________________
મૈત્રીભાવના વ્યાખ્યામાં જૈનદર્શનની સર્વશ્રેષ્ઠ પ્રક્રિયાને બતાવે છે. પાપપ્રવૃત્તિથી આત્મા પોદ્ગલિક કર્મથી બંધાય છે અને તે કર્મના વિપાકથી દુઃખિત થાય છે. આ પ્રકિયાની દૃષ્ટિએ “સર્વ જીવો સુખી થાઓ એવી ભાવના સાથે “સર્વ જીવો પાપથી મુક્ત થાઓ એવી ભાવના રૂપ સર્વ જીવોનાં સુખની તાત્ત્વિક પારમાર્થિક ઇચ્છા વ્યક્ત થાય છે. કર્મસાહિત્ય અન્યાય'ના વિષયમાં આપણને એક અદ્ભુત ચાવી આપે છે. જ્યારે કોઈ આપણા પર અન્યાય કરે ત્યારે આ રીતે વિચારવું જોઈએ –
સામાને આજે મારું બગાડવાનું મન કેમ થાય છે ? તેનું કારણ એ છે કે – મેં પૂર્વે કોઈનું બગાડ્યું છે.
મેં જો તેનું કે બીજાનું પૂર્વે બગાડ્યું ન હોત, તો તે આજે મારું બગાડતા નહીં. કારણ વિના કાર્ય શી રીતે બની શકે ? મારા અપરાધ વિના જ સામો મારું બગાડે છે, એમ માનવું છે કારણ વિના જ કાર્યની સિદ્ધિને માનવા જેવું છે અને તે મિથ્યાદષ્ટિ છે. તાત્પર્ય કે સામાનો અન્યાય એ મારી જ કોઈ ભૂલનું ફળ છે, તો પછી શા માટે મારે તે મૈત્રીપૂર્વક ન ભોગવવું જોઈએ ? મૈત્રીથી તો અન્યાય કરનારની પાશવી વૃત્તિઓમાં પરિવર્તન થઈ જાય છે. અન્યાયના પ્રતિકારનો એ જ સાચો ઉપાય છે.
અથવા “મારું” બગાડનાર આત્મા મોહનીયકર્મના ઉદયને અને હું અસાતવેદનીય કર્મના ઉદયને પરાધીન છું. કર્મના ઉદયને કોણ રોકી શકે? માટે મારે સહી લેવું જોઈએ. એ વિચાર પણ આપણને મૈત્રી તરફ લઈ જાય છે.
અશાન્તિનું મૂળઃ સાધનામાં આગળ વધવા માટે પરિગ્રહનો ત્યાગ કરવો પડે એ વસ્તુ નિર્વિવાદ છે. આ પરિગ્રહ બે પ્રકારનો છે. ૧. બાહ્ય અને ૨. અત્યંતર. સ્ત્રી, પુત્ર, ધન, વગેરે બાહ્ય પરિગ્રહ છે અને અમૈત્રી વગેરે માનસિક ભાવો આવ્યંતર પરિગ્રહ છે. બાહ્ય પરિગ્રહનો ત્યાગ કરનારા ઘણાં નીકળશે, પણ આત્યંતર પરિગ્રહનો ત્યાગ કરનાર કોઈક વિરલ જ હોય છે. વસ્તુતઃ આત્યંતર પરિગ્રહના ત્યાગ પછી ખરી સાધના શરૂ થાય છે. તાત્પર્ય કે કોઈ પણ જીવ વિશે અમૈત્રી તે પરિગ્રહ છે, જ્યારે મૈત્રી એ નિષ્પરિગ્રહ અવસ્થા છે. અમેત્રી સવિકલ્પ દશા છે જ્યારે મૈત્રી નિર્વિકલ્પ દશા છે. આ પરિગ્રહ અર્થાત્ મોહના કારણે પોતાના કરતાં અધિક સુખી માણસને જોઈને