________________
તે આર્તધ્યાન છે. ભાવનાઓના વિષય જ્યારે “સમ્યક બને છે, ત્યારે આ ભાવનાઓ ધર્મધ્યાનનું અંગ બની જાય છે, જેમકે “સર્વના હિતની ચિંતા રૂપ મૈત્રી એ ધર્મધ્યાનનું એક અંગ છે. ભાવનાઓના વિષયની વિચારણા આ રીતે પણ કરી શકાય છે. અધાર્મિક અવસ્થામાં જીવને અન્ય જીવો પ્રત્યે ઈર્ષા, દ્વેષ, અસૂયા વગેરે હોય છે, જ્યારે ધાર્મિક અવસ્થામાં મૈત્રી આવે છે. પૂર્વ અવસ્થામાં ગુણીજનો પ્રત્યે ઉપેક્ષા કે તિરસ્કાર હોય છે, જ્યારે ઉત્તર અવસ્થામાં તેમના પ્રત્યે પ્રમોદ આવે છે. પ્રથમ દિશામાં દુઃખીઓનાં દુઃખ તરફ જુગુપ્સા (વૃણા) કે ઉપેક્ષા હોય છે, જ્યારે ઉત્તર અવસ્થામાં કરુણા હોય છે. પૂર્વે અજ્ઞદશામાં - પાપીઓ અને પાપનાં સાધનો તરફ પ્રમોદ હોય છે, જ્યારે જ્ઞાનદશામાં તેમના તરફ માધ્યશ્ય હોય છે. તાત્પર્ય એ છે કે જે ભાવનાનો જે વિષય ન હોય, તેને તે ભાવનાનો વિષય બનાવવો, એ “વિપરીતત્વ' છે; જેમ, કેટલાક જીવોને ધર્મ પ્રત્યે અરુચિ હોય છે, તેઓ પ્રમોદ ભાવનાનો વિષય જે “ધર્મમાં તેના પ્રત્યે ઉપેક્ષા ધરાવે છે. આને જ ભાવનાનું “અસ્થાન નિયોજન” કહેવાય. આવું નિયોજન જ સંલેશોનું મૂળ છે.
શ્રી શાસ્ત્રકાર ભગવંતો આ ભાવનાઓને ધર્મનું મૂળ કહે છે. તેનું તાત્પર્ય એ છે કે, આ ચાર ભાવનાઓથી ધર્મની શરૂઆત થાય છે, ધર્મ પુષ્ટ બને છે અને ધર્મનાં પ્રત્યેક અંગમાં આ ચાર ભાવનાઓમાંની એકાદ ભાવના તો હોય જ છે. આપણી મનોભૂમિમાં પણ જો “ધર્મ' રૂપ કલ્પવૃક્ષને કાયમ રાખવો હોય, તો તે કલ્પવૃક્ષના મૂળ રૂપ આ ભાવનાઓને આપણે પુષ્ટ કરવી જ પડશે.
પોતાના ચિત્તમાં રહેલા ભાવનાઓનાં આ વૈપરીત્યને દૂર કરીને સમ્યક્તીને લાવવું, એ સાધકનું પ્રથમ કર્તવ્ય બને છે.
ક્ષયરોગવાળાને જેમ વસંતમાલતી, સુવર્ણ, લોહ, અભ્રક વગેરે રસાયણો પુષ્ટિ આપે છે, તેમ આ ચાર ભાવનાઓ આર્ત અને રોદ્રધ્યાનથી થતા આંતરિક ક્ષયનો નાશ કરીને ધર્મધ્યાનરૂપ આત્મદેહને પુષ્ટ કરે છે.
બની જ્યારે હિંસા, અસત્ય, ચોરી વગેરેની પરંપરામાં પરિણમે, ત્યારે તે રૌદ્રધ્યાન કહેવાય છે. ધર્મ સંબંધી વિચારણા (જીવાદિ તત્ત્વવિચારણા, કર્મસ્વરૂપની વિચારણા, લોકના સ્વરૂપની વિચારણા વગેરે) તે ધર્મધ્યાન છે. ધર્મધ્યાનની પરાકાષ્ઠા પછી થતા આત્માનુભવને શુક્લધ્યાન કહેવાય છે.
२८