________________
પરિશિષ્ટ
૧૩૫
પ્ર- બોધિસત્ત્વોની મહાકરુણા શું છે?
| ઉ- તેઓ સૌથી પ્રથમ જગતના જીવોને બોધિ મળે એમ ઇચ્છે છે, પોતાના માટે નહીં.
यथापि नाम श्रेष्ठिनो वा गृहपतेर्वा एकपुत्रके गुणवति मज्जागतं प्रेम, एवमेव महाकरुणाप्रतिलब्धस्य बोधिसत्त्वस्य सर्वसत्त्वेषु मज्जागतं प्रेमेति ।
શિક્ષાસમુચ્ચય, ૧૬. ગુણવાન માત્ર એક જ પુત્રવાળા કોઈ શ્રેષ્ઠિને અથવા ગૃહપતિને તે પુત્ર પ્રત્યે જેવો મજ્જાગત પ્રેમ હોય છે, તેવો જ મજ્જાગત પ્રેમ મહાકારુણિક બોધિસત્ત્વોને જગતના સર્વ જીવો વિષે હોય છે.
___ अहं च दु:खोपादानं उपाददामि । न निवर्ते, न पलायामि, नोत्रस्यामि, न संत्रस्यामि, न बिभेमि, न प्रत्युदावर्ते न विषीदामि ।
શિક્ષાસમુચ્ચય, ૧૬. હું સૌનાં દુઃખનો ભાર ગ્રહણ કરું છું, હું કદાપિ આ કાર્યથી નિવૃત્ત થઈશ નહીં, ભાગીશ નહીં, સંત્રાસ પામીશ નહીં, ડરીશ નહીં. આ માર્ગથી હું કદાપિ પાછો ફરીશ નહીં અને હું ખેદ કરીશ નહીં. ___मया सर्वसत्त्वा: परिमोचयितव्या: । मया सर्वजगत् समुत्तारयितव्यम् जातिकान्तारात्, जराकान्तारात्, व्याधिकान्तारात्, सर्वापत्तिकान्तारात्, सर्वापायकान्तारात्, अज्ञानसमुत्थितान्धकारकान्तारात् । मया सर्वस्वा: सर्वकान्तारेभ्य: परिमोचयितव्या: ।
શિક્ષાસમુચ્ચય, ૧૬. મારે જગતનાં સર્વ પ્રાણીઓને મુક્તિ પ્રાપ્ત કરાવવી જોઈએ. મારે સર્વ જગતનો ઉદ્ધાર કરવો જોઈએ. જન્મ અટવીથી, જરા અટવીથી, વ્યાધિ અટવીથી સર્વ આપત્તિરૂપ અટવીથી, સર્વ અપાયરૂપ અટવાથી અને અજ્ઞાનથી ઉત્પન્ન થયેલ અંધકારમય અટવીથી, એમ સર્વ અટવીઓથી સર્વ જીવોને મારે મુક્ત કરવા જોઈએ.
एवमाकाशनिष्ठस्य सत्त्वधातोरनेकधा ।। भवेयमुपजीव्योऽहं यावत् सर्वे न निर्वृताः ।।
બોધિચર્યાવતાર, ૩-૨૧.