________________
મૈત્રીભાવના
૨ ૫
પ્રજા એકી અવાજે પોકારી ઊઠી, “ધન્ય! કોશલ નરેશ અને ધન્ય! કાશીનરેશ !!
આ વાર્તાનું તાત્પર્ય એ છે કે, પ્રત્યેક જીવ પર એવો અપૂર્વ મૈત્રીભાવ કેળવો કે તેના ખાતર તમે તમારું સર્વસ્વ હોમાવા સદાને માટે તૈયાર રહો !
[શ્રી રવીન્દ્રનાથ ટાગોર કૃત કથાઓ કાહિની'ના આધારે
(૨) આશ્રિત વિષયક મૈત્રી એક દિવસ એક શેઠ બહારથી આવ્યા અને પગ ધોવા માટે પાણીની રાહ જોતા આંગણમાં ઊભા રહ્યા, પણ એમનો નોકર કામમાં હોવાથી તેને એ વાતનો ખ્યાલ ન રહ્યો.
થોડી જ વારમાં એને ખબર પડી કે એના શેઠ બહાર પાણીની રાહ જોઈને ઊભા છે; એટલે એ એકદમ રસોડામાં ગયો અને ગરમ પાણી લઈને ઉતાવળો ઉતાવળો બહાર દોડી આવ્યો. ઉતાવળમાં તે ગરમ પાણીમાં ઠંડું પાણી ઉમેરવાનું ભૂલી ગયો.
તેણે બહાર આવીને શેઠના પગ ઉપર ગરમ પાણી રેડવા માંડ્યું. આથી શેઠના પગ દાઝી ગયા અને ચામડી લાલચોળ થઈ ગઈ, પરંતુ શેઠ જરાય રોષ કર્યા વિના વહાલ(મૈત્રી)પૂર્વક શાંતિથી બોલ્યા, “અલ્યા, આટલી - બધી શી ઉતાવળ! મારા પગ દાઝી ગયા એવું ગાંડા જેવું તે આ શું કર્યું?'
(૩) તિર્યંચ વિષયક મૈત્રી એક વૈજ્ઞાનિકે એક કૂતરો પાળ્યો હતો. એક રાતે તે વૈજ્ઞાનિક પોતાના મેજ પાસે કંઈક લખતો બેઠો હતો. બાજુમાં મીણબત્તી સળગતી હતી, એવામાં કૂતરો વહાલમાં આવી જઈને મેજ તરફ ધસ્યો, તેથી મીણબત્તી કાગળો પર પડી ગઈ અને કાગળો સળગી ગયા, કેટલાંય વર્ષોની તનતોડ મહેનતને અંતે મેળવેલી માહિતીઓ તેમાં લખેલી હતી, પરંતુ કૂતરાને એની શી ખબર ?
વૈજ્ઞાનિકે કૂતરાને પોતાની પાસે લઈ વાત્સલ્ય(મેત્રી)પૂર્વક શાંત અવાજે કહ્યું, “તને ક્યાંથી ખ્યાલ હોય કે આજે તેં કેટલું ભારે નુકસાન કર્યું છે?”