________________
૪૬
ધર્મબીજા ઉમૂલન કર્યું હોય છે, એવા શ્રી વીતરાગ ભગવંતો તરફ આપણું ચિત્ત પરમ આદરવાળું બનાવવું જોઈએ. આ આદરપ્રમોદથી યુક્ત એવા ચિત્ત વડે આપણને તે પુણ્ય બંધાય છે કે જેના બળે બ્રહ્મચર્યની સાધનામાં આવતાં વિદનો સામે આપણને જ મળે છે. તે પુણ્ય આપણને પતનના પ્રસંગમાંથી બચાવી લે છે. ગુણી પુરુષો પ્રત્યેના આદર વિના ગુણની પ્રાપ્તિ થતી નથી.
૨૦. પ્રમોદભાવથી સાધના નિર્વિદન બને છે? આપણે જોઈએ છીએ કે આપણી સાધનામાં અનેક પ્રકારનાં વિદનો વારંવાર આવે છે. તેનું કારણ એ છે કે આપણે પૂર્વે પ્રમોદભાવનાનું સેવન સારી રીતે કર્યું નથી. જો તેનું ઉત્કૃષ્ટ સેવન કર્યું હોય તો આપણને વિઘ્નો આવત જ નહીં, અથવા આવત તો તેને તોડી નાખવાનું અપૂર્વ વીર્ય આપણી પાસે હોત. સૌથી પ્રબળ વિદન પ્રમાદ છે. જ્યાં સુધી જીવમાં પ્રમાદ છે ત્યાં સુધી પ્રમોદભાવના તેને અત્યંત આવશ્યક છે. આજે ભલે આપણી સાધનામાં અનેક વિદનો દેખાતાં હોય પણ જો પ્રમોદભાવના ભરપૂર હશે, તો આપણી ભવિષ્યની સાધના અવશ્યમેવ નિર્વિદન બનશે. ' ,
૨૧. નમસ્કાર મહામંત્રઃ પ્રમોદભાવના જાગ્રત રહે અને તે દ્વારા આપણું પુણ્ય વધતું જ રહે તે માટે શાસ્ત્રકારો શ્રી ‘નમસ્કાર મહામંત્ર' નું વારંવાર સ્મરણ કરવા કહે છે. આ મંત્રનું સ્મરણ-ધ્યાન એ પ્રમોદ ભાવનાની ઉપાસનાનું સર્વશ્રેષ્ઠ સાધન છે. શ્રી નમસ્કાર મહામંત્ર એ પ્રમોદભાવનાનો અર્ક છે-નિચોડ છે. તેને ચૌદપૂર્વનો સાર કહેવામાં આવે છે, અર્થાત્ ચૌદપૂર્વો એ શ્રી “નમસ્કાર મહામંત્રનો વિસ્તાર છે. આ નમસ્કાર મહામંત્રનો સાર પ્રમોદભાવના છે, તેથી પ્રમોદભાવને પણ ચોદપૂર્વોનો સાર કહી શકાય. જેમ નમસ્કાર સર્વ શાસ્ત્રોમાં અનુસ્મૃત – વ્યાપ્ત છે, તેમ પ્રમોદભાવના પણ સર્વ શાસ્ત્રોમાં વ્યાપ્ત છે. “નમસ્કાર મહામંત્ર' માં રહેલા “નમસ્' એ મોક્ષનું બીજ છે અને તે પ્રમોદભાવનાનું દ્યોતક છે. “નમસ્કાર મહામંત્ર' ને સર્વ મંગલોમાં પ્રથમ મંગલ અને સર્વપાપપ્રણાશક બનાવનાર જો કોઈ હોય તો તે પ્રમોદભાવ છે. તેથી જ પ્રમોદભાવ પણ સર્વ મંગલોમાં પ્રથમ મંગલ અને સર્વ પાપપ્રણાશક છે.
૧. ચૌદપૂર્વ = સમગ્ર જૈન વાડ્મય.