________________
પ્રારંભિક વક્તવ્ય
આ વિશ્વ જીવાજીવાત્મક છે. આપણા આત્માનો જીવો અને અજીવો (સચેતન-અચેતન પદાર્થો) સાથેનો સંબંધ અનાદિકાળનો છે. તે સંબંધને યોગ્ય ન્યાય ન આપવાનાં કારણે જ આપણે અત્યાર સુધી આ સંસારમાં પરિભ્રમણ કર્યું છે. એ સંબંધના ઔચિત્યનું રહસ્ય મૈત્યાદિ ચાર ભાવનાઓમાં રહેલું છે. આ રહસ્યની સમજણ આવતાં જ આધ્યાત્મિક વિકાસ ઝડપી થાય છે.
મૈત્રી એટલે સર્વ જીવોનાં હિતનું ચિંતન, પ્રમોદ એટલે ગુણોનો પક્ષપાત, કરુણા એટલે દુઃખીઓનાં દુઃખ દૂર કરવાની ઇચ્છા અને માધ્યશ્ય એટલે પોતાની વિષમ પરિસ્થિતિ પ્રત્યે અથવા પાપી જનો પ્રત્યે ઉપેક્ષા. આ ચાર વ્યાખ્યાઓ સામાન્યથી સમજવી; વિશેષ વ્યાખ્યાઓ તો તે તે ભાવનાના વિશેષ વિવેચન પ્રસંગે કરવામાં આવશે.
મૈત્રી ભાવના સર્વજીવો સાથેનો આપણો સંબંધ કેવો હોવો જોઈએ, તે બતાવે છે. પ્રમોદભાવના ગુણવાન પુરુષો અને ધર્મનાં શુભ આલંબનો (જિનપ્રતિમાદિ) પ્રત્યેનો આપણો સંબંધ કેવો હોવો જોઈએ, તે કહે છે. કરૂણા ભાવના દુઃખી પ્રાણીઓ પ્રત્યે આપણો સંબંધ કેવો હોવો જોઈએ, તે સૂચવે છે. માધ્યશ્મભાવના પાપી જનો પ્રત્યે, સર્વ અચેતન વસ્તુઓ પ્રત્યે અને તે વસ્તુઓના સંપર્કમાં આવવાથી ઉત્પન્ન થતા આત્મિક વિભાવો પ્રત્યે આપણો સંબંધ કેવો હોવો જોઈએ, તે દર્શાવે છે. આવી રીતે આ ચાર ભાવનાઓનો વિષય સમગ્ર સચેતન અને અચેતન વસ્તુઓ બને છે.
આ ચાર ભાવનાઓ જીવ માટે નવી નથી, અનાદિ કાળથી તે વિપરીત (વાસના) રૂપે જીવમાં રહેલી છે. જીવનો પ્રત્યેક અધ્યવસાય (આત્મપરિણામ) આ ચાર ભાવનાઓમાંની એકાદથી તો અવશ્ય રંગાયેલો હોય છે. ધર્મની પ્રાપ્તિ પૂર્વે આ ચાર ભાવનાઓનો વિષય વિપરીત હોય છે; ધર્મપ્રાપ્તિ પછી તે સમ્યક બને ૧. વિભાવ = આત્માની અસ્વસ્થતા (રાગ, દ્વેષ વગેરે.)
२६