________________
४४
ધર્મબીજ તેમની આ દૃષ્ટિ પણ વિશિષ્ટ પ્રમોદ ભાવનાનો જ એક અંશ છે. તે અંશના અચિંત્ય પ્રભાવથી અંતે તેઓ સર્વગુણસંપન્ન અને સર્વદોષથી રહિત બની જાય છે. જ્યારે પોતાના આત્મામાં જે ગુણો નથી તે ગુણોને બતાવવાનો પ્રયત્ન કરનાર અંતે તો જગતમાં હાસ્યનું ભાજન બને છે અને પોતાના દોષો જગત ન જુવે એ માટે છુપાવનાર તો અધોગતિને પામે છે.
૧૪. સ્વપ્રશંસા પ્રત્યે ઉપેક્ષા અને સ્વનિંદા પ્રત્યે હર્ષ કેળવો: જગત આપણા ગુણોને બોલે ત્યારે આપણે એમ વિચારવું જોઈએ કે આપણી જવાબદારી વધી રહી છે, તેથી આપણે વધારે જાગ્રત બનવું જોઈએ, કોઈ આપણી નિંદા કરે તો તેનો ઉપકાર માનવો જોઈએ અને આપણા દુર્ગુણોને કહેનારને સાંભળીને આપણે આપણા દુર્ગુણોને તપાસવા જોઈએ. નિંદકને સૂક્ષ્મદર્શક યંત્રની ઉપમા આપી શકાય. જેમ સૂક્ષ્મદર્શકયંત્ર નાની વસ્તુને મોટી બતાવે છે, તેમ નિંદક આપણા નાના દોષને જગતના ચોગાનમાં મોટો કરી દેખાડે છે, તેથી તે આપણા આત્માના હિતમાં સહાયક બને છે. જગત આપણા દોષોને જુવે તેમાં જરા પણ ડરવાનું નથી. ઊલટું આપણને તે દોષો દૂર કરવાની સુંદર તક આપે છે, એમ માનીને હર્ષ પામવાનો છે. તાત્પર્ય કે પોતાના ગુણોની પ્રશંસા તરફ ઉપેક્ષાભાવથી અને પોતાના દોષોની નિંદા સાંભળી જાગ્રત થવાથી પ્રમોદ ભાવનાથી સાધનામાં ખૂબ જ આગળ વધી શકાય છે અને મનમાં પણ અપૂર્વ આનંદ વધે છે.
૧૫. આચાર્ય શ્રી બપ્પભટ્ટસૂરિ તેમના સમયમાં તેઓ પ્રથમ પંક્તિના વિદ્વાન હતા. એક વખત આમરાજાએ તેમની પ્રશંસા કરતાં કહ્યું કે, “આપશ્રીની વિદ્વત્તા અગાધ છે.' સૂરિજી પોતાની પ્રશંસા તરફ ઉપેક્ષા વૃત્તિવાળા હતા તેથી તેઓશ્રીએ જવાબ આપ્યો, “પૂર્વ મહર્ષિઓના અગાધ જ્ઞાનસમુદ્રની તુલનામાં મારું જ્ઞાન એક બિંદુ જેટલું પણ નથી.” રાજા તો આવો સુંદર ઉત્તર સાંભળીને સ્તબ્ધ જ બની ગયો. ધન્ય છે તેઓની લઘુતાને !
૧૬. મહાત્મા દૃઢપ્રહારીઃ તેઓનું ચરિત્ર તો પ્રસિદ્ધ છે. બ્રાહ્મણ, સ્ત્રી, બાળક અને ગાય ચારની હત્યા કરતાં તેમણે નરક ગતિને પ્રાયોગ્ય કર્મો સંચિત કર્યા હતાં, તેના પ્રાયશ્ચિત્ત તરીકે છ મહિના સુધી તેઓ ચાર આરનો ત્યાગ કરીને નગરના પ્રવેશદ્વાર પર ધ્યાનસ્થ અવસ્થામાં રહ્યા હતા. લોકોનાં ટોળાઓ ત્યાં રોજ ભેગાં થતાં અને નિંદા, ગાળો, પ્રહારો વગેરેની વર્ષા એ