________________
પ્રમોદભાવના
::
૧. પ્રમોદનો વિષય : મૈત્રીમાં સર્વ જીવોના હિતની ચિંતા- ‘સર્વ જીવો સુખી થાઓ, કોઈ પણ દુઃખી ન થાઓ, ઇત્યાદિ ભાવના હતી, જ્યારે પ્રમોદભાવનામાં જે જીવો તાત્ત્વિક સુખને પામ્યા છે, જેઓને હવે કોઈ પણ જાતનું દુ:ખ રહ્યું નથી, અથવા તાત્ત્વિક સુખને પમાડનાર અને સર્વ દુઃખોનો ક્ષય કરવામાં સમર્થ એવા મોક્ષમાર્ગ પર જેઓ આરૂઢ થયા છે, તેમને જોઈને, તેમને ચિંતવીને, તેમનું ધ્યાન કરીને અને તેમનું નિદિધ્યાસન કરીને, અથવા તેમના ગુણોને જોઈને, વિચારીને, તે ગુણોને પ્રાપ્ત કરવાની ઇચ્છા રાખીને અને તે ગુણોનો પોતાના આત્મામાં આરોપ કરીને, અથવા શ્રી અરિહંત પરમાત્માએ બતાવેલા મોક્ષમાર્ગને જોઈને, વિચારીને, તેનું મનન કરીને, તેની જીવનમાં પ્રતીતિ કરીને અને તેનાથી થતા લાભો પર મનને સ્થિર કરીને, હૃદયમાં આનંદ અનુભવવાનો છે, હર્ષ ઉત્પન્ન કરવાનો છે, પ્રસન્ન થવાનું છે અને હું ધન્ય છું, કૃતપુણ્ય છું વગેરે વિચારવાનું છે. સારાંશ એ છે કે ગુણી પુરુષો, તેમના ગુણો અને તેમણે બતાવેલો સુંદર ધર્મ, એ ત્રણની જેમાં અનુમોદના છે તે પ્રમોદ ભાવના છે
૨. ચાર ભાવનાઓમાં કાર્યકારણભાવ : મૈત્રી ભાવના એ કારણ છે અને પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ્ય એ ત્રણ કાર્ય છે. જેનામાં સાચી મૈત્રી પ્રગટી તેનામાં અનુક્રમે ત્રણ ભાવનાઓ પ્રગટ થવાની જ. મૈત્રી આવી એટલે સર્વ જીવોના સુખની ઇચ્છા પ્રગટી, તેના પ્રથમ ફળ તરીકે ઉપર બતાવેલી પ્રમોદભાવના, દ્વિતીય ફળ તરીકે જેઓ દુઃખમાં છે તેમના તરફ કરુણા અને તૃતીય પરિણામ તરીકે જેઓ સુખને પામવાના અને દુઃખ ને દૂર કરવાના માર્ગ ૧. આચાર્ય ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજીકૃત ‘ષોડશક’માં પાતંજલયોગસૂત્ર’માં ‘વિશુદ્ધિમ’ વગેરે બૌદ્ધગ્રંથોમાં આ ભાવનાને ‘મુવિ’ એવું નામ આપવામાં આવ્યું છે. ‘વિસુદ્ધિમમ્મ’માં ‘પમોવનવા મુવિતા’ એવી વ્યાખ્યા કરવામાં આવી છે.