________________
પ્રમોદભાવના
(સંક્ષિપ્ત) ૧. નિમિત્ત કારણો ઃ સુખી, પુણ્યવાનું કે ગુણી જીવો, બીજાનું સુખ,
બીજાનાં સુખનાં સાધનો, ધર્મનાં આલંબનો વગેરે ૨. તેના સંઘર્ષમાં આવતાં ઉપાદાન કારણો : અપ્રશસ્ત રાગ, માન,
અહંકાર, પોતાના જ ગુણોનો પક્ષપાત, ધર્મ તરફ અરુચિ, પાપ પ્રત્યે રુચિ, બીજાનાં સુકૃત તરફ દ્વેષ, ગુણીને મળતાં વંદન, પ્રશંસા, સ્તુતિ, બહુમાન, આદર, સત્કાર વગેરે પ્રત્યે અણગમો, પોતાનું તે (વંદનાદિની પ્રાપ્તિ) તરફ આકર્ષણ, આત્મપ્રશંસા કરવાની ટેવ, ગુણદષ્ટિનો અભાવ, દોષદૃષ્ટિ પોતાની ક્ષુલ્લક વાત મહત્ત્વની લાગવી, બીજાની મહત્ત્વની વાત તુચ્છ લાગવી વગેરે અશુભ વૃત્તિઓ. ૩. ઉપાદાન અને નિમિત્તકારણના સંઘર્ષથી ઉત્પન્ન થતા નવા ચિત્તમલોઃ
ગુણવાનને જોઈને કે તેની પ્રશંસાદિ સાંભળીને ઈર્ષ્યા, અસૂયા, દ્વેષ, નિંદા કરવાની વૃત્તિ, ગુણીનું અપમાન થતું જાણી તે પ્રત્યે હર્ષ થવો વગેરે. ૪. તે ચિત્તમલોમાંથી ઉદ્ભવતા અનર્થો ગુણી પુરુષો સામે કાવતરાં, તેમનું
અપમાન, તેમની મશ્કરી, તેમના હૃદયમાં રહેલા આપણા પ્રત્યેના વિશ્વાસનો નાશ, લોકમાં નિંદા, લોકની અપ્રીતિ, યોગબીજનો નાશ,
દુર્લભ-બોધિતા, ગુણહાનિ વગેરે. ૫. ચિત્તમલનાશક ઉપાયોઃ સુખી કે પુણ્યવાનને જોઈને આનંદ પામવો,
ગુણોનો પક્ષપાત, ગુણી પુરુષોનું બહુમાન તેમની સ્તુતિ પ્રશંસા, વંદન, નમન, સેવા, વિનય ઇત્યાદિ કરવું, તીર્થ (સંઘ), તીર્થકરો અને ધર્મનાં આલંબનો પ્રત્યે આદર, ગુણદૃષ્ટિ, દોષદષ્ટિત્યાગ, નમસ્કાર મહામંત્રનું
સ્મરણ, ધ્યાન વગેરે. ૬. તે ઉપાયોને સંગ્રહનાર શબ્દ પ્રમોદભાવના. ૭. તેની ટૂંકી વ્યાખ્યાઓ પરસુખતુષ્ટિ, ગુણપક્ષપાત. ૮. તેના પ્રકારો :
૧. નૈક્ષયિકપ્રમોદ : ગુણ કે ગુણને જોઈને માનસિક પ્રહર્ષ, અનુરાગ,