________________
સમર્પણ
વ્યવહારધર્મની વિષમ અને ઊંચી-નીચી કેડીઓમાંથી પસાર થતાં પણ જેઓનો નિર્મળ વાત્સલ્ય પ્રવાહ અખ્ખલિત રહ્યો, જેઓની સાહજિક મૈત્રીભાવનાએ ભવ્યજીવોમાં સ્વ-પર પક્ષીય દીવાલોને તોડી નાખીને નિર્મળ પૂજ્યભાવ પ્રગટાવ્યો અને તેના ફળરૂપે જેઓની વિરહવેદનાએ જેન અજૈન આબાલવૃદ્ધ સર્વનાં હૃદયને અવિસ્મરણીય આંચકો આપ્યો, જેઓના પ્રમોદપૂર્ણ આશીવાદ હજારો આત્માઓનાં જીવન ઊર્ધ્વગામી બનાવ્યાં, જેઓની કરુણાભરી દૃષ્ટિ અને દેશનાએ હજારો ભવ્યોને શ્રી વીતરાગપ્રણીત મોક્ષ માર્ગના પુનિત પંથે ચઢાવ્યા અને જેઓની કરુણાભરી ઉપેક્ષા અનેક ભારેકર્મી જીવોના કર્મનો ભાર હળવો કર્યો, તે દીર્ઘજીવીદીર્થસંયમી, દીર્ઘતપસ્વી, સંઘસ્થવિર પરમ પૂજ્ય સ્વર્ગસ્થ સૂરિદેવ શ્રીમદ્વિજય સિદ્ધિસૂરીશ્વરજીના ઉપકારોને સ્મરીને આ પુસ્તકનું સાદર સમર્પણ કરતાં હૃદય કૃતકૃત્યતાને અનુભવે છે.
- મુનિ તત્ત્વાનંદવિજય.