________________
પ્રમોદભાવના
૪૭ ૨૨. ભાવનમસ્કાર પ્રમોદભાવરૂપ છે : નમસ્કાર બે પ્રકારનો છે: ૧. દ્રવ્યનમસ્કાર અને ૨. ભાવનમસ્કાર. કાયા અને વાણીના ઉપચાર વડે કરાય તે દ્રવ્યનમસ્કાર અને માનસિક વિશુદ્ધિ અને પરમ ઉલાસ વડે થાય તે ભાવનમસ્કાર છે. પાપોનો નાશ કરવામાં ભાવનમસ્કાર મુખ્ય ભાગ ભજવે છે. આ ભાવનમસ્કાર પ્રમોદભાવનારૂપ છે, એ ભૂલવાનું નથી.
૨૩. પ્રમોદભાવના યોગબીજ છે ? યોગની શરૂઆત પ્રમોદભાવનાથી થાય છે, માટે પ્રમોદભાવનાને શાસ્ત્રકારો “યોગબીજ' કહે છે. ચરમ પુદ્ગલ-પરાવર્તમાં જીવને હેય ભાવોમાં હેયબુદ્ધિ અને ઉપાદેય ભાવોમાં ઉપાદેયબુદ્ધિ પ્રગટે છે. જીવની યોગ્યતા વધતાં તેને જ્યારે શ્રી સદ્ગુરુ પ્રત્યે પૂજ્યભાવ પ્રગટે છે ત્યારે તેમના ઉપદેશથી શ્રી અરિહંત પરમાત્માની સાથે તેનો માનસિક સંબંધ થાય છે. શ્રી અરિહંત પરમાત્મા પ્રત્યેનો દ્વેષ ટળી જવો, તેમના પ્રત્યે ચિત્ત પ્રીતિવાળું બનવું, તેમને નમસ્કારાદિ કરવાનો ભાવ આત્મામાં જાગવો વગેરે તેઓની સાથેનો માનસિક સંબંધ સમજવો. આ માનસિક સંબંધ તે “યોગબીજ છે. અર્થાત્ અહીંથી યોગની શરૂઆત થાય છે. આ માનસિક સંબંધ પ્રમોદભાવરૂપ હોવાથી પ્રમોદભાવને જ યોગબીજ કહેવામાં આવે તો તે યુક્તિયુક્ત છે.
૨૪. ભગવદ્ભક્તિ ઃ ભગવદ્ભક્તિને મુક્તિની દૂતી માનવામાં આવે છે. ભક્તિ એ મુક્તિનું અવંધ્ય કારણ છે. તે ભક્તિનાં મંડાણ પણ પ્રમોદભાવના પાયા પર જ થાય છે. ભગવાનના સ્વરૂપ પ્રત્યે-ગુણો પ્રત્યે હૃદયમાં પ્રમોદ ન હોય તો ભક્તિ થાય જ શી રીતે ? .. શ્રી જિનેશ્વરોની ભક્તિથી પૂર્વસંચિત કર્મો ખરી પડે છે. ભક્તિમાં
૧. ચરમ પુદ્ગલપરાવર્ત = ધર્મની પ્રાપ્તિનો કાળ. ૨. મૌલાનાથ, મન્નેિવ પીરસી ' વિવેક ચૂડામણિ. ગ્લો) ૩૨
મોક્ષની કારણસામગ્રીમાં ભક્તિ એ જ મોટી છે. ‘સર્વાસામાં સિદ્ધિનાં, મૂર્વ તારાનમ્ | ભાગવત સ્કંધ ૧૦.
સર્વ સિદ્ધિઓનું મૂળ તેમનાં ભગવાનનાં ચરણોની પૂજા છે. 3. 'मलीई जिणवराणं, खिज्जंति पुव्वसंचिआ कम्मा ।'
(આવશ્યક નિર્યુક્તિ ગાઇ ૧૦૯૭)