છે. પરંતુ તે બધી બાધાઓ અને પીડાઓના સરવાળા કરતાં “મને એકલાને જ સુખ થાઓ અને મારા એકલાનું દુઃખ ટળો' એ પ્રકારની અયોગ્ય, અઘટિત અને અશક્ય ઇચ્છા વડે થતી માનસિક અને શારીરિક પીડાઓના સરવાળાની તો કોઈ અવધિ જ નથી. શાસ્ત્રકારોએ તે અશક્ય ઇચ્છાઓને પૂર્ણ કરવાના અશક્ય મનોરથમાંથી ઉત્પન્ન થતાં અનંત કષ્ટોથી ઊગરી જવા માટે શુભ ભાવનાનો માર્ગ ચીંધ્યો છે અને તેને ધર્મનો ચોથો પ્રકાર કહ્યો છે. એ ચોથો “ભાવધર્મ કોઈ પુણ્યપુરુષને જ દેવગુરુની પૂર્ણ કૃપાથી લાધે છે, બીજાઓને તે ઉપાયની ગંધ પણ પ્રાપ્ત થતી નથી. આ ઉપાય પ્રાપ્ત થવામાં જીવની લઘુકર્મિતા કે આસન્નસિદ્ધિતા જ મુખ્ય ભાગ ભજવે છે.
ઉપાય તદ્દન સરળ છે, અને તેનો બોધ થવો પણ સુલભ છે છતાં પ્રત્યક્ષ અનુભવ એમ કહે છે કે, તે તરફ કોઈ વિરલ જીવનું જ લક્ષ્ય જાય છે, અથવા કોઈ વિરલ આત્મા જ તે ઉપાય પર યોગ્ય વિચાર કરી તેને જીવનમાં ઉતારવા કટિબદ્ધ થાય છે.
કેવળ પોતાનાં જ સુખદુઃખ સંબંધી તીવ્ર સંક્લેશનો અશુભ ભાવ ટાળવાનો એકનો એક (અનન્ય) ઉપાય આ લેખની આદિમાં જ ટાંકવામાં આવ્યો છે. તે ઉપાયનું નામ મૈત્રીભાવના છે.
જેમ કાંટાથી કાંટો કાઢી શકાય અને ઝેરથી ઝેરનું વારણ કરી શકાય, તેમ કનિષ્ઠ કોટીને અધમ સ્વાર્થી ભાવને ઉત્તમ કોટિના મૈત્રીભાવ કે પ્રશસ્ત ભાવથી દૂર કરી શકાય અને પરિણામે ઇચ્છામાત્રથી રહિત થઈ શકાય છે. દાન-શીલ-તપ એ ત્રણે પ્રકારની સાથે આ ચોથો ભાવધર્મનો
१८