________________
ધર્મબીજ તેના પર સામાન્ય માણસને ઈર્ષ્યા થાય છે. ઈર્ષ્યા એટલે પારકાનું સુખ સહન ન કરવું. વારંવાર થતી આ ઈર્ષામાંથી અસૂયા ઉત્પન્ન થાય છે. અસૂયા એટલે બીજાના ગુણોમાં દોષોનો આરોપ, જેના પર અસૂયા થાય છે, તેના ગુણો પણ દોષરૂપે દેખાય છે. ઈર્ષાળુ માણસને ‘સારું થયું કે તેને (સુખીને) સુખ મળ્યું,” એવો વિચાર સ્પર્શતો પણ નથી. આ ઈર્ષ્યાનું મૂળ તેને બીજાના જેવું સુખ નથી મળ્યું, તેના અસંતોષમાં રહેલું છે. સામાન્યતઃ જીવોનાં મનમાં ‘મને જ બધું સુખ મળો, મને જ બધાં સુખનાં સાધનો પ્રાપ્ત થાઓ', એવી ઇચ્છા અનાદિ કાળથી, દઢ થયેલી હોય છે. આ ઇચ્છા જ્યારે પૂર્ણ થતી નથી, ત્યારે તેમાંથી સંક્લેશ (માનસિક દુઃખી થાય છે. ઇચ્છામાંથી જન્મેલો આ સંક્લેશ જેટલા પ્રમાણમાં અધિક, તેટલું જ તેનું જીવન અશાંતિમય બને છે.. વિશ્વનાં અનેક અનર્થોનું મૂળ પણ આ ઇચ્છા જ છે.
બધાને મિત્રની આંખે જુઓઃ ઉપર બતાવેલી ઇચ્છા એક પ્રકારની કુવાસના છે, તેને આત્માનો રોગ કહીએ તો પણ ચાલે. તેના પ્રતિકાર માટે મૈત્રી ભાવના પરમૌષધરૂપ છે. બીજાને સુખી જોઈ તેના પર ઈર્ષ્યા કે અસૂયા ન કરતાં, તેને આપણે મિત્રની આંખે જોવાં જોઈએ. બધા સુખી થાઓ, કોઈ પણ દુઃખી ન જ થાઓ, બધાનું દુઃખ દૂર થાઓ, હું સર્વનો મિત્ર છું, બધા મારા મિત્ર છે, કોઈની સાથે મારે વૈર નથી, કોઈ પણ મારો અપરાધી નથી', ઇત્યાદિ ભાવનારૂપે મૈત્રી એ મિત્રની આંખ છે. જે રીતે આપણે આપણા અત્યંત પ્રિય મિત્રને જોઈએ છીએ, તે જ રીતે સર્વ પ્રાણીઓને જોતાં શીખવું જોઈએ. જેમ આપણને આપણા મિત્રના સુખની ચિંતા સંદેવ રહ્યા કરે છે, આપણા બધા પ્રયત્નો એનું દુઃખ દૂર કરવા માટે હોય છે, આપણને એના ગુણો જ દેખાય છે, એના દોષોને આપણે ગૌણ બનાવીએ છીએ. એની ઉન્નતિ જ આપણને ગમે છે, તેમ સર્વ જીવો પ્રત્યે થવું જોઈએ. સૂર્ય બધાને સમાન રીતે પ્રકાશ આપે છે, તેમ આપણે પણ સર્વ જીવોને સમાન રીતે જોતાં શીખવું જોઈએ.
મૈત્રીથી સંક્લેશ નાશ પામે છે દરેકને પોતાના આત્મા પર સ્નેહ હોય છે, તેથી તે પોતાના જ સુખની ચિંતા કરે છે. બધાં સુખ મને મળે,
૧. સંસ્કૃતમાં સૂર્યને મિત્ર પણ કહેવાય છે.