________________
પ્રાતઃકાળની પ્રમોદ ભાવના સવારમાં ઊઠતાંની સાથે જ સૌથી પ્રથમ નીચેનાં વિશેષણોથી અલંકૃત એવા સર્વ કાળના અને સર્વ ક્ષેત્રના અરિહંતોને નમસ્કાર કરવો જોઈએ. તે નમસ્કાર વખતે મન પ્રમોદથી પ્રફુલ્લિત અને અપાર આનંદને અનુભવતું હોવું જોઈએ. શરીરનાં રોમ રોમ વિકસ્વર થવાં જોઈએ. તે વખતે તે તે વિશેષણોને અનુરૂપ ચિત્ર આપણા મનરૂપી પડદા પર ચીતરવું જોઈએ.
વિશેષણો ઃ ૧. ત્રીજા ભવમાં વીશસ્થાનક તપને આરાધીને જેમણે શ્રી તીર્થકર નામકર્મ ઉપામ્યું.
૨. ચૌદ મહાસ્વપ્નોથી સૂચિત છે અવતાર જેમનો.' ૩. ગર્ભમાં આવ્યા ત્યારે જેમની ઇન્દ્ર પણ સ્તુતિ કરી. ૪. ગર્ભાવસ્થાથી જ જેઓ ત્રણ જ્ઞાનથી સહિત હતા. ૫. ગર્ભમાં પણ જેઓ મહાન્ યોગી જેવા હતા.
આ રીતે અનેક વખત ભગવાનને નમસ્કાર કરવાના છે. ઓછામાં ઓછા ૧૨ નમસ્કાર, મધ્યમથી ૧૦૮ નમસ્કાર અથવા ઉત્કૃષ્ટથી ૧૦૦૮ નમસ્કાર કરવા જોઈએ. આ રીતે જે રોજ પ્રમોદ ભાવના કરશે, તે સર્વ સુખોનું ભાજન બનશે. અને ત્રણે લોકની સમગ્ર ઋદ્ધિઓ તેને નિઃસંશય વરશે. જે આસન્નભવ્ય હશે, તે પ્રમોદભાવના સુંદર ભાવી શકશે. ૧. અહીં ભગવાનનાં માતાજી પલંગ પર સૂતેલાં છે અને ચૌદ મહાસ્વપ્નોને જોઈ રહ્યાં છે.
ભગવાન ગર્ભમાં આવ્યા છે. વગેરે મહામંગલ દશ્ય આંખ સામે ઊભું કરવાનું છે. આવાં દશ્યોથી આપણો આખોય દિવસ મંગલમય બને છે. ૨. એકસો આઠ વિશેષણો માટે જુઓ “નમસ્કારસ્વાધ્યાય’ નામનું ગ્રંથ રત્ન. તેના પ્રાકૃતવિભાગમાં પૃ. ૧૮૪ પર મારી છે. આ ગ્રંથ જૈન સાહિત્ય વિકાસ
મંડલ, અંધેરી, મુંબઈ તરફથી પ્રકાશિત થયેલ છે. ૩. ૧૦૦૮ વિશેષણો માટે તાર્કિક શિરોમણિ આચાર્ય ભગવાન શ્રી સિદ્ધસેનસૂરિકૃત
શકસ્તવ', કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય કૃત “જિનસહસ્રનામસ્તોત્ર' વગેરે રચનાઓ અત્યંત ઉપયોગી છે. આ મહાપુરુષોનું જ્ઞાન અગાધ હતું. તેમણે કરેલાં સ્તોત્રોનું મનન આપણા આત્મામાં પ્રમોદ ભાવનાની જ્યોતિ પ્રગટાવવા માટે અને પ્રગતિ જ્યોતિને ચિરકાલીન બનાવવા માટે અનિવાર્ય છે.