________________
છે. અધાર્મિક અવસ્થામાં મૈત્રી (સ્નેહ) કેવળ પોતાના આત્મા જેટલી જ સંકુચિત હોય છે, અર્થાત્ આત્મા કેવળ પોતાના જ સુખની ચિંતા કરે છે; જ્યારે ઘાર્મિક અવસ્થામાં તે સર્વનાં સુખની (હિતની) ચિંતા કરે છે. પ્રથમ અવસ્થામાં પ્રમોદ કેવળ પોતાના ગુણો પ્રત્યે હોય છે, જ્યારે દ્વિતીય અવસ્થામાં તે પ્રમોદનું સ્થાન સર્વ ગુણી જીવો બને છે. પૂર્વદશામાં કરૂણાનો વિષય કેવળ વ્યક્તિગત દુઃખ હોય છે, અર્થાત્ “મારું દુઃખ દૂર થાઓ,” એવી સંકુચિત ઇચ્છારૂપે હોય છે, જ્યારે ઉત્તર દશામાં કરૂણા સર્વ દુઃખી જીવોનાં દુઃખ દૂર કરવા જેટલી વિશાળ બને છે. અજ્ઞદશામાં માધ્યય્ય(ઉપેક્ષા)ના વિષય ધર્માત્માઓ, ધર્મ અને ધર્મનાં સાધનો હોય છે; જ્યારે જ્ઞાનદશામાં માધ્યસ્થ પાપાત્માઓ, પાપનાં સાધનો અને પાપ પ્રત્યે હોય છે.
પૂર્વ અવસ્થામાં બીજાઓ તેના પ્રત્યે મૈત્રીને ધારણ કરે, એ તેને ઇષ્ટ હોય છે; પણ તે બીજાઓ પ્રત્યે મૈત્રી બતાવતો નથી. બીજાઓ પોતાના ગુણોને જોઈને આનંદ પામે, એ તેને ગમે છે; પણ તે ગુણોને જોઈને આનંદ પામે, એ તેને ગમે છે; પણ તે ગુણવાન પુરુષો પ્રત્યે પ્રમોદ ધારણ કરતો નથી. તેના કરતાં અધિક સુખી આત્માઓ તેના પ્રત્યે કરુણાને ધારણ કરે છે તેને રુચે છે, પણ તેના મનમાં દુઃખી જીવો પ્રત્યે કરૂણા ઉત્પન્ન થતી નથી. તેનાથી કોઈ પણ પાપાચરણ થઈ જાય ત્યારે બીજાઓ તે વિષયમાં મધ્યસ્થ (મૌન) રહે, એ તેને ગમે છે; પણ બીજાઓનાં પાપ પ્રત્યે તે મધ્યસ્થ રહી શકતો નથી. ધર્મપ્રાપ્તિ પછી આ બધી ભૂમિકાઓ ફરી જાય છે. - ઉપરનાં વિવેચન ઉપરથી સમજાશે કે મૈયાદિભાવો જીવમાં (વિપરીતપણે) અનાદિકાળથી રહેલા જ છે, પણ ધર્મપ્રાપ્તિ પછી તે ભાવોના વિષય ફરી જાય છે.
આ ભાવનાઓના વિષય જ્યારે વિપરીત હોય છે, ત્યારે તેઓ આર્ત અથવા રોદ્ર ધ્યાનરૂપ હોય છે, જેમકે કેવળ પોતાના જ સુખનું ચિંતન ૧. ધ્યાન એટલે ચિત્તની એકાગ્રતા. જૈન શાસ્ત્રોમાં ધ્યાનનાં આર્ત, રૌદ્ર, ધર્મ અને શુક્લ એમ
ચાર પ્રકારો બતાવવામાં આવ્યા છે. તેમાં આર્તધ્યાન અને રૌદ્રધ્યાન અશુભ હોવાથી હેય છે, ધર્મધ્યાન અને શુક્લધ્યાન પવિત્ર હોવાથી અનુષ્ઠય છે. અપ્રાપ્ત અનુકૂળતાના સંયોગનું, પ્રાપ્ત અનુકૂળતાના અવિયોગનું, અપ્રાણ પ્રતિકૂળતાના અસંયોગનું અને પ્રાણ પ્રતિકૂળતાના વિયોગનું ચિંતન, તે આર્તધ્યાન છે. આ જ આર્તધ્યાન રુદ્ર (ઉગ્ર)
२७