________________
મૈત્રીભાવના કોઈ પણ દુઃખ મને ન આવે” એવી વાસના જીવને અનાદિ કાળથી હોય છે. સહર્ષ અનુભવેલાં સુખમાંથી “આ સુખ અને સર્વદા પ્રાપ્ત છે' એવી રાગાત્મક ચિત્તવૃત્તિ (વાસના) ઉત્પન્ન થાય છે. સુખમાં સઘળાં સાધનોની પ્રાપ્તિન થવાથી આ રાગ ચિત્તને વિક્ષિત બનાવી કલુષિત કરે છે. આ વાસના નીચે દબાયેલો જીવ ઇષ્ટ વસ્તુના વિયોગમાં તથા અનિષ્ટ વસ્તુના સંયોગમાં આર્તધ્યાનને પરવશ બને છે. તેનો સંક્લેશ વધતો જ જાય છે. આવી અવસ્થામાં વ્યક્તિગત સ્નેહને સર્વ જીવોનાં સુખ જેટલો વિશાળ બનાવવો જોઈએ. “સર્વ જીવો સુખી થાઓ એ ભાવનામાં પોતાનાં દુઃખો વિલીન થઈ જાય છે અને તે દુઃખનાં કારણે થતા સંક્લેશો પણ નાશ પામે છે.
દુઃખનું પરમ ઔષધ : આપણને જ્યારે કોઈ દુઃખ આવે, ત્યારે પોતાની જાતને ભૂલી જઈને બીજાઓનાં દુઃખ દૂર કરવાની પ્રવૃત્તિમાં આપણાં મનને લગાડી દઈએ તો પરમ શાંતિ મળે. બીજાને સહાય કરવી એ પોતાનાં દુઃખને ટાળવાનું અમોઘ ઔષધ છે. દુઃખમાં આપણે કેવળ આપણો જ વિચાર કર્યા કરીએ અને એ દુઃખને મટાડવાના લાખો ઉપાયો કરીએ, તો પણ આપણને જે શાંતિ ન મળે તે પારકાના હિતની ચિંતાથી મળે છે. દુઃખ પુણ્યથી (શાતાવેદનીય કર્મથી) દૂર થાય છે અને તેની પ્રાપ્તિ બીજાઓનાં દુઃખો દૂર કરવાથી થાય છે. મૈત્રીભાવના એવું અખૂટ નિર્મળ પુણ્ય ઉપાર્જન કરાવીને આપણને અનુપમ શાંતિ આપે છે. આવી જ રીતે સુખીઓની અનીષ્ય પણ આપણા સુખમાં કારણ બને છે. - એક જીવ જ્યારે બીજા જીવ પર અન્યાય કરે છે, ત્યારે તેનું મન તે વ્યક્તિ પ્રત્યે વેર વાળતું હોય છે. આવું વેરવાળું મન અશાંત અને શ્યામ બને છે. આ અશાંતિનું મૂળ ચિત્તમાં રહેલી મલિનતા છે, મલિનતાથી ચિત્ત વિવશ બને છે અને અન્યાયી તરફ દ્વેષનાં રૂપમાં વહેવા લાગે છે. વૈર વડે વૈર કદી પણ શમતું નથી, પરન્તુ વૃદ્ધિ પામે છે. વૈરાદિના કારણે મનુષ્યને બીજાનું બૂરું કરવાની ઇચ્છા જાગે છે અને આ ઇચ્છા ચિત્તને અત્યંત વિહ્વળ બનાવે છે.
૧. સમસ્તસર્વવિષયન્ને પરિણામો મૈત્રી | સ્નેહરૂપી આત્મ અધ્યવસાયને સમસ્તજીવો જેટલો વિશાળ બનાવવો તે મૈત્રી છે.
(યોગશાસ્ત્ર ૪. ૧૧૮ ટીકા)