________________
મૈત્રીભાવના
૩.
૪.
૫.
૧૯
આ ભવમાં કરેલી વૈરિવરોધની પરંપરા અનેક ભવો સુધી ચાલે છે. ચંડકૌશિક વગેરેનાં દૃષ્ટાન્તો તે વાતનું સમર્થન કરે છે. રાવણ અને લક્ષ્મણના ભવોમાં વાવેલાં વૈરનાં બીજ તેમને હજી પણ નરકમાં લડાવી રહ્યાં છે. એમ વૈર બાંધનાર આત્મા પોતાનાં જ સુખના માર્ગમાં કંટકો વેરે છે, તો સુજ્ઞપુરુષે વૈવિરોધની પરંપરા શા માટે સર્જવી ?
વૈવિરોધના બદલે મૈત્રીભાવનાનાં બીજ નાખવામાં આવે તો આ જીવનમાં અને આગામી ભવોમાં આપણને સુખ, શાંતિ, પવિત્રતા, ચિત્તની સ્વસ્થતા વગેરે અનેક હિતો થાય છે.
આ સંસારમાં અનાદિકાલથી ભ્રમણ કરતા સર્વ જીવો મારી સાથે માતા, પિતા, ભ્રાતા, ભગિની, પત્ની, પુત્ર, પુત્રી વગેરે સર્વ સંબંધો વડે જોડાયા છે, માટે આ વિશ્વ મારું કુટુંબ છે. વસુધૈવ છુખ્યમ્ । તો આ કુટુંબીજનો સાથે ઈર્ષ્યા, અસૂયા વગેરેનો પ્રયોગ કરવો શું
યોગ્ય છે ?૧
મૈત્રીભાવનાને દઢ કરવા માટે આવી અનેક વિચારણાઓ કરી શકાય છે. મુમુક્ષુ આત્માને તેવી વિચારણાઓ સ્વયમેવ સ્ફુરે છે.
પ્રત્યેક આત્મામાં રહેલા આત્મત્વ પ્રત્યેનો પ્રેમ એ મૈત્રીભાવના છે. જીવોને મદદ કરવા દ્વારા, તેમનું સર્વદા હિત ઇચ્છવા દ્વારા, તેમને જે જે પ્રતિકૂળ છે તે તે ન આચરવા દ્વારા અને જે રીતે સર્વને અભય મળે તથા સૌનું કલ્યાણ થાય એવા ઉપદેશ દ્વારા આપણે આપણામાં રહેલા આત્મત્વ પ્રત્યેના પ્રેમને વ્યક્ત કરી શકીએ છીએ. જ્ઞાત્મન: પ્રતિાનિ રેષાં ન સમાજરેત્ ‘પોતાને જે પ્રતિકૂળ છે, તે બીજા પ્રત્યે ન આચરવું' એ સર્વ શાસ્ત્રોનો સાર છે. બીજા
૧. જેઓ આ વિશ્વને એક સર્જનહારની (જગત્પિતાની) કૃતિ માની સર્વ જીવોને એક પિતાનાં સંતાન માને છે, તેમના મતે પણ સૌની સાથે બંધુત્વ કેળવવું ઘટે છે. એક જ પિતાનાં સંતાન સાથે વેર વિરોધ શો ? ઈર્ષ્યા અને અસૂયા કેવી ?
જેઓ બધા જીવોમાં એક જ બ્રહ્મને વ્યાસ માને છે, તેઓ પણ કોઈ જીવ સાથે વેર વિરોધમાં કેમ ઊતરી શકે ? તેઓએ તો બધા પ્રત્યે સમદષ્ટિ મૈત્રીભાવ જ કેળવવો જોઈએ. જૈનદષ્ટિએ સંગ્રહનયના મતે આત્મા એક જ છે. ‘ì આયા' તો પછી વેર કેવું અને કોની સાથે ? વંચના પણ કોની ?