________________
અર્થ, વિવેચન, શાસ્ત્રીય વિચારણા અને વ્યાવહારિક પક્ષનો વિસ્તારથી વિચાર કરવામાં આવ્યો છે. આ ચારેય ભાવનાઓના દૃષ્ટાંતો આપવામાં આવ્યા છે તેથી ભાવનાઓને સમજવાની સરળતા ઊભી થાય છે. આ ચારેય ભાવના માત્ર જૈનધર્મની જ મૂળભૂત ભાવનાઓ છે તેમ નથી પરંતુ બધા જ ધર્મોએ આ ચારેય ભાવનાનું મહત્ત્વ સ્વીકાર્યું છે. તેથી આ ચારેય ભાવનાની સર્વવ્યાપકતા પણ સિદ્ધ થાય છે. અન્ય ધર્મોમાં આ ચારેય ભાવના વિશે શું શું કહેવાયું છે તે વિશે ગ્રંથના અંતિમભાગે મૂળ સાથે અનુવાદ આવ્યો છે. તેથી આ ગ્રંથની મહત્તા ખૂબ જ વધી છે. માત્ર જૈન જ નહીં જગતના કોઈ પણ ધર્મના લોકો માટે આ પુસ્તક અવશ્ય પઠનીય છે. તેનું ચિંતન કરવાથી જગતના જીવો સાથેનો વ્યવહાર સમ્યક બને છે અને આંતરિક જીવન સદ્ધર બને છે. માટે આ ગ્રંથ અવશ્ય પઠનીય બન્યો
આ ગ્રંથના પ્રકાશનથી જિજ્ઞાસુઓને લાભ થશે. ગ્રંથ પ્રગટ કરવામાં સંસ્થાના મિત્રોનો સહયોગ પ્રાપ્ત થયો છે તે સહુનો હું અને આભાર માનું છું.
જિતેન્દ્ર શાહ