________________
૪૮
ધર્મબીજ થતી એ અપૂર્વ કર્મનિર્જરામાં જો કોઈ અનન્ય કારણ હોય તો તે ભાવોલ્લાસ છે. આ ભાવોલ્લાસ પ્રમોદરૂપ હોવાથી પ્રમોદભાવ જ કર્મનિર્જરાનું પ્રબળ સાધન છે, એમ ફલિત થાય છે. કહ્યું છે કે –
‘क्रिया: प्रतिफलन्ति न भावशून्याः । ભાવશૂન્ય ક્રિયાઓ ફળ આપતી નથી.
ભાવથી સહિત એવી નાની પણ ક્રિયા મહાન ફળને આપે છે. રાવણે અષ્ટાપદપર્વત ઉપર અત્યંત ભાવોલ્લાસરૂપ પરમ પ્રમોદભાવ સહિત શ્રી જિનેશ્વર ભગવંતની ભક્તિ કરી તેના પ્રભાવથી તેણે શ્રી તીર્થકરના કર્મ ઉપામ્યું. “માત્ર પાંચ કોડીનાં ફૂલડાં પરમ ઉલ્લાસપૂર્વક પ્રભુનાં ચરણે ચઢાવ્યાં તેથી પરમહંત શ્રી કુમારપાલને અઢાર દેશનું રાજ્ય મળ્યું વગેરે શાસ્ત્રપ્રસિદ્ધ છે.
રપ. દ્રવ્યભક્તિ અને ભાવભક્તિઃ ભક્તિના બે પ્રકાર છે ઃ ૧. દ્રવ્ય અને ૨. ભાવ. અહીં દ્રવ્યભક્તિ એટલે ભાવભક્તિનું કારણ સમજવું. ઊંચી કિંમતનાં પુષ્પાદિ દ્રવ્યો વડે કરાતાં શ્રી વીતરાગ ભગવંતનાં પૂજાદિ કાર્યો દ્રવ્યભક્તિ છે અને (જિનેશ્વરાદિ પ્રત્યે બહુમાન, પૂજ્યભાવ, તેઓનો ગુણાનુરાગ, તથા) તેવા ભાવસહિત જિનાજ્ઞાનુસારે સંયમ(ચારિત્ર)નું પાલન વગેરે ભાવભક્તિ છે. તેમાં સમક્તિદષ્ટિ વગેરેને દ્રવ્યભક્તિ હોય છે. જ્યારે નિર્ગથ સાધુ મહાત્માઓને ભાવભક્તિ જ હોય છે. ભાવભક્તિનો
ભાવનોપવીત માનસા નામનો એક પ્રકાર કહ્યો છે. તે ગૃહસ્થને પણ હોઈ શકે છે. નિગ્રંથ મહાત્માઓને ભાવભક્તિ ત્રણ પ્રકારની હોય છે. કાયિકી, વાચિક અને માનસિકી. તેમાં જિનાજ્ઞા પ્રમાણે આહાર લેવો, પાદવિહાર કરવો, પરીષહો સહવા વગેરે નિર્દોષ ક્રિયાઓ કરવી એ શ્રી અરિહંત પરમાત્માની કાયિકી; કંઠ દ્વારા ભગવત્ સ્તુતિ, સ્વાધ્યાય વગેરે કરવું તે વાચિકી અને તત્ત્વોની અનુપ્રેક્ષા વગેરે કરવું તે માનસિકી ભાવભક્તિ છે. તાત્પર્ય કે નિગ્રંથ મહાત્માઓનું સમગ્ર જીવન એ શ્રી અતિ પરમાત્માની ભાવભક્તિ (ભાવપૂજા, પ્રમોદ ભાવના) રૂપ છે. શ્રી અરિહંત પરમાત્મા પોતાની સાધનાના કાળમાં જેવું સુંદર જીવન જીવ્યા અને તેમના જે આદર્શો ૧. આ ભક્તિ શુદ્ધ સ્થાનમાં કેવળ મન વડે જ શ્રી વીતરાગ પરમાત્માનાં બિંબની કલ્પવૃક્ષાદિનાં પુષ્પો, ક્ષીરસમુદ્રનું જળ વગેરે વડે કલ્પિત પૂજા કરવાથી થાય છે.