________________
પ્રમોદભાવના
પ્રમોદભાવના અભ્યાસ માટે શ્રી “નમસ્કાર મહામંત્ર'નો ત્રિસંધ્યા ૧૦૮ જાપ કરી શકાય, અથવા “અરિહંત' એ “ચતુરક્ષરી મંત્રાધિરાજ'નો ઓછામાં ઓછો રોજ ૨૦૦૦ જાપ કરવો જોઈએ. આવા જાપના લાભો અનિર્વચનીય છે. જાપ કરનાર તે લાભોને સ્વયં અનુભવી શકે છે. જેની મનોભૂમિમાં નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એમ ચારે પ્રકારના અરિહંતોને સ્થાન મળ્યું, તે આત્મા સ્વયં અરિહંત પદવીને વરે, એમાં કશું જ આશ્ચર્ય નથી.
પ્રમોદભાવના સમાપ્ત