________________
૩૮
ધર્મબીજ પ્રત્યે ઉપેક્ષાવૃત્તિવાળા અયોગ્ય છે, તેમના પ્રત્યે માધ્યસ્થ પ્રગટવાનું. આ તો સામાન્ય કાર્યકારણ ભાવ થયો. કેટલીક વાર પ્રમોદભાવના પ્રથમ પ્રગટે છે અને પછી બાકીની ત્રણ આવે છે.
૩. વૃત્તિઓની વિપરીતતા : ધર્મનાં ફળો જીવને ગમે છે, પણ ધર્મ કરવો ગમતો નથી. પાપનાં ફળો તરફ તેને અણગમો છે, પણ પાપથી દૂર રહી શકતો નથી. ધર્માચરણ ન ગમવાનું કારણ ધર્મ તરફ ઉપેક્ષા છે. ધર્મ પ્રત્યેની ઉપેક્ષા ઘર્મી આત્માઓ પ્રત્યે જીવને ઉપેક્ષાભાવવાળો બનાવે છે. વાસ્તવિક રીતે ઉપેક્ષા પાપ અને પાપીઓ તરફ હોવી જોઈએ, પણ ત્યાં ઉપેક્ષાને બદલે પ્રમોદ-માનસિક હર્ષ છે અને ધર્મ તથા ધર્મી આત્માઓને જોઈને આનંદ થવો જોઈએ, પણ ત્યાં તેને ઉપેક્ષા છે. એમ ઉપેક્ષાવૃત્તિ અને પ્રમોદવૃત્તિ જીવમાં અનાદિ કાળથી છે, પણ તે અયોગ્ય સ્થાને ગોઠવાયેલી છે. તેનું યથાસ્થાને નિયોજન કરવું એ જ સર્વ શાસ્ત્રોનો ઉદ્દેશ છે.
મોહના પ્રાબલ્યથી જીવને બીજાં પ્રાણીઓના સુત તરફ દ્વેષ હોય છે. અને તેથી સદાચારી પુરુષોમાં રહેલ સદાચારને જોઈને તેને હર્ષ થતો નથી. આવી જ રીતે બીજાનું સુખ, બીજાના ગુણો અને ધર્મનાં આલંબનો (જિનમંદિરાદિ) જોઈને પણ તે આનંદ અનુભવી શકતો નથી. એટલું જ નહીં, ઊલટમાં ઈષ્યભાવને ધારણ કરે છે. પોતામાં ગુણો ન હોવા છતાં કોઈ તેની પ્રશંસા કરે તો તેને આનંદ થાય છે, જ્યારે ગુણી પુરુષોના છતા ગુણોની પ્રશંસા પણ તેને ગમતી નથી. ગુણી પુરુષને જોઈને તેને ઈર્ષ્યા કે અસૂયા ઉત્પન્ન થાય છે. આ ઈષ્ય અને અસૂયા વડે તેનું મન અધિક કલુષિત બનતું જાય છે. પારકાની ૧. ધર્મનાં ફળો બતાવતાં આચાર્યપ્રવર શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ “ધર્મબિંદુ ના પ્રારંભમાં જ કહે છે કેઃ
धनदो धनार्थिनां प्रोक्त:, कामिनां सर्वकामदः ।
धर्म एवाऽपवर्गस्य, पारम्पर्येण साधकः ।। ધનના અર્થીઓને ધન આપનાર, કામના અભિલાષીઓને સર્વ કામો આપનાર અને પરંપરાએ મોક્ષનો સાધક ધર્મ જ છે. (કામો એટલે ઇન્દ્રિયોના શબ્દાદિ વિષયો, અર્થાત્ પ્રસ્તુતમાં ધન અને વિષય એવા સમજવા કે જેના ભોગવટામાં પરમ આહ્વાદ મળે, પણ
પાપ ન બંધાય) લાગે છે. ૨. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે પ્રકારના પુરુષાર્થોનો નાશ, અને પાપનું ફળ છે.