________________
૫૮
ધર્મબીજ અન્તર્બહુમાન, અનુમોદના વગેરે. ૨. વ્યાવહારિક પ્રમોદ : ઉપર બતાવેલા આંતરિક અનુરાગાદિની સર્વ
ઇન્દ્રિયો દ્વારા અભિવ્યક્તિ, જેમ કે આંખમાં હર્ષનાં અશ્રુઓ, રોમાંચ, જિવા દ્વારા સ્તુતિ વગેરે અને વિનય, સેવા, વંદન ઇત્યાદિ. ૩. આપાતરમ્મસુખ વિષયક પ્રમોદ (પોતાનો હેય) ૪. સતસુખ વિષયક પ્રમોદ (પોતાનો હેય) ૫. અનુબંધયુક્તસુખવિષયક પ્રમોદ (ઉપાદેય) ૬. આત્મસ્થિતિવિષયક પ્રમોદ (ઉપાદેય) ૭. ધર્મનાં આલંબનો પ્રત્યે પ્રમોદ (ઉપાદેય) ૯. પ્રમોદ ભાવનાનાં ફળો ઃ યોગબીજની પ્રાપ્તિ : સત્કાર્યો કરવામાં ઉત્સાહ, ગુણવૃદ્ધિ, ગુણી પુરુષોનાં હૃદયમાં આપણા પ્રત્યે માન, તીર્થંકરપણું, લોકોમાં પ્રશંસા, આદર વગેરે સર્વગુણસંપન્નતા, સર્વદોષરહિતતા, સમ્યકત્વની નિર્મલતા, પુણ્યાનુબંધિપુણ્યનું ઉપાર્જન,
સત્ત્વ, શીલ, પ્રજ્ઞામાં વૃદ્ધિ વગેરે. ૧૦. વિશેષ મુદ્દાઓ :
• તીર્થકરોને પ્રાપ્ત થયેલ તીર્થકરત્વનું કારણ તેમણે પૂર્વે તીર્થો અને
તીર્થકરો પ્રત્યે સેવેલી પ્રમોદભાવના છે. • પ્રમોદભાવનાની પ્રાપ્તિ એ યોગબીજની પ્રાપ્તિ છે. અરિહંતોને
નમસ્કાર કરવાનો ભાવ એ યોગબીજ છે. • પ્રમોદનો પરમોત્કૃષ્ટ વિષય શ્રી અરિહંત પરમાત્મા છે. • પ્રમોદભાવના એ ગુણપ્રાપ્તિનો રાજમાર્ગ છે. • જીવનાં સર્વ અનુષ્ઠાનો પ્રમોદભાવનાથી ઓતપ્રોત હોવાં ઘટે. • પ્રમોદ વિના (શ્રી તીર્થકર ભગવંતાદિ પ્રત્યે બહુમાન વિના) સર્વ
અનુષ્ઠાનો નિષ્ફળ છે.