________________
પ્રમોદભાવના
૩૯ મહત્ત્વની વાત તેને સાવ તુચ્છ અને પોતાની નાની પણ વાત તેને ખૂબ મહત્વની લાગે છે. પારકાનો મેરુ જેવડો ગુણ તેને રાઈ જેવડો અને પોતાનો રાઈ જેવડો ગુણ તેને મેરુ જેવડો લાગે છે. નિર્ગુણી એવા પોતાને કોઈ વંદન કરે તો તેને ગમે છે. અને ગુણી પુરુષને કોઈ વંદન કરતું હોય તો તે તેની મશ્કરી કરે છે. ગુણહીન છતાં તે પોતાની પ્રશંસા કરે છે અને ગુણવાન પુરુષોની નિંદા કરે છે. આ બધી વૃત્તિઓના કારણે તે યોગની (મોક્ષમાર્ગની) પ્રાપ્તિથી દૂર રહી જાય છે.
૪. વૃત્તિઓનું કાર્ય અશુભવૃત્તિઓ શત્રુનું કામ કરે છે. જે પોતાની જ શ્લાઘા કરે છે તે લોકમાં નિન્દનીય બને છે. ગુણીની અનુમોદના કરતો નથી તેની લોકમાં પણ પ્રશંસા થતી નથી. જે ગુણી પુરુષોને નમતો નથી તેને બીજા પણ નમતા નથી. આપણને જે સત્કાર સન્માન મળે છે તેનું કારણ એ છે કે આપણે ગુણી આત્માઓને આદર આપીએ છીએ. આપણી જે પ્રશંસા થાય છે તેમાં આપણે પૂર્વે કરેલી ગુણી પુરુષોની પ્રશંસા અને તેનાથી પ્રાપ્ત થયેલ શુભ અદષ્ટ (પુણ્ય) કારણ છે. તીર્થકરોને જે તીર્થંકરપણું પ્રાપ્ત થાય છે. તેનું કારણ તેમણે પૂર્વના તીર્થકરો પ્રત્યે પૂર્વના જન્મોમાં બતાવેલો પ્રમોદ છે.
પરમ પ્રકૃષ્ટ પુણ્યપ્રકૃતિરૂપ જે તીર્થકરનાં કર્મ છે તેના ઉપાર્જનનું કાણ પ્રમોદભાવનાની પરાકાષ્ઠા છે. તીર્થંકર નામકર્મ ઉપાર્જન કરનાર પૂર્વના તીર્થકરાદિ પ્રત્યે ઉત્કૃષ્ટ પ્રમોદભાવને ધારણ કરે છે. આવા પ્રમોદના કારણે જ તે મહાત્મા અખિલ જગતના પ્રમોદનો ઉત્કૃષ્ટ વિષય બને છે.
૫. પ્રમોદની વ્યાખ્યા : યોગશાસ્ત્રની ટીકામાં કહ્યું છે કે वदनप्रसादादिभिः गुणाधिकेषु अभिव्यज्यमाना अन्तर्भक्ति अनुराग प्रमोदः ।
ગુણાધિક પુરુષોને જોઈને મુખની પ્રસન્નતા દ્વારા અભિવ્યક્ત થતો આંતરિક ભક્તિરૂપ જે અનુરાગ તે પ્રમોદ છે.”
પ્રમોદ એટલે મહાત્માઓમાં દેખાતા શમ, દમ, ઔચિત્ય, ધૈર્ય, ગાંભીર્ય વગેરે ગુણો તરફનો માનસિક પ્રહર્ષ. આ માનસિક પ્રહર્ષ તે તે મહત્માઓ પ્રત્યેના વિનય, વંદન, સેવા, સ્તુતિ, વર્ણવાદ (પ્રશંસા) વગેરે ૧. તીર્થંકરનામકર્મને ઉપાર્જન કરનાર મહાત્માને યોગની સર્વ વિભૂતિઓ વરે છે અને તેથી તે ધર્મતીર્થના પ્રવર્તક બને છે. વિશેષ વર્ણન માટે જુઓ કર્મગ્રન્થાદિ સાહિત્ય.