________________
મૈત્રીભાવના
૨૭ મશીન બજારમાં છે, ત્યાં સુધી મારું મશીન નહિ વેચાય. આ મૂંઝવણની અસર તેની તબિયત પર થવા લાગી. આવી પરિસ્થિતિમાં તે એક પાદરી (ખ્રિસ્તી ધર્મ ગુરુ) પાસે ગયો અને તેની સલાહ માંગી. તે પાદરીનું અંતઃકરણ ખ્રિસ્તી ધર્મમાં કહેલ Divine Love' મૈત્રીભાવનાથી ભાવિત હતું.
પાદરીએ તેને સલાહ આપી, “આજથી તારે એ ચિંતવવાનું કે B નું મશીન મારા મશીન કરતાં સારું છે તે વેચાઈ જાઓ! મારું મશીન ભલે પડ્યું રહે ! B મશીન વેચવા ધારે છે તેના કરતાં પણ તેને વધુ લાભ થાઓ !”
પાદરીની સલાહ મુજબ તે રોજ ચિંતવવા લાગ્યો, જે કોઈ તેની પાસે પૂછવા આવે તેને એ જ કહે કે B નું મશીન સારું છે અને તે નવું છે, મારું જૂનું છે.
પછી મશીનના વેચાણનો દિવસ આવ્યો ત્યારે જે વેપારીને મશીન ખરીદવાનું હતું તેના માણસો મશીનની પરીક્ષા (Test) માટે B ને ત્યાં આવ્યા.
હવે જુઓ, કુદરતના નિયમોની વિચિત્રતા !
બરોબર એ જ દિવસે B નું મશીન બગડી ગયું ! તેથી પરીક્ષામાં તે પાસ થયું નહીં !
ખરીદનાર વેપારીને મશીનની તાત્કાલિક જરૂર હતી. તેના માણસો A પાસે આવ્યા, એનું મશીન હતું જૂનું, પણ પરીક્ષામાં તે પાસ થઈ ગયું અને તેને સારો નફો મળ્યો. ' મૈત્રીભાવનાથી કુદરત બધી રીતે અનુકૂળ બને છે. અને મૈત્રીના અભાવમાં કુદરત બધી રીતે બગડે છે, એવો ચોક્કસ નિર્ણય મનમાં થઈ જવો જોઈએ. એ નિર્ણય મુજબ વર્તવાથી ખૂબ જ લાભ થાય છે.
() એક માણસને બે દીકરા હતાઃ એક ૧૦ વરસનો અને બીજો બાર વરસનો. એ માણસ સ્વાર્થી હતો. એને એવી આશા હતી કે ભવિષ્યમાં આ બે દીકરા મને બહુ જ ઉપયોગી થશે, તે બે દીકરા પરનો તેનો સ્નેહ