________________
૪૯
પ્રમોદભાવના
હતા, તેવું જ નિર્દોષ જીવન જીવવાના પ્રયત્નો અને તેવા જ આદર્શો નિર્પ્રન્થ મહાત્માઓ સેવતા હોય છે. તેથી આ ભાવભક્તિને અભેદોપાસના પણ કહેવામાં આવે છે. આવી ભાવભક્તિના પ્રભાવથી આત્મા પરમાત્માસ્વરૂપ બની જાય છે. ઉપર જે દ્રવ્યભક્તિ કહી, તેને ભેદોપાસના પણ પ્રમોદભાવના તો કહેવામાં આવે છે. દ્રવ્યભક્તિ અને ભાવભક્તિ બંનેમાં પ્રમોદભાવના તો હોય જ છે. તે વિના બન્ને નિષ્પ્રાણ છે.
ભક્તિના જપ, ધ્યાન વગેરે પણ પ્રકારો છે. આ બધા પ્રકારોમાં મુખ્યતા તો પ્રમોદની જ છે. જપ, ધ્યાન વગેરેથી પ્રમોદભાવના પરમ વિકાસને પામે છે. ઉલ્લસિત પ્રમોદ વડે થતો જપ વગેરે તત્ત્વપ્રકાશનાં અવય કારણો છે. શુકલધ્યાન એ શ્રી અરિહંત પરમાત્માની પરમોચ્ચ ભાવભક્તિ છે.
ધર્મધ્યાનનો નંબર તેનાથી નીચો આવે છે.
જે મુમુક્ષુને દેવાધિદેવમાં પરમ ભક્તિ હોય છે અને તેવી જ સદ્ગુરુ પ્રત્યે હોય છે, તેના જ હ્રદયમાં શ્રી જિનોક્ત તત્ત્વોનો પરમ પ્રકાશ થાય છે, તેના અભાવમાં બીજાને તેવો પ્રકાશ કદાપિ મળતો નથી.
૨૬. ધર્મ મહાસત્તા ઃ ભાવથી અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મને શરણે જવું, તે પણ એક પ્રકારની સુંદર પ્રમોદ ભાવના છે. સમગ્ર વિશ્વ પર ધર્મમહાસત્તા અત્યંત વ્યવસ્થિત અને અસ્ખલિત રીતે અનાદિ કાળથી પોતાનું સામ્રાજ્ય ચલાવી રહી છે. તેનું ધ્યેય છે સૌને પરમસુખમય સિદ્ધ બનાવવાનું. આ મહાસત્તાના મહાપ્રતિનિધિ, ધર્મવરચા તુરંત ચક્રવર્તી એવા શ્રી અરિહંત ભગવંતો છે. તેઓના આદેશ પ્રમાણે એ ધર્મમહાસત્તાનું કાર્ય વ્યવસ્થિત રીતે ૧. દ્રવ્યપૂજોચિતા ભેદોપાસના ગૃહમેધિનાં ।
ભાવપૂજા તુ સાધૂનામભેદોપાસનાત્મિકા II જ્ઞાનસાર પૂજાષ્ટક
સ્વોપજ્ઞ ટબો– ‘ગૃહસ્થોને ભેદપૂર્વક ઉપાસના સેવા કરવારૂપ દ્રવ્યપૂજા ઉચિત છે અને અભેદ ઉપાસનારૂપ ભાવપૂજા સાધુને યોગ્ય છે. જો કે ગૃહસ્થને ‘ભાવનોપવીત માનસા’ નામે ભાવપૂજા હોય છે, પણ કાયિકી (ભાવપૂજા) તો ચારિત્રવંતને જ હોય, એ વિશેષતા છે.’
૨. ચર્ચ તેવું પરા મન્તિ:, ચથા તેવે તથા ગુરૌ । तस्यैते कथिता अर्था: प्रकाशन्ते महात्मनः ।।