________________
પ્રમોદભાવના
૪૫
મહાત્મા પર વરસતી, છતાં આ બધું તે સમતાપૂર્વક સહન કરી ધ્યાનમાં મસ્ત રહેતા, આવી જાતની સમતા અને ઉલ્લાસે અંતે તેમનાં સર્વ કર્મોને બાળી નાખ્યાં અને કેવલજ્ઞાન અપાવ્યું. નિંદામાં સમતા ધારણ કરનાર એ મહાત્માની જેટલી અનુમોદના કરીએ તેટલી થોડી જ છે.
૧૭. બીજાના વિકાસ પ્રત્યે પ્રમોદ કેળવો ઃ બીજાના નાનકડા ગુણની પણ કોઈ પ્રશંસા કરતું હોય તો તે સાંભળીને હર્ષ થવો જોઈએ. આ હર્ષથી આપણામાં તેવા ગુણો પ્રગટે છે. આપણી અત્યંત નિકટમાં જે વ્યક્તિઓ રહેતી હોય તેમના ગુણો વિશેષે કરીને જોવા જોઈએ અને દરેક વ્યક્તિ આગળ વધે તે માટે સર્વ પ્રયત્નો કરવા જોઈએ, તેમના દોષો કદી પણ જોવા નહીં, કારણ કે તેથી પરસ્પર સંઘર્ષ ઉત્પન્ન થાય છે. હા, બીજાના દોષો હિતદષ્ટિએ જોવાય તો નિષેધ નથી. આપણા વ્યક્તિગત વિકાસને ગૌણ કરીને જો આપણે બીજાના વિકાસમાં સહાય કરીએ છીએ તો પરિણામે કુદરત આપણો વિકાસ કરે છે. પણ જ્યારે બીજાઓના વિકાસમાં વ્યાઘાતો ઊભા કરીને આપણે આગળ વધવાના પ્રયત્નો કરીએ છીએ ત્યારે કુદરત આપણા વિકાસને રોકે છે. તાત્પર્ય એ છે કે બીજાઓના વિકાસ પ્રત્યે પ્રમોદ કેળવવો જોઈએ.
:
૧૮. ગુણબહુમાન સમ્યક્ત્વનું કારણ છે ઃ સર્વગુણોની પ્રાપ્તિ માટે સર્વ વ્યક્તિઓમાં રહેલ નાના મોટા સર્વ ગુણો તરફ પ્રમોદ કરવો અત્યંત આવશ્યક છે. ગુણો તરફનો પ્રમોદ તો જ સાચો કહેવાય કે જો ગુણી પ્રત્યે પણ બહુમાન હોય. બીજામાં રહેલા ગુણોની અનુમોદના નથી ત્યાં નિર્મલ સમ્યક્ત્વ પણ નથી.
૧૯. ગુણપ્રાપ્તિનો રાજમાર્ગ : આપણામાં જે ગુણ નથી તે ગુણની પ્રાપ્તિ માટે પ્રમોદભાવના એ જ રાજમાર્ગ છે. તે ગુણ જેમનામાં પ્રકાશને પામ્યો હોય તેમના તરફનું બહુમાન વધારવું જોઈએ. આપણામાં બ્રહ્મચર્ય ગુણ પ્રગટાવવો હોય, તો અબ્રહ્મના મૂળ કારણ મોહનીય કર્મનું જેમણે સમૂલ ૧. ભાવથી જિનોક્તપદાર્થોનું શ્રદ્ધાન.
૨. મોહનીય કર્મ : જૈન સિદ્ધાંત મુજબ કર્મ સત્ છે. કર્મના અણુઓ, જ્ઞાનાદિ આત્મિક, શક્તિઓને આવરે છે અને બાહ્ય શુભાશુભ સામગ્રીનો યોગ કરાવે છે. કર્મ સાહિત્ય આ કર્મના અણુઓની જ્ઞાનાવરણીયાદિ ૮ સ્કૂલ વિભાગોમાં વહેંચણી કરે છે. મોહનીય કર્મના અણુઓ આત્માને હેયમાં ઉપાદેયની અને ઉપાદેયમાં હેયની બુદ્ધિ તથા પ્રવૃત્તિ કરાવે છે. વિશેષ સમજ માટે જુઓ ‘કર્મગ્રંથ’ વગેરે.