________________
૨૯
મૈત્રીભાવના યોગ્યતાને જ શોધતી હોય છે.
શ્રી ભર્તૃહરિએ ખરું જ કહ્યું છે કે “ત્રમાનિ સંઃ | સંપત્તિઓ પાત્ર(યોગ્ય)ની પાસે સ્વયમેવ ખેંચાઈને આવે છે. શ્રી તીર્થકર ભગવંતોને પ્રાપ્ત થયેલ અષ્ટમહાપ્રાતિહાર્યાદિ ઋદ્ધિઓનું કારણ તેમની પાત્રતા છે. આ પાત્રતા તેમને કોણે આપી? તેમના હૃદયમાં રહેલ વિશ્વની સમગ્ર જીવરાશિ પ્રત્યેના અનન્ય વાત્સલ્ય ! બીજી માતાઓ તો કેવળ નામની માતાઓ છે. જગતની સાચી માતા તો શ્રી તીર્થકર ભગવંત જ છે. !
તાર્કિકશિરોમણિ આચાર્ય ભગવાન શ્રી સિદ્ધસેન દિવાકરે શ્રી અરિહંત પરમાત્માને ઉદ્દેશીને સાચું જ કહ્યું છે કે,
રં મે માતા પિતા નેતા.. !' ‘તું જ મારી સાચી માતા, પિતા, નેતા..... છે.
આવો ! આપણે નિરીચ્છ બનીને કેવળ આપણી યોગ્યતાને ધર્મ દ્વારા વિકસાવવાના સર્વપ્રયત્નો કરીએ ! સંપત્તિઓ તો આપણા ચરણની દાસીઓ છે, તેમની ચિંતા કરવી આપણા જેવાને ન શોભે, દાસીની પાસે જઈને ભીખ માગવાની ન હોય !
(૭) ચંદનનો વેપારી અશુભ ચિંતનથી પરસ્પર વૈમનસ્ય જાગે છે, શુભ ચિંતનથી મૈત્રી જાગે છે.
એક હતો રાજા, નવા વરસના પ્રથમ દિવસનો દરબાર ભરાયો. પ્રજા - તરફથી અનેક સારી સારી ભેટો આવી. એક વેપારીએ અત્યંત સુગંધી ચંદન રાજને ભેટણામાં ધર્યું. તેના સુંગધથી સઘળા સભાજનોનું ચિત્ત પ્રસન્ન થઈ ગયું. ચંદન તે દેશમાં દુર્લભ દ્રવ્ય ગણાતું.
રાજા પ્રસન્ન થયો, તે વેપારી પરનો કરવેરો માફ કરવામાં આવ્યો. વેપારીએ પણ દૂર દેશથી ચંદનનો મોટો જથ્થો મંગાવ્યો.
શરૂઆતમાં તો થોડો માલ ખપ્યો, પણ પાછળથી ઘરાકી ઘટી. વેપારી મોટા જથ્થાને જોઈને ચિંતાગ્રસ્ત બન્યો, તેની ઘણી મોટી રકમ ચંદનમાં રોકાઈ હતી, માલ ન ખપે તો મોટું નુકસાન થાય તેમ હતું.