________________
૨૦
ધર્મબીજ
શબ્દોમાં કહીએ તો આ મૈત્રી એ જ સર્વ શાસ્ત્રોનો સાર છે. પોતે દુઃખ વેઠીને પણ જ્યારે બીજાનાં સુખ માટે અથાગ પ્રયત્ન કરે છે, ત્યારે તે આત્મા મૈત્રીભાવનામાં ખૂબ જ આગળ વધે છે. પોતે બીજાઓ માટે સમજણ (તત્ત્વજ્ઞાન) અને આનંદપૂર્વક જે દુઃખ વેઠે છે તેના માટે પરિણામે દુઃખ જેવું કશું જ રહેતું નથી. સર્વ જીવોના સુખની ચિંતા એવું સામર્થ્ય ધરાવે છે કે તે સાધકનાં દુઃખને પણ સુખરૂપ બનાવી દે છે. બહારથી કષ્ટમાં દેખાતા મૈત્રીભાવનાના સાધકો અંદરથી અનુપમ આનંદ અનુભવતા હોય છે. આવું સુખ કેવળ અનુભવથી જ ગમ્ય છે.
સૂક્ષ્માતિસૂક્ષ્મ અને સર્વ જીવોને પરમ સુખ આપનાર એવી અહિંસાને બતાવનારા શ્રી તીર્થંકર ભગવંતોનાં હૃદયમાં સર્વ આત્માઓના આત્મત્વ પ્રત્યે અથાગ પ્રેમ હોય છે. તેમના હૃદયમાં આવો પ્રેમ ન હોય, તો તેઓ આવી સુંદર અહિંસાને ન જ બતાવી શકે ! ‘સર્વ’ જીવોને સર્વ દુઃખોમાંથી ઉગારીને ધર્મ દ્વારા તેમને પરમસુખના ધામરૂપ મોક્ષમાં લઈ જાઉં, એવો ભવ્ય આશય સર્વ તીર્થંકરોનો હોય છે. એ આશય એટલે જ દિવ્યમૈત્રી. આવી દિવ્યમૈત્રીના પ્રભાવથી જ તેઓ શ્રી તીર્થંકર પદવીને વરે છે અને તે પદવી દ્વારા અનેક ભવ્યજીવોનાં મુક્તિ સુખમાં તેઓ નિમિત્તરૂપ બને છે.
શસ્ત્ર, સૈન્ય, યુદ્ધ વગેરે શાંતિ સ્થાપવાના ઉપાયો નથી, પણ અશાંતિ જગાડવાનાં નિમિત્તો છે. આ વાત હવે જગતના અગ્રગણ્ય મનાતા રાજદ્વારીપુરુષો પણ સમજવા લાગ્યા છે, ને તેથી જાણે અજાણે પણ આપણે બધા ભાઈઓ છીએ. આપણે બધા મિત્રો છીએ, અંદર અંદર લડવું આપણને ન શોભે' વગેરે વિચારો પ્રગટ થવા લાગ્યા છે. આધુનિક જગતમાં અનેક જટિલ પ્રશ્નોનું સમાધાન મૈત્રીભાવનામાં રહેલું છે. તેથી સમાધાનને ઇચ્છતા વિચારકોને અંતે તો સર્વહિતમયી એવી મૈત્રીભાવનાને સમજવી પડશે અને તેનું શરણ લેવું જ પડશે.
પોતાના આત્માને અને સમગ્ર જગતને સુખી બનાવવાનો અમોઘ ઉપાય મૈત્રીભાવના છે.' આપણે સંકલ્પ કરીએ કે ઃ
‘અમારી શક્તિ પહોંચે ત્યાં સુધી અમારી પાસે જે જે છે તે બધું બીજાઓનાં કલ્યાણને અર્થે સહર્ષ આપીશું, એટલું જ નહીં, કિન્તુ પોતાના