________________
૨ ૬
ધર્મબીજ (૪) પીડિત વિષયક મૈત્રી એક વખત એક માણસે તેના શેઠ પાસેથી થોડા રૂપિયા ઉછીના લીધા, પરંતુ તે માણસની સ્થિતિ સારી ન હોવાથી આપવાની મુદત પૂરી થઈ તો પણ ઘણા વખત સુધી તે પૈસા આપી શક્યો નહીં.
એક વાર તે અચાનક માંદો પડ્યો અને નાણાંની ખૂબ જ ભીડમાં આવી પડ્યો, ખર્ચ વધતો જ જતો હતો અને તેની મૂંઝવણનો પાર રહ્યો ન હતો, તેવામાં એક દિવસ શેઠ તેને ત્યાં આવી ચઢ્યા, પેલો માણસ તો અકળાઈ ગયો. તેને થયું કે શેઠ તેની પાસે પૈસાની ઉઘરાણી કરવા આવ્યા છે! તે મૂંઝાતો મૂંઝાતો કહેવા લાગ્યો, “આપના રૂપિયા.'
શેઠે તેને તરત જ અટકાવીને પ્રેમાળ (મૈત્રીથી પરિપૂર્ણ) અવાજે કહ્યું, “ભાઈ ! હું કંઈ રૂપિયા લેવા આવ્યો નથી પરંતુ તમારી માંદગીના સમાચાર સાંભળી તમને આવી મુશ્કેલીના વખતે મદદરૂપ થાય, એટલા માટે રૂપિયા આપવા આવ્યો છું. તમે મૂંઝાશો નહિ, અને પૈસાની વધારે જરૂર પડે તો સંકોચ વિના જણાવજો. પછી શેઠ તેને રૂપિયા આપીને રજા લઈ પોતાને ઘેર ગયા.
[બોધક ટીકડીઓમાંથી ત્રણે થોડા ફેરફાર સાથે)
ન્યૂયોર્ક શહેરની આ વાત છે.
એક વેપારી પાસે બાર હજાર ડૉલરની કિંમતનું એક મશીન હતું, તે મશીનને વેચવા માટે તે તનતોડ પ્રયત્નો કરી રહ્યો હતો, એ જ વખતે બીજો એક હરીફ વેપારી બજારમાં ઊભો થયો. તેની પાસે પણ તેવી જ જાતનું મશીન હતું. આ વેપારીને પણ મશીન વેચવાનું હતું. આ નવા વેપારીનું મશીન સારું અને નવું હતું.
એ બે વેપારીઓનાં મૂળ નામ ન લેતાં, આપણે પૂર્વના વેપારીને A કહીશું અને બીજા વેપારીને B કહીશું.
A ના મનમાં મૂંઝવણ થતી હતી કે જ્યાં સુધી બીજા વેપારીનું નવું