________________
ધર્મનું મૂળ
અનંત ઉપકારી શ્રી તીર્થંકર પરમાત્માએ ઉપદેશેલા ધર્મનું મૂળ મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યશ્ય ભાવના છે. આ ચારે ભાવનાઓનું સ્વરૂપ જાણીને-તેનો જીવનમાં અભ્યાસ કરવાથી અહિંસા, સંયમ અને તપસ્વરૂપ ધર્મ આત્મસાત્ બને છે.
ધર્મની સિદ્ધિ મેળવવાની ચાહના રાખનાર સાધક માટે મૈત્ર્યાદિ ભાવનાઓથી પોતાના ચિત્તને સારી રીતે ભાવિત બનાવવું એ અત્યંત જરૂરી છે. જેમણે આ ભાવનાઓ જાણી નથી, જાણવા છતાં તેનો અભ્યાસ કર્યો નથી તેમને ધર્મની પ્રાપ્તિ અત્યંત દુર્લભ બની જાય છે. ચાર ભાવો :૧. સર્વ જીવોના હિતનું ચિંતન કરવું એ મૈત્રીભાવ છે. ૨. ગુણી જનોના ગુણોની અનુમોદના કરવી, બીજાના ગુણ જોઈને, જાણીને
ચિત્તમાં પ્રમોદ અનુભવવો એ પ્રમોદભાવ છે. ૩. દીન, દુ:ખી જીવોના દુઃખે આર્ટ બની, તેમનાં દુઃખ દૂર કરવાં એ કરુણા
ભાવ છે. ૪. અવિનીત, અપરાધી, દુષ્ટ જીવો પ્રત્યે મધ્યસ્થ રહેવું એ માધ્યશ્મભાવ છે. - કોઈપણ સાધકની ધર્મભૂમિકાનો, યોગ-ભૂમિકાનો વાસ્તવિક પ્રારંભ મૈત્રી આદિ ભાવનાઓથી જ થઈ શકે છે. તે વિના નહિ. ૧. મૈત્રીભાવનાઃ સમગ્ર વિશ્વને, વિશ્વના પ્રત્યેક પ્રાણી, જીવને મિત્રની દૃષ્ટિથી જોવું એ મૈત્રીભાવના છે. જ્યાં સુધી કોઈ એક જીવ પ્રત્યે પણ ચિત્તમાં દ્વેષ કે વૈરભાવની વૃત્તિ હોય છે, ત્યાં સુધી યોગની પ્રથમ દૃષ્ટિ“મિત્રા દૃષ્ટિ' પણ જીવનમાં પ્રાપ્ત થતી નથી, માટે એક પણ જીવને મૈત્રીભાવથી વંચિત રાખી શકાય એમ નથી.