________________
ત્રુટિત થયેલી ધર્મધ્યાનની ધારાને આ ભાવનાઓ જોડી આપે છે. आत्मानं भावयन् आभि: भावनाभिर्महामति: । त्रुटितामपि संधत्ते विशुद्धां ध्यानसंततिम् ।। (યોગશાસ્ત્ર. ૪. ૧૨૨.)
વિવેક અને વૈરાગ્યથી સંપન્ન, જિતેન્દ્રિય, સ્થિરાશય, ઉદ્યમી, પ્રશાંત, ધીર, સુપ્રસન્ન અને અપ્રમત્ત એવા મુમુક્ષુએ અયોગ્ય પદાર્થોમાં જતી મનોવૃત્તિઓને રોકીને આ ચાર ભાવનાઓ નિરંતર ભાવવી જોઈએ.
પ્રાન્તે આ પુસ્તિકા લખવામાં છદ્મસ્થપણાથી ઉપયોગ શૂન્યતાથી કે પ્રેસદોષ વગેરે કારણોથી કોઈ ભૂલ રહેવા પામી હોય અથવા શ્રી જિનાજ્ઞા વિરુદ્ધ કંઈ લખાયું હોય તેનો મિચ્છામિ દુક્કડં દેવા સાથે વાચકોને તે ક્ષતિ સુધારી લેવા વિનંતિ કરીને વિરમું છું.
લેખક : અનાહત
[સિદ્ધાન્ત મહોદધિ કૃપાસિંધુ પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રી વિજયપ્રેમ-સૂરીશ્વરજીના વિદ્વાન શિષ્ય પૂર્વ શ્રી ભાનુવિજયજીગણિ શિષ્ય મુનિ તત્ત્વાનંદવિજય.]
२९