________________
मैत्रीपवित्रपात्राय, मुदितामोदशालिने ।
कृपोपेक्षाप्रतीक्षाय, तुभ्यं योगात्मने नमः ॥ મૈત્રીના પવિત્ર ભાજનભૂત, મુદિતાથી પ્રાપ્ત થયેલ સદાનંદ વડે શોભતા અને કરુણા તથા માધ્યથ્ય વડે જગપૂજય બનેલા, યોગસ્વરૂપ છે વીતરાગ ! તમને નમસ્કાર હો.
मा कार्षीत्कोऽपि पापानि, मा च भूत् कोऽपि दुःखितः ।। मुच्यतां जगदष्येषा, मतिमैत्री निगद्यते ॥ ( योगशास्त्र ४-११८) કોઈ પણ જીવ પાપ ન કરો, કોઈ પણ જીવ દુઃખી ન થાઓ અને સર્વ જીવો, કર્મથી મુક્ત થાઓ. આ પ્રકારની ભાવનાને મૈત્રી કહેવામાં આવે છે.
वदनप्रसादादिभिः गुणाधिकेषु अभिव्यज्यमाना૩ જી અનુરી : પ્રમોતઃ | ગુણાધિક પુરુષોને જોઈને મુખની પ્રસન્નતા દ્વારા અભિવ્યક્ત થતો આંતરિક ભક્તિરૂપ અનુરાગ પ્રમોદ છે.
दीनेष्वार्तेषु भीतेषु, याचनामेषु जीवितम् । પ્રતિવરપરા દ્ધ, હાથમfપથી તે (યોજાશાસ્ત્ર પ્ર. ૪-૪૨૦) દીન, આર્ત, ભયભીત, અને જીવિતને યાચતા (મરવા ન ઇચ્છતા) જીવોને દૈન્યાદિનો પ્રતિકાર કરવામાં પરાયણ બુદ્ધિને કારુણ્ય કહેલ છે.
क्षमी यत्कुरु ते कार्य, न तत् क्रोधवशंवदः । कार्यस्य साधनी प्रज्ञा, सा च क्रोधेन नश्यति ॥ જે કાર્ય ક્ષમાવાળો (સહનશીલ) કરી શકે છે, તે ક્રોધ કરનાર કરી શકતો નથી, (કારણ કે) કાર્યને સાધનારી પ્રજ્ઞા છે અને તે ક્રોધ વડે નાશ થાય છે.
૨