________________
૫૯
પ્રમોદભાવના
• ગુરુ-શિષ્યભાવ પ્રમોદભાવના પર ટકે છે. • સર્વ સત્કાર્યોનાં મૂળમાં પ્રાયઃ પ્રમોદભાવના હોય છે. પ્રમોદભાવ
પણ ચૌદ પૂર્વનો સાર છે. • ગુણદષ્ટિ કેળવો, દોષદષ્ટિ તજો. ગુણદૃષ્ટિ સંવર છે. દોષદષ્ટિ
આશ્રવ છે. • પોતાની પ્રશંસા પ્રત્યે ઉપેક્ષા અને નિંદા પ્રત્યે હર્ષ કેળવવો. • બીજાના વિકાસ પ્રત્યે પ્રમોદ કેળવવો. • ગુણ-ગુણીનું બહુમાન સભ્યત્વનું કારણ છે. • પ્રમોદભાવથી સાધના નિર્વિદન બને છે. • ભગવદ્ભક્તિ પ્રમોદભાવરૂપ છે. પ્રમોદભાવ વિનાની ક્રિયાઓ
ફળતી નથી. મોરબસામથયાં વિત્તવ ગરીચલી | સર્વ સુખોનું મૂળ ભંગવદ્ભક્તિ છે. • નિગ્રંથ સાધુ મહાત્માઓનું સમગ્ર જીવન શ્રી અરિહંત ભગવંતોની
મહાભાવ પૂજારૂપ છે. • ધર્મસ્થાનોમાં મૂર્તિમતી પ્રમોદભાવનાને જોતાં શીખો. • બીજાઓ દ્વારા વ્યક્ત થતી પ્રમોદભાવના પ્રત્યે પ્રમોદભાવ કેળવો. • ધર્મનાં પ્રત્યેક આલંબનને જોઈને હૃદયમાં હર્ષ પામો. • પ્રમોદભાવના વિના સ્વરૂપમણતાની પ્રાપ્તિ શક્ય નથી. • પ્રમોદભાવના ધર્મમાંથી થતા વિનિપાતમાંથી બચાવે છે. • વર્તમાનમાં જે દેવદુર્લભ ધર્મસામગ્રી મળી છે તેના મહત્ત્વને વિચારી
આનંદિત બનો. સર્વત્ર (વિશેષ કરીને ચતુર્વિધ સંઘની પ્રત્યેક વ્યક્તિમાં) ગુણો જોતાં શીખો.