________________
૨૮
ધર્મબીજા કલ્યાણના ઘરનો ન હતો, કારણ કે તે છોકરાઓનું ભવિષ્યમાં કલ્યાણ થાઓ, એવો તેનો આશય જ ન હતો. તે માણસ કેવળ સ્વાર્થી જ હતો એટલું જ નહીં, બહુ જ વહેમી અને ખટપટિયો પણ હતો. બીજાનું સુખ જોઈને તે ઈર્ષ્યાથી સંદેવ બળતો હતો. વહેમના કારણે તે બે છોકરાઓને પણ પોતાથી દૂર જવા દેતો નહીં. તે છોકરાઓ જો બીજાના પરિચયમાં આવતા કે બીજા પાસેથી હિતની વાત સાંભળતા તો આ માણસને લાગતું કે સામો માણસ મારા છોકરાને બગાડી નાખશે. એથી બીજાઓને સંદેવ શંકિત દૃષ્ટિએ જોતો..
તમે જાણો છો કે તેના સ્વાર્થે, સંદેહે અને ખટપટિયા સ્વભાવે તે માણસને શું આપ્યું?
થોડા જ વરસોમાં તે અસાધ્ય દરદથી જકડાઈ ગયો. કર્મની ગતિ વિચિત્ર છે, સ્વાર્થી માણસ ધારે છે કંઈ અને થાય છે બીજું જ! પછી બે છોકારાઓ તેની પાસે જવામાં ભયને પામવા લાગ્યા.
તેમાંથી એકને તો એવું લાગી ગયું કે હું મારા પિતાની પાસે જઈશ, તો તેના જેવા દરદનો શિકાર બની જઈશ. તેથી તે પિતા પાસે જતો જ નહીં. બીજો સ્વભાવથી પરોપકારી હતો, તે પિતા પાસે જતો, તેની સેવા કરતો, પણ સભયહદયથી, આખરે બાળકનું જ હૈયું ને !
“માણસ સ્વાર્થી બનીને જગત પાસેથી જે કાંઈ મેળવવા માગશે, તેમાં તેનાં બધાં પાસાં ઊલટાં જ પડવાનાં.' એ કદી પણ ભૂલતા નહીં ! તમે જો નિષ્કામ મૈત્રીથી જગતનું ભલું કરશો, તો તમારી ઇચ્છા વિના પણ શ્રી તીર્થકર ભગવંત જેવી મહાન સમૃદ્ધિઓ તમને સ્વયમેવ વરશે ! શું માણસની ઇચ્છાઓથી જ તને બધું મળે છે ? ના, ઇચ્છાથી તો તે વસ્તુ તેનાથી દૂર જાય છે ! જેને ઇચ્છા જ નથી, તેની પાસે સર્વ સારી વસ્તુઓને સ્વયમેવ આવવું પડે છે, એવો આ વિશ્વનો અકાઢ્ય નિયમ છે. આ નિયમને હૃદયમાં અત્યંત દૃઢ કરીએ, અને નિરીચ્છ બનવાના સર્વ પ્રયત્નોમાં લાગી જઈએ. એમાં જ આપણું કલ્યાણ છે !
પ્રસંગવશાત્ બીજા પણ એક વિશ્વનિયમને કલ્યાણની ખાતર અહીં જોઈ લઈએ.
કેવળ ઇચ્છા એ સર્વસ્તુની પ્રાપ્તિમાં કારણ નથી, સવસ્તુ તો